Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

“કુતરી” ગુજરાતી બાળવાર્તા – Amazing Short Gujarati Story for Kids 2021

નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે “કુતરી ગુજરાતી વાર્તા – Free Short Gujarati Story for Kids” આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.

Also Read- Best 15 August Essay in Gujarati of 2021 (15મી ઑગસ્ટ વિષે નિબંધ)

અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.

“કુતરી” ગુજરાતી બાળવાર્તા – Short Gujarati Story for Kids

મનુના મહોલ્લામાં એક સરસ કૂતરી હતી. તેને કપાળમાં સફેદ ટીલડી હોવાથી બધા લોકો તેને ‘ભગતડી’ કહેતા. બધાંને ભગતડી બહુ વહાલી. ખાસ તો મહોલ્લાના મન, કનુ, મુન્નો, ચંપા જેવાં ભૂલકાંઓને. ભગતડીનેય બાળકો બહુ વહાલાં. “ભગતડી..?” એવી બૂમ પડે એટલે ગમે ત્યાંથી આવીને હાજર થઈ જાય.

હાથ પગ ચાટવા મંડી પડે. પૂંછડી પટપટાવે. અને ઉવા ઉંવા અવાજ કરી ગેલ કરે. મહોલ્લાનાં બધા જ છોકરાં, કંઈ ને કંઈ ખાવાનું લાવી એને ખવરાવે. મનુ રોટલા પર ઘી ચોપડીને લાવે. મુનો ભાત લાવે. ભગતડીને બહુ મજા પડે. બીજાં કૂતરાં તેને કનડે નહિ, તેનું બધા જ ધ્યાન રાખે.

મહોલ્લાનાં છોકરાં ભેગાં મળી રમે, એટલે ભગતડી પણ હાજર થઈ જાય. બધાં ટોળે વળી બેસી જાય એટલે ભગતડી પણ કોઈની બાજુમાં બેસી જાય. બધાં કહે એટલે તે પણ ચારે પગે નાચે. બધા ચિચિયારી પાડે એટલે તે પણ ઉંવાઉંવા કરી આનંદ પ્રદર્શિત કરે. બધા દોડે એટલે ભગતડી પણ દોડતી નીકળી જાય.

આમ ભગતડીને સહુની ભાઈબંધી! શિયાળો આવ્યો. કડકડતી ઠંડી પડવા લાગી. ભગતડી હવે વિયાવા જેવી થઈ. ભગતડી ગલૂડિયાંને જન્મ આપે તે પહેલાં કનુ-મનુએ તેને માટે સુંદર જગા શોધી કાઢી હતી. એને ટાઢ ન થાય અને બીજાં કૂતરાં હેરાન ન કરે તેવી સગવડવાળી તે જગા હતી.

કુતરી ગુજરાતી વાર્તા – Free Short Gujarati Story for Kids આ પોસ્ટ માં દર્શાવેલા બધા જ પાત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ કાલ્પનિક છે જેની હાલની દુનિયા માં કોઈ પણ સાથે સંબંધ નથી તે ધ્યાન માં લેવું

બધાં જ બાળકો, કુરકુરિયાં કેટલાં આવશે, તેનો અડસટ્ટો લગાવતા શરતો મારતા. કુરકુરિયાં સુંદર હશે અને પોતે પણ એકાદ પાળશે, એવી કલ્પનામાં દિવસો વિતાવવા લાગ્યાં. રમતાં રમતાં અત્યારથી ગલૂડિયાંની વહેંચણી કરવા લાગ્યા!
એક રાત્રે ભગતડીએ નક્કી કરેલ જગાએ સુંદર, નાનાં, પોચાં રૂ જેવાં પાંચ કુરકુરિયાંને જન્મ આપ્યો.

બધાં બાળકો, એ જ પળની રાહ જોતાં હતાં. રોજ સવારે ઊઠીને ભગતડીના રહેઠાણે જઈ જોઈ આવે. ભગતડીએ ગલૂડિયાં મૂક્યાં કે કેમ? આજે પણ મનુ દાતણ ચાવતો ચાવતો જ ત્યાં પહોંચી ગયો. ગલૂડિયાં આવેલાં જોઈ તે આનંદ પામ્યો. એટલામાં કનુ પણ આવી પહોંચ્યો.

મુન્નો તો ભગતડીને ખવરાવવા રોટલો પણ લેતો આવ્યો પણ ભગતડીએ ન ખાધો. સહુ બાળકો વગર આમંત્રણે આવી ચડ્યાં. બધાં ગલૂડિયાં ગણવા મંડી પડ્યાં. પણ મનુએ અટકાવ્યાં. મનુ બોલ્યો : ‘ગલૂડિયાં ગણીએ તો ઓછાં થાય! ના ગણાય..’ બધાંને એ વાત યાદ આવી. પછી કોઈ ગલૂડિયાં ગટ્ટતું નહિ.

કોઈ પૂછે તો કહે કે ઘણાં ગલૂડિયાં છે, મનુએ ઘેર જઈ તેની બાને વાત કરી. મનુની બાએ ભગતડી માટે શીરો બનાવ્યો. ચંપાની બા એ પણ બનાવ્યો. કનુ ક્યાંકથી ફૂટેલું માટલું લઈ આવ્યો. તેમાં નાંખી સહુ ભગતડીને શીરો ખવરાવવાં લાગ્યાં. થોડા દિવસ ભગતડીને રોજ શીરો મળવા લાગ્યો. આથી તે બીજું કશું ખાતી નહિ.

Dog Short Gujarati Story for Kids
Dog Short Gujarati Story for Kids

છોકરાં ભગતડી પાસે જાય તો પણ ના કરડે, બા તો ધમકાવે કે વિયાયેલી કૂતરી કરડે. ન જઈએ, છતાં તેઓ જતાં. થોડા દિવસોમાં કુરકુરિયાંએ આંખો ખોલી. પછી બખોલની બહાર પણ આવવા લાગ્યાં. એમાંના બેને, મા જેવી કપાળમાં સફેદ ટીલડી હતી. બે એકદમ કાળાં હતાં, એક ચટાપટાળ્યું હતું. સહુ : બાળકો તડકે ખોળામાં લઈ બેસી જાય.

તેમની સાથે ગેલ કરે. રોજ નવાં નવાં નામ પાડે. માબાપ લેસના કરવાનું કહે, પણ બાળકોને મન ન થાય. ગલૂડિયાં રમાડવામાં તો તેમનું રમવાનું ઓછું થઈ ગયું! એક દિવસ ભગતડી ક્યાંક બહાર જઈને આવી, બધાએ જોયું તો એના ગળામાંથી લોહી ટપકતું હતું. બધાં ટોળે વળી ઊભા રહી ગયાં. તે દરદથી ઉંવા.. ઉવા કરતી હતી. બહુ વાગ્યું હતું ઘા ઊંડો લાગતો હતો. આ જોઈ બધાં બાળકો દુઃખી થયાં.

મનુ : “બિચારીને કોણે મારી હશે?” ચંપા : ‘આવું તે કરાય? જોને કેવો ઘા પડ્યો છે?” મુન્નો : “ઊભાં રહીશું તો કંઈ નહિ વળે. ચાલો, કિંઈક દવા કરીએ…’ મનુ દોડતો ઘરે ગયો. મનુના કાકા ડૉક્ટરનું ભણતા હતા. મનુ કાકાને પરાણે હાથ ઝાલીને ત્યાં ખેંચી લાવ્યો.

કાકાએ ભગતડીના ગળા પરનો ઘા જોયો. ભગતડી તેમના પગ ચાટવા લાગી. કાકાએ ઘા ધોઈ, પાટો બાંધ્યો. બાળકો થોડાં રાજી થયા ખરાં. હવે ભગતડી બહુ બહાર જતી ન હતી. બાળકો પાસે આવી પહેલાંના જેવી ગમ્મત કરતી ન હતી. ફક્ત
ઉંવા..ઉંચા કરી દુઃખ જ વ્યક્ત કરતી હતી. બધાં બાળકો તેની ખૂબ જ સંભાળ લેતાં.

પણ ઘા ભયંકર નીવડ્યો. તે પાક્યો. તેમાં જીવડાં પડ્યાં. તે ગંધાવા લાગ્યો. માખીઓ બણબણવા લાગી. ભગતડી દિવસે દિવસે દુબળી પડવા લાગી. સહુ બાળકો ચિંતા કરવા લાગ્યાં. હવે માબાપ તેમને ભગતડી પાસે જવા દેતાં ન હતાં. ભૂલેચૂકે જતાં ને ખબર પડતી તો, ધમકાવતાં. પણ બાળક કોને કહેવાય? તેઓ માને ખરાં? એ તો છાનાંમાનાં જઈ ભગતડીની ખબર કાઢી આવતાં.

ગલૂડિયાં મોટાં થઈ ગયાં હતાં. બાળકો છાશ પીવરાવીને તથા ઘીવાળો રોટલો અને ભાત એવું ખવરાવીને અલમસ્ત રાખતાં હતાં. ભગતડી ન ધવરાવે તો પણ હવે ચાલે તેમ હતું. બાળકો જાતે બખોલમાં આવી ગલૂડિયાં લઈ જતાં. ભગતડી મૂંગી મૂંગી જોયા કરતી. બાળકો ભગતડી માટે ખાવાનું લાવતાં, પણ ભગતડીને દર્દ ઘણું ઊપડ્યું હતું.

તે ખાઈ શકતી ન હતી. કેવળ થોડી છાશ જ પી શકતી હતી. બાળકો રોટલો ધરે તો પણ ચૂપચાપ જોઈ રહેતી. આ જોઈ બાળકો ગળગળાં થઈ જતાં. એક સવારે બધાંએ જોયું તો ભગતડી લાંબી થઈને પડી હતી. તેનામાં હાલવા-ચાલવાની શક્તિ ન હતી.

ગલૂડિયાં તેની આસપાસ બેઠાં હતાં. ઉવાં ઉવા કરી ધાવવા પ્રયત્ન કરતાં હતાં. પણ ધાવણ આવતું ન હતું. બાળકો ગલૂડિયાંને રમાડવા આઘે લઈ જતાં, પણ દોડી દોડીને માની સોડમાં જ ભરાઈ જતાં હતાં. મનુ : “બિચારી ભગતડી હવે નહિ જીવે…!” કનુ : “પહેલાં કેવી સરસ હતી, નઈ?” મુનો : “જાણે કહેતી ન હોય કે મનેય રમાડો..!’ મનુ: અને હવે ભગતડી જેવી બીજી કૂતરી આપણા વાસમાં નહિ આવે…” ચંપા : “ભગતડી તો ભગતડી જ છે!” બધાં બાળકો ગળગળાં થઈ ગયાં.

પણ કોઈને ખાવાનું ન ભાવ્યું. માબાપે પૂછ્યું ત્યારે દરેકે કહ્યું કે ભગતડી હવે જીવે તેમ નથીને… એટલે, ત્યારે મા બાપ પણ બાળકોની એક પ્રાણી પ્રત્યેની આવી લાગણી જોઈ નવાઈ પામ્યા. કેવો નિર્દોષ પ્રેમ! એ દિવસે શાળામાં રજા હતી, એટલે બધાં જ બાળકો ભગતડીની ચોમેર બેસી રહ્યાં.

ખૂબ દુર્ગધ મારતી હતા તો પણ. માબાપ ધમકાવતા હતા તોય. જાણે કે મરનારને મળવા તેનાં સગાવહાલાં ન આવ્યા હોય તેમ ભગતડીની આંખો બાળકો પર સ્થિર હતી. જાણે કહેતી ન હોય કે – “મારાં આ બાળકો સાચવજો. હવે તો હું બપોરે જમવા જાઉં . છેવટે ઢળતા પહોરે લગભગ ચાર વાગે ભગતડી મરી ગઈ. સહુ બાળકો રામરામ કરતાં ઊડ્યાં. ગામનો સફાઈ કામદાર મડદું તાણી ગયો ત્યારે બધાં જ બાળકો મોટેથી રડી પડ્યાં! બીજે દિવસે બધાં બાળકો ભગતડીને યાદ કરતાં કરતા ગલૂડિયાંને રમાડવા લાગ્યાં.

ગલૂડિયાં પણ હજી માને યાદ કરતાં હતાં.ગલૂડિયાં પાંચ હતાં. ત્રણ કૂતરાં ને બે કૂતરીઓ જે બે ટીલાવાળાં હતાં, તેમાં એક કૂતરો અને બીજી કૂતરી હતી. મનુએ ટીલાવાળા ગલૂડિયામાં એકનું નામ ‘ભગત’ બીજીનું નામ “ભગતડી’ પાડ્યું. બધાં બાળકોને આ વાત કહી. બધા બાળકો નાની ભગતડીને વળગી પડ્યાં. જાણે કે પેલી જ ભગતડી પાછી ન આવી હોય! સહુ એકી સાથે નાચતાં કૂદતાં ગાવા લાગ્યાં : ‘ભગતડી આવી, ભગતડી આવી! ભગતનેય એ લેતી આવી!”

Summary

“કુતરી” ગુજરાતી બાળવાર્તા – Amazing Short Gujarati Story for Kids આ વાર્તા માં તમને એક શેરી ની કુતરી જે બધા ના ઘર આસપાસ એકાદી હોય જ અને વિષે કંઈક નવું જાણવા મળ્યું હશે અને મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો। તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે.

Leave a Comment