નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે “શરત ગુજરાતી વાર્તા” – Condition Gujarati Stories આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.
Also Read- મહાત્મા ગાંધી નિબંધ- Best 3 Mahatma Gandhi Essay in Gujarati
“શરત ગુજરાતી વાર્તા” – Condition Gujarati Stories
અમારી પડોશમાં એક ભાઈ રહે. નામ તેમનું જમનાદાસ. એમને એક ખાસ ટેવ. વાત વાતમાં શરત લગાવવાની. ‘લાગી ગઈ શરત.” “બોલો લગાવવી છે દસ દસની?” “આ વાત પર સો-સોની શરત?’ આવાં વાક્યો વાતવાતમાં બોલતા. એટલે બધાં એમને ‘શરતભાઈ’ કહે. અમે નાના ભૂલકાઓ “શરતકાકા’ કહેતા.
આ બાબતમાં જરાયે ખોટું પણ ન લગાડે. મોડન બ્રેડની જેમ એમનું એ ઉપનામ આખા ગામમાં પ્રચલિત થઈ ગયેલું. એક દિવસની આ વાત છે. અમે બધાં મિત્રો શેરીના નાકે લખોટીઓ રમતાં હતાં. ત્યાં શરતકાકા આવી ચડ્યા. મને રમાડો’ ‘તમારથી ના રમાય. ” રાકેશ બોલ્યો. ‘કેમ ન રમાય?’
“શરત ગુજરાતી વાર્તા” – Condition Gujarati Stories આ પોસ્ટ માં દર્શાવેલા બધા જ પાત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ કાલ્પનિક છે જેની હાલની દુનિયા માં કોઈ પણ સાથે સંબંધ નથી તે ધ્યાન માં લેવું
તમને લખોટી રમતાં ન આવડે’ મેં કહ્યું. ‘મને સરસ રમતાં આવડે છે. પપ્પ, હું તારા જેવડો હતો ને ત્યારે તો બધાને હરાવી દેતો.’ શરતકાકા બોલ્યાં. ‘એ તો એ દિવસો ગયા. પણ..હવે તમે ના જીતી શકો’ મેં કહ્યું. “ચાલ લગાવવી છે શરત? શરતકાકા બોલ્યા, “હું તને હરાવી દઉં તો?’
શરતકાકા સીધી શરત પર આવી ગયા. મને મારા પર વિશ્વાસ હતો. બધા છોકરાઓમાં હું રમવામાં પાક્કો હતો. ઘણે દૂરથી લખોટી તાકી શકતો. દૂરથી લખોટી હીકીને ગબીમાં પાડી દેતો. પાકવામાં પ્રથમ નંબર મારો રહેતો. પદુ દેનારને ખૂબ પદાવતો. ને જ્યારે લખોટીઓ કુંડાળામાં મૂકી બહાર કાઢવાની રમત રમતાં ત્યારે સૌથી વધુ લખોટી મારે ભાગ આવતી! શરતકાકાને અમે કદી લખોટી રમતા જોયા ન હતા.
એમને લખોટી પકડતાંય આવડતી હશે કે કેમ તે વિશે પણ અમને શંકા હતી. પપુ,ચાલ લગાવ શરત. આપણે બે રમીએ હારે તે દસ રૂપિયા આપે.’ શરતકાકા બોલ્યા. જો હું હારું તો દસ રૂપિયા ક્યાંથી લાવું? તે પ્રથમ મોટો હતો. શરતકાકા તો મોટા માણસ એટલે દસ રૂપિયા ગજવામાંથી કાઢીને ટપ દઈને આપી દે..
શરતકાકા’ હું બોલ્યો : દસ રૂપિયા હું ક્યાંથી લાવું? ના એવી શરત નહિ.’ “તો પછી જો સાંભળ. હું હારું તો દસ રૂપિયા આપું. ને જો તું હારે તો દસ લખોટી મને આપે. હવે તો શરતી બરાબરને?” “હા બરાબર.’ હું આનંદમાં આવી ગયો. દસ લખોટી તો હું સહેલાઈથી આપી શકીશ. અમારી રમત અટકી પડી. સૌ ભેરુઓએ પોતપોતાની લખોટીઓ ઉપાડી લીધી. સંજુએ એક લખોટી શરતકાકાને આપી. ને અમારી રમત શરૂ થઈ.
રમત આ પ્રમાણેની હતી. દૂરથી લખોટીઓ ઠીકવાની. ગબીમાં પાડી પહેલો પૉઇન્ટ મેળવવાનો. પછી બબ્બે વેત ભરી સામેના ભેરુની લખોટીને તાકવાની. તમે લખોટી તાકો એટલે એક પૉઇન્ટ તમને મળે. વચ્ચે વચ્ચે ગબીમાં નાંખીને પણ પૉઇન્ટ મેળવી શકાય. પણ એક સાથે સળંગ બે વાર ગબીમાં ન પાડી શકાય.
હા, સળંગ બે વાર, ત્રણ કે ચાર વાર, અરે! ગમે તેટલી વાર ભેરુની લખોટીને તાકી શકાય. ને પૉઇન્ટ મેળવી શકાય. છેલ્લો પૉઇન્ટ તાકીને જ કરવો પડે. આ રીતે જે પ્રથમ પચીસ પૉઇન્ટ કરી લે તે જીર્યો ગણાય. હારનારે જીતનારને પટું આપવું પડે. રમત શરૂ થઈ. પ્રથમ પૉઇન્ટ મને મળ્યો.
સૌ છોકરાઓએ ‘હુર…રે…રે..”કરી બૂમ પાડી. એટલે શરતકાકા બોલ્યા : અરે! મારો વારો આવવા દો. હું પણ ઉપરાઉપરી
ચાર-પાંચ પૉઇન્ટ કરી લઉં છું કે નહિ?’ શરતકાકાને એક પણ તક આપ્યા વગર મેં દસ પૉઇન્ટ કરી લીધાં. શરકાકાનો વારો આપ્યો. તેમની લખોટી પકડવાની રીત અજબ હતી.
હાથના પંજા વડે લખોટી પકડી ગબી તરફ ફેંકી. પણ ઘણા સમયથી લખોટી પકડેલી નહિ એટલે ગબીમાં ન પડી. ફરી સૌએ બૂમાબૂમ કરી મૂકી. ફરી મારો વારો આવ્યો. કરી મેં પાંચ પોઈન્ટ મેળવી લીધા. હજી શરતકાકાએ ખાતું ખોલાવ્યું ન હતું! શરતકાકા હારી જવાના તેમાં મને શંકા ન રહી. મને શરતકાકાની થોડી દયા આવી.
એટલે મેં હાથે કરીને તાકવાનો ઘા ચૂકાવ્યો. સૌ છોકરાં નવાઈ પામ્યાં. મારી લખોટી દૂર જઈને પડી. શરતકાકા ગબીની નજીક પડ્યા ને તેમણે લખોટીને ગબીમાં નાખી પ્રથમ પૉઇન્ટ મેળવ્યો. ફરી સૌએ હો..હા.. કરી મૂકી. શરતકાકાના પાંચ પૉઇન્ટ થયા ત્યાં સુધીમાં મારે ૨૪ પૉઇન્ટ થઈ ગયા. જીતવામાં હવે એક જ પૉઇન્ટ બાકી રહ્યો હતો.
અને તે પૉઇન્ટ તેમની લખોટીને તાકીને મેળવવાનો હતો. શરતકાકાએ પોતાની લખોટીને ગબીને કિનારે ગોઠવી. દરેક ભેરું રમત રમતાં આવું કરવા જ લલચાય છે કારણ કે લખોટીને સહેજ વાગતાં તે ગબીમાં જ પડે ને આપણને એક પૉઇન્ટ અનાયાસ મળી જાય. મેં દૂરથી ગબીના કિનારે રહેલી શરતકાકાની લખોટીનું નિશાન લીધું.
લખોટી છોડી. બધાંઓને મનમાં એમ જ થઈ ગયું કે મારા ૨૫ પૉઇન્ટ થઈ ગયા. ને તેથી બધાંએ બૂમો પાડી મને પ્રોત્સાહિત કર્યો. પણ આ શું? મારી અને શરતકાકા બંનેની લખોટી જઈ પડી ગલીમાં. મારા ૨૫ પૉઇન્ટ બળી ગયા. બધાં છોકરાંઓનાં મોં પડી ગયા. રતકાકા ખુશ થયા. ઘડીભર હું પણ અવાક બની ગયો.
આ રમતમાં એક આ પણ નિયમ હતો. જો ૨૫મી પૉઇન્ટ મેળવવાં જતાં લખોટી ગબીમાં પડી જાય તો તે ૨૫ પૉઇન્ટ બળી જાય-નાશ પામે અને પ્રથમ પૉઇન્ટથી ફરી ગણતરી શરૂ થાય. શરતકાકા મારાથી ખાસ આગળ ન હતા. એમના સાત પૉઇન્ટ અને મારે એક જ પૉઇન્ટ હતો. હું હિંમત ન હાર્યો. મને જીતવાની પૂરેપૂરી આશા હતી.
હું હિંમત રાખી, ધીરજપૂર્વક રમવા લાગ્યો. થોડીવારમાં તો હું આગળ નીકળી ગયો. એટલું જ નહિ પણ મારા જ્યારે ફરી ૨૪ પૉઇન્ટ થયા ત્યારે શરતકાકાના પંદર જ પૉઇન્ટ હતા. ફરી શરતકાકાનું મોં કાળું પડી ગયું ને બધાં છોકરાઓનાં મોં ફૂલ જેમ ખીલી ઊઠ્યાં. પપ્પ, તું જબરો તાકોડી નીકળ્યો. જીતી જવાનો હોં!” શરતકાકા બોલ્યા. હાસ્તો વળી.
હારે એ બીજા.” કહ્યું. ફરી લાગ મળતાં શરતકાકાએ પ્રથમ વારની જેમ જ ગબીના કિનારે લખોટી રાખી. પણ આ વખતે હું સાવધ હતો. બધાં છોકરાઓએ મને આ રીતે ન તાકવાની સલાહ આપી. પણ હું ડરી જાઉં તેવો ન હતો. કાંડામાં હતુ તેટલું જોર કરી, આંગળી ખેંચી લખોટીનો ઘા કર્યો ને ઘા બરાબર લાગ્યો. ૨૫ પોઇન્ટ થઈ ગયાં.
પણ એક નવાઈની વાત બની. શરતકાકાની લખોટીના બે ડોસલાં થઈ ગયા હતા!’ શરતકાકા હાર્યા ને હું જીત્યો.
મોટા હાર્યા અને નાના જીત્યા. શરતકાકા, લાવો દસ રૂપિયા’ મેં ખુશ થતાં કહ્યું. શરતકાકા, ને મારી લખોટી પણ.’ સંજુએ કહ્યું. ભરતકાકા એ લખોટીથી રમતા હતા તે સંજુની હતી. હા ભાઈ હા, આપું છું.
પણ મારી પાસે લખોટી નથી.’ શરતકાકાએ સંજુને કહ્યું : “કાકા, બચુભાની દુકાને દસિયાની એક મળે છે. દસિયો આપો, લઈ આવું.’ સંજુ બોલ્યો. ને મારા દસ રૂપિયા આપો.’ મેં કહ્યું. પપ્પ, આવડી મોટી શરત ના હોય. કંઈક ઓછું. કરું’ શરતકાકા દયામણા મોંએ બોલ્યા. સારું જાવ પાંચ રૂપિયા આપો.’ હું દયા ખાતો હોઉં તેમ કહ્યું.
ના હજી ઓછા કર’ શરતકાકા બોલ્યા. ને પછી રૂપિયો કાઢી મને આપતા બોલ્યાં: ‘લે આ રૂપિયો લઈ લે.” ના શરતકાકા’ લઈ લેને ભાઈ. પ્રેમથી આપું છું.’ બધાઓએ મને રૂપિયો લઈ લેવા સમજાવ્યો. પણ એક શરતે?’ મેં કહ્યું શી?’ શરતકાકાએ પૂછયું. બધાંયને એક એક લખોટી ભેટ આપો તો’ હા શરતકાકા’ બધા બોલ્યા.
સારું ભાઈ, તમે કેટલા જણ છો?” ‘દસ જણ.’ સંજુ બોલ્યો. ‘લાવો રૂપિયો વત્તા પૈસા એટલે અગિયાર લખોટીઓ લઈ આવું.’ શરતકાકાએ સંજુને પૈસા આપ્યા. સંજુ લખોટીઓ લઈ આવ્યો. બધાંને એક એક લખોટી આપી. શરતકાકા મને કહે: ‘પણું તું રૂપિયાનું શું કરીશ ‘કેમ, આમ પૂછો છો?’
જો પપ્પ, તું એમાંથી લખોટીઓ લાવજે ને રમજે. ભણવાનું તો ખરું જ. પણ રમત રમવાની હોં. રમતમાં જે હોશિયાર હોય છે તે ભણવામાંય હોય છે.’ મેં હસીને હા પાડી. આવા મજાના હતા શરતકાકા! અમને શરતકાકા બહુ ગમતા. આવા કાકા કોને ન ગમે?
FAQ
બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?
બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.
બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?
બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
“શરત ગુજરાતી વાર્તા” – Condition Gujarati Stories આ વાર્તા માં બધી જ વાત માં શરત લગાવતા એક માણસ વિષે જોયું અને મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો. તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે.
Awesome blog! Do you have any tips and hints for aspiring writers?
I’m hoping to start my own website soon but I’m a little lost on everything.
Would you suggest starting with a free platform like WordPress or go for
a paid option? There are so many choices out there that I’m totally
confused .. Any suggestions? Appreciate it!
Hey very nice blog!
I every time emailed this web site post page to all my
contacts, for the reason that if like to read it after that my links will too.
you are in reality a excellent webmaster. The site loading velocity is incredible.
It seems that you are doing any unique trick. Moreover, The
contents are masterwork. you have done a wonderful process in this
topic!
This website certainly has all the information and facts I wanted
about this subject and didn’t know who to ask.