“ગાય” વિશે નિબંધ- Best 3 Cow Essay In Gujarati Language

નમસ્તે મિત્રો, આજ આપણે “ગાય” વિશે નિબંધ નિબંધ – 3 Interesting Cow Essay In Gujarati Language આર્ટિકલ માં ખુબ સરસ ગુજરાતી નિબંધ જોવાના છીએ. અત્યારે કોઈ પણ ધોરણ ની પરીક્ષા માં ફરજીયાત કોઈ પણ નિબંધ વારંવાર પૂછાતો હોય છે અને બધા ધોરણ ના વિદ્યાર્થી માટે આ વિષય પણ ખુબ ઉપીયોગી હોય છે. આ કારણે અમે અહીં ગાય વિષે ના ત્રણ ગુજરાતી નિબંધ ના ઉદાહરણ આપેલા છે. આ ઉદાહરણ તમને ગમશે.

અહીં તમને ગુજરાતી ભાષા માં નિબંધ ના ઉદાહરણ આપવામાં આવ્યા છે. તમારે આ નિબંધ ગોખવાના કે યાદ રાખવાના નથી પણ આ નિબંધમાંથી માર્ગદર્શન મેળવી અને તમારો પોતાનો એક સરસ અને સુંદર ગાય પ્રાણી વિષે નિબંધ લખવાનો છે. આશા રાખું છું કે તમે ઉદાહરણ નિબંધ જોઈ અને આનાથી પણ સરસ ગાય વિષે નિબંધ લખશો.

Must Read- “મોર” વિશે નિબંધ (Top 3 Peacock Essay In Gujarati)

ગાય માતા વિશે નિબંધ ગુજરાતી ભાષામાં- Cow Essay In Gujarati For Standard 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 etc.

આ નિબંધ મહત્વનો એટલા માટે છે કે ગાય એ હિન્દૂ ધર્મ માં એક મહત્વનું સ્થાન ધરાવે છે અને આપણે તેને માતા માનીએ છીએ. ભારત માં પશુપાલન માં સૌથી વધુ ગાય ને પાળવામાં આવે છે અને તેમાંથી દૂધનું ઉત્પાદન મેળવી લોકો પિતાનું જીવન ગુજારે છે. ગાય નું દૂધ સૌથી પૌષ્ટિક અને ઉત્તમ માનવામાં આવે છે. નીચે તમને નિબંધ ના ઉદાહરણ આપેલા છે જે તમારે ધ્યાન થી વાંચી અને તેમાંથી ખુદનો એક સરસ નિબંધ લખવાની પ્રેરણા મેળવવાની છે.

Must Read- વાઘ વિષે નિબંધ (Top 3 Tiger Essay in Gujarati)

ગાય વિશે ગુજરાતી નિબંધ 500 શબ્દો માં (500 Words Cow Essay In Gujarati)

એક ગાય સૌથી નિર્દોષ અને પ્રેમાળ ઘરેલું પ્રાણી છે જે કોઈ માટે હાનિકારક નથી. આ પ્રાણી ને ઘરોમાં પાળવામાં આવે છે, કારણ કે તેઓ મનુષ્યો માટે વિવિધ રીતે ફાયદાકારક છે. જો ગાયનું સામાન્ય શારીરિક વર્ણન કરવું હોય તો, ગાય એ ચાર પગવાળુ પ્રાણી છે, જેમાં વિશાળ શરીર અને બે શિંગડા, એક મોં, બે આંખો અને બે કાન તમને દેખાશે.

ગાયનો નોંધપાત્ર ફાયદો એ છે કે તેઓ આપણને દૂધ આપે છે, જે આપણા શરીરને તંદુરસ્ત અને રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. ગાયના દૂધમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન ડી અને બી અને પોટેશિયમની જેવા પૌષ્ટિક તત્વો ભરપુર માત્રા હોય છે.

ગાય નું દૂધ પ્રોટીનથી પણ ખૂબ સમૃદ્ધ હોય છે. ગાયના દૂધનો ઉપયોગ વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય છે, ઉદાહરણ તરીકે, માખણ, છાશ, દહીં, ચીઝ અને અન્ય ઘણા ઉત્પાદનો પણ ગાય ના દૂધ માંથી બનાવામાં આવે છે. ગાયનું દૂધ વિશ્વમાં સૌથી વધુ વપરાશમાં આવતું દૂધ છે. આ પ્રાણી ના દૂધ માં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે તેથી વધુ લોકો ઉપયોગ કરે છે જેઓ વજન વધારવા માંગતા નથી.

Best 3 Cow Essay in Gujarati ગાય વિષે નિબંધ ગુજરાતીમાં
Best 3 Cow Essay in Gujarati ગાય વિષે નિબંધ ગુજરાતીમાં

ગાયનું ગોબર અને મૂત્ર પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ બાયોગેસ બનાવવા અને ઉર્જાના નવીનીકરણીય સ્રોતમાં થાય છે કારણ કે તેમાં મિથેન અને અન્ય સામગ્રી છે. ગ્રામીણ ક્ષેત્રમા ગાયના છાણનો ઉપયોગ છાણા અને દીવાલો પર ગાર કરવા માટે થાય છે, છાણા નો ઉપયોગ બળતણ તરીકે થાય છે અને ગામડામા તેનો ઉપયોગ રસોડામાં દરરોજ રસોઈ માટે એક જ્યોત પ્રદાન કરવા માટે કરવામાં આવે છે.

અન્ય ઉપયોગ જોઈએ તો ખેતીમાં એક દેશી ફળદ્રુપ ખાતર તરીકે થાય છે. ગાય નું છાણ એ દીવાલો પાર ગાર કરવામાં ઉપયોગી છે જે જંતુઓનો જીવડાં અને ઊણળા માં મકાન ને ઠંડુ રાખે છે.

હિન્દુ પૌરાણિક કથાઓમાં, ગાયની ભૂમિકા એક મહત્વની જોવા મળે છે. હિન્દુ ધર્મના પ્રખર અનુયાયીઓ ગાયને ખુબ પવિત્ર પ્રાણી માને છે. નિશ્ચિતપણે હિન્દૂ સંસ્કૃતિ માં એવું માનવામાં આવે છે કે ગાયની હત્યા એ સૌથી મોટું પાપ છે. કારણકે હિન્દૂ સભ્યતા માં ગાયને “માતા” નો દરજ્જો આપવામાં આવેલો છે અને તેને હિન્દુ ધર્મમાં “ગૌ માતા” કહેવામાં આવે છે. હાલની ભારત સરકારે પણ ગાયોને કોઈપણ પ્રકારના ભયથી બચાવવા અને ગૌહત્યા રોકવા માટે ઘણા બધા પગલા લીધા છે.

આપણે પણ ગાય ને એક વિશેષ દરજ્જો આપી અને તેનુ રક્ષણ કરવું જોઈએ. હાલ તમને ઘણી બધી ગાયો રસ્તા ઉપર દેખાશે અને જો કોઈ પણ પ્રાણી બીમાર કે ઘવાયેલું દેખાય તો તેની મદત કરવી જોઈએ. ભારત સરકાર દ્વારા પણ પશુ દવાખાના ની નિઃશુલ્ક સેવા અને ટેલીફોન નંબર ઉપલબ્ધ છે જેનો જરૂર પડતા ચોક્કસ ઉપીયોગ કરવો જોઈએ.

Must Read- સિંહ વિષે નિબંધ (Top 3 Lion Essay in Gujarati)

ગાય નું મહત્વ પર ટૂંકો નિબંધ (Short Importance of Cow Essay In Gujarati)

ભારતીય સંસ્કૃતિના પ્રારંભથીજ જાણવા મળ્યું છે કે ગાયનું પાલન અને તેનો ઉપયોગ ખેતી, પરિવહન માટે અને માનવોના વિકાસમાં અભિન્ન ભાગ ભજવ્યો છે. ગાય દુનિયાભરમાં એક ઉપીયોગી આને શાંત પશુ માનવામાં આવે છે. જો ગાય ની શારીરિક રચના જોઈએ તો ગાયને બે શિંગડા, ચાર પગ, લાંબી પૂંછડી, મોટું નાક, બે આંખો અને બે કાન હોય છે.

ગાય એ એક શુદ્ધ શાકાહારી પ્રાણી છે, તે ઘાસ, પાંદડા અને શાકભાજીના આધારે જીવિત રહે છે અને તે મોટા કાળ નું એક સસ્તન પ્રાણી છે. ગાય નો સૌથી વધુ ઉપયોગી ઘટક દૂધ છે. આ પ્રાણી ના દૂધમાંથી છાસ, ઘી, ચીઝ, ક્રીમ, મીઠાઈઓ જેવા વિવિધ ડેરી ઉત્પાદનો આપણે બનાવીએ છીએ અને રોજના જીવન માં ઉપીયોગ કરીએ છીએ.

Cow Essay in Gujarati ગાય વિષે ગુજરાતીમાં નિબંધ ધોરણ 3,4,5,6,7,8
Cow Essay in Gujarati ગાય વિષે ગુજરાતીમાં નિબંધ ધોરણ 3

ગાય સ્વભાવ ની દ્રષ્ટિ એ ખૂબ શાંત અને નમ્ર હોય છે, અને તે મહેનત પણ કરી શકે છે. ખેડુતો ગાયનો ઉપયોગ એક પ્રમુખ પાલતુ પ્રાણી જેમ દૂધ ઉત્પાદન મેળવવા કરે છે. હાલ માં ગાયના છાણનો ઉપયોગ દેશી ફળદ્રુપ ખાતર અને બળતણ તરીકે થાય છે. તાજેતરના સમયમાં ગાય ના છાણ નો ઉપયોગ બાયોગેસના રૂપમાં નવીનતમ ઉર્જા સ્ત્રોત તરીકે થઈ રહ્યો છે.

ગાય ના માસ નો ઉપીયોગ પણ ઘણા બધા બીજા દેશો વ્યાપક પ્રમાણ માં કરે છે, પણ ભારત માં ગાય ના માસ નો ઉપીયોગ નહિવત છે. હિન્દૂ સંસ્કૃતિ માં ગાય ને માતા નો દરજ્જો મળેલો હોવાથી અહીં ગાય નું માસ ઉપીયોગ કરવા માં મહા પાપ માને છે. ગાય નું મૃત્યુ થયા પછી પણ માનવો માટે ઉપીયોગી સાબિત થાય છે અને તેના ચામડા માંથી વિવિધ વસ્તુઓ ટાયર થાય છે. ટૂંકમાં કહીયે તો ગાય કોઈ પણ સંસ્કૃતિના વિકાસનો એક મોટો ભાગ છે અને તેમના વિના પ્રગતિ કરવી મુશ્કેલ છે.

Must Read- વૃક્ષ બચાવો નિબંધ (Top 3 Save Tree Essay in Gujarati)

ગાય પર 10 લાઇન્સનો નિબંધ (10 Line Cow Essay In Gujarati)

 1. ગાય એક પાલતુ અને શાંત પ્રાણી છે જેનો પશુ પાલન માં સૌથી વધુ ઉપીયોગ થાય છે.
 2. ગાય તમને દુનિયાભરમાં જોવા મળે છે.
 3. શારીરિક રચના જોઈએ તો ગાયને બે શિંગડા, ચાર પગ, લાંબી પૂંછડી, નાક, આંખો અને કાન હોય છે.
 4. એક ગાય શુદ્ધ શાકાહારી પ્રાણી છે, અને તે ઘાસ, પાંદડા અને શાકભાજીના આધારે જીવન ચલાવે છે.
 5. ગાયનું સૌથી વધુ ઉપયોગી ઘટક દૂધ માનવામાં આવે છે.
 6. દૂધમાંથી તમને છાસ, ઘી, દહીં, ચીઝ, ક્રીમ અને મીઠાઈ જેવા વિવિધ ડેરી ઉત્પાદનો મળે છે.
 7. ગાય એ એક ખૂબ શાંત અને નમ્ર પ્રાણી છે.
 8. ખેડુતો ખેતરન કામ અને દૂધ ઉત્પાદન માટે ગાયનો ઉપયોગ કરે છે.
 9. હજી પણ ભારત માં ગાયના છાણનો ઉપયોગ ખાતર અને બળતણ તરીકે થાય છે.
 10. ગાયને ભારત માં માતા નો દરજ્જો મળેલો હોવાથી તેની હત્યા એક મહાપાપ માનવામાં આવે છે અને ગાય નું માસ હિન્દૂ સંસ્કૃતિ મુજબ વર્જ્ય માવામાં આવે છે.

ગાય વિષે પાંચ વાક્યો (Five Sentences About Cows)

 • ગાય સૌથી નિર્દોષ અને પ્રેમાળ ઘરેલું પ્રાણી છે
 • જો ગાયનું સામાન્ય શારીરિક વર્ણન કરવું હોય તો, ગાય એ ચાર પગવાળુ પ્રાણી છે, જેમાં વિશાળ શરીર અને બે શિંગડા, એક મોં, બે આંખો અને બે કાન તમને દેખાશે.
 • ગાયનું ગોબર અને મૂત્ર પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.
 • ગાય નું દૂધ પ્રોટીનથી પણ ખૂબ સમૃદ્ધ હોય છે.
 • ગાયના દૂધનો ઉપયોગ વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય છે, ઉદાહરણ તરીકે, માખણ, છાશ, દહીં, ચીઝ અને અન્ય ઘણા ઉત્પાદનો પણ ગાય ના દૂધ માંથી બનાવામાં આવે છે.

ગાય ની જાતો ના નામ (Cow Breads Name)

 • સોરઠી (Sorthi)
 • કાઠિયાવાડી (Kathiyawadi)
 • ગીર (Gir)
 • દેસણ (Desan)
 • સુરતી (Surati)
 • જરસી (Jarsy)
 • સહીવાલ (Sahiwal)
 • અમ્રીતમહાલ (Amritmahal)
 • હલીકર (Halikar)
 • કોન્ગુ (Kongu)
 • કાંકરેજ (Kankrej)
 • હોલ્સ્ટેઇન નેધરલેન્ડ (Holastain- Netherland)

ગાય પર નિબંધ નો વીડિયો (Video About Cow Essay In Gujarati)

Summary

I hope you like “ગાય” વિશે નિબંધ નિબંધ – 3 Interesting Cow Essay In Gujarati Language article and this is become useful for all students. Regular visit our blog Gujarati-English.com to get amazing information and such useful stuff in Guajarati and English language.

Leave a Comment