Download Our Android App

gujarati info app download

Best 3 Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)

Welcome Friends to our blog. Today we will going to see Best 3 Gujarati Short Stories For Kids. Here you will get to see a lot of Gujarati stories in one article and hope that you will definitely like all these Gujarati stories. Initially, some information and title have been given to you in English, but you do not need to worry, you will get all the story in Gujarati.

અહીં દરશાવેલી બધી જ વાર્તા ટૂંકી છે અને બોધ કથા જેવી છે, જેમાં બાળકો ને ઘણું બધું શીખવા મળશે. અત્યારે બાળકો થી માંડી વૃદ્ધ સુધી બધા નું જીવન ડિજિટલ માર્ગ તરફ વળી રહ્યું છે પણ તમે માતાપિતા હશો તો તમને ખબર જ હશે કે બાળકો માટે વાર્તા હજી પણ કેટલી મહત્વની છે.

Also Read- શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા – What is the value of zero Gujarati Story

“ખરાબ સંગત બાળકો માટે ગુજરાતી વાર્તા (Bad Company Gujarati Stories For Kids)

એક હતા પતંગિયાભાઈ. તે બગીચામાં ફરવા ગયા. રસ્તામાં મળ્યાં માખીબહેન. મધપૂડામાં રહે છે તે. આપણા ઘરમાં ઊડાઊડ કરે છે તે માખીબહેન. માખીબહેન કહે: ‘પતંગિયાભાઈ ક્યાં ચાલ્યા?” પતંગિયાભાઈ કહે : બગીચામાં ફરવા.’ હું તમારી સાથે આવું?” “ચાલોને. એક કરતાં બે ભલા. રસ્તામાં અલક- મલકની વાતો કરીશું.

‘માખીબહેન પતંગિયાભાઈની સાથે ગયાં. માખીબહેનની ઊડવાની ઝડપ વધારે, પતંગિયાભાઈની ઓછી. માખીબહેન આગળ નીકળી જાય. પતંગિયાભાઈ પાછળ પડી જાય. માખીબહેન કહે : “પતંગિયાભાઈ, થોડી ઝડપ વધારો ને?”. માખીબહેન, તમે થોડાં ધીમા ઊડો. મારી ઊડવાની ઝડપ ઓછી છે.

”માખીબહેને ઝડપ થોડી ઘટાડી. હવે બંને સાથે ઊડતાં હતાં. રસ્તામાં બંને વાતોએ વળગ્યાં. માખીબહેન : ‘તમારું ઘર ક્યાં આવ્યું?’ પતંગિયાભાઈ : થોડે દૂર ને માખીબહેન તમારું?” અહીંથી ખાસ દૂર નથી”. ‘તમે ક્યાં જવા નીકળ્યાં હતાં માખીબહેન?” બજારમાં, પતંગિયાભાઈ કહે શા માટે?’ માખીબહેન કહે મીઠાઈનો સ્વાદ ચાખવા” મીઠાઈ કેવી લાગે, માખીબહેન?” અરે! પતંગિયાભાઈ, મીઠાઈ તો ખૂબ ગળી ગળી લાગે.પૈડાનો સ્વાદ તો દાઢમાં જ રહી જાય.

Must Read- Best Suvichar In Gujarati With Image (સુવિચાર ગુજરાતી માં)

હલવો તો ફરી ખાવાનું મન થાય. જે દિવસે બાસુદી ખાવાની મળે તે દિવસ સુધરી જાય.’ ‘તમને તો રોજ મજા પડતી હશે, કેમ માખીબહેન?” ના રે, પતંગિયાભાઈ. એવું કંઈ રોજરોજ ખાવા ના મળે. ઘણીવાર તો દાળભાત, શાક, ગોળ કે ફળની છાલ ખાઈને મન મનાવવું પડે. થોડીવાર રહી માખીબહેન બોલ્યા: “પતંગિયાભાઈ, તમે રોજ શું ખાઓ છો?”

ખરાબ-સંગત-બાળકો-માટે-ગુજરાતી-વાર્તા-bad-company-gujarati-stories-for-kids
ખરાબ-સંગત-બાળકો-માટે-ગુજરાતી-વાર્તા-bad-company-gujarati-stories-for-kids

મધ ચૂસીએ’ મધ તો મનેય બહુ ભાવે. તમે મધ ચૂસવા ક્યાં જાઓ છો?”, બગીચામાં ‘ત્યાં મધ હોય?”, કેમ નહિ? ત્યાં જે ફૂલો ખીલે છે તેમાં મધ હોય છે. હું મારી સૂંઢ વડે મધ ચૂસી ચૂસીને ખાઉં છું.” કોકવાર મને મધ ચખાડશો?” ‘હા, કેમ નહિ. આજે જ! ચાલો મારી સાથે બગીચામાં. મધનું નામ સાંભળી માખીબહેન તો રાજીના રેડ થઈ ગયાં.

થોડીવારમાં તેઓ એક સુંદર મોટા બગીચા પાસે આવી પહોંચ્યા. બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં. મધ ચૂસવા ત્યાં ઘણી મધમાખીઓ અને પતંગિયાઓ ઊડાઊડ કરતાં હતાં. માબીબહેન તમે મારી પાછળ પાછળ આવો. આપણે પેલા સૂરજમુખીના ફૂલ પર જઈએ. બંને ઊડતાં ઊડતાં સૂરજમુખી પર જઈને બેઠાં. માખીબહેન ફૂલના મૂળ સુધી સૂંઢ નાંખી અંદરથી મધ ચૂસો.

જુઓ આમ, આમ કહી પતંગિયાભાઈએ પોતાની સૂંઢ ફૂલ માં ખોસી. તે મધ ચૂસવા લાગ્યા. માખીબહેને તેમની નકલ કરી. પરંતુ માખીબહેનને કંઈ મજા ન પડી. તેમણે પોતાની સૂંઢ બહાર ખેંચી કાઢી. આ જોઈ પતંગિયાભાઈ બોલ્યા: કેમ માખીબહેન શું થયું?’ મને મજા નથી આવતી.

આના કરતાં તો મીઠાઈની દુકાને ઓર મજા પડી જાય.’ “ચાલો ત્યારે ત્યાં. બંને બગીચાની બહાર આવ્યા. માખીબહેન પતંગિયાભાઈને આમંત્રણ પાઠવતાં બોલ્યા : “પતંગિયાભાઈ, મારી સાથે ચાલો. હું તમને સરસ ભોજન જમાડીશ.” સાંજ પડવા આવી હતી. પતંગિયાભાઈને ઘેર પહોંચવાની ઉતાવળ હતી. તે બોલ્યાં માખીબહેન.

પતંગિયાભાઈ બોલ્યા આજે નહીં, કાલે આવીશ. ઘેર જતાં મોડું થાય તો મને ચિંતા થાય’ કાલે ચોક્કસ હોં.’ “હા, હા ચોક્કસ. પરંતુ હું તમને ક્યાં મળું?’ કેમ વળી, આજે આપણે મળ્યા હતા ત્યાં જ બરાબર ને?’ બરાબર આવજો. માખીબહેન- આવજો પતંગિયાભાઈ!’ બંને પોતપોતાના રસ્તે પડ્યાં. પતંગિયાભાઈ રોજ કરતાં આજે મોડાં ઘેર પહોંચ્યા.

મા બોલી : બેટા, કેમ મોડું થયું?’ મા,માં આજે મને માબીબહેન મળ્યાં હતાં.’ ક્યાં માખીબહેન, મધપૂડાવાળાં?’ ના, મા, ઘરમાં રહે છે તે માખીબહેન. તે મારી સાથે બગીચામાં ફરવા આવ્યાં હતાં. તેમની સાથે હરવાફરવામાં આજે મોડું થયું.” આ સાંભળી મા બોલી : જો બેટા, માખીબહેન ગંદા હોય છે.

ગંદા! તેમને આપણી માફક સારી ચીજો ના ગમે. તેમના પગ, સુંઢ, પાંખો બધું જ ગંદું હોય. ખરાબનો સંગ ખોટો.’ ‘પણ મા, તે મને આવતી કાલે તેમના ઘરે લઈ જવાની છે.” તારે જવાનું નથી. સમજ્યો બેટા?” “મા, એક સવાલ પૂછું? મીઠાઈ કેવી હોય?’ માએ કદી મીઠાઈ જોઈ ન હતી. તે બોલી : “મને ખબર નથી.’

માખીબહેનને ખબર છે. માખીબહેન કેટલાં ભાગ્યશાળી કે કોકવાર એમને ખાવાય મળે છે. આવતીકાલ મને મીઠાઈ ખાવા લઈ જવાનાં છે. હું તો જવાનો.’ માએ ઘણું સમજાવ્યો. પરંતુ પતંગિયાભાઈ એકના બે ન થયા. બીજે દિવસે પતંગિયાભાઈ ઊપડી ગયા ફરવા. નક્કી કરેલા સ્થળે પહોંચ્યા.

માખીબહેન તેમની જ રાહ જોતા હતા. પતંગિયા ભાઈ બોલ્યા મને માફ કરો, માખીબહેન. કંઈ વાંધો નહિ, પતંગિયાભાઈ. હવે ઝટ ઝટ મારી સાથે ચાલો.’ બંને ઊડતાં ઊડતાં એક મોટા બંગલા પાસે બંને પહોંચ્યા અને અંદર ઘૂસ્યાં. માખીબહેને ધીમેથી પતંગિયાભાઈના કાનમાં કહે- આ એક શેઠનો બંગલો છે.

અહીં રોજ સરસ મજાનું ખાવા મળે. પણ એક સાવધાની રાખવી પડે.’ કઈ? પતંગિયાભાઈ એ પૂછયું. આ લોકો ઘણીવાર ખાવાની ચીજો પર ઝેર નાખે છે. ઝેર ખાવામાં આવે તો તો આપણા રામ જ રમી જાય.’ ઝેરનું નામ સાંભળી પતંગિયાભાઈ ગભરાયા. તે બોલ્યા : માખીબહેન, તો તો અહીં એક પળ પણ ન રહેવાય ચાલો.’ બંને ઝડપથી બહાર નીકળી ગયાં. ઊડતાં ઊડતાં આગળ ગયાં. આગળ જતાં એક નાનકડી ઝૂંપડી આવી.

ત્યાં ગંદકી ખૂબ હતી. ઘણી માખીઓ ઊડાઊડ કરતી હતી. આ જોઈ પતંગિયાભાઈથી ન રહેવાયું તે બોલ્યા: ‘માખીબહેન, અહી તો જુઓ. ઝૂંપડી નાની ને ભગતડાં ઝાઝાં.” પતંગિયાભાઈ હસી પડ્યા. હા પતંગિયાભાઈ, પણ અહીં પેલા બંગલા જેવી બીક નહિ.” પરંતુ અહીં દુર્ગધ કેટલી બધી છે?” આમ કહી પતંગિયાભાઈએ નાક મચકોડ્યું. માખીબહેનને આ ન ગમ્યું.

તે મનમાં રીસ રાખી બોલ્યા : “સાચું કહું પતંગિયાભાઈ, કાલે મને બગીચામાં તમારી જેમ જ દુર્ગધ મારતી હતી. મનેય નાક દબાવી દેવાનું મન થઈ આવેલું, પણ તમારી શરમે મેં એમ ના કર્યું. પતંગિયાભાઈને તો ભાગી છૂટવાનું મન થઈ આવ્યું પણ હવે છટકાય શી રીતે? તે પાછળ રહી ગયું એટલે માખીબહેન બોલ્યાં: પતંગિયાભાઈ, આવોને અંદર?’ જુઓ માખીબહેન, તમારે ઘરમાં જવું હોય તો જાઓ.

પણ હું નહિ આવું. હું બહાર જ ઊભો રહીશ. પતંગિયાભાઈ, મને તો ભૂખ નથી. આ તો તમને બતાવવા લઈ જતી હતી. હવે મીઠાઈની દુકાને જઈશું?” મીઠાઈનું નામ પડતાં જ પતંગિયાભાઈના મોંમાં પાણી છૂટ્યું. તે બોલ્યા : થોડીવારમાં બંને બજારમાં પહોંચી ગયાં. બજારમાં ઘણી દુકાનો હતી.

દરેક દુકાને ખૂબ ભીડ હતી. પતંગિયાભાઈએ કદી આટલી ભીડ અને આટલી શોરબકોર જોયો ન હતો. તે તો ગભરાઈ ગયા,પરંતુ હા. ત્યાં ચાલો.’ માખીબહેને હિંમત બંધાવી. ‘પતંગિયાભાઈ, આમ ગભરાયે શું જિવાય? મારી પાછળ આવો.” માખીબહેન પતંગિયાભાઈને કંદોઈની દુકાને લઈ ગયાં.

દુકાને ભીડ હતી. દુકાનના એક ખૂણામાં મીઠાઈઓ બની રહી હતી. ધીમે રહી બંને અંદર ઘૂસ્યા. અંદર ખૂબ જ ગરમી લાગતી હતી. પતંગિયાભાઈ તો અકળાઈ ગયા. માખીબહેન બહાર ચાલો.’ કેમ? શું થયું?” ગરમી સહન નથી થતી.” માખીબહેન હસી પડ્યાં. તે બોલ્યાઃ “મીઠાઈ ખાવી હોય તો દુઃખેય સહન કરવું પડે.

અહીં જુઓ તો ખરા, મારી નાતીલી બહેનો કેવી ટેસથી મીઠાઈઓ ખાઈ રહી છે. નીચે આવો.” પતંગિયાભાઈ નીચે ઊતર્યા. તે ચાસણીના ટપકા પર બેસી ગયા. ચાસણીમાં સૂંઢ નાખી. સૂઢ ફસાઈ ગઈ. ચાસણીમાં સૂંઢ ચોંટી ગઈ. પતંગિયાભાઈ ચીસો પાડવા લાગ્યા : માખીબહેન, માખીબહેન! બચાવો, હું મરી ગયો” સફાળાં માખીબહેન તેમની નજીક ગયાં. શું થયું? પતંગિયાભાઈ?” મારી સૂંઢ તો જુઓ?

અરે! મારી પાંખો પણ ચીપટ થઈ ગઈ! અરે! મારા પગ પણ ગયાં! ઓ મા… મરી ગયો.” પતંગિયાભાઈ ખરેખર ફસાઈ ગયા. માખીબહેને અન્ય માખીઓની મદદથી પતંગિયાભાઈને ખેંચીને બહાર કાચા. આ બનાવથી પતંગિયાભાઈ ખૂબ જ ગભરાઈ ગયા. માખીબહેન, હવે ઝટ ઘર ચાલો. માખીબહેને પતંગિયાભાઈને થોડીવાર રોકાઈ જવા કહ્યું પણ પતંગિયાં ભાઈ ના માન્યા, બંને દુકાનમાંથી બહાર નીકળ્યાં. બજારની ભીડમાંથી “બહાર આવ્યાં.

પછી જ પતંગિયાભાઈએ રાહત નો શ્વાસ લીધો. ‘માખીએ ઘણું સમજાવ્યા પણ તે એકના બે ન થયા. ખેંચ્યો. રસ્તામાં પતંગિયાભાઈ મૌન જ રહ્યા. પોતાના ઘર તરફ જવાનો રસ્તો આવતાંજ પતંગિયાભાઈ જુદા પડ્યા. પતંગિયાભાઈએ મનોમન સંકલ્પ કર્યો કે કદી માખીબહેનનો સંગ નહિ કરે. માની અવજ્ઞા કરવાનું ફળ તેને મળી ગયું હતું. બાલદોસ્તો, ત્યારથી માખીબહેન અને પતંગિયાભાઈ સાથે જોવા મળતા નથી.

Conclusion (નિષ્કર્ષ)

તમે ઉપર “ખરાબ સંગત બાળકો માટે ગુજરાતી વાર્તા (Bad Company Gujarati Stories For Kids) વાર્તા જોઈ. તમને શું બોધ મળ્યો? ખરાબ સંગત શરૂવાત માં ઘણી સારી લાગે છે પણ પાછળ થી જરૂર પસ્તાવો થાય છે. બધા જીવ ની એક જગ્યા નિશ્ચિત છે જ્યાં તમારે જીવન પસાર કરવાનું છે અને સારી રીજે જીવન જીવી બીજાને મદદરૂપ થવાનું છે.

“ભૂખ બાળકો માટે ગુજરાતી વાર્તા (Hunger Gujarati Stories For Kids)

એક હતો કઠિયારો. રોજ જંગલમાં જઈ લાકડાં કાપી આવે. બજારમાં જઈ વેચે, ને તે પૈસા માંથી કંઈક ખાવાનું લાવીને ગુજરાન ચલાવે. રોજ ઊઠીને બસ આ એક જ કામ! એ ભલો અને એનો ધંધો ભલો. એક દિવસ એને વિચાર આવ્યો : “આપણને ભૂખ જ ન લાગતી હોય તો? કઈ કરવાની જરૂર ના પડે.

આ પેટ ભૂખ્યું જ ન થતું હોય તો? એમ થાય તો આ રોજ વહેલા ઊઠીં, જંગલમાં જઈ, લાકડાં કાપવાની માથાકૂટ તો મટી જાય. ને પછી મજા મજા થઈ જાય. પણ એ બને કેવી રીતે? તેને તેનાં દાદીમા યાદ આવ્યાં. તે નાનો હતો ત્યારે દાદીમા રોજ સાંજે તેને વાર્તા સંભળાવતાં. એક દિવસ દાદીમાએ વાત કહી ઉમેરેલું : ધ્રુવની જેમ આપણો પણ તપ કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. પછી તો મોં માગ્યું વરદાન આપે.

‘તેણે પણ વિચાર કર્યો કે એકવાર ભગવાનને પ્રસન્ન તો જરૂર કરવા. પ્રસન્ન થાય તે માગવાનું કહે તો આટલું જ માગવુંઃ “હે પ્રભુ! મને કદી ભૂખ જ ન લાગે એવું વરદાન આપો.’ આ તો જાગ્યા ત્યારથી સવાર! લાકડાં કાપવાનું પડતું મૂકી નીકળ્યો તપ કરવા. ચાલતાં ચાલતાં જંગલ મહાદેવનું થાનક આવ્યું.

તે મંદિર ના છેડે નદી આવી. કિનારે એક સરસ મોટું મંદિર હતું તે મંદિર પાસે પહોંચ્યો. ત્યાં બીજું કોઈ ન હતું. તેને શિવલિંગ પર ફૂલો ચડાવ્યા, પલાઠી વાળી સામે બેસી ગયો. નદીમાં નાહી ધોઈ, સુંદર ફૂલો લઈ તે મહાદેવ ની શિવલિંગ પર ચડાવ્યા. મોટેથી ‘જય મહાદેવ, જય મહાદેવ’ બોલવા લાગ્યો. અન્ય કોઈ સ્લોક તેને આવડતું ન હતું.

ભૂખ-બાળકો-માટે-ગુજરાતી-વાર્તા-hunger-gujarati-stories-for-kids
ભૂખ-બાળકો-માટે-ગુજરાતી-વાર્તા-hunger-gujarati-stories-for-kids

આમને આમ સાંજ પડવા આવી પણ ઊઠવાનું નામ જ લેતો નથી. હઠ પકડી કે મહાદેવ જાતે ન આવે ત્યાં સુધી ઊઠવું નથી. પછી ભલે મરી જવાય. કઠિયારાની આવી ભક્તિ જોઈ શંકર પ્રસન્ન થયા. તેમણે કઠિયારા સામે જોયું. કઠિયારો તો બન્ને હાથ જોડી, આંખો મીંચી, મસ્તક નમાવી “જય મહાદેવ, જય મહાદેવ..” બોલતો જ રહ્યો. મહાદેવજી મૂંઝાયા.

ખાધા પીધા વગર આ કઠિયારો અહીં મરી જશે તો તે પાપ મારે માથે આવશે. એને શું જોઈએ છે તે લાવ મને પૂછવા દે. મહાદેવે આવો વિચાર કર્યો. જય મહાદેવ’ ના જાપ ચાલુ હતા, ત્યાં એક દિવ્ય અવાજ આવ્યો : ” કઠિયારા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છે. બોલ, શું દુઃખ છે તને? તારે શું જોઈએ છે?’ કઠિયારાને આનંદ થયો.

આ તો ભોળાનાથ કહેવાય. આટલા જલદી મહાદેવજી પ્રસન્ન થયા તે જાણી. તેમને રીઝતાં ને રૂઠતાં વાર ન લાગે. કઠિયારો હાથ જોડીને બોલ્યો, હે ભગવાન! આખો દિવસ કાળી મજૂરી કરું છું, પણ પેટ ભરીને ખાવા પામતો નથી. તો પ્રભુ આ ખાવાની બલા ટાળો.

એવું વરદાન આપો કે મને ભૂખ ન લાગે,’ દિવ્ય અવાજે કહ્યું : “હે કઠિયારા! બહુ વિચાર કરીને માગજે. પાછળથી પસ્તાવું ન પડે.” કઠિયારો દૃઢતાથી બોલ્યો : “ભગવાન, ખૂબ વિચાર કર્યા પછી જ માંગ્યું છે. મારે તો એ જ ઈએ. અવાજ આવ્યો : ‘તથાસ્તુ’ કઠિયારાએ આંખો ખોલી ચારે બાજુ જોયું. અંધારું થઈ ગયું હતું. તે સવારનો કંઈ જમ્યો ન હતો.

છતાં ભૂખનું નામનિશાન ન હતું! એમ લાગતું હતું કે હમણાંજ જાણે કે મિષ્ટાન્ના થાળ પરથી જમીને ઊડ્યો છે. કઠિયારો હરખાતો હરખાતો ત્યાં જ સૂઈ ગયો. કેટલી નિરાંત હતી હવે તેને! સવાર પડી. તે ઊઠ્યો. નાહીધોઈ, મહાદેવને નમસ્કાર કરી બહાર નીકળી પડ્યો. આગળ જતાં રસ્તામાં આંબાવાડિયું આવ્યું. ઉનાળાની મોસમ હતી. આંબા માં ઉપર સોનેરી રંગની વજનદાર કેરીઓ લટકી રહી હતી.

આંબા વાડિ નો માલિક હાજર ન હતો. આ જોઈ કઠિયારાની દાઢ સળકી તેના મોંમાં પાણી છૂટ્યું. ધીરે રહી તે અંદર ઘુસ્યો. ચાર- પાંચ સારી જોઈને કેરીઓ તોડી. કેરીને બચકું ભર્યું. પણ આ શું? ખાઈ જ ન શક્યો! પેટ ઠેઠ ગળા સુધી ભરેલું હતું. જરા પણ જગ્યા ન હતી. પહેલાં તેને કેરી ખાવાનું ખૂબ મન થતું પણ મળતી ન હતી. આજે સરળતાથી ખાવા મળી તો ખાઈ શકતો ન હતો. કેવી વિચિત્ર વાત! તેણે કેરીઓ ફેંકી દીધી. તે આગળ ચાલ્યો.

આગળ જતાં એક સુંદર ગામ આવ્યું. આ ગામના નગરશેઠના માતૃશ્રી મોટી ઉંમરે ગુજરી ગયાં હતાં. આજે તેમનું બારમું હતું. શેઠે આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું હતું. વળી બહારથી જે કોઈ આવે તેને પણ જમવા બેસાડી દેતા હતા. જેવો કઠિયારો ગામમાં પેઠો કે શેઠના માણસો તેને જમાડવા માટે ખેંચી ગયા.

તે ના પાડતો જ રહ્યો પણ તેનું કંઈ જ ન ચાલ્યું! પાટલો આવ્યો. થાળી આવી. આસન આવ્યું. કઠિયારાને જમવા બેસાડ્યો. શેઠ જાતે જ લાડવાની તાસ લઈ ભાવથી પીરસવા આવ્યા. થાળીમાં દાળ, ભાત, ત્રણે જાતનાં શાક, કચુંબર, રાયતું, અથાણું, પાપડ, સેવ, લાડુ ભજિયાં વગેરે ઘણી જાતની વાનગીઓ હતી.

કઠિયારાએ તેની જિંદગીમાં આવું ભોજન કદી જોયું જ ન હતું! વિવિધ વાનગીઓ જોઈ કઠિયારાના મોંમાં પાણી છૂટયું.. તેરો લાડવાનો ટુકડો મોંમાં મૂક્યો. પણ આ શું? ગળા નીચે ઉતારી જ ન શક્યો! બહાર ઓકી કાઢ્યો! આ જોઈ શેઠે પૂછ્યું : મુસાફરે ભાઈ, કેમ? રસોઈમાં કંઈ આવ્યું કે શું? કંઈ કાંકરી બાંકરી..?”

કઠિયારાએ માથું હલાવીને ના પાડી. તેને મહાદેવનું વરદાન યાદ આવ્યું. હવે તે કંઈ જ ખાઈ શકે તેમ ન હતો. તે ઊભો થઈ ગયો. તેથી કહ્યું: “શેઠ, માફ કરજો. મારાથી નહીં જમા થ” અતિથિ ને ભાણા પરથી ઊઠતો જોઈ શેઠ બોલ્યા : “શું થયું ભાઈ? કઈ ભૂલ હોય તો મને માફ કરી દો , પર આમ થાળી પરથી ના ઊઠશો. સ્વર્ગમાંથી મારી મા મને શ્રાપ દેશે. કઠિયારાએ શેઠને ભગવાનના વરદાનની વાત કરી.

શેઠ પણ હસી પડ્યા. શેઠ બોલ્યા : “એવું તે વરદાન હોતું હશે કે ભૂખ જ ન લાગે? એના કરતાં તો ખૂબ ખૂબ ભૂખ લાગે એવું વરદાન સારું કે જેથી મનગમતું પેટ બદીને ખાઇ તો શકાય.’ લોકોએ કઠિયારાની ખૂબ ખૂબ મશ્કરી કરી. કઠિયારાને લાગ્યું કે પોતે વરદાન માંગવામાં ઉતાવળ કરી હતી.

મહાદેવનું એ વરદાન તેને હવે શાપરૂપ લાગવા લાગ્યું .કઠિયારાએ ત્યાંથી સીધી દોટ મૂકી ને સીધો મહાદેવે આવીને અટક્યો. મંદિરમાં જઈ પહેલાની માફક જાપ જમવા બેસી ગયો. મોટે મોટેથી તે બોલવા લાગ્યો, બપોરની નિદ્રામાં પોઢેલા મહાદેવની ઊંઘ હરામ થઈ ગઈ. આંખ ખોલીને જોયું તો પેલો જ ભગત! મહાદેવ કૌપાયમાન થયાં. તેમણે પૂછ્યું: ‘કેમ અલ્યા ફરી આવ્યો? કઠિયારાએ ગભરાતાં ગભરાતાં કહ્યું : ભગવાન, તમારું વરદાન પાછું ખેંચી લો અને બીજું વરદાન આપો કે….

” મહાદેવે તેને વચ્ચેથી અટકાવતાં કહ્યું : માંગતાં વિચાર ન કર્યો ને હવે..? બીજું વરદાન નહિ મળે. પણ જા, દયા કરી મૂળ વરદાન પાછું ખેંચી લઉં છું. કામ કરીશ તો જ ખાવા પામીશ.!” દિવ્ય અવાજ બંધ થયો. તરત જ કઠિયારાના પેટમાં બે દિવસની ભૂખનો ખાડો પડ્યો. તેને કકડીને ભૂખ લાગી. તે ખાવા માટે ફાંફાં મારવા લાગ્યો.

તે દોડતો દોડતો બહાર ગયો. તેને આંબા ની વાડિયું યાદ આવી. દોડતો તે ત્યાં ગયો. પણ તેનો માલિક ત્યાં હાજર હતો. તે નિરાશ થયો. ત્યાં તેને યાદ આવ્યું કે ગામમાં હજી જમવા મળશે. લાવ ત્યાં જવા દે. તેનામાં ચાલવાની શક્તિ પણ રહી ન હતી. છતાં ગામમાં ગયો. પણ તેનું નસીબ બે ડગલાં આગળ ને આગળ. ગામમાં શેઠ નો જમણવાર પતી ગયો હતો. તે શેઠ પાસે ગયો.

શેઠે પૂછયું : “કેમ ફરીથી આવ્યો તું?” કઠિયારાએ પેટ પર હાથ મૂકી કહ્યું : શેઠ કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવાનું હોય તો આપો. શેઠ હસ્યા. આસપાસ ઊભેલા સૌ લોકો હસ્યા. તે ભાંગેલા હૈયે ગામ બહાર આવ્યો. પછી બોલ્યો કોઇક તો જમવાનું આપો નહિતર ભૂખથી હું મરી જઈશ, બધા તેને ગાંડો ગણવા લાગ્યા.

કોઈ બોલ્યું : ‘હમણાં કહેતો હતો કે ભૂખ નથી લાગી ને એટલામાં કકડીને ભૂખ લાગી ગઈ, બધા લોકો કહે : “આના જેવો ગાંડો આ દુનિયામાં થોય નહિ જડે” કઠીયારો હતાશ થયો. ગામમાં બીજા કોઈએ રાંધ્યું ન હતું એટલે બીજે જવું અર્થ વગરનું હતું. કાર પોકારવા માંડ્યો. હાથપગ ધોયા, થોડું પાણી પીધું. પણ એમ કંઈ પેટની હાય થોડી ઓલવાય? તળાવ કિનારે મહાદેવનું થાનક હતું.

ત્યાં જઈ તે ભગવાનને કંઈક ખાવાનું આપવા ની વિનંતી કરવા ગયો. આ મંદિરના એક ખૂણે એક વટેમાર્ગુ જમવા બેઠા હતા. તે ખાતાં ખાતાં બહાર આવ્યો. તેણે પૂછયું: શું છે અલ્યા? બૂમો શેની પાડે છે?’ કઠિયારો બોલ્યો : “બહુ ભૂખ લાગી છે. જો મને ખાવાનું નહિ મળે તો હું મરી જઈશ.’ વટેમાર્ગુને તેની દયા આવી. તે બોલ્યો : “ચાલ અંદર, મારી પાસે થોડુંઘણું છે. એમાંથી થોડું તને આપીશ.” આ સાંભળી કઠિયારો રાજીના રેડ થઈ ગયો.

તેઅંદર ગયો. પેલા વટેમાર્ગુએ તેને સૂકો રોટલો અને ડુંગળીનું ડચકું આપ્યુ. કઠિયારો ડૂચે ને ડૂચે ખાવા લાગ્યો. તેને બે દિવસ નો સૂકો રોટલો કેરીના રસ કરતાંય વહાલો લાગ્યો! ને ડુંગળીના ડચકામાંથી લાડવા કરતાં અનેરો સ્વાદ અનુભવ્યો! વટેમાર્ગુ કઠિયારાને ખાતો જોઈ જ રહ્યો! કઠિયારાને થયું કે જ્યારે સાચી ભૂખ લાગે છે ત્યારે ગમે તેવા ખોરાકમાંથી અમૃત જેવો સ્વાદ આવે છે.

Conclusion (નિષ્કર્ષ)

તમે ઉપર “ભૂખ બાળકો માટે ગુજરાતી વાર્તા (Hunger Gujarati Stories For Kids) વાર્તા જોઈ. તમને શું બોધ મળ્યો? જીવનમાં બધા ને જીવવા માટે કંઈક ને કંઈક કામ તો કરવું જ પડે છે અને જો જીવન જીવવાનો અર્થ જ બદલાઇ જાય જો જીવન નો ફાયદો જ શું.

“જંગલ નો રાજા કોણ બાળકો માટે ગુજરાતી વાર્તા (Who is the king of the jungle? Gujarati Stories For Kids)

એકવાર જંગલમાં હાથી અને સિંહ વચ્ચે ઝઘડો થઈ ગયો. સિંહ ઘરડો હતો ને હાથી હતો જુવાન. તેથી આ લડાઈમાં હાથીની જીત થઈ. પોતાની જીત થઈ તેથી હાથી અભિમાની થઈ ગયો હતો. તેને થયું આજે તો મેં જંગલના રાજા સિંહને હરાવ્યો. આ જંગલમાં મારા જેવો બળિયો તો કોઈ જ નથી.

હાથી જંગલમાં ફરતો જાય ને ગાતો જાય સૌથી બળિયો હાથી હું આ જંગલનો દાદા હું, રાજા હું. સિંહ ના નોકર શિયાળ ને ઈર્ષા થઇ, ને સિંહની હાર થઈ તે તેને ન ગમ્યું. આ જોઈ શિયાળને ઈર્ષ્યા થઈ. શિયાળ સિંહનો શિયાળે સિંહ પાસે જઈ નમન કરી કહ્યું, વનરાજ, તમે હુકમ કરો તો હાથીનું ગુમાન ઉતારી દઉં. સિંહે પૂછયું, “એ કઈ રીતે?” “એ તમે જોયા કરો.” સિંહ એ શિયાળ ને મજૂરી આપી આ વાત છુપાઈને બેઠેલું સસલો સાંભળી ગયો. સસલો હાથી નો મિત્ર. શિયાળ શું તરકીબ કરે છે તે જોવા તે શિયાળ પાછળ પાછળ ગયો.

શિયાળે હાથીને ફસાવવાની યોજના કરી હતી. તે જંગલમાં આવેલા કેટલાક શિકારીઓને મળ્યું. આ યોજના મુજબ શિકારીઓએ જંગલમાં તળાવ પાસે એક ઊંડો ખાડો ખોદ્યો. તેના પર ઘાસ-પાંદડાં પાથરી રસ્તા જેવું બનાવી દીધું.

સસલો હાથીને શોધવા જંગલમાં ગયો. સસલાને હાથી મળે તે પહેલાં શિયાળને હાથી મળી ગયો. તે હાથી ને ફોસલાવી તે રસ્તે લઇ ગયો, તે ખાડા માં જઈ પડ્યો. શિકારીઓ રાજી થયા. તેઓ પાંજરુ લેવા શહેર તરફ રવાના થયા.

શિયાળ મલકાતું મલકાતું સિંહ પાસે ગયું ને બોલ્યું મહારાજ, કામ થઈ ગયું.” સિંહ રાજી થયો. જંગલમાં ધીરેધીરે આ વાત ફેલાઈ ગઈ. બધાં પ્રાણીઓ સિંહ પાસે આવવા લાગ્યાં. સસલાને પણ આ વાતની જાણ થતાં તે પણ આવી પહોંચ્યો. પ્રાણીઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતાં.

જંગલ નો રાજા કોણ બાળકો માટે ગુજરાતી વાર્તા- who is the king of the jungle gujarati stories for kids
જંગલ નો રાજા કોણ બાળકો માટે ગુજરાતી વાર્તા- who is the king of the jungle gujarati stories for kids

સસલાએ નમ્ર ભાવે કહ્યું, “મહારાજ, નાના મોઢા એક કહે, “વનરાજ હાથી એ જ લાગનો હતો” બીજો કહે, “એનું અભિમાન એને જ નડ્યું.” શિયાળ રોફ કરતાં કહે, “આવતી કાલે શિકારીઓ આવી એને પકડી જવાના છે.” કેટલાક પ્રાણીઓ આ સાંભળી રાજી થયાં. કેટલાંક પ્રાણીઓને આ ન ગમ્યું. સસલાને પણ શિયાળની ચાપસૂલીભરી વાતો ન ગમી. સસલાને થયું કે જો તે ચૂપ રહેશે તો હાથીને શિકારીઓ લઈ જશે. સસેલો આગળ આવ્યો.

સિંહને વંદન કરી બોલ્યો, “મહારાજ, રજા આપો તો એક વાત કરવી છે.” સિંહ બોલે તે પહેલાં શિયાળ વચ્ચે ટપકી પડ્યું મહારાજ એની વાત ન સાંભળશો.” સિંહને આ ન ગમ્યું. તે બોલ્યો, “બોલ, સસલા, શી વાત છે?” મહારાજ નાના મોઢે એક વાત કહું “મહારાજ આપ જંગલના રાજા છો. અમારા સૌના પાલનહાર ને રક્ષણહાર છો. હાથી પણ આપની પ્રજા છે.’ એ પણ આપણા જંગલનો છે, તેથી આપણો જ ભાઈ છે.

એને શિકારીઓ પકડી લઈ જાય એ સારું ન કહેવાય, ખોટી વાત થાય તો માફ કરશો પણ…” સિંહ બોલ્યો, “કેમ અટકી ગયો? કહે…” કદાચ કાલે એવું પણ બને કે શિકારીઓ તમને પણ ફસાવે ને લઈ જાય તો?” સિંહને લાગ્યું કે સસલાની વાત વિચારવા જેવી છે. સસલાએ આગળ કહ્યું, “મહારાજ, આપણો દુશમન માણસ છે, હાથી નહીં. તમે રાજા છો. મોટા મનના છો. હાથીને માફ કરી દો. હાથીને હવે એવું અભિમાન રહ્યું નથી. હું એને મળીને આવ્યો છું.

આપણે એને બચાવવો જોઈએ. હવે એ શક્ય નથી. સિંહ બોલ્યો. સસલાએ કહ્યું શક્ય છે, મહારાજ. સિહે પૂછ્યું “એ કઈ રીતે?”. “મહારાજ એનો ઉપાય હું બતાવું” સસલો બોલ્યો, “ખાડાની આસપાસ માટી છે. આપ જો હુકમ કરો તો બધાં પ્રાણીઓ પગ વડે માટી નાખી ખાડો પૂરી દેશે. માટી ખાડામાં જશે ને હાથી ઊંચે આવતો જશે.”

“ઉપાય ઉત્તમ છે.” સિંહ બોલ્યો. પરંતુ શિકારીઓ આવે તે પહેલાં આ કામ કરવું, વનરાજે બધાં પ્રાણીઓને હુકમ કર્યો. બધાં ખાડા ધોડીવારમાં ખાડો પુરાઈ ગયો. ને હાથી ધીમે ધીમે બહાર આવ્યો. બધા પગ વડે માટી ઝડપથી ખાડામાં નાખવાં માંડ્યા. હાથી ખાડા માંથી બહાર આવ્યો. પ્રાણીઓ આનંદમાં આવી નાચવા-કૂદવા મંડ્યા. હાથીએ સિંહની માફી માંગી. બધા પ્રાણી સિંહ ની જય બોલાવી અને બધાએ માન્યું “સિંહ જંગલ નો સાચો રાજા.

Conclusion (નિષ્કર્ષ)

તમે “જંગલ નો રાજા કોણ બાળકો માટે ગુજરાતી વાર્તા (Who is the king of the jungle? Gujarati Stories For Kids) વાર્તા જોઈ. આ વાત પરથી આપણે જાણવા મળ્યું કે જંગલ નો સાચો રાજા સિંહ હતો અને હજી પણ સિંહ છે.

Video about Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)

Summary

આશા રાખું છું કે અહીં પ્રકાશિત થયેલી બધી બાળકો માટે ની ગુજરાતી વાર્તા (Gujarati Stories For Kids) ગમી હશે. તમે બધી પોસ્ટ વિષે નો તમારો વિચાર નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. તમે અમને સોશ્યિલ મીડિયા માં ફોલૉ કરી શકો છો જ્યાં તમને બધા ઉપડેટસ મળતા રહેશે.

1 thought on “Best 3 Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)”

Leave a Comment