GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?

Gujarati English

GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?

નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજના “GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?” આર્ટિકલ માં આપણે એક લોકપ્રિય શોર્ટ ફોર્મ એટલે કે સંક્ષિપ્ત શબ્દ નું ફુલ ફોર્મ એટલે કે વિસ્તૃત રૂપ જોવાના છીએ.

આશા રાખું છું, કે તમને આ આર્ટિકલ વાંચવા માં મજા આવશે અને ઉપીયોગી સાબિત થશે. એક વાત ચોક્કસ તમને કહીશ કે અહીં આપેલી ગુજરાતી માહિતી તમને બીજે ક્યાંય પણ નહિ મળે. જો તમને આ આર્ટિકલ બાબતે કઈ પ્રશ્ન થાય તો, ચોક્કસ તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.

GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય
GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય

Must Read- CNG Full Form In Gujarati

What Is The GPSC Full Form In Gujarati and Useful Information About it. (જીપીએસસી નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય? અને ઉપીયોગી માહિતી)

કદાચ તમને ખબર નહિ હોય કે જીપીએસસી ડીપાર્ટમેન્ટ ની રચના ભારતના બંધારણ હેઠળ 1 મે 1960 માં કરવામાં આવી હતી. અરજદારોની યોગ્યતા અને આરક્ષણના નિયમો અનુસાર ગુજરાત રાજ્યમાં સિવિલ સર્વિસ માટે અરજદારોની પસંદગી કરવા માં આવે છે. જેમ કે આ શાખા ની રચના 1960 માં કરવામાં આવી હતી.

ભારતના બંધારણ મુજબ કોઈ પણ રાજ્યના રાજ્યપાલ પાસે તેમના પોતાના રાજ્યના આ સર્વિસ કમિશન ના અમુક સભ્ય અને અધ્યક્ષની પસંદગી કરવાની સત્તા છે. જયારે હાલ 2021 માં દિનેશ દાસા જીપીએસસીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે.

GPSC- Gujarat Public Service Commission
જીપીએસસી
– ગુજરાત જાહેર સેવા આયોગ

આ રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત એક સરકારી સંગઠન છે, જે રાજ્ય માં જરૂરિયાત પ્રમાણે કોઈ પણ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ની ભરતી પ્રક્રિયા નું સંચાલન કરે છે. અને તેમજ યોગ્ય ઉમેદવાર ની ભરતી પણ કરે છે.

Information About GPSC in Gujarati (જીપીએસસી વિશે ગુજરાતીમાં માહિતી)

ગુજરાત જાહેર સેવા આયોગ એ સરકારની દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2 ની પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા છે. ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત વહીવટી સેવા, વર્ગ -1 અને ગુજરાત સિવિલ સર્વિસ, વર્ગ 1 અને 2 ની પરીક્ષા લેવામાં આ અયોગ્ય દ્વારા લેવામાં આવે છે.

Information About GPSC in Gujarati (જીપીએસસી વિશે ગુજરાતીમાં માહિતી)
Information About GPSC in Gujarati (જીપીએસસી વિશે ગુજરાતીમાં માહિતી)

પ્રારંભિક, આવી પરીક્ષાઓ ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. તમામ તબક્કાઓમાંથી પસાર થયા પછી, ઉમેદવારને ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ સેવા ફાળવવામાં આવે છે. કલેકટર, પોલીસ અધિક્ષક, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેકશન ઓફિસર, ગુજરાત વિકાસ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, વર્ગ -1 અને ગુજરાત સિવિલ સર્વિસ, વર્ગ 1 અને 2 ની પરીક્ષા માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો સરકારને ગેઝેટેડ અધિકારીઓ આ અયોગ્ય દ્વારા નિયુક્ત થાય છે.

Functions of Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગના મુખ્ય કાર્યો)

નીચેના કાર્યોને ભારતના બંધારણની કલમ હેઠળ ગુજરાત જાહેર સેવા આયોગને કે પછી કોઈ પણ રાજ્ય ના સેવા અયોગ્ય ને સોંપવામાં આવ્યા છે. નીચે દર્શાવેલા બધા કામ આ અયોગ્ય દ્વારા કરવામાં આવે છે.

  • રાજ્યની સેવાઓ માટે નિમણૂક નું ધ્યાન રાખવું અને તેના માટે પરીક્ષાઓ લેવી.
  • જરૂરિયાત મુજબ સલાહ આપવા માટે.
  • રાજ્યની વિવિધ સિવિલ સર્વિસીસમાં ભરતીની પદ્ધતિઓથી સંબંધિત બાબતો નું નિયંત્રણ રાખવું.
  • રાજ્યની સિવિલ સર્વિસીસમાં નિમણૂકો કરવા અને બઢતી આપવા, એક સેવાથી બીજી સેવા પરિવહન અને આવા નિમણૂકો, બઢતી અને બદલીઓ માટે ઉમેદવારોની યોગ્યતામાં સિદ્ધાંતોનું પાલન કરવું.
  • સરકારી કર્મચારીઓને અસર કરતી તમામ શિસ્તબદ્ધ બાબતો નું ધ્યાન રાખવું.
  • કાયદાકીય કાર્યવાહીમાં પોતાનો બચાવ કરવા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા કાનૂની ખર્ચની ભરપાઈના દાવા, તેમની ફરજ બજાવતી વખતે તેમના દ્વારા કરવામાં આવટી બાબતો નું નિયંત્રણ રાખવું.
  • સરકારી કર્મચારીઓને ઈજા અથવા પેન્શન આપવા માટેના દાવા અને
  • આયોગને લગતી અન્ય બાબતોનો ધ્યાન રાખવું.

Eligibility for GPSC Examination (GPSC પરીક્ષા આપવા માટે ની લાયકાત)

પરીક્ષા આપવા માટે નાગરિક ગુજરાત અતરહવા ભારત નો હોવો જોઈએ. પરીક્ષા ની અરજીની છેલ્લી તારીખે તેની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની થતી હોવી જોઈએ અને ઉમેદવારે અરજીની છેલ્લી તારીખે તેની ઉમર 35 વર્ષથી વધુની ઉંમર ન હોવી જોઈએ.

સરકારની સૂચના મુજબ અનામત વર્ગો માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ઉમેદવારે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ અથવા અંતિમ સેમેસ્ટર કે વર્ષમાં હોવા જોઈએ. પરંતુ ઉમેદવારે GPSC મેન્સની પરીક્ષા માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરેલી આવશ્યક લાયકાત લાયક પૂર્ણ કરવાની રહેશે.

Exam Pattern of Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ નું પરીક્ષાનું માળખું)

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ગુજરાત રાજ્યમાં સિવિલ સર્વિસીસ માટે વિદ્યાર્થીઓની પસંદગી માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 ની ખાલી જગ્યાઓ પર નોકરી મેળવવા માટે ઉમેદવારોએ ગુજરાત સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરવી જરૂર છે.

જીપીએસસી ની પરીક્ષા અને સિલેબસને બે ભાગોમાં વહેંચી શકાય છે. જીપીએસસી પ્રેલિમ્સ અભ્યાસક્રમ અને જીપીએસસી મુખ્ય અભ્યાસક્રમ, પસંદગી પણ ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવે છે. આ અયોગ્ય દ્વારા લેવાતી પરીક્ષાઓ ફક્ત ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં લેવામાં આવે છે. જીપીએસસી બે તબક્કામાં હાથ ધરવામાં આવે છે, અને છેલ્લે ઇન્ટરવ્યુ ની ગોઠવણ કરવામાં આવેલી હોય છે.

ExamMarks
Preliminary Examination400
Mains Examination900
Interview100

Gujarat Public Service Commission Syllabus (ગુજરાત જાહેર સેવા આયોગનો અભ્યાસક્રમ)

Preliminary Examination (જીપીએસસી પ્રેલિમ્સ)

  • General Studies 1
  • General Studies 2

Mains Examination (જીપીએસસી મેઇન્સ)

જીપીએસસી પ્રેલિમ્સમાં બે પેપર્સ હોય છે, જે એમસીક્યૂ આધારિત છે. આ બંને પેપર્સ માટેના કુલ ગુણ 400 છે, દરેક પેપર 200 ગુણ નો હોય છે. મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલીમ્સ પાસ કરવી જરૂરી છે. દરેક પ્રિલીમ પેપરનો સમયગાળો આશરે 120 મિનિટનો હોય છે.

યોગ્ય પુસ્તકોની પસંદગી કરી અને તેમાંથી જીપીએસસીની તૈયારી કરવી મહત્વપૂર્ણ છે, કારણકે આવી પરીક્ષાઓ માં હરીફાઈ ખુબ વધુ હોય છે. તૈયારી માટે યોગ્ય પુસ્તકો વાંચવા તે પણ મહત્વપૂર્ણ છે.

જીપીએસસી મેઇન્સમાં 6 પરીક્ષાઓ હોય છે, મુખ્ય પરીક્ષા આપવા માટે, ઉમેદવારોએ પ્રિલીમ્સની પરીક્ષા પાસ કરવાની જરૂર હોય છે. જીપીએસસી મેઇન્સ પરીક્ષા કુલ ગુણ 900 ગુણની હોય છે, 6 અલગ અલગ પેપરો માં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, જનરલ સ્ટડીઝ 3 શામેલ છે.

  • Paper 1 – Gujarati
  • Paper 2 – English
  • Paper 3 – Essay
  • Paper 4 – General Studies 1
  • Paper 5 – General Studies 2
  • Paper 6 – General Studies 3

FAQ

What is Exam Syllabus of GPSC

Preliminary Examination
General Studies 1
General Studies 2

Mains Examination
Paper 1 – Gujarati
Paper 2 – English
Paper 3 – Essay
Paper 4 – General Studies 1
Paper 5 – General Studies 2
Paper 6 – General Studies 3

Eligibility for GPSC Examination in Gujarati Language

પરીક્ષા આપવા માટે નાગરિક ગુજરાત નો હોવો જરૂરી છે.
ઉમર 18 થી 35 વચ્ચે હોવી જરૂરી છે.
કોઈ પણ વિષય માં સ્નાતક હોવો જોઈએ.

Exam Pattern of Gujarat Public Service Commission

Preliminary Examination- 400 Marks (2 papers)
Mains Examination- 900 Marks (6 Papers)
Interview- 100 marks

GPSC Posts and Salaries

For Class 1 – Rs. 56,100 – Rs. 1,77,500 & other allowances
For Class 2 – Rs. 44,900 – Rs. 1,42,400 & other allowances

UPSC Full Form In Gujarati

Union Service Public Commission (સંઘ સેવા જાહેર આયોગ)

Is GPSC available in Gujarati language?

May you have only two option Gujarati and English.

Summary

આશા રાખું છુ, “GPSC Full Form In Gujarati, GPSC નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?” આર્ટિકલ તમને ગમ્યો હશે અને તમારા માટે ઉપીયોગી પણ બન્યો હશે. જેમ કે હવે તમને GPSC અને તેના દ્વારા લેવાતી પરીક્ષા બાબતે જરૂરી માહિતી હશે. જો તમે પણ ક્લાસ 1 અથવા કલાસ 2 અધિકારી બનવા માંગતા હોય તો તમે વધુ માહિતી ઓફિશ્યિલ વેબસાઈટ પરથી પ્રાપ્ત કરી શકો છો.

About Us

આવીજ અવનવી માહિતી માટે તમે અમારા બ્લોગ Gujarati-English.com લેતા રહો. અહીં તમને ઘણા બધા ટૂંકા શબ્દો નો ગુજરાતી અને અંગ્રેજી માં ફુલ ફોર્મ એટલે કે સંપૂર્ણ અર્થ જોવા મળી જશે.

અમે થોડા જ સમય માં Newsletter સુવિધા ચાલુ કરવાના છીએ જેનો ભાગ તમે પણ બની શકો છો. જેથી તમને કોઈ પણ ઉપડૅટ વિષે ની માહિતી તમારા મેલ બોક્સ માં આસાની થી મળી જાય. તમે સોશ્યિલ મીડિયા માં અમારા ઓફિશ્યિલ એકાઉન્ટ ને ફોલો કરી અને અમારા નાના પરિવાર નો એક ભાગ પણ બની શકો છો. ફરી મળીશું નવી માહિતી સાથે, જાય હિન્દ.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm