ચિયા બીજ- Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 13 Amazing Benefits.

Gujarati English

ચિયા બીજ- Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 13 Amazing Benefits.

નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ Gujarati-English.com માં સ્વાગત છે. આજના “Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 10 Amazing Benefits” આર્ટિકલ માં આપણે એક બીજ વિષે માહિતી મેળવવાના છીએ, જે મનુષ્ય શરીર માતે ખુબ ફાયદાકારક છે.

હાલ બધી જગ્યાએ ઈન્ટરનેટ નો ઉપીયોગ પણ ખુબ વધી રહ્યો છે, જ્યાં તમને વધુ માહતી ઇંગલિશ માં જોવા મળશે. જયારે ગુજરાત માં લોકો હજુ પણ એટલું બધું ઇંગ્લિશ નથી જાણતા અથવા લોકો ને ઇંગ્લિશ થોડું ઓછું આવડે છે. ઘણા એવા અર્પણ અંગ્રેજી શબ્દો છે, જે આપણને ગુંચવણ માં મૂકી દે છે. ભલે પછી એ વસ્તુ ને આપણે હજારો વાર આપણી નજર સામે જોઈ હોય, છતાં આપણને હજુ તેના ઇંગલિશ અર્થ વિષે જાણકરી નથી.

Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 10 Amazing Benefits
Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 10 Amazing Benefits

તો ચાલો આજ આપણે એક એવા જ બીજ વિષે માહિતી મેળવિયે જે કદાચ તમે જોયા હશે, તેનો ઉપીયોગ પણ જરૂર કર્યો હશે, પણ હજી તમે તેનો અર્થ ઈન્ટરનેટ પર શોધી રહ્યા છો. “ચિયા સીડ્સ” વિષે ની સંપૂર્ણ માહિતી, ઉપિયોગો અને તેના થી થતા ફાયદા વિષે ની જાણકરી તમને નીચે આપેલી છે.

Must Read- Kalonji Meaning In Gujarati. Usage and 10 Amazing Benefits of Kalonji

Interesting Things About Chia Seeds In Gujarati (ચિયા બીજ વિશે રસપ્રદ વાતો)

આ આર્ટિકલ માં આપણે “ચિયા સીડ્સ” (Chia Seeds) જે એક પ્રકાર ના બીજ છે, તેના વિષે થોડી માહિતી મેળવીશુ. ચિયા સીડ્સ શબ્દ એ એક બીજ નું નામ છે, જે મુખ્યત્વે મેક્સિકો માં ઉગાડવા મા આવે છે. આ બીજ એક સાલ્વિયા હેપનિકા છોડ ના બીજ છે જે તમને દેખાવ માં તકમરીયા જેવા જ લાગશે અને તેમાં રહેલા વિટામિન અને પોશક તત્વો ની વાત કરીએ તો એ પણ તમને એક સરખા જ જોવા મળશે.

Interesting Things About Chia Seeds In Gujarati
Interesting Things About Chia Seeds In Gujarati

Chia Seeds (ચિયા સીડ્સ)– ચિયા સીડ્સ, ગુજરાતી માં તકમરીયા (Basil Seeds) કહી શકાય, પણ આ બંને બીજ સરખા નથી.

હવે તમને ખબર પડી ગઈ કે આ બીજ ક્યાંથી મળી આવે છે અને ગુજરાતી માં તમે તેને શું કહી શકો છો. આ બીજ તકમરીયા થી ખુબ સમાન દેખાય છે અને જયારે તેમાં રહેલા પોશક તત્વો પણ ખુબ સમાન જેવા જ છે, પણ આ તકમરીયા નથી, તકમરીયા ને “Basil Seeds” કહેવામાં આવે છે.

વ્યાખ્યા (Definition)

ચિયા સીડ્સ એ એક બીજ નું નામ છે, જે મેક્સિકો માં ઉગાડવામાં આવે છે અથવા તેની ખેતી કરવામાં છે. આ બીજ સાલ્વિયા હેપનિકા છોડ માંથી મળી આવે છે. આ બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપીયોગી છે, અને ભારત માં તમને આ બધા પોષક તત્વો તકમરીયા માં જોવા મળી જશે.

Chia seeds are the name of a seed that is grown or cultivated in Mexico. The seeds are found in the salvia hapnica plant. These seeds are very useful for our health, and in India you will find all these nutrients in Takmariya.

આ પણ વાંચો- કલોંજી નો ગુજરાતી માં અર્થ, ઉપયોગ અને ફાયદા

Useful Information About Chia Seeds In Gujarati (ચિયા સીડ્સ વિષે ગુજરાતીમાં ઉપયોગી માહિતી)

હજી પણ લોકો આ બીજ ના ગુજરાતી અર્થ ને સમજવામાં ઘણી ભૂલ કરે છે અને ચિયા બીજ ને તકમરીયા સમજે છે. પણ આ બંને બીજ થોડા અલગ છે. ચાલો તો ચિયા બીજ વિષે થોડી ઉપીયોગી માહિતી આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી માં મેળવીયે.

ચિયા સીડનું નામ આજકાલ ઘણું સાંભળવા મળી રહ્યું છે. ચિયાના બીજ આરોગ્યની દુનિયામાં પોષક તત્ત્વોના ઉત્તમ સ્ત્રોત તરીકે લોકો તેને ઓળખી રહ્યા છે. અને દુનિયા માં ઘણા લોકો આ બીજ ને પોષક આહાર તરીકે કોઈ પણ વાનગી સાથે મિક્સ કરી અને અપનાવી રહ્યા છે.

તેમાં કોઈ શંકા નથી કે આ બીજ એક ઉત્તમ પોશક તત્વ સાબિત થઈ શકે છે. ચિયા બીજ માં શક્તિશાળી એન્ટી ઓકિસડન્ટો, ખનિજો અને ઘણા વિટામિન વગેરે શામેલ હોય છે. તઆ બીજ મેક્સિકો અને ગ્વાટેમાલાથી મળી આવતા સાલ્વિયા હેપનિકા જાતી ના છોડ ની બીજ છે. તે લાંબા સમયથી વિદેશમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે અને લખો લોકો દ્વારા ઉપીયોગ માં લેવાઈ રહ્યા છે.

ચિયાના બીજમાં રહેલા પોશક તત્વો ની વાત કરીયે તો, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ થી ખુબ સમૃદ્ધ છે. આ સિવાય તેમાં મેંગેનીઝ, જસત, પોટેશિયમ, વિટામિન બી 1, વિટામિન બી 2, વિટામિન બી 3 પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ બીજ ડાયજેસ્ટ કરવા માટે ખુબ સરળ છે અને કોઈપણ પ્રકારની વાનગીમાં મિક્સ કરી અને વાપરી શકાય છે.

લોકો ઘણીવાર ચિયા બીજ વિશે એક મોટી ગેરસમજ હોય ​​છે. કેટલાક લોકો આ બીજ ને સબજા અથવા તકમરીયા ને ચિયા બીજ તરીકે સમજે છે, જ્યારે આવું નથી. તુલસી જાતિના છોડમાંથી મેળવેલ બીજ છે, જેને સબજા અથવા તકમારીયા તરીકે ઓળખવામાં આવે છે. તે હિન્દી માં તુક્મલંગા તરીકે પણ ઓળખાય છે.

તકમરીયા વિષે તો તમે જાણતાજ હશો જેને શરબત, ફાલુદા શેક, મિલ્ક શેક અને બરફ ના ગોળ વગેરેમાં ભેળવીને ખાવામાં આવે છે. કેમકે આ બીજ ને પોતાનો કોઈ સ્વાદ નથી હોતો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તકમરિયાં ના બીજ અને ચિયા બીજ બે સંપૂર્ણપણે અલગ બીજ છે. તેમના ગુણધર્મો થોડા થોડા અલગ છે, પણ ખરેખર, આ બંને બીજ દેખાવમાં કંઈક અંશે સમાન છે, તેથી જ લોકો ને આ બંને બીજ વિષે સમજવામાં ભૂલ થાય છે.

Usage of Chia Seeds In Gujarati (ચિયા બીજનો ઉપયોગ)

  • ચિયાના બીજનો ઉપયોગ કરવાની રીત ખુબ સરળ છે. એક ચમચી અથવા તેનાથી ઓછા, તાજા બીજ અથવા ચિયા ના બીજ ના જેલ ને તમારે તમારા ફળ અને શાકાહારી વાનગીઓ માં ઉમેરવાની જરૂર છે.
  • કેળા અથવા ચોકલેટ બદામ શેક માં તમે ચિયા સીડ ઉમેરી શકો છે. તે પ્રોટીન થી ભરપૂર શેક બને છે અને કેળામાં પોટેશિયમની તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે. આ શેક માં તમે કોકો પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો.
  • ચિયાના બીજ ઓલિવ તેલ, મધ અને લીંબુનો રસ જેવા ઘટકો સાથે આસાની થી સારી રીતે ભળી જાય છે. મોટાભાગની કોઈપણ સલાડ રેસીપીમાં લગભગ એક ચમચી બીજ ઉમેરી શકાય છે. તમે જેટલા બીજ ઉમેરશો, તેટલું ગાઢ સલાડ બનશે.
Usage of Chia Seeds In Gujarati
Usage of Chia Seeds In Gujarati
  • ચિયા બીજ ની ખીર બનાવવી ખુબ સરળ છે. ઘરગથ્થુ ખીર ની રેસિપી માં તમે આ બીજ નો ઉમેરો કરી શકો છો, જેથી તેના સ્વાસ્થ્ય લાભો પણ વધી જશે.
  • તમારે વેનીલા સાથે આ બીજ ને દૂધ સાથે લઇ શકો છો, અને બદામનું દૂધ, ચિયા બીજ અને વેનીલા બીન્સ પણ ઉમેરી શકાય છે. તજ, ચોકલેટ, લીંબુ રસ, અથવા મેપલ સીરપના જ્યુસ પણ તમે આસાની થી બનાવી શકો છો.
  • જો તમે ચિયા સીડ્સ ના જેલ જેવા ગુણધર્મો પસંદ નથી, તો તેમને શેકાયેલી વાનગી માં ઉમેરવાનો પ્રયાસ કરો. આ બીજ નો ઉપીયોગ તમે સવાર ના નાસ્તા માં બ્રેડ માં કરી શકો છો.
  • ઠંડા પીણાં અને જ્યુસ માં તમે આ બીજ ઉમેરી શકો છો, અને માત્રા તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો. કેમ કે આ બીજ પલળી જતા જેલ માં રૂપાંતરિત થાય છે.
  • આ બીજ ખુબ ઠંડા હોય છે, જેથી તમે ઉનાળામાં આ બીજ નો વ્યાપક ઉપીયોગ કરી શકો છો અને અલગ અલગ ઠંડી વાનગીઓ કે આઈસ્ક્રીમ સાથે ખાઈ શકો છો

Health Benefits of Chia Seeds In Gujarati (ચિયા સીડ્સના સ્વાસ્થ્ય લાભ)

આ બીજ માં ઓમેગા -3 અને ફેટી એસિડ્સ જે હૃદય રોગ, સંધિવા અને કોલેસ્ટરોલ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ચિયાના બીજમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે, તેથી ચિયાના બીજ હૃદય રોગની સંભાવના ને રોકવા માટે ઉપયોગી થાય છે.

ચિયાના બીજ કેલ્શિયમ થી પણ ભરપુર હોય છે. જેમકે તમને ખબર છે હાડકાં અને દાંતની શક્તિ કેલ્શિયમ પર આધારિત રહે છે. આ સિવાય ચિયા સીડ્સમાં બોરોન નામનું તત્વ પણ હોય છે જે હાડકાં માટે ખુબ જરૂરી છે.

બોરોનને કારણે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા ખનિજો સ્નાયુઓ અને હાડકાંમાં શોષાય છે અને તે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. આ રીતે, ચિયા બીજ હાડકાં, દાંત અને સ્નાયુઓને જરૂરી શક્તિ પૂરી પાડે છે.

ચિયા સીડ્સ તેના પોતાના વજનના 10 ગણા કરતા વધુ પાણી શોષી શકે છે. તે પાણી શોષ્યા પછી ફૂલી જાય છે. તેને ખાધા પછી પાણી શોષે છે. જેથી જલ્દી ભૂખ ન લાગે, અને તમે અતિશય ખાવું ટાળો છો. આ રીતે તે જાડાપણું અને વજન ઘટાડવામાં આ બીજ તમને મદદ કરે છે.

Health Benefits of Chia Seeds In Gujarati
Health Benefits of Chia Seeds In Gujarati

ચિયાના બીજમાં ઘણા એન્ટી ઓકિસડન્ટો હોય છે જે હાનિકારક મુક્ત રેડિકલ સામે રક્ષણ તમને આપે છે. મુક્ત રેડિકલ્સને કારણે કેન્સર જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે, અને ત્વચા પર પણ તેની ખરાબ અસર પડે છે. ચિયા સીડ્સના ઉપયોગથી આવી સમસ્યાઓથી આસાની થી બચી શકાય છે.

કેટલાક લોકો તેમના શરીરમાં ગરમીના કારણે અથવા કોઈ અન્ય કારણોસર પાણી નું પ્રમાણ શરીર માં ઝડપથી ગુમાવે છે. આ બીજ કબજિયાત વગેરેના કારણે. તે ખેલાડીઓ અને બાળકો માટે વધુ ઉપીયોગી છે. ચિયા સીડ્સ શરીર માં પાણી ના ઓછા પ્રમાણ ની સમસ્યાને હલ કરી શકે છે.

ચિયાના બીજની આશ્ચર્યજનક પાણી શોષવાની શક્તિને કારણે, તેનો ઉપયોગ હાઇડ્રેશન જાળવવા માટે વધુ થાય છે. પાણીમાં સારી રીતે પલાળેલા ચિયાના બીજ ખાવાથી તમારા શરીર નું હાઇડ્રેશન લેવલ જળવાઈ રહે છે.

ચિયાના બીજ પલાળીને એક જેલ જેવા લાગે છે, જેમકે તકમરીયા પણ અવાજ દેખાય છે. તે આંતરડા સાફ કરવામાં તમારી મદદ કરી શકે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે. આપણા શરીર માં આંતરડા સાફ રાખવાથી અનેક પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. કબજિયાતને દૂર કરવામાં આ બીજ સ્પષ્ટ પાણે એક ઉત્તમ ઔશધિ છે.

ચિયા બીજ આપણા લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરે છે. તે કાર્બોહાઇડ્રેટ્સનું શુગરમાં રૂપાંતર ધીમું કરે છે. આ લોહીમાં વધારે પડતા ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ સાથે સાથે ઘટાડે છે. આમ તે ડાયાબિટીઝ ના રોગી માટે ખુબ ફાયદાકારક છે.

Caution is Also Needed (સાવધાની પણ જરૂર રાખવી)

ચિયાના બીજમાં ફાઇબરની વિપુલ માત્રાને કારણે, તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવાથી કેટલાક લોકોને આડઅસર થઈ શકે છે. ખાસ કરીને એવા લોકો કે જેને ગળી જવાની સમસ્યા હોય છે, જેથી આંતરડામાં બળતરા વગેરે થાય છે.

અસ્થમા અને એલર્જી વગેરેથી પીડિત લોકોએ પણ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ સમસ્યા હોય, તો તમારે તાત્કાલિક કોઈ પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

FAQ

What does Takmariya mean in English?

Takmariya can be called sabja Seeds in English. Chia seeds are similar in appearance and properties, but the seeds are not the same.

Chia seeds and kalonji are same?

No, this Chia Seeds and Kalonji are completely different seeds. Because Kalonji is called Nigella seeds. It is quite different in appearance and properties of both, just the color is like black.

Which seed is best for weight loss?

Chia Seeds and Kalonji Seeds can help you lose weight. Chia Seeds help you the most, because they absorb water and maintain the water level of your body, so that you feel less hungry.

Tukmaria and chia seeds are different?

It is two different seeds, but its colour, properties and health benefits are quite similar. That is why people also call it Takmariya in India.

Summary

આશા રાખું છું કે “Chia Seeds In Gujarati and What is the Meaning, Usage, and 10 Amazing Benefits” આર્ટિકલ માં તમને આ અદભુત બીજ વિષે ઉપીયોગી માહિતી મળી હશે અને સાથે સાથે તમે ચિયા સીડ્સ ના ઉપીયોગ કઈ રીતે કરવો અને તેના થી આપણા શરીર ને શું સ્વાસ્થ્ય લાભો થાય છે, તેની પણ જાણકરી મેળવી હશે.

તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી અમને જરૂર જણાવજો અને તમારું આ આર્ટિકલ અને અમારા બ્લોગ વિષે કોમેન્ટ માં મંતવ્ય આપવાનું ના ભૂલતા

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm