નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજ ફરી આપણે એક સરસ વિષય જોવા રહ્યા છીએ, જેનું નામ છે, “51+ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Best Gujarati Suvichar With Meaning).” આશા રાખું છું તમને આ બધા ગુજરાતી સુવિચાર ખુબ ગમશે અને તમે અન્ય લોકો ને જરૂર થી શેર કરશો.
તમને ખબર જ હશે કે આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોન થી શરુ અને દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જ કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર અને સરસ ફોટોસ આપવાની કોશિશ કરી છે, જેનો ઉપીયોગ તમે આસાની થી તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે સ્ટોરીસ માં કરી શકો છો.
Must Read- 100+ Good Morning Suvichar Gujarati Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)
બેસ્ટ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Best Gujarati Suvichar With Meaning, Image, Txt and SMS)
નીચે તમને થોડા સુવિચાર અને તેના અર્થ સાથે નું એક વિશાળ લિસ્ટ જોવા મળશે, જેનો ઉપીયોગ તમે આસાની થી કોઈ પણ સોશ્યિલ મીડિયા ના પ્લેટફોર્મ પર કરી શકો છો. તમે નીચે દર્શાવેલા કોઈ પણ સુવિચાર ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. નીચે દર્શાવેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કેવી રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.
Must Read- 100+ સારા સુવિચાર ગુજરાતી, લાગણી (Sara Suvichar Gujarati)
તે આત્મા સુધી તો નેત્ર જઈ શકે છે, ન તો વાણી જઈ શકે છે કે ન તો મન જઈ શકે.
શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે. મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે ફક્ત આત્મા છે
જ્યાં સુધી આત્મા તત્ત્વ સિંચશો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.
ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત હોય છે અને તે છે અંતરાત્માના
અવાજની અદાલત.
અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતાં શ્રેષ્ઠ છે.
ન્યાયાધીશની જેમ આપણને દંડ આપતા પહેલાં અંત:કરણ આપણને મિત્રની જેમ સાવધાન કરે છે.
જ્યાં અંત:કરણનું રાજ્ય શરૂ થાય છે ત્યાં મારું રાજ્ય સમાપ્ત થાય છે.
સ્વતંત્રતાથી પણ વધુ શક્તિશાળી એક શબ્દ છે અને તે છે, અંત:કરણ.
જેમ શરીર માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે તેમ આત્મા માટે સારું અંત:કરણ જરૂરી છે.
સજ્જનોની મહાનતા તેઓના અંત:કરણમાં હોય છે. લોકોની પ્રશંસામાં નહિ.
જે નિરંતર આત્મામાં બધા લોકોને અને બધા લોકોમાં આત્માને જુએ છે તે કોઈથી પણ અને કશાથી કંટાળતો નથી.
એ વ્યક્તિ આંધળો છે જે પોતાના અંત:કરણને નથી જોતો અને એ વ્યક્તિ લંગડો છે જે સત્યના માર્ગે નથી ચાલતો.
જ્યાં કોઈ કાનૂન નથી હોતો ત્યાં અંત:કરણ હોય છે.
અંત:કરણનો દંશ મનુષ્યોને દર્શન શીખવાડે છે.
આત્માનો અવાજ હંમેશાં સાચો જ હોય છે.
અંત:કરણ બધા મનુષ્યો માટે ઈશ્વર છે.
અંત:કરણ એ અંદરનો અવાજ છે જે ચેતવણી આપે છે કે કોઈક જોઈ રહ્યું છે.
અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી.
અજ્ઞાન ખરાબ છે તે ખરું, પણ જાણવાની ઇચ્છા જ ન કરવી તે એથી પણ વધુ ખરાબ છે.
સોમાંથી નવ્વાણુ ટકા માણસો પોતાના અજ્ઞાનથી પોતે દુ:ખી થાય છે.
જ્યાં અજ્ઞાન છે ત્યાં દુ:ખ જરૂર આવશે જ.
અજ્ઞાની હોવું એટલી શરમની વાત નથી, જેટલું શીખવા માટે તૈયાર ન હોવું.
અજ્ઞાની આત્મપ્રશંસા માટે હંમેશાં તૈયાર હોય છે.
સંસારમાં નીતિ, નિયતિ, વેદ, શાસ્ત્ર તથા બ્રહ્મ આ બધાના વિષે જાણવાવાળા મળી શકે છે, પણ પોતાના અજ્ઞાન વિષે જાણનારા તો કોઈકજ વિરલા જ હોય છે.
એ જાણવું કે આપ અજ્ઞાની છો, તે જ્ઞાની બનવાનું પ્રથમ પગથિયું છે.
વિશ્વનો પ્રત્યેક માનવી અજ્ઞાની છે, ફક્ત પ્રત્યેકનું અજ્ઞાન જુદા જુદા વિષયો અંગેનું હોય છે.
અજ્ઞાન ભગવાનનો શ્રાપ છે.
અજ્ઞાન એ નિર્દોષતા નથી પણ પાપ છે.
કોઈ પણ વિષયમાં અધૂરા જ્ઞાન કરતાં તે વિષયનું અજ્ઞાન વધુ સારૂ છે.
એવો પણ સમય આવે છે, જ્યારે અજ્ઞાન એ વરદાન સિદ્ધ થાય છે.
જેનામાં સારા સાર સમજવાની શક્તિ હોય તેની સાથે વાદવિવાદ હોઈ શકે, પરંતુ અજ્ઞાની સાથે નહિ.
અજ્ઞાની માટે મૌન સૌથી શ્રેષ્ઠ છે અને જો તેને આ યુક્તિ સમજાઈ જાય તો તે અજ્ઞાની જ ન રહે.
અજ્ઞાનનું દુ:ખ એ સૌથી મોટું દુ:ખ છે.
છ રીતે અજ્ઞાનીને ઓળખી શકાય : કારણ વગર ગુસ્સે થાય, લાભ વગર બોલે,
પ્રગતિ વિના પરિવર્તન પામે, કામનું ન હોવા છતાં પૂછપરછ કરે, અજાણી વ્યક્તિમાં વિશ્વાસ મૂકે અને દુશ્મનને મિત્ર માને.
સૌથી મોટું નુકસાન શું છે? અવસર ચૂકી જવો તે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે, તેથી વિશેષ તકો તે ઊભી કરે છે.
ઘણી વાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.
બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી, પણ અવસર જાતે પેદા કરે છે.
એક મોટી તક આવી પહોચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની
તકોને ઝડપી લઈએ તો આપણે ઝડપથી મંઝિલ સુધી પહોંચી શકીએ છીએ.
આ પૃથ્વી પર કોઈ જ સલામતી નથી. અહીં માત્ર તકો છે.
કોઈ પણ મહાન માણસે ક્યારેય ‘તક મળતી નથી’ એવી ફરિયાદ કરી નથી.
તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતાં તે જતી રહે ત્યારે તે મોટી ખુબ લાગે છે.
ઘણા માણસો તકને ઝડપી તો લે છે, પણ પછી તુરંત જ તેને જતી કરે છે.
જ્યારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.
નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.
જ્યારે તક આવે ત્યારે તૈયાર રહો કેમ કે, જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે.
આ જગતમાં યોગ્યતા કરતાં ઘણી વધુ તકો છે.
અવસર ચૂકી જનારને પછતાવું પડે છે.
આ પણ જરૂર વાંચો
- શુભ સવાર સુવિચાર- Good Morning Thoughts in Gujarati
- બેસ્ટ સુવિચાર- 101 Best Suvichar in Gujarati
- 100+ સારા સુવિચાર ગુજરાતી, લાગણી
- 101+ નાના સુવિચાર ગુજરાતી
- 101+ Latest Suvichar In Gujarati 2021
- 2021 Best Suvichar For Gujarati
- Good Morning Suvichar Gujarati Text SMS
- 100+ Meaningful Gujarati Quotes on Life (ગુજરાતી ક્વોટસ)
How to Save Gujarati Suvichar Txt, Photos and Image
તમે અહીં જે ગુજરાતી સુવિચાર ને કોપી કરી અને તમારા સોશ્યિલ મીડિયા મા ઉપીયોગ કરવા માંગતા હોય તો તમારે અહીં થી ઇમેજ ને કે ટેક્સ્ટ ને કોપી કરવાના રહેશે. જો તમને નથી ખબર કે કઈ રીતે આ કામ સરળતા થી કરવું? તેના માટે નીચે આપેલા થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
Must Read- 101+ Latest Suvichar In Gujarati
- જે ટેક્સ્ટ ને કોપી કરવું છે, તેના પર થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
- હવે તમને Cut, Copy, Paste ઓપ્શન નું એક સબ મેનુ દેખાશે.
- તેમાં copy text પર ક્લિક કરો
- હવે જ્યાં તમારે તે ટેક્સ્ટ પેસ્ટ કરવું છે, ત્યાં જઈ ટેક્સ્ટ ને પેસ્ટ કરો.
- Image કે Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરો.
- હવે save નો એક ઓપ્શન તમને દેખાશે.
- તેમાં Save Image પર ક્લિક કરો.
- હવે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ ગયો હશે.
સોશિયલ મીડિયા વ્યક્તિઓ અને તેમના જીવન પર મોટી અસર કરે છે. જ્યારે કેટલીક અસરો હકારાત્મક હોઈ શકે છે, સોશિયલ મીડિયા આપણા મૂડ અને તણાવ સ્તર જેવી વસ્તુઓને જરૂર નકારાત્મક અસર કરે છે. ઘણી વાર વ્યસન સોશિયલ મીડિયાના કારણે પણ થાય છે.
અમારા ફોન પર દિવસના કોઈપણ સમયે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ તપાસવાની ખરાબ ટેવમાં પડવું ખુબ સરળ છે. ભોજન દરમિયાન, વર્ગમાં જ્યારે પ્રોફેસર વાત કરી રહ્યા હોય, અથવા સૂવાનો સમય હોય ત્યારે પથારીમાં પણ આપડે મોબાઈલ પર સ્ટેટ્સ કે ફોટોસ ના ઉપડૅટ ચેક કરતા હોઈએ છીએ! અહીં કેટલાક વિચારો દર્શાવવા માં આવેલા છે, જ્યાં સોશિયલ મીડિયા વ્યસન તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.
સંચાર (Communication)
SMS કરતા પહેલા, કોલિંગ એ કોઈની પાસે પહોંચવાનો વાસ્તવિક રસ્તો હતો. જ્યારે ઇલેક્ટ્રોનિક મેસેજિંગ સંદેશાવ્યવહારને ઝડપી અને સરળ બનાવે છે, ત્યાં નકારાત્મક પાસાઓ પણ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ટેક્સ્ટ અથવા પોસ્ટ કરતી વખતે લોકો જે સ્વરનો ઉપયોગ કરી રહ્યા છે તે સમજવું કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલ હોઈ શકે છે.
લાગણી (Feeling)
વિશ્વ્ માં થયેલા ઘણા અભ્યાસો દર્શાવે છે કે જીવન માં સોશિયલ મીડિયાનો અમર્યાદિત ઉપયોગ તણાવ, ખરાબ મૂડ અને નકારાત્મક માનસિક સ્વાસ્થ્યનું કારણ બને છે. ઘણા લોકો સવારે ઉઠે છે અને તરત જ તેમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અથવા ટ્વિટર તપાસે છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર, કેટલાક વપરાશકર્તાઓ “આકર્ષણ” ની શરતોને સંતોષવા માટે તેમની પોસ્ટ્સને સંપાદિત કરવાની ફરજ અનુભવે છે. વપરાશકર્તાઓ પોતાને અન્ય લોકો સાથે સરખાવવા લાગે છે અને વિચારી શકે છે, “શું હું સારો છું?” અથવા “શું હું સુંદર છું?”
આરોગ્ય (Health)
સોશિયલ મીડિયા વ્યસનનું કારણ બને છે અને ઊંઘ ને અસર કરે છે. સૂવાનો સમય પહેલાં સેલ ફોન અથવા વીડિયો ગેમ્સ જેવા ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવાથી ઊંઘની વિવિધ સમસ્યાઓનો ઉદ્ભવ થઈ શકે છે. પરિણામ એ છે કે જે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊંઘી શકે છે અથવા પુરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી કારણ કે તેઓ ખૂબ થાકેલા હોય છે!
આજ ની દુનિયા માં સોશિયલ મીડિયા એક શક્તિશાળી વસ્તુ છે. તે વિશ્વભરના લોકોને જોડાવા અને લોકોને સામાજિક પરિવર્તન હાસીલ કરવા માટે પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે. જો કે, આપણે સોશિયલ મીડિયાના આપણા જીવન પર નકારાત્મક અસરોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. અમને દરેક જાગતી ક્ષણે સોશિયલ મીડિયાની જરૂર નથી, તે સમજવું ખુબ અગત્યનું છે કે તમારે ફક્ત સ્ક્રીન દ્વારા જ નહીં, પણ વાસ્તવિક સમયમાં પણ સંબંધો વધારવાની જરૂર છે.
ઉપર દર્શાવેલ થોડા વિચારો ને તમારે ધ્યાન માં રાખવા જોઈએ, જેથી તમે સ્માર્ટફોન ની બહાર ની દુનિયા માં પણ સારી રીતે જીવી શકો અને તમે તમારા પરિવાર સાથે આનંદ થી જીવન વિતાવી શકો. કદાચ આવનારા સમય માં સોશિઅલ મીડિયા નો ક્રેઝ હાલ કરતા પણ વધી જશે અને તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યા પણ વધતી જશે.
Disclaimer
આ બધા સુવિચારો અમારા દ્વારા લખવામાં લખવામાં આવેલા નથી. અહીં અમે ફક્ત તમારા માટે એક સુંદર સુવિચારો નું કલેકશન અને સ્ટેટ્સ માં મૂકી શકાય તે માટે ફોટા બનાવેલા છે. આ બાબતે કોઈ પ્રશ્ન માટે તમે અમારા ઓફીસીઅલ ઇમેઇલ આઈડી પર ઇમેઇલ કરી શકો છો.
Video
Coming Soon….
Summary
આશા રાખું છું કે તમને “51+ ગુજરાતી સુવિચાર અર્થ સાથે (Best Gujarati Suvichar With Meaning)” આર્ટિકલ ના બધા સુવિચાર ગમશે. આવીજ અવનવી ગુજરાતી માહિતી માટે તમે અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ ની રોજ મુલાકાત લઇ શકો છો. નીચે કોમેન્ટ કરી અને આ આર્ટિકલ વિષે તમારું મંતવ્ય આપવાનું ચૂકશો નહિ.