નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે “ચતુરાઈ ગુજરાતી વાર્તા” – Cleverness Amazing Gujarati Story for Kids આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.
Also Read- Best 26 January Essay in Gujarati of 2021 (26 જાન્યુઆરી વિષે નિબંધ)
“ચતુરાઈ ગુજરાતી વાર્તા” – Gujarati Story for Kids
એક ડોશી હતી. રોજ જંગલમાં લાકડાં કાપવા જાય. લાકડાની ભારી બજારમાં જઈ વેચી આવે. તેના પૈસામાંથી વાણિયાની દુકાનેથી અનાજ લાવી ગુજરાન ચલાવે. એક દિવસ જંગલમાં લાકડાં કાપતાં કાપતાં મોડું થઈ ગયું. ચારે બાજુથી વાદળાં ઘેરાઈ આવ્યાં. પવન સૂસવાટા બોલાવવા લાગ્યો, ને ઘડીમાં તો મુશળધાર વરસાદ પડવા માંડ્યો. ડોશીનાં બધાં જ લાકડાં પલળી ગયાં! ડોશી ભીંજાઈ ગઈ. ટાઢથી થરથર કાંપવા લાગી.
લાકડાં પડતાં મૂકી ક્યાંક આશરો લેવા ખભે દોરડું ને ઝટપટ હાથમાં કુહાડી લઈ જંગલમાં આમતેમ રખડવા લાગી એટલામાં દૂર દૂર એક ઝૂંપડી જોઈ. તે હરખાઈ ત્યાં પહોંચી ગઈ. તેણે બહારથી બૂમ મારી, પણ અંદરથી કંઈ જ અવાજ ન આવ્યો. બંધ બારણાંને તેણે હાથથી જરાક જ ઠેનું માર્યું.
“ચતુરાઈ“ ગુજરાતી વાર્તા – Amazing Gujarati Story for Kids આ પોસ્ટ માં દર્શાવેલા બધા જ પાત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ કાલ્પનિક છે જેની હાલની દુનિયા માં કોઈ પણ સાથે સંબંધ નથી તે ધ્યાન માં લેવું
ત્યાં તો બારણું ફટાક કરતું આખું ઊઘડી ગયું! ડોશી અંદર જઈ આમતેમ જોવા લાગી. અંદર કોઈ જ ન હતું! ડોશીએ માન્યું કે ઘરનો માલિક ક્યાંક કામ માટે બહાર ગયો હશે. હમણાં આવશે. બારણામાં થઈ પવન જોરથી ફૂંકાતો હતો. તેથી ડોશીએ બારણું અંદરથી બંધ કરી દીધું. થોડી વારમાં બારણે ટકોરા પડ્યા.
ડોશીએ માન્યું કે હવે ઘરમાલિક આવ્યો હશે. બારણું ખોલી આમતેમ જોયું, પણ કોઈ જ ન દેખાયું! ખાલી ભ્રમ હશે માની ડોશીએ ફરી બારણું બંધ કરી દીધું ને પોતાની જગ્યાએ બેસી ગઈ. ત્યાં તો ફરી ટકોરા પડવા લાગ્યા. ફરી ડોશી ઊભી થઈ ને બારણું ઉઘાડી જુએ, તો કોઈ જ મળે! ડોશી બારણું બંધ કરી બેસી ગઈ.
વરસાદ ધોધમાર પડતો હતો. ખરા બપોર છતાં ખૂબ અંધારું લાગતું હતું. ઝૂંપડીની અંદરની કોઈ ચીજ પૂરી દેખાતી પણ ન હતી! ફરી બારણે ટકોરા પડ્યા. આ વખતે ડોશી ઊભી થઈ. તેણે બૂમ મારી, “કોણ છે?” પણ કંઈ જ જવાબ મળ્યો. જવાબમાં બારણું કોઈ જોરશોરથી અફળાવવા. લાગ્યું. આથી ડોશી ગભરાવા લાગી. તેણે ભગવાનને યાદ કર્યા. તેનામાં થોડી હિંમત આવી. હિંમતે મર્દા તો મદદે ખુદા.
ડોશીએ બે હાથે કુહાડી બરાબર મજબૂત પકડી. ઘડીમાં બારણું તૂટીને નીચે પડી ગયું. ડોશી દૂર હતી, તેથી બચી ગઈ. તેણે જોયું તો બહાર કોઈ ન હતું!. એટલામાં પવન જોરથી અંદર ધસી આવ્યો. આખું ઘર હાલકડોલક થવા લાગ્યું. ડોશી જીવ લઈ બહાર નાઠી.
જેવી તે બહાર પહોંચી કે આખું ઘર ભડકો થઈ અલોપ થઈ ગયું! હવે ડોશીને પાકી ખાતરી થઈ ગઈ કે આ બધાં કારસ્તાન અહીં રહેતા ભૂતમામાનાં છે. તે આમ ઘણાને હેરાન કરે છે. ડોશી આગળ વધવા જાય છે, ત્યાં કોક અથડાયું. જોયું તો સામે એક પડછંદ આદમી ખડખડ હસતો ઊભો હતો.
ડોશીને ઓળખતાં વાર ન લાગી તે ભૂતમામો જ હતો. ડોશી એ વાત પણ જાણતી હતી કે મામાની ચોટી હાથમાં આવી જાય તો પછી તે આપણો ગુલામ થઈ જાય ને આપણું કહ્યું બધું જ કામ કરે. ડોશીએ યુક્તિથી કામ લેવાનું વિચાર્યું. જેવો મામો નીચે નમી તેના પગ પકડી તેને ઉલાળવા ગયો કે તેણે મામાની લાંબી ચોટી હાથમાં પકડી લીધી અને બીજા હાથે તેટલી જ મજબૂતાઈથી કુહાડી પકડી ઘા કર્યો. ડોશીનો ઘા સફળ નીવડ્યો.
ચોટી તૂટીને આખેઆખી ડોશીના હાથમાં આવી ગઈ કે તરત જ ભૂતમામો નરમ ઘેશ બની ગયો, ને છોડી દેવા કરગરવા લાગ્યો. પણ ડોશી કમ ન હતી. તેણે પેલાને હુકમ કર્યો કે મને ઊંચકીને ઘેર લઈ જા, પેલો બિચારો ડોશીને ઊંચકીને ઘેર લાવ્યો. તરત જ ડોશીએ ખાવાનું પકાવવાનું કામ બતાવ્યું.
મામાએ જાદુવિધાથી સરસ પકવાન ઘડીમાં તૈયાર કરી દીધાં. ડોશીએ મોમાને બહાર કામે મોકલ્યો, ને તે આવે તે પહેલાં ચોટીને ક્યાંક સંતાડી દીધી. તે પછી તો ડોશીએ મામા પાસેથી ઘણાં ઘણાં કામ કરાવ્યાં. નાની ઝૂંપડીની જગાએ સુંદર મહેલ ઊભો કરી નાંખ્યો. ડોશી પહેલાં તૂટીફૂટી ખાટલીમાં સૂઈ જતી હતી.
તે હવે સુંદર ભરેલા ગાલીચા પર જાજમ પાથરીને સૂવા લાગી. બત્રીસ પકવાન ને તેત્રીસ શાક જમવા લાગી. ડોશી મામાને એક પળ પણ નવરો પડવા દેતી ન હતી, કારણ કે ડોશી જાણી હતી કે એક પળ પણ નવરો પડે, તો પોતાને મારી નાખે. આ માટે તો ડોશીએ સુંદર યુક્તિ ગોઠવી રાખી હતી.
તેણે મામાને જણાવી દીધેલું કે બતાવેલું કામ પૂરું થઈ જાય અને જ્યાં સુધી નવું કામ ન બતાવું ત્યાં સુધી તારે, સામે પેલો લીમડો દેખાય છે. તેની આસપાસ ચક્કર મારવાં. આથી તો મામો એક પળ પણ નવરો પડતો ન હતો અને પોતાની ચોટીની શોધ કરી શકતો ન હતો! ડોશીનો તો લહેર થઈ ગઈ.
આનંદમાં દિવસો ગુજારવા લાગી. પરદેશ કમાવા ગયેલા પોતાના દીકરાને સંદેશો મોકલી દેશમાં આવતા રહેવા જણાવ્યું. એક દિવસ ડોશીને વિચાર આવ્યો : ‘આગળ કોઈની પાસે, મામો આખી જિંદગી રહ્યો નથી અને મારી પાસે પણ રહેવાનો નથી. જે દિવસે એ જશે તે દિવસે ! તેની બધી જ માયા સમેટાઈ જશે. તે પહેલાં કોઈ યોજના ગોઠવી રાખવી જોઈએ.
’ખૂબ વિચાર કરતાં તેણે આ પ્રમાણે યોજના બનાવી. મામાની મદદથી એક હજાર સોનામહોરો મેળવી. એ એક હજાર સોનામહોરોની થેલી લઈ ડોશી રાજા પાસે જઈ આ પ્રમાણે કહેવા લાગી : ‘મહારાજ, મારો દીકરો પરદેશ કમાવા ગયો છે. એણે કમાઈને આ એક હજાર સોનામહોરો મોકલી છે.
આટલું બધું ધન હું સાચવી શકું તેમ નથી. તો કૃપા કરી થોડા સમય માટે તમારી તિજોરીમાં રાખશો તો તમારો પાડ નહિ ભૂલું.’ આમાં રાજાને કોઈ ઉપકાર જેવું ન લાગ્યું. રાજાએ એક હજાર સોનામહોરો ગણી લઈ, જાનચીને તિજોરીમાં મૂકી આવવા જણાવ્યું. ડોશી રાજી થતી થતી ઘેર ગઈ.
થોડા દિવસ પછી ડોશીનો દીકરો ઘેર આવ્યો. તે તો આવો બધો ઠઠેરો જોઈ અચંબો પામ્યો. ડોશીએ તેને વિગતે બધી વાત કરી. દીકરાની સમજમાં બધું ઊતરી ગયું. એક દિવસ ડોશીના દીકરાએ મામાને જંગલમાંથી લાકડાં કાપી આવવાનું કામ સોંપ્યું. પોતાની કુહાડી મામાને આપી. મામો જંગલમાં લાકડાં કાપવા ઊપડી ગયો. લાકડાં કાપતાં, જોરથી ઘા મારતાં કુહાડી થડમાં ઊંડી પેસી ગઈ.
મામાએ જોર કર્યું તો હાથો જ નીકળી ગયો! એ હાથા પર કંઈક વાળ ચોંટેલા હતા. મામો એ વાળ જોઈ મલકાયો. કારણ કે તે જ એની ચોટી હતી! ડોશીએ બુદ્ધિ વાપરી, મામાને વહેમ પણ ન પડે તેવી જગ્યાએ ચોટીને મૂકી હતી. કુહાડી અને હાથા વચ્ચે ચોટીને બરાબર ગોઠવી હતી, જેથી મામો ખોળી ખોળીને થાકી જાય તોય હાથ ન આવે. પણ અચાનક તેને હાથ લાગી ગઈ. મામો ખુશ થયો.
મામાના હાથમાં ચોટી આવતાં જ તેણે પોતાની માયા સમેટી લીધી. ડોશી તે વખતે મહેલમાં પલંગ પર સૂતી હતી ને દીકરો નદીએ સ્નાન કરવા ગયો હતો. ડોશી જાગી ત્યારે નાનીસરખી ઝૂંપડીની તૂટેલી ખાટલીમાં ટૂંટિયું વાળી પડી હતી. સમજતાં વાર ન લાગી કે મામાને ચોટી મળી ગઈ છે અને તેણે પોતાની માયા સમેટી લીધી છે. દીકરો સ્નાન કરી આવ્યો, ત્યારે મહેલની જગ્યાએ ઝૂંપડી જોઈ હેબતાઈ ગયો.
ડોશીએ કુહાડી બાબત પૂછપરછ કરી, ત્યારે દીકરાએ માંડીને વાત કરી. ડોશીએ તેને કંઈ જ ચિંતા ન કરવા કહ્યું. બીજે દિવસે ડોશી પોતાના દીકરાને લઈ રાજમહેલમાં રાજાની પાસે જઈ કહેવા લાગી : મહારાજ, મેં તમને ૧૦00 સોનામહોર સાચવવા આપી હતી, તે હવે પાછી આપો. મારે એની જરૂર છે.
દીકરો ઘેર આવ્યો છે તે ફરી વેપાર કરવા ઇચ્છે છે.” રાજાએ ખજાનચીને બોલાવી ડોશીની ૧૦૦૦ સોનમહોરો કાઢી આપવાનો હુકમ કર્યો. ખજાનચી તિર્જરીએ જઈને ખાલી હાથે પાછો ફર્યો. રાજાએ ખાલી હાથે પાછા ફરવાનું કારણ પૂછ્યું, ત્યારે ખજાનચીએ ખાલી થેલી આગળ ધરીને કહ્યું: ‘મહારાજ, થેલીમાં કંઈ જ નથી…
એક પણ સોનામહોર નથી!” રાજા આ સાંભળી ગુસ્સે થયો. ડોશી ને તેનો દીકરો હતી. હવે તે સમેટાઈ ગઈ, તેથી થેલીમાંની સોનામહોરો ગુમ થઈ છે, પણ આ વાત ત્રીજા કોઈને ન કરી. આ વાત જાણતા હતાં, કે તે તો પેલા ભૂતમામાની માયા રાજાએ પ્રધાન, કારભારી તથા ખજાનચીને ધમકાવી નાખ્યા. સહુ રાજાનું કહેવું સાંભળી રહ્યા. રાજાએ તિજોરીમાંથી નવી ૧૦૦૦ સોનામહોરો ડોશીને આપી વિદાય કરી. ડોશી ને તેનો દીકરો હરખાતાં હરખાતાં ઘેર આવ્યાં. ડોશીની કેવી ચતુરાઈ!
FAQ
બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?
બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.
બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?
બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.
YouTube Video
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
“ચતુરાઈ ગુજરાતી વાર્તા” – Cleverness Gujarati Story for Kids આ વાર્તા માં તમને એક ચતુર ડોશીની વિષે જાણવા મળ્યું તેમાં તમે જોયું કે આટલી જાજી ઉમર હોવા છતાં તેની મગજ ની ચતુરાઈ ખુબ જ વધુ હતી અને તમને દુનિયા ની ચતુરાઈ વિષે કંઈક નવું જાણવા મળ્યું હશે અને મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો. તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે.