કાળીયાર (Kaliyar) વિષે માહિતી- Amazing Information About Antelope/Blackbuck in Gujarati 2021

Posted By Admin |

નમસ્તે મિત્રો, આજે આપણે એક ખુબજ રસપ્રદ પ્રાણી વિષે જોવાના છીએ જેનું નામ કાળીયાર/બ્લેકબક છે. આ પ્રાણી વિશ્વ્ માં ખુબ ઓછી જગ્યાએ જોવા મળે છે જેમાં આપણી નજીક જ ભાવનગર જિલ્લા માં આસાની થી જોવા મળે છે. કાળીયાર (Kaliyar) વિષે માહિતી- Amazing Information About Antelope/Blackbuck in Gujarati

2021 પોસ્ટ માં તમને આ પ્રાણી વિષે ઘણી એવી માહિતી મળશે જે તમને ખબર નહિ હોય.

Also Read- ઊંટ વિશે માહિતી- Amazing Information and facts about Camel in Gujarati 2021

Some Useful Information About Antelope/Blackbuck in Gujarati

બ્લેકબક (એન્ટિલોપ) જેને ભારતીય કાળિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને નેપાળનો જોવા મળતી એક હરણ ની પ્રજાતિ છે. તે ઘાસના મેદાનો અને ગાઢ જંગલવાળા વિસ્તારોમાં વસે છે.

તેની ઉંચાઈ 74 થી 84 સે.મી સુધી હોય છે. અને નર કાળીયાર નું વજન 20-55 કિગ્રા જેટલું હોય શકે છે, માદા વજન માં નર કરતા થોડી હળવી હોય છે, તેનું વજન 20 – 33 કિલો ગ્રામ જેટલું હોય શકે છે. નરમાં 35-75 સેન્ટિમીટર સુધી ના લાંબા શિંગડા હોય છે, જોકે માદાઓ પણ કોઈક વાર આ જોવા મળે છે.

Some Useful Information About Antelope/Blackbuck in Gujarati
Some Useful Information About Antelope/Blackbuck in Gujarati

તેનું મોઢું હરણ જેવુંજ હોય છે પણ ચહેરા પર કાળા પટ્ટાઓ જોવા મળે છે જયારે તેની નાની આખો ઉપર પણ સફેદ રંગ ના પટ્ટા જોવા મળે છે. નર ના શરીર પર તમને કાલા થવા ઘાટા ભૂરા અને સફેદ પટ્ટા જોવા મળે છે. પગ વચ્ચે તો પેટ નો ભાગ સફેદ રંગ નો હોય છે. જયારે માદા સંપૂર્ણ ઘાટા પીળા રંગ ની હોય શકે છે. કાળીયાર એંટીલોપ જીનસ પ્રજાતિ નું એકમાત્ર જીવંત સભ્ય છે.

ગર્ભઅવસ્થા લગભગ છ લાંબી હોય છે પછી માદા બચ્ચા ને જન્મ આપે છે. આ પ્રાણી માનવ વસ્તી થી દૂર જંગલ માં રહેવાનું પસંદ કરે છે. સૂકા ઘાસ ના મેદાનો ના તેની સંખ્યા વધુ જોવા મળે છે. જંગલો ની ઘટતી સંખ્યા અને શિકાર ના કારણે કાળીયાર ની સંખ્યા ઓછી થતી જાય છે અને આ પ્રાણી લુપ્ત થતી પ્રજાતિ ની સૂચિ માં શામેલ છે. તેની સંખ્યા વધારવા માટે તેનો શિકાર નિષેધ છે અને જો કોઈ માણસ એવું કરે તો દંડનીય અપરાધ માની અને સજા થઇ શકે છે, અને તેમની માટે ચોક્કસ જંગલ વિસ્તાર (અભ્યારણ) નિશ્ચિત કરવામાં આવેલા છે.

શારીરિક વિશેષતા

કાળીયાર ની ઉંચાઈ સામાન્ય રીતે 74 થી 84 સે.મી સુધી હોય છે. અને નર કાળીયાર નું વજન 20-55 કિલો ગ્રામ જેટલું હોય શકે છે, જયારે માદા નું વજન માં નર કરતા થોડી હળવી હોય છે, તેનું વજન 20 – 33 કિલો ગ્રામ જેટલું હોય શકે છે. નરમાં 35-75 સેન્ટિમીટર સુધી ના લાંબા શિંગડા હોય છે, જોકે માદાઓ પણ કોઈક વાર આ જોવા મળે છે.

Physical specialty of blackbuck in Gujarati
Physical specialty of blackbuck in Gujarati

તેમના શરીર અને મુખ પાર કાળા અને સફેદ રંગ ના પટ્ટા જોવા મળે છે. નર કાળા કે ઘાટા પીળા રંગ અને સફેદ રંગ ના પટ્ટા માં જોવા મળે છે જયારે માદા અને બચ્ચા પીળા રંગ ના મુખ્યત્વે જોવા મળે છે. જયારે તેના સીંગડા સ્પ્રિંગ જેમ વળેલા હોય છે.

 • લંબાઈ – 100-140 સેન્ટી મીટર
 • ઉંચાઈ 60-80 સેન્ટી મીટર
 • પૂંછડી ની લંબાઈ – 10-17 સેન્ટી મીટર
 • વજન – 26 થી 35 કિલો
 • શીઘડા ની લંબાઈ – 35-75 સેન્ટિમીટર

કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાત માં તે વેળાવદર નેશનલ પાર્ક માં જોવા મળે છે જે તેમના મારે એક રિઝર્વ વેન વિસ્તાર છે. વેળાવદર વલભીપુર તાલુકા નજીક આવેલું સ્થળ છે જેભાવનગર જિલ્લાના મુખ્ય મથકથી આશરે 42 કિમી દૂર સ્થિત છે.

વેળાવદર અભ્યારણ 34 ચોરસ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે, આ વિસ્તાર માં મુખ્યત્વે ઘાસ ના મેદાનો જોવા મળે છે. કાળિયારનાં ટોળાઓ હંમેશાં આ ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર કરે છે

આ પાર્ક માં બ્લેકબક્સ સિવાયની પ્રાણીસૃષ્ટિમાં મુખ્યત્વે વરુ, મેક્વીન બસ્ટર્ડ્સ, હાયનાસ અને ઓછા ફ્લોરીકન્સ શામેલ છે, જેમાં શિયાળ, જંગલી બિલાડીઓ મુખ્ય માંસાહારી જાનવર છે તથા બીજી જાતિઓમાં જંગલી ડુક્કર, સસલાં જોવા મળે છે. વનસ્પતિ માં ઘણા પ્રકાર ના છોડો જોવા મળે છે જેમાં મુખયત્વે કાંટાવાળી વનસ્પતિ નો સમાવેશ થાય છે.

National Park of Blackbuck in Gujarat
National Park of Blackbuck in Gujarati

આ પાર્ક આખા વર્ષમાં મોટાભાગે ખુલ્લો હોય છે, તે ચોમાસામાં 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સામાન્ય રીતે બંધ રહે છે. આ પાર્ક ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી માર્ચ સુધીનો છે કારણ કે સ્થળાંતર સમયે ઘણી જાતિઓ, જેમાં ત્રણ જાતિના હેરિયર્સ, ઓછા ફ્લોરિકન, ઇગલ્સ અને વેડર્સ આસાની જોવા મળી જાય છે.

કાળીયાર સૌથી આકર્ષક લાક્ષણિકતા એ પુખ્ત વયના નરના લાંબા શિંગડા હોય છે જેના મૂળથી લગભગ ટોપ સુધી સ્પ્રિંગ જેવા વળાંક હોય છે. તેઓના સિંઘડા 20-24 ઇંચ સુધી લંબાઈ ની વૃદ્ધિ કરી શકે છે. રેકોર્ડ જોતા સૌથી લાંબા શિંગડા 28 ઇંચથી વધુ ના મપાયા છે, જયારે માદાઓમાં શિંગડા હોતા નથી.

Interesting Facts About Blackbuck in Gujarati

 • આ પ્રાણી પૃથ્વી પર લુપ્ત થતા પ્રાણીઓ ની સૂચિ માનું એક છે જેને બચાવવા સરકાર દ્વારા ખુબ પ્રયાસ કરવામાં આવે છે અને આ પ્રાણીઓ માટે ફોરેસ્ટ રિઝર્વ એરિયા એરિયા નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યાં સામાન્ય વ્યક્તિ ને જવા પર પ્રતિબંધ છે અને તેમનો શિકાર કરવો એક ગુનો છે.
 • નર બ્લેકબક્સમાં કાળો અને સફેદ રંગ હોય છે જે અપરિપક્વ નર અને માદાના લાલ પીળા રંગથી ખૂબ જ અલગ છે. આ પ્રકારના કલર જે નર માદા માં તફાવત હોય છે જે બહુ ઓછા પ્રાણીઓ માં જોવા મળે છે.
 • જ્યારે નરનું સરેરાશ વજન 35 થી 45 કિગ્રા હોય છે, જ્યારે માદાનું વજન આશરે 31- 40 કિગ્રા જેટલું હોય છે અને તે પુરુષો કરતાં થોડા લંબાઈ માં પણ ટૂંકા હોય છે. નર અને માદા બંનેની આંખોની આજુબાજુ, તેમના પગના આંતરિક ભાગ, મોં અને નીચે સફેદ પટ્ટા હોય છે.
 • શિયાળામાં નર બ્લેકબક્સનો કાળો રંગ થોડો બદલાઈ જાય છે અને વાર્ષિક ઉનાળા ના સમયગાળા પછી એપ્રિલની ગરમી આવે ત્યાંર સુધીમાં લગભગ ભૂરા થઈ જાય છે. તેમ છતાં દક્ષિણ ભારતમાં બ્લેકબક કે કાળીયાર ની વસ્તીમાં આવા ફેરબદલ જોવા મળતી નથી.
Interesting Facts About Blackbuck in Gujarati
Interesting Facts About Blackbuck in Gujarati
 • બ્લેકબક્સ કોઈપણ હરણ કરતા કે તેની જેટલા ઝડપ થી દોડી શકે છે જયારે તે માનવો થી ખુબ દૂર રહે છે. તેમનો શિકાર કુતરા, ચિત્તા, દીપડા જેવા પ્રાણીઓ કરે છે.
 • બ્લેકબક ભારતીય કાળિયાર તરીકે પણ ઓળખાય છે, તે કાળિયારની એક પ્રજાતિ છે અને તમને જોવામાં એક હરણ જેવું લાગે છે .
 • બ્લેકબકનું (કાળીયાર) વૈજ્ઞાનિક નામ એન્ટિલોપ સર્વિકાપ્રા છે.
 • બ્લેકબક્સ ની પ્રજાતિ ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળે છે.
 • બ્લેકબક્સ ખુલ્લા ઘાસ વાળા મેદાન અને અર્ધ રણ વિસ્તારોમાં રહે છે, પરંતુ કાંટા અથવા સુકા પાનખર જંગલવાળા વિસ્તારોની નજીક રહેવાનું પણ પસંદ કરે છે. ઉનાળાના દિવસોમાં બ્લેકબક્સ છાયા માં આરામ કરે છે અને પાણી ની શોધમાં માનવ વસ્તી થી નજીક આવી પહોંચે છે.
 • સામાન્ય રીતે કાળીયાર નું જીવન 10 થી 15 વર્ષનું હોય છે.
 • બ્લેકબક્સ એક ટોળાવાળું અને સામાજિક પ્રાણીઓ માંનુ એક પ્રાણી છે જે સામાન્ય રીતે ટોળામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જેમાં થોડા નર અને વધુ પ્રમાણ માં માદા અને બચ્ચાઓ હોય છે.
 • તેમની ગંધ અને સાંભળવાની શક્તિ ખુબ સારી ના હોવા ના કારણે જોવાની ક્ષમતા થી ભય પારખે છે.
 • આ પ્રાણીઓની ગતિ અને સહનશક્તિ વધુ હોય છે, જ્યારે ખતરો જણાય ત્યારે તેઓ આશરે 25 કિલોમીટર થી 65 કિલોમીટર પ્રતિ કલાક જયારે સૌથી વધુ 80 કિલોમીટર પ્રતિ કલાક ની ગતિ એ દોડી શકે છે.

Summary

કાળીયાર (Kaliyar) વિષે માહિતી– Amazing Information About Antelope/Blackbuck in Gujarati 2021 પોસ્ટમાં તમે એક ખૂબ સુંદર અને અનન્ય પ્રાણી વિશે માહિતી મેળવી જે કદાચ તમને ખબર નહિ હોય. આવી જ અવનવી અને રસપ્રદ માહિતી માટે અમારી વેબસાઈટ ની વિઝિટ કરતા રહો. અને જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો તમને નીચે કોમેન્ટ અથવા અમને મેલ કરી શકો છો.

Leave a Comment