EWS Full Form In Gujarati- ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?

Gujarati English

EWS Full Form In Gujarati- ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?

નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજના “EWS Full Form In Gujarati, ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?” આર્ટિકલ માં આપણે એક પ્રખ્યાત અને ઉપીયોગી શોર્ટ ફોર્મ એટલે કે સંક્ષિપ્ત શબ્દ નું ફુલ ફોર્મ એટલે કે વિસ્તૃત રૂપ જોવાના છીએ.

આશા રાખું છું કે તમને આ આર્ટિકલ વાંચવા માં મજા આવશે અને ઉપીયોગી સાબિત થશે. પણ એક વાત ચોક્કસ તમને કહીશ કે અહીં આપેલી ગુજરાતી માહિતી તમને બીજે ક્યાંય પણ નહિ મળે. છતાં જો તમને EWS નું ફુલ ફોર્મ આર્ટિકલ બાબતે તમને કઈ પ્રશ્ન થાય તો, ચોક્કસ તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.

Must Read- DNA Full Form In Gujarati

What Is The EWS Full Form In Gujarati and Useful Information About it (ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય? અને ઉપીયોગી માહિતી)

આરક્ષણ એ ભારતમાં એક એવી વ્યવસ્થા છે જે વિદ્યારીથી અને લોકો ને શિષ્યવૃત્તિ, ફીમાં રાહત, શૈક્ષણિક સંસ્થાઓમાં 65.5% થી 75% બેઠકો, નોકરીઓ અને અન્ય ઘણી પરીક્ષાઓમાં છૂટછાટ, વયમાં છૂટછાટ આપે છે. આ બંધારણ મુજબ છે અને અનામતનો હેતુ નીચી જાતિ ના લોકો ને શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં પ્રતિનિધિત્વ આપવાનો હતો.

ભારતીય બંધારણની જોગવાઈઓના અનુસાર તે કેન્દ્ર સરકાર અને ભારતના રાજ્યો અને પ્રદેશોને અનામત ક્વોટા અથવા ચોક્કસ બેઠકો નક્કી કરવાની મંજૂરી આપે છે, જે સમગ્ર ભારત ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો માટે પરીક્ષાઓ, નોકરી અને અન્ય તકો વગેરેમાં જરૂરી લાયકાતોને ઓછી કરે છે અને તેમને આગળ વધવાનો મોકો આપે છે.

આ ટૂંકું રૂપ અનામત પ્રક્રિયા ને રિલેટેડ શબ્દ છે. તમે જયારે તમે પણ કોઈ શાળા કે કોલેજ માં એડમિશન મેળવવા પ્રક્રિયા કરી હશે ત્યારે તમને SC, ST, OBC અને EWS જેવા શબ્દો જોયા હશે તો ચાલો વધુ માહિતી મેલાવિએ.

EWS- Economically Weaker Section
ઈડબલ્યુએસ- આર્થિક રીતે નબળો વિભાગ

અહીં તમે EWS ના ફુલ ફોર્મ એટલે સંપૂર્ણ રૂપ વિષે તો માહિતી મેળવી તો ચાલો સાથે સાથે અન્ય થોડી ઉપીયોગી માહિતી વિષે પણ જોઈએ, જેથી એક જ આર્ટિકલ માં તમને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય.

Useful Information About EWS (ઈડબલ્યુએસ વિષે ઉપીયોગી માહિતી)

ભારત જયારે આઝાદ થયું અને ત્યાર ની પરિસ્થિતિ જોતા બંધારણ અનુસાર આરક્ષણ મુખ્યત્વે તમામ 3 જૂથોને આપવામાં આવ્યું છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અનુક્રમે SC, ST, OBC તરીકે સંક્ષિપ્તમાં લોકો મુખ્ય રૂપે આ કેટેગરી ને ઓળખે છે.

મૂળ આરક્ષણ માત્ર SC અને ST ને જ આપવામાં આવતું હતું પરંતુ મંડલ કમિશનના અહેવાલના 1987 ના અમલીકરણ પછી માં તેને OBC સુધી લંબાવવામાં આવ્યું હતું. જોકે હાલ જનરલ કેટેગરી માં પણ આર્થિક રીતે પછાત લોકો માટે EWS ની અન્ય એક કેટેગરી બનાવવા માં આવી છે, કદાચ તમને પણ આ વિષે માહિતી ચોક્કસ હશે.

ews full form in gujarati- ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ
ews full form in gujarati- ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ

What is EWS Class? (EWS વર્ગ શું છે?)

EWS એ જનરલ કેટેગરી નાઆર્થિક રીતે નબળા વર્ગ માટે બનાવેલ એક રક્ષણ જૂથ છે, જે તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગને પણ કેન્દ્ર અને રાજ્યની નોકરીઓમાં 10% અનામત આપવામાં આવશે.

EWS પ્રમાણપત્ર કોણ બનાવી શકે છે?

જનરલ કેટેગરી માં આવતા કોઈ પણ વ્યક્તિ જે આર્થિક રીતે સખસમ નથી તેવા કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે, જેમ કે SC, ST અને OBC જેવા પ્રમાણપાત્ર માટે લોકો અરજી કરે છે. પણ સરકારે આ નવી ews કેટેગરી હેઠળ અનામતનો દાવો કરવા સક્ષમ ઉમેદવારો માટે અમુક શરતો નિર્ધારિત કરી છે, જે પાત્રતા ધરાવતા લોકો આ સર્ટિફિકેટ મેળવી શકે છે અને અનામત નો નાભ મેળવી શકે છે.

EWS માટે ની શરતો

  • તમારે સામાન્ય (General) કેટેગરીના ઉમેદવાર હોવા જોઈએ (SC, ST અથવા OBC માટે અનામત હેઠળ આવતા વ્યક્તિ અહીં અરજી નહિ કરી શકે).
  • 2 તમામ પરિવાર ના સભ્ય ની કુલ વાર્ષિક આવક રૂ.8 લાખથી વધુ ના હોવી જોઈએ.
  • તેમાં અરજી કરતા પહેલા તમારા માટે ખેતી, પગાર, વ્યવસાય જેવી તમામ કમાણીનો આધાર સ્વરૂપે આવક નો દાખલો દર્શાવવો જરૂરી છે.

EWS પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

તમે પણ EWS સર્ટિફિકેટ મેળવી શકો છો, જેને 10 ટકા રિઝર્વેશન ક્વોટા નું સર્ટિફિકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે માટે તમારે તમારા સ્થાનિક સરકારી સત્તાધિકારી પાસે અરજી કરવાની રહેશે. પ્રમાણપત્ર માટે તમારી પાસે આવક નું પ્રમાણપત્ર એટલે દાખલો મેળવવો જરૂરી છે અને તે પુરાવો છે જે ews આરક્ષણ માટે જરૂરી છે.

EWS પ્રમાણપત્ર મેળવવા માટે સરકાર દ્વારા કોઈ ઓનલાઈન પ્રક્રિયા શરુ કરાઈ નથી. તમારે તમારા સ્થાનિક મામલતદાર ઓફિસ અથવા અન્ય કોઈ સતાધારી સ્થાનિક સરકારી કચેરીની મુલાકાત લેવી પડશે. સાથે સાથે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડશે. આ સાથે આવક અને સંપત્તિનું પ્રમાણપત્ર પણ તમારી પાસે રાખવું જરૂરી છે.

EWS પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. આવકનું પ્રમાણપત્ર
  3. જાતિ પ્રમાણપત્ર
  4. પાન કાર્ડ
  5. બીપીએલ કાર્ડ
  6. બેંક સ્ટેટમેન્ટ

EWS પ્રમાણપત્ર મેળવવા માટે, તમારે EWS પ્રમાણપત્ર ફોર્મની ભરવાની જરૂર છે. તે તમે કોઈ પણ જિલ્લા ની કચેરી માંથી મેળવી શકો છો અથવા ઝેરોક્ષ ની દુકાને થી ફોર્મ ખરીદી શકો છો. જો તમે ઈન્ટરનેટ માં સર્ચ કરશો તો તમને ઘણી વેબસાઈટ પર થી આ ફોર્મ ની PDF ફાઈલ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી શકો છો.

અન્ય ઉપયોગી ફૂલ ફોર્મ (Another useful full form)

Summary

આશા રાખું છુ, “What Is The EWS Full Form In Gujarati and Useful Information About it (ઈડબલ્યુએસ નું ફુલ ફોર્મ અને ઉપીયોગી માહિતી)” આર્ટિકલ તમને ઉપીયોગી લાગ્યો હશે. આ વિષે વધુ માહિતી માટે નીચે Comment કરો, સોસિઅલ મીડિયા અને તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm