Covid 19 Vaccination of Age Group 18 to 44 has started, How to Register? All Information In Gujarati.

Posted By Admin |

નમસ્તે મિત્રો, આપ સૌ નું અમારા બ્લોગ Gujarati English માં સ્વાગત છે. આજના Covid 19 Vaccination of age Group 18 to 44 has started. All Information In Gujarati આર્ટિકલ માં આપણે કોરોના વાયરસ ના રસીકરણ વિષે ની સંપૂર્ણ માહિતી જોઈશું.

18 થી 44 age Group ના લોકો 1લી મે 2021 થી સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રસી લઇ શકશે. પણ આ માટે તમારે તમારા મોબાઈલ થી એક રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. નીચે તમને Covid 19 Vaccination બાબતે બધીજ ઉપીયોગી માહિતી આપવામાં આવેલી છે, જે અચૂક વાંચશો.

Also Read- Good Morning Suvichar In Gujarati

Free Covid 19 Vaccination of Age Group 18 to 44 has started, By The Indian Government. All Useful Information In Gujarati

18-24 વર્ષની વય જૂથના લોકો 28 એપ્રિલથી ફ્રી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે. નોંધણીઓ બપોરે 4:00 વાગ્યાથી શરૂ થશે. Free COVID-19 રસીકરણ માટે તમારે નોંધણી કરવવી ખુબજ જરૂરી છે, જે માટે http://www.cowin.gov.in લિંક ની મદદથી ભારત સરકાર ના કો-વિન પોર્ટલમાં લોગ ઇન કરી શકો છો અને જાતે નોંધણી કરી શકો છો.

વૈકલ્પિક રીતે, તમે એરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા પણ રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો. બધા લોકો પોતાના સ્માર્ટફોન કે કમ્પ્યુટર દ્વારા વેબસાઈટ ના ઉપીયોગ થી આ પોર્ટલ માં રજીસ્ટર કરી શકે છે, આ સંપૂર્ણ પ્રોસેસ ખુબ સરળ છે.

How to Register? (કેવી રીતે નોંધણી કરવી?)

  • સૌ પ્રથમ તમારે નીચે આપેલી લિંક ને ઓપન કરવાની રહેશે.

https://www.cowin.gov.in/home

Free Covid 19 Vaccination of Age Group 18 to 44
Free Covid 19 Vaccination of Age Group 18 to 44
  • ઉપર તામને જે ફોટો દેખાઈ રહ્યો છે, તેવીજ website તમારા મોબાઇલ કે કમ્પ્યુટર માં ખુલશે.
  • જ્યાં તમે Register/Sign In Your Self નું એક પીળા કલર નું બટન દેખાશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Mobile Number
  • એક નવી લિંક ખુલશે. અહીં તમારે તમારો 10 અંક નો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જેની ઉપર તમને OTP મળશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 OTP
  • OTP તમારે અહીં નાખવાનો રહેશે. હવે Verify and Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે. (OTP 3 મિનિટ સુધી માન્ય રહેશે, ત્યાર બાદ તમારે ફરીથી OTP જનરેટ કરવાનો રહેશે)
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Register Member
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાં તમેં તમારા ઘરના 4 મેમ્બર ને એડ કરી શકશો. એક મોબાઈલ નંબર થી 4 વ્યક્તિ સુધી આ પોર્ટલ માં નોંધણી કરી શકશે.
  • આગળ વધવા Register Member ના ભૂરા બટન પર ક્લિક કરો.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Register
  • હવે ના પેજ માં તમારે Photo ID Proof માં તમારૂ આધારકાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા આધારકાર્ડ નો નંબર નાખવાનો રહેશે.
  • નીચે તમારા આધારકાર્ડ માં દર્શાવ્યા મુજબ નામ દાખલ કરવાનું રહેશે અને જાતિ, જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. હવે Register ના બટન ઉપર લીક કરો.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Sadule
  • તમારું Registration સફળતાપૂર્વક થઈ ગયું છે, જેનો એક Confirmation SMS તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર આવશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Scad 1
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Scad 2
  • હવે તમારે Schedule પર ક્લિક કરી અને Schedule Now પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારી અપોઇમેન્ટ બુક થશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Pincode
  • અહીં તમારે તમારા એરિયા નો પિન કોડ દાખલ કરવાનો રહેશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 List
  • નીચે તમને તારીખ સાથે લિસ્ટ દેખાશે. જ્યાં તમે તમારા નજીક ના ફ્રી રસીકરણ ના કેન્દ્રો ની યાદી જોઈ શકશો.
  • જે કેન્દ્ર લાલ કલર માં Booked દેખાશે, જ્યાં તે દિવસ માટે રસીકરણ કરવાની કોઈ જગ્યા ખાલી નથી એવું સૂચવે છે (એટલે કે બધી જગ્યા ફૂલ છે). કોઈ પણ કેન્દ્ર માં તમને આંકડા દેખાશે જે સૂચવે છે, તેટલી જગ્યા ત્યાં ખાલી છે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Success Book
  • થોડા સમયે તમારે પોર્ટલ માં લોગીન કરવાનું રહેશે, જયારે પણ તમને અહીં જગ્યા ખાલી દેખાય ત્યાં તમારે પોતાની Appointment Book કરવાની રહેશે.
  • એક વાર રજીસ્ટર કર્યા પછી તમારે ફક્ત લોગઇન કરવાનું રહેશે. લોગઇન કરવા માતે ફક્ત મોબાઈલ નંબર નાખી અને OTP દાખલ કરવાનો રહેશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Paid
  • રસીકરણ કેન્દ્ર ના નામ ની બાજુમાં તમને ભૂરા કલર માં Paid લખેલું દેખાય તે નિઃશુલ્ક કેન્દ્ર નથી. અહીં તમારે પૈસા ચૂકવી અને રસી મેળવવાની રહેશે.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Slip
  • અપોઇમેન્ટ કન્ફોર્મ થતા તમે સ્લીપ ડાઉનલોડ કરી શકો છો.
Free Covid 19 Vaccination of Age Group 18 to 44 Success
  • અપોઇમેન્ટ ની માહિતી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર પણ SMS દ્વારા તમને મળી જશે.
  • રસીકરણ ના દિવસે રસીકરણ કેન્દ્ર માં સાથે પોતાનું રેજીસ્ટ્રેશન સમયે દર્શાવેલું ID Proof જરૂર સાથે લેતા જવું.
  • 28 દિવસ પછી તમે રસીના બીજા ડોઝ માટે અપોઇમેન્ટ લઇ શકો છો.

હાલ મોટાભાગના કેન્દ્રોમાં તમને 18+ ઉંમર ના વ્યક્તિઓ માટે રસીકરણ કેન્દ્રો જોવા નહિ મળે, પણ થોડા દિવસો માં તમે તમારી અપોઇમેન્ટ બુક કરી શકશો. ભારતમાં 18+ વય જૂથમાં મોટી સંખ્યાના લોકોનો સમાવેશ થાય છે, તે કારણે નિઃશુલ્ક રસી પ્રાપ્ત કરવામાં તમને થોડો સમય લાગી શકે છે.

શું કરવું?

  • એડવાન્સ માં તમારા રસીકરણની નોંધણી અને શેડ્યૂલ અવશ્ય કરો.
  • કો-વિન અથવા એરોગ્ય સેતુ પ્લેટફોર્મ દ્વારા તમારી ઓનલાઇન નોંધણી કરો.
  • ફક્ત એક જ ફોન નંબરની સાથે નોંધણી કરો અને એક વ્યક્તિએ અલગ ફોને નંબર થી રજીસ્ટ્રેશન ના કરવું.
  • નોંધણી વખતે રજુ કરેલ આઈડી નો એક પુરાવો જ્યારે તમે રસીકરણ માટે જાઓ ત્યારે સાથે લઇ જશો.
  • હંમેશા રસીકરણ માટે તમારી નજીક અને અનુકૂળ કેન્દ્ર પસંદ કરો
  • મળેલા સમય અને તારીખે રસીકરણ સમયસર કેન્દ્ર પાર જરૂર પહોંચો.
  • જો કોઈ આડઅસર દેખાય તો રસીકરણ કેન્દ્રને અચૂક જાણ કરો અને તાત્કાલિક સારવાર લો.
  • રસીકરણ કેન્દ્ર માં માસ્ક ફરજીયાત પહેરો અને સામાજિક અંતરની સાવચેતી રાખો.
  • સ્ટાફ ને સહકાર આપો અને કોરોના જેવી મહામારી ને રોકવા તમારું મહત્વપૂર્ણ યોગદાન આપો.

શું ના કરવું?

  • એક જ વ્યક્તિ એક થી વધુ પ્લેટફોર્મ પાર રજીસ્ટર ના કરો.
  • રસીકરણ ના દિવસે આલ્કોહોલ અથવા માદક દ્રવ્યો નું સેવન ના કરો.
  • રસી ના બીજા ડોઝ માટે ફરીથી રજીસ્ટ્રેશન ના કરો.
  • આડઅસર દેખાતા ગભરાટ ના અનુભવો અને તત્કાલ મેડિકલ ટ્રીટમેન્ટ લો.

Download User Guide

Summary

આશા રાખું છું Covid 19 Vaccination of Age Group 18 to 44 has started. All Information In Gujarati આર્ટિકલ તમારા માટે જરૂર મદદરૂપ થશે. આવીજ ઉપીયોગી ગુજરાતી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત જરૂર લેતા રહો.

Leave a Comment