આદિવાસી સમાજ (Gujarati Adivasi Samaj)

Gujarati English

આદિવાસી સમાજ (Gujarati Adivasi Samaj)

નમસ્તે મિત્રો, આપનું Gujarati English બ્લોગ માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે “ગુજરાતી આદિવાસી સમાજ (Gujarati Adivasi Samaj)” આર્ટિકલ માં આપણે ગુજરાતી ભાષામાં એક મહત્વપૂર્ણ જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ. તમને અહીં દર્શાવેલ માહિતી ગમે તો નીચે કોમેન્ટ કરી જરૂર થી અમને જણાવજો.

ગુજરાત અને ભારતના આદિવાસી સમાજો વૈવિધ્યસભર હોય છે. તે લોકો કુદરતની ની ગોદ માં ઊછર્યા છે, જેથી તમના શારીરિક દેખાવ, શરીરનું બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલાકૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે સંસ્કૃતિ ઉપર મહત્વપૂર્ણ આધાર રાખે છે. જયારે તેમની જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીતિરિવાજો અને ધાર્મિક ક્રિયા પણ ખુબ અલગ હોય છે.

આ જૂથના ઓછા લોકો ના અપવાદ સિવાય તમામ સમાજોને ઘણા વર્ષો થી સંઘર્ષમાં જીવન વિતાવવું પડે છે. આદિવાસી લોકો નું જીવન આધુનિક ઉદ્યોગીકરણથી પ્રભાવિત લોકો કરતાં વધુ કુદરતને અધીન હોય છે. સામાન્ય ભાષામાં કહીયે તો તેમનું જીવન મોટા ભાગે કુદરતી ચીજો અને વસ્તુઓ ઉપર વધુ નિર્ભર હોય છે અને જંગલ કે અંતરિયાળ વિસ્તારો માં રહેતા હોવાથી ઘણી સુવિધા તેમને મળતી નથી.

આ પણ જરૂર વાંચો- હેકિંગ શું છે? મેળવો સંપૂર્ણ માહિતી (Useful Info About Hacking in Gujarati)

ગુજરાતી આદિવાસી સમાજ (Gujarati Adivasi Samaj)

તમને ખબર જ હશે કે વર્ષો પેહલાથી જંગલ કે અંતરિયાળ પ્રદેશનામાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો વિશેષ દરજ્જો આપવામાં આવેલ છે. આ કારણે ઘણા આ સમાજના ઘણા લોકો ભણીગણીને પોતાનો વિકાસ કરી શક્યા છે.

જયારે હજુ પણ મોટા ભાગના અંતરિયાળ વિસ્તારોમાં સદીઓથી રહેતા લોકો, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. પણ આજે ભારતના રાષ્ટ્રપતિ એક આદિવાસી સમાજના છે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણો પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ પોતાનું જીવન ધોરણ સુધારી શકે.

ગુજરાતના તમામ આદિવાસીઓ એમના ખડતલ અને ચપળ શરીર રચના માટે જાણીતા છે. ગુજરાતમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો આદિવાસીઓ નો સમાવેશ થાય છે.

ગુજરાતના આદિવાસી સમાજનો ઇતિહાસ (History of Gujarati Adivasi Samaj)

માનવામાં આવે છે કે ભારતમાં પ્રાગૈતિહાસિક યુગની શરૂવાત લગભગ બે લાખ વર્ષ પેહલા થઇ છે, પણ તેનો છેલ્લો ઇતિહાસ 8 થી 10 હજાર વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. જયારે અંતિમ પાષાણયુગથી પુરાવા મળી આવ્યા છે. આ સમયે નિષાદ પ્રજા વસતી હોવાનું માનવામાં આવે છે, જેને આજે આદિવાસી તરીકે ઓળખવા આવે છે.

પ્રહલાથી જ ભારતીય સભ્યતાના વિકાસમાં આ આદિવાસીઓનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. જીઓલોજીસ્ટ પ્રમાણે અરવલ્લી પહાડ દુનિયાનો ઘણો પ્રાચીન ભાગ છે, જ્યાં જીવસૃિષ્ટ અસ્તિત્વમાં આવે એવું પર્યાવરણ રચાયું હતું.

આપણી સભ્યાનો એક મહત્ત્વનો અંશ કે જેમાંથી આદિવાસીઓની વિવિધ જાતિઓ અસ્તિત્વમાં આવી છે, જયારે ભીલ આદિવાસી સંસ્કૃતિ સર્વ પ્રથમ અરવલ્લી પહાડમાં સ્થાયી થઈ તેવું માનવામાં આવે છે અને ત્યાંથી અન્ય જાગ્યો ફેલાઈ છે. આ સિવાય આ અનુસંધાન ને ધ્યાનમાં લઈએ તો આદિવાસીઓ જ ભારતીય સભ્યતાના સર્વપ્રથમ વાહક છે. આ સમાજ આપણી મહાન સંસ્કૃતિ અને સભ્યતાના અગ્રદૂત હોવાની શક્યતા દર્શાવાઈ છે.

આપણી સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આદિવાસી સમાજ નું વિશેષ યોગદાન છે. આપણા રાજ્ય માં ઉત્તર-પૂર્વી અને ભારતના મધ્ય ઉપખંડમાં વસતા આ લોકોએ જ અહીં નવા પાષાણ યુગની સભ્યતાની શરૂવાત કરી હતી. આ સભ્યતાએ જ આદિયુગથી આપણી સંસ્કૃતિના નીર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

history of gujarati adivasi samaj- ગુજરાતના આદિવાસી સમાજનો ઇતિહાસ

વસ્તુઓની ગણતરી, લગ્ન તથા ધાર્મિક વિધિઓ, સિંદૂરનો ઉપયોગ, જાદુ અને ટોણામાં વિશ્વાસ અને પૂજા જેવી ઘણી વસ્તુઓ આ સમયમાં અસ્તિત્વમાં આવી હોવાનું માનવામાં આવે છે. ઈડર માં ભીલ આદિવાસી રાજા નું રાજ હતું અને 1250 થી 1300 ની સાલ માં આદિવાસી રાજા નો લેખિત ઇતિહાસ પણ પ્રાપ્ત થયેલ છે.

આજે ભારતમાં અને ગુજરાતના આદિવાસીઓ ભારતની પૂર્વકાલીન જાતિઓમાં સમાવેશ કરવામાં આવે છે. આદિવાસી ભારતના મૂળ નિવાસી છે, આદિકાળથી અહીં વસતી હોવાથી એમને “આદિવાસીઓ” એવું નામ આપવામાં આવ્યું છે. સામાન્ય લોકો માટે આ જાતિઓ માટે અનેક પુરાકથાઓ ઘણી પ્રચલિત છે.

જયારે ગુજરાતના આદિવાસી લોકોની ગણના ભારતના મધ્ય ભાગના આદિવાસીઓ તરીકે કરવામાં આવે છે. ભારતમાં લગભગ આદિવાસીઓ 20% ભાગ પર વસે છે, જયારે સમગ્ર દેશમાં અલગ અલગ લગભગ 500 જેટલા આદિવાસી સમુદાયો વસે છે.

ગુજરાતમાં આદિવાસીઓ ઉત્તરે અરવલ્લી પહાડની હારમાળાઓમાં, પૂર્વમાં સાતપુડા અને વિંધ્ય પહાડની તળેટીઓ પર દક્ષિણમાં સહ્યાદ્રિની પર્વત શ્રેણીઓમાં તેમનું નિવાસસ્થાન છે. જે ભૂમિ ભાગ લગભગ 20 હજાર માઈલમાં ફેલાયેલો હોવાનો અંદાજ છે.

આ પણ જરૂર વાંચો- તાજમહેલ વિશે માહિતી (Information About Taj Mahal in Gujarati)

આદિવાસી લોકો નો પહેરવેશ અને આભૂષણો (Dress and Ornaments of Gujarati Adivasi Samaj)

તમને ખબર જ હશે કે તેમનો પહેરવેશ પણ આપણી કરતા ખુબ અલગ છે, જેમાં સોળ હાથનો સારણો એ સ્ત્રીના પહેરવેશની વિશિષ્ટતા હતી અને હોળીના મહત્ત્વના તહેવારે તે આવા વસ્ત્રો પહેરતા હતા. પરંતુ હાલ આ પહેરવેશ માં ઘણા ફેરફાર જોવા મળે છે. સાથે સાથે આભૂષણોમાં ઝૂલડી પણ પહેરતા, જે તમે ઘણા ફોટા માં જોયું હશે.

dress and ornaments of gujarati adivasi samaj- આદિવાસી લોકો નો પહેરવેશ અને આભૂષણો

જયારે સામાન્ય રીતે સ્ત્રીઓ બ્લાઉઝ અને સાડલો પેહરે છે, જેમાં માથે ઓઢવાનો રિવાજ ફરજીયાત હોય છે. આભૂષણો ઋતુ અને પ્રસંગો અનુસાર અલગ અલગ પહેરવામાં આવે છે, જે ચાંદી, પિત્તળ, એલ્યુમિનિયમ, મોતી અને સોનાનાં હોય છે. પગની આંગળીએ અંગોઠિયા અને પગ માં ચાંદીના કડલાં પહેરે છે. જયારે હાથ માં ચાંદીનો કે હાથીદાંતનો ચૂડો (સૂર) અને કાચની બંગડીઓ પહેરે છે.

જયારે પુરુષો ના પહેરવેશમાં ખાસ વિશેષતા હોતી નથી, તે માથે વળ વાળી પાઘડી પહેરતા. અન્ય તે ધોતિયું અને ઉપર ઝબ્બો પહેરતા. જયારે ઘણા સમાજ માં ગળામાં ચાંદીની હાંસડી પહેરતા લોકો પણ તમને ફોટામાં જોવા મળશે. આ સિવાય પુરુષો દ્વારા અન્ય કોઈ ખાસ વિશેષ પહેરવેશ નથી જોવા મળતો.

તેમના હથિયારો (Weapons of Gujarati Adivasi Samaj)

આ સમુદાય મુખ્યત્વે પહાડો, જંગલો અને વર્ષોથી જંગલી પશુઓ વચ્ચે વસતા હોવાથી તેમની પાસે તીક્ષ્ણ અને ઘાતક હથિયારો એ સ્વાભાવિક વાત છે. તીર કામઠું કે તલવાર એ તેમની પાસે ફરજીયાત હોય છે. જેમાં કામઠું લાંબું હોય છે અને તે વાંસ માંથી બનાવેલું હોય છે. જયારે રાડાનું તીર બનાવવામાં માં આવે છે. પાછળના ભાગ પર પીછુ હોય છે, જે તીરની ગતિનું નિયમન કરી ચોક્કસ લક્ષ્ય ભેળવામાં મદદ કરે છે.

આ સિવાય તેમની પાસે ભાલા પણ હોય છે, જેને ભાલરાં કહેવામાં આવે છે. જેના આગળના ભાગે તીક્ષ્ણ છરી કે કટાર લગાવેલ હોય છે. જેનો ઉપીયોગ લક્ષ્યને વીંધવા માટે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે જયારે ધાતુ ની શોધ નોતી થઇ ત્યારે પથ્થર ના હથિયારો નો ઉપીયોગ થતો હતો.

આદિવાસી શિલ્પકલા અને હસ્તકલા (Sculptures and Handicrafts)

સૌ પ્રથમ તેમની માટી કલા ખુબ વિશેષ છે, જેમાં તે કોઠી, માટલું અને ઘરના અન્ય વાસણો માટીના બનાવતા હતા. તેની ઉપર પ્રાણીઓ અથવા કોઈ દેવી દેવતા ના ચિત્રો પણ બનાવવામાં આવતા હતા. આ કોઠીઓ કે માટલા સ્ત્રીઓની પરંપરિત શિલ્પકલાના ઉત્તમ નમૂના છે.

તેઓ અલગ અલગ પ્રકારની માટી ની વસ્તુઓ બનાવે છે અને ઉપર ચંદ્ર, સૂરજ કે મનગમતા ગમતાં મોર, પોપટ, ચકલી જેવાં પક્ષી તથા ગાય, બળદ, વાછરડાં જેવાં પાલતું પ્રાણીઓની રચના કરે છે. અહીં અંદર ગૂગળના ગુંદરથી એક પડ ચડાવવામાં આવે છે, જેથી તેમાં નાખેલું અનાજ લાંબા સમય સુધી બગડતું નથી.

sculptures and handicrafts of gujarati adivasi samaj- આદિવાસી શિલ્પકલા અને હસ્તકલા

કાષ્ટકલા

કાષ્ટકલામાં ખજૂરીના પાનના રેસામાંથી દોરીબનાવવામાં આવે છે, જેને કાથી પણ કહેવામાં આવે છે જેનો ઉપીયોગ ખાટલા ભરવામાં થાય છે. આ ઉપરાંત ઘર બનાવવા માટે લાકડામાંથી શિલ્પ જળીય થાંભલિયો બનાવવામાં આવે છે. આ સિવાય ઘણી અલગ અલગ વસતો માંથી ઢોલ, તંબૂર, કુંડી, ડોબરુ જેવાં તેમના
વાદ્યો પણ બનાવવામાં આવે છે અને મોર ના પીંછા માંથી ઘણા પ્રકારના આભૂષણોથી શણગારવામાં આવે છે.

ચિત્રકલા

પ્રાચીન સમય થી ચિત્ર પણ તેમનો એક અનન્ય શોખ અને કાળા રહી છે. ઘણા અલગ અલગ સામાજિક પ્રસંગે ઘરની દીવાલો સફેદ મરડિયા કે લાલ માટીથી રંગવામાં આવે છે. દીવાલો પર ચિત્રો દોરવામાં આવે છે. પેહલાંના સમયે ચિત્રો દોરવા માટે લાકડાના દાતણની પીંછી, ચૂનો અને ગેરુ નો ઉપયોગ કરવામાં આવે છે.

આજના સમયે આ સિવાય તમને આવા લોકો દ્વારા હાથે બનાવેલ ઘણીં હસ્તકલા અને ભરતકલા ના વિશેષ ઉદાહરણ બજારમાં જોવા મળશે. આજે પણ ઘણા લોકો તેનું ગુજરાન આવી વસ્તુઓ બનાવી અને કરે છે. જયારે તમને બજારમાં તમને ઘણા પ્રકાર ની હાથબનાવટી વસ્તુઓ મળશે, જે ફક્ત તેમના દ્વારા બનાવવામાં આવે છે.

આદિવાસી ધર્મ, તહેવારો અને દેવી દેવતા (Religion, Festivals and Goddesses of Gujarati Adivasi Samaj)

આ સમાજમાં મુખ્યત્વે વ્યવસાય ખેતી કરવામાં આવે છે અને ખેતીની મોસમ અને પાક પ્રમાણે તેમનાં તહેવારો ઉજવવામાં આવે છે. હોળી આદિવાસી સમાજ નો મહત્વનો તહેવાર માનવામાં છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂનમની રાતે કોઈ પણ ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા ભેગા કરી અને પ્રગટાવવામાં આવે છે.

અન્ય તેહવારોમાં શિયાળામાં વાલનાં છોડોને જયારે પાપડી બેસે છે ત્યારે પ્રથમ પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેને પોહોતિયો કહે છે. આ તેહવારમાં મિત્રો તથા સગાસંબધીઓને ઘરે બોલાવવામાં આવે છે અને પાપડીની તાડી અથવા મહુડાનાં દારૂની સાથે ખાવામાં આવે છે.

જ્યારે ખેતી નો પાક તૈયાર થઇ જાય છે ત્યારે અમાસના દિવસે ચૌરી અમાસ ઉજવવામાં આવે છે. આ દિવસે બળદોનાં શીંગડાને બળદોની રેસ પણ યોજવામાં આવે છે.

ગુજરાતના સમગ્ર આદિવાસી સમાજની દેવમોગરા માતા મુખ્ય દેવી માનવામાં છે. દેવમોગરા ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં દર વર્ષે હજારો લોકો માનતા માની અને દર્શન કરવા જાય છે. તે આદિવાસી લોકોનું પવિત્ર યાત્રાધામ પણ માનવામાં છે.

પાંડોર દેવી ગામની રક્ષકદેવી છે, જેમને પાર્વતી માતાનું એક સ્વરૂપ માનવામાં આવે છે. દરેક ગામમાં ખાસ કરીને ગામની બહાર કોઈ પણ મોટા વૃક્ષની નીચે તેની સ્થાપના કરાય છે, જેથી તે ગામની રક્ષા કરશે તેવુ માનવામા આવે છે. આ સિવાય પણ ઘણા દેવી અને દેવતા અલગ અલગ આદિવાસી સમાજ દ્વારા પૂજવામાં આવે છે.

આદિવાસી ટીમલી (Adivasi Timli)

કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવા ની સરકાર
કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવા ની સરકાર
કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવા ની સરકાર

અરે બંદૂક ની ગોળી ને રાઠવા ની બોલી
સો ટકા સાચી ના પડે કદી પાછી
અરે કરજો દોસ્તી નિભાવે એ પાક્કી
વાત નથી ખોટી જોઈ લેજો અજમાવી

અરે ગરવી ગુજરાત માં અમારું છે નામ
પડે જો નામ તો થઇ જાશે કામ
કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવાની સરકાર

માથે લાલ પાધડી ને હાથ માં સે ભોરીયા
રાઠવા સમાજ ના અમો સે પોરીયા
અલ્યા ખભે રાખે લાકડી મૂછ રાખે વાંકડી
જંગલ ના રહેવાશી ભોળા આદિવાસી

હે નાના મોટા ને માન અમુ આપતા
જય જોહર જય આદિવાસી હમુ બોલતા
હે નાના મોટા ને માન જોને આપતા
જય જોહર જય આદિવાસી હમુ બોલતા

હે આદિવાસી તો સિંહ કેવાય ભઈ
એના હામે કદી બાથ ભરાય નઈ
અરે કોઈ ના રે નામ થી અમુ નથી ડરતા
બાબા દેવ નું નામ લઇ હમુ રે ફરતા

હે ટાઇગર કેવાય એનું નામ ના લેવાય
આદિવાસી ની ખોટી વાત ના કરાય, ક્યાં
કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવા ની સરકાર

અરે રાની કાજલ નું નામ લઈને ચાલતા
પિઠોરા દેવ ને અમે રે પૂજતા
હે ગુજરાત માં છે અલ્યા જિલ્લા આડત્રી
એમાં પડે આદિવાસી ની એન્ટ્રી

હે દિલ ના દયાળુ અને મન ના માયાળુ
આવકારો સૌ ને આપે આંગણું અમારું
એ દિલ ના દયાળુ અને મન ના માયાળુ
આવકારો સૌ ને આપે આંગણું અમારું

કાગળ ના કટકે ચાલે કેન્દ્ર ની સરકાર
વટ ને વચને ચાલે રાઠવાની સરકાર.

આદિવાસી ભજન (Gujarati Adivasi Bhajan)

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી વ્હાલા
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી વ્હાલા
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું…

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

તારે ને મારે હંસા પ્રીત્યું રે બંધાણી વ્હાલા
તારે ને મારે હંસા પ્રીત્યું રે બંધાણી વ્હાલા
ઊડી ગયો હંસ પીંજર પડી રે રહ્યું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ વ્હાલા
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ વ્હાલા
પ્રેમનો રે પ્યાલો તમને પાઉં ને પીવો
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
હે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું….

ગુજરાતના આદિવાસી PDF

અહીં તમને આદિવાસી સાંસ્કૃતિક વારસો PDF ફાઈલ મળશે. આ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને મોટા ભાગની માહિતી નો સચોટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છે આ બુક પણ તમને જરૂર થી ગમશે.

FAQ

આદિવાસી નો ઇતિહાસ શું છે?

પુરાવા અનુસાર પાષાણયુગથી જ આદિવાસી જાતિઓ ભારતમાં રહે છે. જીઓલોજીસ્ટ પ્રમાણે અરવલ્લી પહાડ દુનિયાનો ઘણો પ્રાચીન ભાગ છે અને ત્યાં આ લોકો વસવાટ કરતા હતા.

આદિવાસી ધર્મ કયો પાળે છે?

સામાન્ય રીતે તે કોઈ ધર્મ પાળતા નથી, તેમના દુનિયા થી અલગ જ ધર્મ અને રીતિ રિવાજો છે. પણ તેઓ હિન્દૂ દેવી દેવતાઓ ને માને છે.

આદિવાસી નો ખોરાક કેવો હોય છે?

તેઓ જંગલ અથવા દુર્ગમ વિસ્તારોમાં રહે છે, જેઓ કુદરતી ખોરાક લે છે. જેમ કે ફાળો, શાકભાજી, ડેરી પ્રોડક્ટ અને માસ.

આદિવાસી પહેરવેશ કેવો હોય છે?

સામાન્ય રીતે સ્ત્રીઓ બ્લાઉઝ અને સાડલો પેહરે છે, અને માથે ફરજીયાત ઓઢેલું રાખે છે. જયારે પુરુષો ના પહેરવેશમાં ખાસ વિશેષતા નથી, તે માથે વળ વાળી પાઘડી, ધોતિયું અને ઝબ્બો પહેરતા.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

નિષ્કર્ષ – Conclusion

આશા છે કે તમને “ગુજરાતી આદિવાસી સમાજ (Gujarati Adivasi Samaj)” ખુબ ઉપીયોગી અને ગમ્યો હશે. અને હજી તમને વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે પછી મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો કોન્ટેક પેજ પર જઇને કોન્ટેક્ટ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ-મેઈલ પણ કરી શકો છો.

અમે પ્રયાસ કરશું કે તમારા પ્રશ્નનો જલ્દીથી જલ્દી ઉત્તર આપી શકીએ અને અમારા જવાબથી તમે નિરાશ ના થાવ એજ અમારો મુખ્ય ધ્યેય છે. આવીજ અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm