નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે બોરડી ગુજરાતી બાળવાર્તા – Gujarati Balvarta આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.
Also Read- Vegetables Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં શાકભાજી ના નામ)
બોરડી ગુજરાતી બાળવાર્તા – Gujarati Balvarta for Kids
એક દિવસ બીરવાનાં માસી આવ્યાં. માસી બોર લાવ્યાં. બીરવાને બોર બહુ ભાવે. બીરવાએ ધરાઈને બોર ખાધાં. ઠળિયાં ઘરની પાછળ આવેલા વાડામાં નાખ્યાં. બીજે દિવસે સવારે બીરવા ઘર પછવાડે ગઈ તો નવાઈ પામી. વાડમાં એક બોરડી ઊગી હતી. એક જ રાતમાં તે એક હાથનો છોડ થઈ ગઈ હતી.
તે જોઈ બીરવા રાજી રાજી થઈ ગઈ. બોરડી તો રાતે ન વધે એટલે દિવસે વધે ને દિવસે ન વધે તેટલી રાતે વધે. ચાર પાંચ દિવસમાં તે બોરડી આવ્યું. ઝાડ જેવડી થઈ ગઈ. તેના પર પાકા પાકી સરસ મજાના બોર પણ આવ્યાં. તે જોઈ બીરવાના મોંમાં પાણી : દોડતી દોડતી બોરડી પાસે ગઈ. બોરડી સામે જોઈ કહે, કે બોરડીબહેન, ઓ બોરડીબહેન, એક-બે બોર લઉં?” ! બોરડી ઝૂમીને કહે, “બીરવાબહેન, લોને ત્રણ ચાર!’
બીરવા તો હરખાઈ. બોર લેવા હાથ લંબાયો. બોર તોડવા જતાં બોરડીનો કાંટો વાગ્યો. બીરવા તો ચીસ પાડી ઊઠી. ઓય મા! બોરડીને કાંટા હોય એ વાત તો આજે જાણી. બીરવાએ આ પહેલાં કદી બોરડી જોઈ ન હતી. બોર વેચાતાં લઈને જ ખાધાં હતાં.
બોરડી – Free Short Gujarati Balvarta for Kids
“આ પોસ્ટ માં દર્શાવેલા બધા જ પાત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ કાલ્પનિક છે જેની હાલની દુનિયા માં કોઈ પણ સાથે સંબંધ નથી તે ધ્યાન માં લેવું”
ચીસ સાંભળી બોરડી કહે “શું થયું, બહેની?” બીરવા રડતાં રડતાં કહે, “શું થયું તે … જુઓને… તમારો કાંટો વાગ્યો. મને લોહી નીકળ્યું. જાવ. તમારું બોર નથી ખાવું.” ને બીરવા રિસાઈને ચાલી ગઈ. આ જોઈ બોરડીને બહુ દુઃખ થયું. બોરડીને થયું કે ભગવાને મને આ કાંટા શીદ આપ્યા હશે?
મને કાંટા ન હોય તો કેવું? બીરવા જેવડાં નાનાં છોકરાં જાતે બોર નિરાંતે ખાઈ તો શકે ને! રાત પડી, પૂનમનો ચંદ્રમા ઊંચે ચડ્યો હતો. રાતરાણી રૂમઝૂમ કરતી ફરવા નીકળી. તે સહુને માથે હાથ ફેરવતી જાય ને ખુશખબર પૂછતી જાય. વાડમાં ઊગેલા લીમડા પર હાથ ફેરવીને કહે, મારા વ્હાલા લીમડાભાઈ, કંઈ દુઃખ તો નથી ને ભાઈ?”
લીમડો કહે, “રાતરાણીદેવી, મારે ઝટ મોટા થવું છે. મને મોટો કરી દોને?” રાતરાણીએ લીમડા પર હાથ ફેરવ્યો. લીમડો બે હાથ મોટો થઈ ગયો. તે રાજી થયો. રાતરાણી આગળ ગયાં. એક કૂતરું ગમાણ પાસે બેઠું હતું. રાતરાણી કહે, “મારા વહાલા કૂતરાભાઈ! કંઈ દુઃખ તો નથી ને ભાઈ?” કૂતરો કહે, “આજ મને ખાવા નથી મળ્યું.
હું બહુ ભૂખ્યો છું. રાતરાણીમા રોટલો આપોને?” રાતરાણીએ હવામાં હાથ વીંઝયો ને હાથમાં રોટલો હજાર. તે જોઈ કૂતરો રાજી થયો. રાતરાણી આગળ વધ્યાં. બોરડી પાસે આવ્યાં. બોરડીને કહે, બોરડીબહેન ઓ બોરડીબહેન, તને તો હવે છે ને એન”, બોરડી કહે “રાતરાણીમાં, મારું દુઃખ દૂર ના કરો?”
રાતરાણી કહે, “બોલને બહેન, ચપટી વગાડી દુઃખ દૂર કરી દઉં. ” બોરડી કહે, “મા મારા પર જે કાંટાછે તે દૂર કરી દો.” રાતરાણી કહે, “બહેન, ભગવાને કાંટા તને રક્ષણ માટે આપ્યા છે. તે કદરૂપા કે બિનઉપયોગી નથી.” બોરડી કહે, “પણ મને આ નથી ગમતા” ભલે”, આમ કહીરાતરાવીએ પોતાનો હાથ લંબાવ્યો ને બોરડી પર ફેરવતાં બોલી“..
મંતર … છૂઉંઉં” ને જાદુ થયો. બોરડી પરના બધા કાંટા દૂર થઈ ગયા. બોરડી તો રાજી રાજી થઈ ગઈ. સવાર પડી. બીરવા વાડીમાં આવી. તેને જોઈ બોરડી કહે, “બીરવા, આમ આવ, જો, હવે મને કાંટા નથી.” બીરવા બોરડી નજીક જઈ ધ્યાનથી જોયું. સાથે જ કાંટા ન હતા. તે નવાઈ પામી. તેણે પૂછયું “આવું કેવી રીતે થયું.?” “બસ, છૂ મંતર ! ને કાંટા થઈ ગયા છે,.” બીરવા કહે, “બોરડીબહેન, હવે તમારાં બોર ખાવાની મજા પડશે.”]
ને બીરવાએ એક બોર ચૂંટયું. કાંટન વાગ્યો. બીજું ચૂંટવું. કશું ના થયું. ત્રીજું અને ચોથું… બીરવા રાજી રાજી થઈ ગઈ. તે જોઈ બોરડીય થઈ રાજી! બોર ખાતી જાય ને બોરડીનાં વખાણ કરતી જાય. વાહ! ભૈ વાહ મજા પડી બોર ખાવાની, મજા પડી. બોરડીબહેનની વાહ ભૈ વાહ! મીઠાં બોરની વાહ ભૈ વાહ! બપોરે તો બીરવા ઘણાં છોકરાંને બોલાવી લાવી.
કાનન ને મનન આવ્યા. પરાગ ને ઉજાસ આવ્યાં. રોશની ને પાયલ આવ્યાં. બીરવા કહે, “જેને જેટલા બોર ખાવાં હોય તેટલાં ખાવ.’ કાંટા વગરની બોરડી ને પાછાં સરસ મજાના બોર! પછી તો વાત જ શી પૂછવી! બધા છોકરા તૂટી જ પડ્યાં.
શરૂ શરૂમાં તો બોરડીબહેનને હરખ થયો.
પણ પછી તો બાળકોએ બોરડીને ચૂંટી જ ખાધી. બોર ભેગાં પાંદડાં ઉસેટી લીધાં, બિચ્ચારી બોરડી! એની શોભા જ બગડી ગઈ. બોરડીબહેને બૂમો પાડીપાડીને કહેવા લાગી.. “મારા પાન ના તોડો! પણ સાંભળે કોણ? બીરવાને ય આ ન ગમ્યું પણ કોઈ સાંભળે તો ને? ને સૌ ભાગ્યાં. બિચ્ચારાં બોરડીબહેન! હીબકે હીબકે રડી પડ્યાં.
બીરવાને ય આ જોઈ દુઃખ થયું. રાત પડી, રાતરાણીને યાદ કરતાં તે આવ્યાં. રડતી બોરડીને જોઈ, માથે હાથ ફેરવી પૂછ્યું, ‘મારી વહાલી બહેની, શીદ ૨૩ છે આટલું?” બોરડીએ બધી વાત કહી. પછી કહે “રાતરાણીમાં, મને કાંટા પાછા આપો.’ ભલે! આમ કહી શતરાણીએ હાથ લંબાવ્યો.
બોરડી પર ફેરવ્યો ને બોલી : ‘આવી જા, આવી જા, બોરડીનાં કાંટા આવી જ ને બીજી જ પળે કાંટા આવી ગયા. પણ એકલા કાંટાવાળી બોરડી કેવી લાગે? એટલે બોરડી કહે, ‘મા મારાં પાંદડાં?’ ફરી હાથ લંબાવી રાતરાણી બોલ્યાં. આવી જા આવી જ, બોરડીનાં પાંદડાં આવી જા.” ને પાંદડાંય આવી ગયા. પણ કાંટા ને પાંદડાથી બોરડીને સંતોષ ન થયો.
એક પણ બોર એના પર ન હતું. બોરડી કહે, મા બોર વગરની હું કેવી બોરડી?” ભલે,’ આમ કહી ફરી રાતરાણીએ હાથ લંબાવ્યો, ‘આવી જા, આવી જા, બોરડીનાં બોર આવી જા’ અને બોર પણ આવી ગયાં. પછી બોરડી હતી એવી સુંદર થઈ ગઈ. બોરડી થઈ ખુશ. એ જોઈ રાતરાણીય થઈ ખુશ. આજુબાજુનાં ઝાડવાં, વેલાને વાડ સૌ થઈ ગયાં ! ખુશ. રાતરાણી ગયાં ને.બોરડીબહેન તો ઊંઘવાને બદલે ઝૂમવા ને ગાવા લાગ્યાં.
ઉંદર ની કવિતા (Short Poem For Kids)
છુ. અંતર છૂઉંઉંઉં…!
મારું દુઃખ છૂઉંઉંઉં…!
છૂ.મંતર છૂઉંઉંઉં….!
મારાં આસું છૂઉંઉંઉં..!
બધા જ બાલ મિત્રો ને આ વાર્તા ગમી હશે એવી આશા રાખું છું અને તમારે બધા ને ફક્ત આ વાંચવાની નથી. તમારે આ બધી વાર્તા માંથી કૈક શીખી ને પોતાના મગજ માં ઉતારવાનું છે જેથી તમે મોટા થઈને એક સારા માણસ બનશો.
FAQ
બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?
બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.
બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?
બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
બોરડી ગુજરાતી બાળવાર્તા – Gujarati Balvarta for Kids વાર્તા માં તમને એક કાંટા વાળી બોરડી વિષે કંઈક નવું જાણવા મળ્યું હશે અને મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો। તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.