નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે પરી ગુજરાતી વાર્તા The fairy Gujarati Story આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
Also Read- Gujarati Movies Download, Free MP4, MKV, 300Mb, HD, Movies.
પરી ગુજરાતી વાર્તા – Marvelous Fairy Gujarati Stories of 2022
એક હતો ભાઈ અને એક હતી બહેન ભાઈનું નામ મનના બહેનનું નામ અલકા ભાઈ મોટો ને બહેન નાની. ભાઈ બહેન ગમે અને બહેનને ભાઈ. તેમનાં માબાપ ખૂબ જ ગરીબ માબાપ બંને કમાવા જાય. સવારે જાય ને મોડાં સાંજે ઘરે આવે. જાય ત્યારે ખુશ ખુશ હોય ને પાછાં ફરે ત્યારે થાકી જય. બંનેને એક દાદીમા.
માબાપ કામે જાય ત્યારે બંને બાળકો દાદીમા પાસે રહે, દાદીમા ધરનું નાનું મોટું કામ કરતાં જાય ને બંનેની દેખરેખ રાખતાં જાય. તેમનું ઘર મુખ્ય રસ્તાની બાજુ પર જ હતું. મનન ને અલકા રોડ પાસે રમવા જાય. રોડ પરથી મોટર – બરફના ગોળાની લારી પસાર થાય. છોકરાંઓ ટોળે વળે. સ્કૂટર પસાર થાય.
આ પરી – Marvelous Fairy Gujarati Story માં દર્શાવેલા બધા પાત્રો, નામ, જગ્યા કાલ્પનિક છે જેનો અત્યારની દુનિયા કે ભૂતકાળ માં કોઈ વ્યક્તિ, વસ્તુ જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
બંનેને તેમાં બેસવાનું મન થાય તેમાં તે બંને પણ હોય. કોઈ કોઈ ગોળા ખરીદીને ખાય. મનન ને અલકા એકીટશે ખાનાર સામે જોઈ રહે. તેમના મોંમાં પાણી વળે પણ પૈસા વગર ગોળો શી રીતે ખરી? રોડ પરથી એક મીઠાઈવાળો લારી લઈને પસાર થાય. તેમાં અનેકવિધ વાનગીઓ હોય. પેંડા ને જલેબી હોય.
સુરતની ઘારી ને ખંભાતની સુતરફેણી હોય. રસગુલ્લાં ને ગુલાબજાંબુ હોય. મુંબઈનો હલવોય ખરો. ભાઈબહેન મીઠાઈની તાસકો સામે તાકીને જુએ. હોઠ પર જીભ ફેરવે પણ ખાય કઈ રીતે? તેઓ ઘણીવાર માબાપને ફરિયાદ કરે. બા, રોજ રોજ રોટલા ને મરચાં. ને કોકવાર પાણી ‘ જેવી છાશ. આવું ખાવાનું હવે કંટાળો આવે છે.
‘અલકા કહે. બાપા, કોકવાર તો પેંડા લાવો. ગોળ ગોળ જલેબી લાવો. પાતળો લીસો હલવો લાવો. એ બધું કેમ નથી લાવતા?” મનન કહેતો. માબાપ સાંભળી રહે, તેમને નજીક ખેંચી ખોળામાં લઈ લે. માથે હાથ ફેરવી સમજાવે. બેટા આપણે એય લાવશું ‘પણ ક્યારે?” બાળકો પૂછતાં દિવાળી આવે ત્યારે.
’દિવાળી, ક્યારે આવશે?” મનન પૂછતો. એક મહિના પછી એક મહિનો કેવડો હોય, બાપા?’ નાનકડા મનનને મહિનાની સમજ ન પડે. ત્રીસ દિવસ એટલે એક મહિનો. ત્રીસ દિવસ પછી આપણે બધુંય લાવીશું. જાઓ, હમણાં રમવા જાઓ.’ બાપા સમજાવે. ભાઈબહેન ખુશખુશાલ થઈ જાય.
જઈને બધાંને આ વાત કરે. અમારા બાપા દિવાળી આવે એટલે પૈડા ને હલવો લાવવાના છે.” વરસ. તે વરસનો પ્રથમ દિવસ ગણાય. ને છેલ્લે રે ધનતેરસ આવી. ભાઈબહેને ફરી માબાપને કે ઝાડ નીચે બેસી રહ્યાં. રમવા પણ ન ગયા. અલકમલકની ગયા. દિવાળીના તહેવારો ધનતેરસથી શરૂ થાય તે પછી કાળીચૌદશ આવે.
તેના બીજા દિવસે દિવાળી : વરસનો છેલ્લો દિવસ ગણાય. ને તે પછી આવે છે ‘હા, બેટા. આજે સાંજે ઘરે આવીએ ત્યારે મીઠા | ને તે દિવસે ભાઈબહેન ઘર પાસેના ગુલમોરા | બપોર થયા. દાદીમાં કામકાજ પરવારી નવરાં થયાં. ‘ હાક મારી બંનેને પાસે બોલાવ્યા. બંને દાદીમાને વીંટળાઈ જોતજોતામાં તો દિવાળીના તહેવારો દિવસો વીતવા લાગ્યાં, ભાઈબીજ.
દેવડાવ્યું. બાપા, હવે તો પેંડા લાવશો ને? લેતા આવશું હોં.” વાતોએ ચડી ગયાં. વળ્યાં. ‘દાદી, દાદી, આજ અમને સરસ વારતા કહો] અલકા બોલી. ‘દાદી,પરીની વારતા કહો.” મનને કહ્યું . કઈ, જલપરીની કહું?” દાદીમાએ પૂછયું. ના, દાદી, એ તો તમે ઘણીવાર કહી છે. આજ બીજી પરીની કહો.’ મનન બોલ્યો. સારું નજીક બેસો. આજે તમને વાનગીપરીની વારતા કહીશ.’ ‘વાનગીપરી?આ વળી કેવી પરી? બંને બાળકો નવાઈ પામ્યા.
હા વાનગીપરીની વારતા. બજારમાં જે પેંડા, બરફી નેહલવો મળે છે તેની એક પરી છે. તેનું નામ વાનગીપરી.’ “તે શું કરે?’ મનને પૂછયું. ‘તમારાં જેવાં ભૂલકાંઓને પેંડા ને બરફી જમાડે.’ તે ક્યાં રહે છે?” અલકા બોલી. આંગળી ચીંધી. ‘ત્યાં જવાય?’ મનને બોલ્યો. ‘હા જવાય!દાદીમા બોલ્યાં. ‘કઈ રીતે બંને જણ સાથે બોલ્યાં. ‘તમે બંને જો વાનગી પરીને યાદ કરતાં કરતાં જાવ તો તે આવે. તમને તેના ખભા પર બેસાડી, ઊડતી ઊડતી તેના દેશમાં લઈ જાય.
‘દાદીમાએ ભોળાભાવે કહ્યું. કર્યો. ઊંચે આકાશમાં’ દાદીમાએ ઊંચે આકાશ તરફ પછી તે પાછાં તો મૂકી જાય ને?” મનને સવાલ “હા કેમ નહિ? મૂકી પણ જાય. જે રીતે લઈ જાય સૂઈ તે રીતે મૂકી જાય.’ ‘તો તો અમે આજે જ વાનગીપરીના દેશમાં જઈશું અલકા બોલી : “કેમ મનન? હા અલકા,’ મનન ખુશ થતાં બોલ્યોઃ “ચાલ આપણે ઝટઝટ સૂઈ જઈએ.
”ભાઈબહેન ઓરડીમાં જઈ વાતો કરતાં કરતાં સૂઈ ગયાં. થોડીવારે અલકાને લાગ્યું કે તેના માથાના વાળ પર કોઈનો નાજુક હાથ ફરી રહ્યો છે તે સફાળી જાગી ગઈ. તેની સામે કોઈ સ્ત્રી જેવું બેઠું હતું. પણ અમાપ તેજ હતું. માથે સોનેરી મુગટ હતી. સફેદ હંસ કોણ છો તમે?’ અલકાએ ગભરાતાં ગભરાતાં એ તો હું છું બેટા, વાનગીપરી.’ કોણ, વાનગીપરી તમે?” પૂછ્યું.
અલકાએ ધારીધારીને જોયું. પરીના ચહેરા પર જેવા વસ્ત્રો પહેર્યા હતા. તેના હાથ સાથે પાંખો જોડાયેલી હતી. વાનગીપરીએ મનનને પણ ઢંઢોળ્યો. ‘ઊઠ બેટા, તને લેવા આવી છું.’ મનન ઊઠ,ઝટ કર, જો વાનગીપરી આવ્યાં છે.” અલકા બોલી મનન ઊડ્યો. પરીને જોઈ તે રાજીના રેડ થઈ ગયો.
‘વાનગીપરી, અમને ક્યાં લઈ જશો?’ મનને સવાલ કર્યો. ‘મારા દેશમાં.તમે મને યાદ કરી એટલે હું આવી. ચાલો મારા ખભા પર બેસી જાવ.’ અલકા ને મનન બેસી ગયાં. વાનગીપરી હવામાં સરસર કરતી ઊડવા લાગી. થોડીવારમાં તો તેઓ એક સુંદર નગરમાં આવી પહોંચ્યાં. પરીએ બંનેને હેઠે ઉતાર્યા.
મનન, અલકા, તમે મારા મહેમાન છો. અહીં તમને કોઈ પ્રકારનું દુઃખ નહિ પડે. તમારી સેવામાં નોકરચાકર ચોવીસે કલાકે ખડે પગે રહેશે.’ આમ કહી પરીએ એક તાલી પાડી. બે દાસીઓ દોડતી આવીને નમસ્તે કરીને ઊભી રહી ગઈ. તેમણે અલકા-મનને પણ નમસ્તે કર્યાં.ભાઈબહેને સામે હાથ જોડ્યા. બોલો બેટા, તમારે શું ખાવું છું? પરીએ બંને ભાઈબહેન એકમેકની સામે જોવા લાગ્યા. પરી ફરી બોલી. ‘તમારે જે ખાવું હોય તે ખાજો.” ને પછી દાસી તરફ ફરીને બોલી : ‘આ બંને આપણા મહેમાન છે. તેમને આપણા ઓરડા ઊઘાડીને બતાવો.
ને જે ખાવું હોય તે પૂછ્યું. ખાવા દો.” પ્રથમ બંનેને લઈ પેલી દાસીઓ બહાર ગઈ. સૌ તેઓ પૈડાના ઓરડા પાસે આવ્યા. બારણા પાસે પેંડાભાઈ ઊભા હતા. તેનું પેટેય ગોળ ને ચહેરોય ગોળ. વળી આખો દેહ સફેદ! આવો બાળકો, તમારે પેંડા ખાવા છે?” બંનેએ હા પાડી. પેંડાભાઈએ તેમનો ઓરડો ખોલ્યો.
ઓરડો ખાસ્સો મોટો ને લાં..બો હતો. ને આખા ઓરડામાં જ્યાં જુઓ ત્યાં પેંડા જ પેંડા! આટલા બધા પેંડા! બંને બાળકો મોંમાં આંગળાં નાંખીને જોઈ રહ્યા. અલકા-મનને એક એક પેંડો લઈ હળવેથી મોંમાં મૂક્યો. સરસ લાગ્યો. બીજો ઊઠાવ્યો. પચી ગયો. ત્રીજો લીધો, ચોથો, પાંચમો…ને બસ આવી ગયો ઓડકાર. બસ, એટલામાં ધરાઈ પણ ગયા” પેંડાભાઈ હસ્યા. હા પેંડાભાઈ. થોડામાં મજા.’ મનન બોલ્યો. હવે અમે આગળ જઈએ.” અલકા બોલી. દાસીની પાછળ પાછળ તેઓ આગળ ચાલ્યા. બાજુમાં જ ગુલાબજાંબુનો ઓરડો હતો.
બારણા પાસેના ચાસણીના કુંડમાં ગુલાબજાંબુ ઊભું હતું. એનું ગોળ ગોળ ને લાલ શરીર જોઈને જ બંને તેમને ઓળખી ગયા. ભાઈબહેનને જોતાં જ ગુલાબજાંબુ કુંડમાંથી કૂદીને બહાર આવ્યું. તેણે પોતાનો ઓરડો ખોલી નાખ્યો. આ ઓરડો. પણ વિશાળ હતો.અંદર ચાસણીના દરિયામાં લાખો ગુલાબજાંબુ પડ્યાં હતાં.
ભાઈબહેન બબ્બે ગુલાબજાંબુ ખાઈને આગળ વધ્યા. ત્યાં કેટલા બધા ઓરડાઓ હતા. સૂતરફેણી, જલેબી, હલવો, કોપરાપાક વગેરેના ઓરડાઓ. એક જ દિવસે બધાંની મુલાકાત ન લઈ શકાય. ભાઈબહેન થાકી ગયાં. તેમને જે ખાવાનું મન થયું તે ભરપેટ ખાઈ લીધું હતું. ચાલી પણ શકાતું ન હતું. મહાપરાણે તેઓ પરીના મહેલે પાછા ફર્યા.
પરી તેમની જ રાહ જોઈ રહી હતી. તેમને જોતાં જ પરી ઊભી થઈ બોલી : જોયો ને મારો મહેલ?’ ‘હા,પરીમા, પણ આ બધી વાનગીઓનું તમે કરી છો શું? તમે જ ખાઈ જાઓ છો?” અલકાએ પ્રશ્ન કર્યો અલકાની વાત સાંભળી પરી ખડખડાટ હસી પડી. તેણે ચોખવટ કરી, ના બેટાઓ. મારું નામ જ વાનગીપરી.
મારે વાનગીઓ ખાવાની નથી, બીજાંઓને ખવરાવવાની છે. મને તમારાં જેવાં ભૂલકાંઓ બહુ ગમે. તમારાં જેવાં નિર્દોષ બાળકો વાનગીઓ ખાઈને હરખાય, તે જોઈ મને ખૂબ જ આનંદ થાય છે.” પરીમાં તમે કેટલાં ભલાં છો!” મનન બોલ્યો. પરીમાએ બંને બાળકોને ચૂમી લીધાં. આમ ને આમ પાંચ દિવસ વીતી ગયા.
ભાઈબહેન પરીને ત્યાં રોજરોજ નવી વાનગીઓ ખાય છે. બગીચામાં રમે છે. સુંદર પલંગ પર આરામ કરે છે. ખળભળાટ મચી ગયો. મહેલમાં દાસીઓની દોડાદોડી . પણ છઠ્ઠા દિવસની સવારે પરીના મહેલમાં વધી ગઈ. પરીમાના મોં પરનું હાસ્ય કરમાઈ ગયું. એવું તે શું થયું હતું? વાત આમ બની હતી.
બંને ભાઈબહેન રોજ ખૂબ જે મીઠાઈ ખાતાં હતાં. તેથી તેમની તબિયત બગડી હતી. તેમને પેટમાં જબ્બર ગરબડ ઊપડી હતી. ઝાડા ને ઊલટી ઉપરાઉપરી થતાં હતાં. પેટમાં ખૂબ દુઃખતું હતું. ખાધેલું કંઈ પેટમાં ટકતું ન હતું. બંને જણ થોડીથોડી વારે દયાજનક ચીસો પાડતાં હતાં. રડી રડીને તેમની આંખો કેસૂડાનાં ફૂલ જેવી થઈ ગઈ હતી. આ જોઈ પરીમા ગભરાઈ ગયાં. તેમણે કદી આવું દુઃખ જોયું ન હતું. તેને થયું કે બંને બાળકોને તેમના ઘરે મોકલી દે.
પણ આવી હાલતમાં કેવી રીતે મોકલી દેવાય? તેમના માબાપને કેવું લાગે? પરીમાની મૂંઝવણ વધી પડી. તેમને ત્યાં કોઈ વૈદ્ય કે ડૉક્ટર ન હતા. કારણ કે તેમના મહેલમાં કદી કોઈ બીમાર પડતું જ ન હતું. પછી વૈદ્ય કે ડૉક્ટરની શી જરૂર? પરીમાને એક વિચાર સૂયો. તેઓએ પોતાના નોકરોને કહ્યું : “હું ડૉક્ટરને લેવા જગત પર જાઉં છું. ત્યાં સુધી તમે આ બંનેની ખબર રાખજો.” આમ કહી પરીમા ઊડ્યાં. સર સર સર કરતાં ફરી પૃથ્વી પર આવ્યાં.
એક મોટા ડૉક્ટરને ત્યાં ગયાં. રાત્રિનો સમય હતો. ડૉક્ટર તો ઘસઘસાટ ઊંઘતા હતા. પરીએ તેમને ઢંઢોળ્યા. “ડૉક્ટર, ઊઠો મારે તમારું કામ પડ્યું છે.’ ડૉક્ટર સફાળા જાગી ગયા. પરીને જોઈ ડૉક્ટર ગભરાયા. આ વળી વિચિત્ર પ્રાણી મારા ઘરમાં કોણ આવ્યું. પરી બોલી : ‘ ડૉક્ટર, ગભરાશો નહિ. હું પરી છું. મારા લોકમાં અહીંના બે બાળકો ખૂબ બીમાર પડી ગયાં છે. તો માનવતાને ખાતર તમે એમને બચાવી લો. હું તમારી ફી ચૂકવી આપીશ.
”ચાલો, હું આવું છું.’ ડૉક્ટર બોલ્યા : “બીમારને દવા કરવી એ તો મારો ધર્મ છે.” થોડીવારમાં ડૉક્ટરને લઈને પરી આવી પહોંચી. ડૉક્ટર બંને બાળકોને તપાસ્યા. તાત્કાલિક રાહત થાય તે માટે ઈજેક્શનો આપ્યાં. થોડી ગોળીઓ પણ આપી અને પરીને ભલામણ કરી.
આ બંનેને હમણાં ભારે ખોરાક ન આપતા.’ ‘ભારે ખોરાક કોને કહેવાય?’ પરીએ પૂછયું. એમને હમણાં મીઠાઈ કે તળેલું ન આપતાં.’ ડૉક્ટરે સમજ પાડી. પરી ચિંતામાં પડી ગઈ. તેના મહેલમાં તો મીઠાઈઓ જ ભરેલી હતી. તે ડૉક્ટર તો એવું ખાવાની ના પાડતા હતા. “તો પછી તેમને શું ખાવા આપવાનું?’ પરીએ ડૉક્ટરને પૂછ્યું. આ સાંભળી ડૉકટરે કહ્યું : “તેમને સાદો ખોરાક આપવાનો. દાળ-ભાત, ખીચડી, ખાખરા, મગનું પાણી, મોસંબીનો કે લીંબુનો રસ વગેરે આપી શકાય.
દહીં પણ સારું.’ પરી ડૉક્ટરને મૂકી આવી. ઈજેકશન આપ્યા પછી બંને બાળકોને આરામ જેવું લાગતું હતું. તેઓ નિરાંતે સૂઈ ગયાં હતાં. પરીએ નોકરચાકરોને બોલાવ્યાં પેંડા, બરફી – ગુલાબજાંબુ પણ અવ્યાં. સૌ આવી ગયાં એટલે પરી બોલી : ‘અત્યારે તો બંને જણ આરામ કરે છે. દવાથી ફેર તો પડ્યો છે.પણ થોડીવારમાં તેઓ જાગશે. જાગશે ને ખાવા માંગશે.
ને ડૉક્ટરે તેમને જે ખાવાની છૂટ આપી છે એવી એક પણ ચીજ આપણે ત્યાં નથી તો શું કરવું? સૌ કોઈ મૂંઝાઈ ગયું. ત્યાં પેંડાને કંઈક વિચાર સૂઝયો. તે બોલ્યો : ‘પરીમા, આપણે એવું ના કરી શકીએ?” શું?” પરીએ ઉત્કંઠાથી પૂછયું. પ્રકાર અનાજપરીને ત્યાં જઈ આ બધું માંગી ન લવાય?” બરાબર, બરાબર.” પરી આનંદમાં આવી ગઈ. સૌ હરખાઈ ઊઠ્યાં. “એ વાત તો મારા ધ્યાનમાં જ ન આવી.
અનાજપરી તો મારી સખી થાય. તે મને ના નહિ પાડે. તમે સૌ અહીં આ બંનેનું ધ્યાન રાખજો. હું હમણાં જ ત્યાં જઈને આવું છું.’ પરી ઝટપટ જવા તૈયાર થઈ.તે ઊડી. અનાજપરીને ત્યાં પલવારમાં પહોંચી ગઈ. પોતાને ત્યાં વાનગીપરીને આવેલી જોઈ અનાજપરી તો રાજીના રેડ થઈ ગઈ. “આવો આવો વાનગીપરી. અમારા જેવાં ગરીબને ઘેર આજે કેમ આવવું થયું?” અનાજપરી બોલી. અનાજપરી આજે મારે તારું કામ પડ્યું.’ વાનગીપરી બોલી. શું કામ પડ્યું?” ‘મારે ત્યાં બે નાના બાળકો ખૂબ બીમાર છે. ડૉક્ટરે તેમને હળવો ને સાદો ખોરાક લેવાનું કહ્યું છે.
તો તમે મને દાળ-ભાત, ખીચડી, રોટલી, ખાખરા, મગનું પાણી વગેરે ના આપો?” ‘તમે માંગો ને હું ન આપું? આવો થોડીવાર બેસો. પછી બધું લઈને જાઓ.’ અનાજપરી બોલી. ના બહેન. અત્યારે નહિ. ફરી કોઈવાર આવીશ ત્યારે બેસીશ. હાલ મારે ઉતાવળ છે. પેલાં જાગી જશે તો ખાવાનું માંગશે.’ વાનગીપરીએ ચિંતા વ્યક્ત કરી. અનાજપરીએ તરતજ બધી ચીજો ડબામાં પેક કરી આપી. વાનગીપરી તો ડબો લઈને ઘરે પાછી ફરી.
પરી પાછી ફરી કે તરતજ બંને ભાઈ-બહેન જાગી ગયાં. તેમને ખૂબ ભૂખ લાગી હતી. વાનગીપરીએ પૂછ્યું : ડર ‘ભૂખ લાગી છે?” હા પરીમા, ખૂબ જ લાગી છે.” શું ખાવું છે? પેંડા,બરફી કે હલવો કે…’ ના પરીમા.’ અલકા બોલી. “એવું ખાઈએ તો માંદા પડાય. ડૉક્ટરે એવું ખાવાની ના પાડી છે. અમને તો સાદું ભોજન જ આપો. તમારા માટે એવું જ ભોજન હું લઈ આવી છું. આવો મારી પાસે.’ પરી જાતે બાળકોને ખવરાવવા લાગી. બંને બાળકોને ખૂબ જ મજા પડી.
અલકા બોલી : “પરીમા,એક વાત કહું?” બોલ બેટા,’ પરીમાએ અલકાને માથે હેતથી હાથ ફેરવ્યો. ‘અમને રોજ છાશ ને રોટલા ખાવા મળે છે, ત્યારે અમને થતું કે વાનગીઓ ખાવાની મળે તો કેવી મજા પડે? પણ અહી આવ્યા બાદ ખૂબ વાનગીઓ ખાધી. હવે અમને ખીચડી ને રોટલાનું મહત્વ સમજાઈ ગયું.’
‘તારી વાત સાચી છે. હવે તમે સૂઈ જાઓ.’ પરીમાએ બંનેના માથે હાથ ફેરવીને ઊંઘાડી દીધા. ‘ઊઠ અલકા, એય મનન ઊઠ. ક્યાં સુધી હજી ઘોરશો? તમારા માબાપેય કામ પરથી આવી ગયા. ને જુઓ તો ખરા આ પડીકામાં શું છે?” ભાઈબહેનને તેમની દાદીમા ઉઠાડતાં હતાં. ભાઈબહેન આળસ મરડીને બેઠાં થયાં.
બંને એકમેક સામે તાકી રહ્યાં. અલકા, આપણે તો પરીના મહેલમાં સૂઈ ગયાં હતાં.” “હા મનન, કેવો સુંદર મહેલ હતો, નંઈ?” ‘ને પરીમાં પણ કેવાં મજાનાં હતાં” દાદીમા તો બંને બાળકોનો સંવાદ સાંભળી રહ્યાં હતાં. તેમણે નવાઈ પામી પૂછયું. ‘તમે શેની વાત કરો છો?’ વાનગીપરીની વાત!” બંને બાળકો સાથે જ બોલી ઉઠ્યા. ‘વાનગીપરી” દાદીમા અચંબો પામ્યા.
હા દાદીમા, વાનગીપરી. અમે તેમના મહેલમાં જઈ આવ્યાં.” મનન બોલ્યો. ….ને ઘણી ઘણી મીઠાઈઓ ખાઈને આવ્યા.’ અલકાએ વાક્ય પૂરું કર્યું. ‘પેંડા, બરફી, ગુલાબજાંબુ, જલેબી, હલવો.’ બોલતાં બોલતાં મનન નાચવા લાગ્યો. એટલામાં તેમના બાપુજી આવ્યા. ‘અલકા, મનન. તમારા માટે પેંડા લાવ્યો છું. ખાવા નથી? કેટલા દિવસથી તમે મારો જીવ ખાઈ ગયા હતા!” બાપુજી આજે અમને સમજાયું કે રોટલા-ખીચડીનું મહત્વ પેંડા કરતાં અધિક છે.
‘અલકા બોલી. હવે કદી અમે મીઠાઈ માટે ખોટી જીદ નહીં કરીએ’ મનન બોલ્યો. નાનાં બાળકોની આવી ઠરેલ વાતો સાંભળી બાપુજી હરખાયા. તેમણે બંને બાળકોને બાથમાં લઈ ચૂમી લીધા. પપ્પા બોલ્યા: ‘મારા સમજુ ને ડાહ્યા બાળકો!” દાદીમા ને પણ મનન અને અલકાની વાતો ગમી. તેમને પોતાનાં સમજુ અને ડાહ્યાં તાનો માટે ગૌરવની લાગણી થઈ.
FAQ
બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?
બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.
બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?
બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
પરી ગુજરાતી વાર્તા- Fairy Gujarati Story વાર્તા માં તમને મજા આવી હશે. શું તમે કોઈ દિવસ પરી જોઈ છે? મને ખબર છે બધા બાળકો ને પરી ની વાર્તા માં ખુબ જ માજા પડી જાય છે ને બધા બાળકો ની ઈચ્છા હોય છે કે એક દિવસ તો તે કોઈ પણ આકાશ ની પરી ને જરૂર મળે જે તેની કોઈ પણ ઈચ્છા પુરી કરે. મને આશા છે કે બધી વાર્તાઓ જેમ જ તમને આ વાર્તા માં પણ ખુબ જ માજા આવી હશે અને આવી જ વાર્તા અમે તમારા માટે લાવતા જ રહીશું તો અહીંયા અવાનૂ ના ભૂલતા