Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

Meaning of Ajmo In English (અજમો ને ઇંગલિશ માં શું કહેવાય?)

અમારા બ્લોગ Gujarati – English.com પર આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે, “Meaning of Ajmo In English (અજમો ને ઇંગલિશ માં શું કહેવાય?)”. તમે બીજે ઘણી વેબસાઈટ પર સર્ચ કર્યું હશે પરંતુ તમને આવી ઉપયોગી અને સચોટ માહિતી ક્યાંય નહીં મળી હોય.

અજમો એ એક મસાલા નું નામ છે, કદાચ હાલ પણ તમારા રસોડા માં આ મસાલો જરૂર હાજર હશે. અજમા નું નામ ઇંગલિશ માં તો તમને અહીં જોવા મળશે સાથે સાથે તેના વિષે ઘણી ઉપીયોગી માહિતી પણ તમને અહીં જોવા મળશે, જે કદાચ તમને ખબર નહિ હોય.

Must Read- Spices Names in Gujarati and English (ગરમ મસાલા ના નામ)

What is the name of Ajmo In English? with useful information about it. (અજમા ને ઇંગલિશ માં શું કહેવાય?)

અજવાઇન અથવા અજમો તે ટ્રેચીસ્પરમમ અમ્મીના પ્રજાતિ ના બીજ છે. અજમા નો ઉપીયોગ એ ગુજરાતી કે ભારતીય વાનગીઓમાં ખુબ જ સામાન્ય છે. કારણકે આપણે આનો ઉપીયોગ ગરમ મસાલા તરીકે કરીએ છીએ. અને અજમાના સ્વાસ્થ્ય ફાયદા પણ ખુબ છે.

અજમો (Ajmo) – Carom seeds (કેરમ સીડ્સ)

તમને હવે અજમા ને ઇંગ્લિશ ભાષા માં શું કહેવાય એ તો ખબર પડી ગઈ, પણ તેના સ્વાસ્થ્ય વિષે ના ફાયદા વિષે ખબર છે? તો ચાલો અજમા વિષે થોડી ઉપીયોગી માહિતી અને તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ વિષે વાત કરીએ.

Useful Information About Carom seeds in Gujarati (અજમા વિશે ગુજરાતી માં થોડી ઉપયોગી માહિતી)

આ બીજ થોડા બદામી કે કથ્થાઈ રંગ જેવા હોય છે, જે તમને ઉપર દેખાતા ફોટા માં જોવા મળી જશે. અજમા નો સ્વાદ ખુબ તીક્ષ્ણ અને કડવો હોય છે. તે દેખાવ માં બીકલુલ જીરું જેવા લાગે છે, પરંતુ તેનો સ્વાદ અને સુગંધ જીરું થી તદ્દન અલગ છે.

અજમો હંમેશાં આખા બીજ તરીકે વેચાય છે, પરંતુ તેનો ઉપીયોગ પાઉડર તરીકે પણ થઈ શકે છે. આ બીજ નો ઉપીયોગ રાંધવાના મસાલા તરીકે અને ઔષધિ તરીકે લેવાય છે.

Meaning of Ajmo In English. અજમો ને ઇંગલિશ માં શું કહેવાય
Meaning of Ajmo In English. અજમો ને ઇંગલિશ માં શું કહેવાય

Image Source- Pixabay

આ બીજ અતિ પૌષ્ટિક હોય છે, તે ફાઇબર, એન્ટી ઓકિસડન્ટો અને અન્ય વિટામિન્સ અને ખનિજોથી ઘા સમૃદ્ધ છે. આને કારણે જ સ્વાસ્થ્ય લાભો માટે આ બીજ નો ઉપીયોગ લગભગ હાર એક ઘર માં થાય છે, અને લાંબા સમયથી પરંપરાગત ભારતીય દેશી દવા બનાવવા માં ઉપયોગમાં લેવાય છે.

Health Benefits of Carom Seeds (અજમા ના આરોગ્ય લાભો)

અજમાના બીજમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. જે મનુષ્ય શરીર માટે ખુબ ફાયદાકારક છે, જે બેક્ટેરિયા અને ફૂગના વિકાસને અટકાવવા ખુબ મદદરૂપ થાય છે.

આ બીજ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર તમારા શરીર માં ઓછું શકે છે. હાઈ કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર હૃદય રોગ માટેના ખુબ જોખમકારક પરિબળો છે.

હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન એ એક સામાન્ય રોગ બની ગયા છે, પણ આ તમારા હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. આ બીજ માં થાઇમોલ જેવા ઘટકો શામેલ છે. જે તમારા બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે, અને હૃદય રોગ જેવી સમસ્યા સામે લડવામાં તમારી મદત કરી શકે છે.

અજમાના બીજ સામાન્ય રીતે પાચન ક્રિયા ના પ્રશ્નોના ઘરેલું ઉપાય અને આયુર્વેદિક દવા તરીકે વધુ ઉપયોગમાં લેવાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આ બીજ અલ્સર સામે લડી શકે છે, જે અન્નનળી, પેટ અથવા નાના આંતરડા ના ઉદ્ભવે છે.

આ બીજ ના સેવન થી પેટ ના ગેસ અને અપચો જેવા પ્રશ્નો ને રોકવા અને સારવારમાં પણ તમારી ખુબ મદદ કરી શકે છે. અપચા અને ગેસ ના કારણે તમને પેટ માં દુખે ત્યારે અજમા ની ફાકી નું સેવન કરી શકાય.

અજમા ના બીજ કે તેનો પાવડર ખાંસી અને કફ જેવી સમસ્યા થી રાહત આપી શકે છે. જે અસ્થમાવાળા લોકો માતે આ બીજ વધુ ફાયદાકારક સાબિત થયા છે, જે શ્વસન ક્રિયા માં સુધાર લાવી શકે છે.

પેટ માં થતી બળતરા માં તમારી ખુબ મદત કરી શકે છે, જયારે તમે અજમની ફાકી નું સેવન કરી શકો છો. મોટા ભાગે આ બળતરા એસીડીટી ની સમસ્યા ને કારણે ઉદ્ભવે છે.

Summary

I hope Meaning of Ajmo In English (અજમો ને ઇંગલિશ માં શું કહેવાય?) article gives you information about a wonderful fruit. Hope you liked this article a lot and if you feel like making any corrections please comment and let us know, our team will correct the error soon.

Leave a Comment