બાળકનું મન ગુજરાતી વાર્તા – Amazing Gujarati Story of 2021

Gujarati English

બાળકનું મન ગુજરાતી વાર્તા – Amazing Gujarati Story of 2021

નમસ્તે દોસ્તો કેમ છો બધા. આજ અમે ફરીવાર એક નવી બોધ કથા Child’s Mind Gujarati Story સાથે અહીં આવ્યા છીએ જેમાં તમને ખાણું બધું નવું જાણવા મળશે અને તમે એમાંથી જે પણ શીખવા જેવું મળે, એ ભૂલતા નહિ એને યાદ રાખજો જે તમને આવનારા જીવન માં ખુબ જ કામમાં આવશે, ચાલો તો બોધ કથા તરફ આગળ વધીયે.

Also Read- રક્ષા બંધન નિબંધ- Best Raksha Bandhan Essay in Gujarati of 2021

બાળકનું મન ગુજરાતી વાર્તા (Child’s Mind Gujarati Story)

એક હતી છોકરી. નામ એનું કીકી ઓ કીકી ખૂબ ખંતીલી. ચીવટ પણ એની બહુ ભારે, કોઈ કામ હાથમાં લે તેને પૂરું કરીને જંપે. કામમાં કદી આળસ ના કરે. કીકીને કામ ખૂબ વહાલું. કામથી કદી કંટાળે નહિ. એ કામને વળગેલી ને કામ એને વળગેલું. બસ, આખો દિવસ કામ,કામ ને કામ.

પણ આમાં એને એક મુસીબત નડે. ખૂબ કામ કરી કરીને કીકી થાકી જાય. થાક લાગે એટલે કામ થાય નહિ. કીકીનું મન તો કામમાં હોય પણ શરીરને થાક લાગે. નાછૂટકે તેને આરામ કરવો પડે. પણ કીકીને આરામ કરવો ન ગમે. કીકીને થાય કે કામ કરતાં થાક જ ન લાગતો હોય તો કેવું સારું? તો તો પછી રાત ને દિવસ કામ જ કર્યા કરું, પણ એવું થાય કેવી રીતે? કીકી વિચારવા લાગી. ને વિચારતાં વિચારતાં જ ઊંઘી ગઈ. થોડી વારે તેના કાન પાસે ઝાંઝરનો મધુર રણકાર સંભળાયો.

પછી મંજુલ અવાજ આવ્યો : ‘કીકી, જાગ’ ને તેના માથાના વાળમા કોઈનો કોમળ હાથ ફરવા લાગ્યો. કીકી તો સફાળી જાગી ગઈ. તે આંખો ચોળી જોવા લાગી. કીકીની સામે કોઈ ઊભું હતું. સુંદર મજાની આંખો હતી. સોનેરી વાળ હતા. ચહેરા પર મધુર સ્મિત રમતું હતું. કીકીને નવાઈ લાગી. આ વળી કોણ હશે? ‘કીકી મને ના ઓળખી? હું છું કામપરી.”

બાળકનું મન Gujarati Stories માં દર્શાવેલા બધા પાત્રો, નામ, જગ્યા કાલ્પનિક છે જેનો અત્યારની દુનિયા કે ભૂતકાળ માં કોઈ વ્યક્તિ, વસ્તુ જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.

કોણ? કામપરી?” કીકીએ પૂછ્યું. ‘હા, કામપરી. તને કામ કરવું બહુ ગમે છે, કેમ?” કીકીએ હા પાડી. મને કામગરાં બાળકો બહુ ગમે છે.’ “પરીમા, પણ કામ કરતાં કરતાં હું થાકી જાઉં છું. મને એ નથી ગમતું. મને એવો કોઈ ઉપાય બતાવોને છે જેથી મને કદી થાક જ ના લાગે.’ કીક બોલી. “એટલા માટે તો હું આવી છું. લે, આ દાબડ ‘. ‘ ખામ કહી કામપરીએ કીકીને એક સરસ મજાની નાની દાબડી આપી. આ શું કામ?’ ‘તે તું ખોલ.’ કીકીએ દાબડી ખોલી. અંદર એક સરસ મજાનું ફૂલ હતું.

કોમળ પાંખડીઓવાળું ફૂલ. ગુલાબી રંગવાળું ફૂલ ‘કીકી આ જાદુઈ ફૂલ છે. આ ફૂલ જે સુંઘે તેને કદી થાક ના લાગે. ઊંઘ પણ ન સતાવે. તું રોજ ફૂલ સૂધીશ તો ફૂલની જેમ હંમેશાં તાજીમાજી રહીશ.’ પણ આ ફૂલ કરમાઈ જશે તો?” કીકીએ પૂછયું. નહીં કરમાય. એ જેવું છે તેવું ને તેવું રહેશે પણ એક વાત ધ્યાનમાં રાખજે.

આ વાત કોઈને કહેતી નહિ લે ત્યારે, હું જાઉં…’ “આવજો પરીમા, તમારો ખૂબ ખૂબ આભાર’ કીકીએ બેઉ હાથ ઊંચા કરી પરીને વિદાય આપી. પરી ગઈ ને તરત જ કીકીની આંખ ઊઘડી ગઈ. કીકીના ઓશીકા પાસે દાબડી પડી હતી. કીકીએ તે જોઈ જોઈને ખુશ થઈ. ખુશ થઈને બોલી. અંદર સુંદર મજાનું ફૂલ હતું. કીકીએ ફૂલ સૂછ્યું. અહાહાહા! શી એની સુગંધ! નાક આખું સુગંધથી ભરાઈ ગયું. એ ; શરીરમાં ઊતરી ગઈ.

શરીરમાંથી આળસ ભાગી ગઈ, ઊંઘ ઊડી ગઈ. નવી તાજગી લાગી. ખૂબ ઊંઘીને ઊઠયા ! સુગંધ હોઈએ તેટલી તાજગી વર્તાવા લાગી. કીકી ખુશ થઈ. તેણે દાબડીને સાચવીને ફ્રોકના ગજવામાં મૂકી દીધી. કીકી કામ કરવા લાગી ગઈ, બસ, પછી તો કીકી કદી થાકતી નહિ, થાક લાગે કે તરત દાબડી કાઢે. ફૂલ સૂંઘે ને ફરી પાછી તાજી ને તાજી! કાકીને સતત કામ કરતી જોઈને તેની મમ્મીને ચિંતા થઈ : “અરેરેરે! આ છોકરી કામ કરી કરીને મરી જશે. આરામ નહીં કરે તો શરીર ઘસાઈ જશે.” મમ્મી કહે : ‘કીકી, રાત પડી ગઈ. તું હવે સૂઈ જા.’ એટલે કીકી કહે : “મમ્મી, મારે હવે ઊંઘવાની જરૂર નથી.’ મમ્મીને નવાઈ લાગી : “એમ કેમ?” બસ એમ જ.’

કીકીએ વાત ગોપાવી રાખી. મમ્મીને થયું કે કીકી ઊંઘશે નહિ તો ગાંડી થઈ જશે. પણ કીકી ઊંઘી જ નહિ. સવારમાં તેની મમ્મી જાગી ત્યારે પણ કીકી તો જાગતી જ હતી. તે ચિત્રોમાં રંગ પૂરતી હતી. આમ ને આમ ચાર-પાંચ દિવસ ચાલ્યા કર્યું. કીકી બિલકુલ આરામ કરતી ન હતી. મમ્મીને થયું: “આ છોકરીનું મગજ ગાંડું થઈ ગયું લાગે છે. લાવ, દાક્તરને બતાવવા લઈ જવા દે.’ મમ્મી કીકીને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે કીકીને તપાસીને કહ્યું: ‘કીકી, તદન સાજી છે. તેને કંઈ જ થયું નથી.’

કીકી હસી. મમ્મી નવાઈ પામી. એકવાર મમ્મીએ કીકીને પાસે બેસાડીને પ્રેમથી પૂછયું: “બેટા, તું આરામ નથી કરતી તેથી મને ચિંતા થાય છે.” એમાં ચિંતા કેવી, મમ્મી?” ‘પણ બેટા, આરામ તો શરીર માટે જરૂરી છે.” એ કઈ રીતે, મમ્મી?” ‘આરામ કરવાથી શરીરમાં તાજગી આવે છે. ‘ તે પછી આપણે આપણું કામ ઘણા ઉત્સાહથી કરી શકીએ છીએ.” ‘પણ મમ્મી, શરીરમાં તાજગી લાવવાનો ઉપાય મને મળી ગયો છે. કીકીથી ઉત્સાહમાં બોલી જવાયું. કયો ઉપાય?”

મમ્મીએ પૂછ્યું. હવે કીકી ફસાઈ ગઈ. સાચું કહેવું કે ખોટું? જો સાચું કહે તો પરીમાને આપેલું વચન તૂટે. ને મમ્મી આગળ ખોટું તો ન જ બોલાય. પણ કીકીએ વાત હવામાં ઉડાવી દીધી. તે હસીને બોલી : “મમ્મી તું ચિંતા ન કર. હવેથી હું જરૂરી આરામ કરીશ. બસ હવે?” ને કીકી રમવા દોડી ગઈ. પણ મમ્મીને કીકીની વાતમાં વિશ્વાસ પડ્યો નહિ. | મમ્મીએ કીકીથી છાનાંમાનાં તેની દેખરેખ રાખવા માંડી. કીકી ક્યારે શું કરે છે તે છાનાંછપનાં જોવા લાગી.

એકવાર કીકી એકલી બેઠી હતી. એટલામાં થાકને ફૂલની પાંખડીઓ છૂટી પડી ગઈ. તેની સુવાસ ચોતરફ તેને બગાસું આવ્યું. તરત જ કીકીએ ગજવામાં હાથ નાખ્યો. દાબડી બહાર કાઢી. સુંધી. ફરી દાબડી બંધ કરી.. ગજવામાં મૂકી. સૂંઘતાં જ કીકીનો થાક ચાલ્યો ગયો. કીકીનો ચહેરો ખિલખિલ થવા લાગ્યો.

તાજગી પેલી દાબડીમાં છે તે વાત મમ્મીને સમજાઈ ગઈ. કીકીનું આ વર્તન તેની મમ્મી જોઈ ગઈ. કીકીની રે કીકી કપડાં બહાર કાઢીને બાથરૂમમાં નાહવા ગઈ. મમ્મીએ તેના ફોકમાંથી દાબડી કાઢી લીધી. ખોલી. અંદર એક ફૂલ હતું. તાજું અને મઘમઘતું ફૂલ. મમ્મીએ તે ફૂલ બારીબહાર ફેંકી દીધું. ફૂલ પથ્થર પર અથડાયું. ફેલાઈ ગઈ. એ સુવાસથી બાગનાં છોડ પરનાં : ખીલી ઊઠયા. પંખીઓનાં કંઠ ગહેકી ઊઠ્યાં. ચારે તે લાગ્યો.

ચારે તરફનું વાતાવરણ તાજુંમાશું થઈ ગયું. કીકી નાન કરીને બહાર આવી. કપડાં બદલ્યાં, ફોકનાં ગજવામાં હાથ નાખ્યો. દાબડી ન હતી. કીકી ચમકી. દાબડી ક્યાં ગઈ? કીકીએ મમ્મી સામે જોયું. સરક ક્લશોર વ્યાપી ગયો. પવન પણ સુગંધિત થઈ વહે મમ્મી હસતાં હસતાં બોલી. તારી દાબડી મેં ફેંકી દીધી’ ક્યાં?” બારીની બહાર.” કીકીએ બારીની બહાર જોયું. બારી બહાર બાગ મહેકી રહ્યો હતો. સુગંધિત પવન વાતો હતો.

પંખીઓના કલરવમાં તાજગી વર્તાતી હતી. આ જોઈ કીકી ખુશ થઈ. તે બોલી : “મમ્મી, દાબડીનો જાદુ તો જો.” મમ્મીએ હજી બારી બહાર જોયું ન હતું. કીકીના કહેવાથી તેણે બહાર નજર કરી. બહારનું વાતાવરણ જોઈ મમ્મી પણ ખુશ થઈ. મમ્મી, તેં દાબડી ફેંકી દીધી ક્યાં?” બારીની બહાર.” કીકીએ બારીની બહાર જોયું. બારી બહાર બાગ મહેકી રહ્યો હતો. સુગંધિત પવન વાતો હતો. પંખીઓના કલરવમાં તાજગી વર્તાતી હતી.

આ જોઈ કીકી ખુશ થઈ. તે બોલી : “મમ્મી, દાબડીનો જાદુ તો જો.” મમ્મીએ હજી બારી બહાર જોયું ન હતું. કીકીના કહેવાથી તેણે બહાર નજર કરી. બહારનું વાતાવરણ જોઈ મમ્મી પણ ખુશ થઈ. મમ્મી, તેં દાબડી ફેંકી દીધી તે સારું કર્યું. પહેલાં તો હું જ એકલી તાજી માજી થતી હતી. પણ હવે તો આ તાજગી જોઈને હવે ધણાંબધાં તાજામાજાં થશે ને ખુશ મગ, પંખીઓ ને પવન- બધું જ તાજુંમાશું થઈ ગયું ને કીકીને મમ્મીએ ખોળામાં ખેંચી લીધી. તેના ગાલે ને ચૂમીઓ વરસાવતાં તે બોલી : “મારી વહાલી કીકી! કેટલી છે

Summary

તમે બાળકનું મન Gujarati Stories બોધ કથા જોઈ જેમાં એક નાની બાળકી ની વાત છે. આવીજ મહત્વની અને મજેદાર જાણકારી માટે અહીંયા રેગ્યુલર વિઝિટ કરતા રહો અને અમે તમને વિશ્વાશ દેવડાવીયે છીએ કે તમને મહત્વની જાણકરી પહોંચાડતા રહીશું। ચાલો આજ માટે એટલુંજ ફરી મળીશું એક નવી માહિતી સાથે.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm