નમસ્તે મિત્રો આપ સઉ નું અમારા બ્લોગ માં સ્વાગત છે, આજે આપણે “Gujarati Tahuko for Lagna Kankotri- લગ્ન કંકોત્રી માટે ગુજરાતી ટહુકો” આર્ટિકલ માં આપણે ખુબ સરસ ગુજરાતી ટહુકા ના ઉદાહરણ જોવાના છીએ. તમને ખબર જ હશે કે અત્યારે લગ્નની તૈયારીઓ પહેલેથી જ થવા લાગે છે અને આપણે સૌ પ્રથમ કંકોત્રી વિષે વધુ ચિંતીત હોયએ છીએ. તો ચાલો તમારી થોડી ચિંતા દૂર કરીયે.
જયારે પણ આપણે કોઈ પણ કંકોત્રી જોઈએ, ત્યારે તેમાં ટહુકાનું (Tahuko in Gujarati) તો એક અલગ જ મહત્વ હોય છે અને બાળકો માટે તો આ ચાર લીટી ખુબ મહત્વ ધરાવે છે. આ માટે અમે અહીં થોડા ઉદાહરણ આપેલા છે, જે તમને જરૂર થી ગમશે. જો તમારી પાસે કોઈ નવા ટહુકા હોય તો તમે અમને ઇમેઇલ કરી શકો છો, અમે અહીં તે તમારા નામ સાથે પબ્લિશ કરીશું.
આ પણ વાંચો- Shruti Font Gujarati Free Download (શ્રુતિ ફોન્ટ)
Gujarati Tahuko for Lagna Kankotri- લગ્ન કંકોત્રી માટે ગુજરાતી ટહુકો
કોઈ પણ વ્યક્તિ લગ્નમાં સમાવેશ થતી કોઈ પણ કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગતા હોય છે અને કંકોત્રી છપાવાવમાં પણ એટલું જ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ટહુકો બે લીટી નો હોવા છતાં કોઈ પણ લગ્ન કંકોત્રી માં એક મહત્વનું સ્થાન ધરાવે છે.
આવા કારણો થી અમે અહી આપની સાથે ગુજરાતી ભાષામાં ટહુકા (Gujarati Tahuko) શેર કરેલા છે, જે જરૂર થી તમારી લગ્ન કંકોત્રી ની શોભા વધારશે. તમને આ પોસ્ટ કેવી લાગી એ કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો.
મારુ શુભ નામ કંકોત્રી છે.
એક મીઠા પ્રસંગ નું મીઠું તેડું લાવી છું.
આમ તો છું નાની પણ મોટા ના મહેલ આવી છું.
કહેવાવ છું હું કંકોત્રી પણ અપને તેડવા આવી છું.
આવા અનેરા પ્રસંગે જરૂર હાજરી આપજો.
કંકોત્રી લેજો આસ્તે જોજો કયાંય પડી ન જાય,
કંકોત્રી વાંચજો ધીરે ધીરે એકેય લીટી રહી ન જાય,
લગ્ન છે મારા મામાના, લગ્નમાં આવવાનું
ભુલાય ન જાય….
પુષ્પો ની મહેક શ્વાસોશ્વાસ માં સમાય જાય છે.
દુલ્હન નો મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય.
અને આવા મેહમાન થી પણ સોનામાં સુગંધ ભળી જાય છે.
મારા મામા ના લગ્ન માં જરુરુ પધારજો.
છીએ ખુબ નાના, તો મોટા ને કઈ કહેવાય નહિ.
કોઈ એ પૂછી નથી મારી મરજી, પણ ચૂપ તો રેહવાય નહિ.
મારા કાકા ના લગ્ન માં જરૂર ને જરૂર આવજો.
સુરજ તો સાંજે ઢાળી જાય
આપ મારા મામા ના લગન માં પધારશો તો
સોના માં સુગંધ ભળી જશે.
ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય
સુરજ તો સાંજે ઢાળી જાય
આપ મારા મામા ના લગન માં પધારશો તો
સોના માં સુગંધ ભળી જશે.
મારા મામા આજે ચડશે ઘોડી,
લાવશે મારી માટે એક સુંદર મામી.
મારા મામા ના લગ્ન માં જરૂર આવજો.
સુરજ ઉગ્યો ને પ્રગટ્યો દીપ શરણાઈ વાગીને
પ્રભાત જાગી, વેદ પૂછે વૃતિ ને, આ કોના લગ્ન છે, વૃતિ!
કહે આ તો મારા મામાના લગ્ન છે –
લી. વેદ , વૃતિ
ઘોડે ચડશે, પાઘડી બાંધશે, વરરાજા બનશે અમારા વીર,
માંડવે સજશે, મહેંદી લગાડશે, દુલ્હન બનશે અમારા
ભાભી…- લી….
આ તો આનંદ નો અવસર છે,
આપ સૌ ની હાજરી આ પ્રસંગ ને ઉત્સવ બનાવી દેશે.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
સંબંધ ખીલી ઉઠશે આપના આગમનથી,
પ્રસંગ દિપી ઉઠશે આપના આશીર્વાદથી,
મારી હઠ પુરી થશે આપના આગમનથી,
પ્રસંગ તો ઈશ્વર કૃપાથી ઉકેલાય છે,
પણ આવ્યા ન આવ્યાની યાદ જીવનભર રહી જાય છે.
લી- રાજેશ, રામ, કૌશિક, હેતલ
લગ્ન અઢી અક્ષરની વાત છે, પણ જીવનભર નો સાથ એ મોટી વાત છે.
તમારે આવવાનું એ કહેવાની વાત છે, જો જો લગ્નમાં આવવાનું ભુલાય નહિ હો!
લી- પ્રવિણ, હાર્દિક, દિપીકા, ગીરીસ, બીપીન, ભાવના.
બાગ કૈમ મહેકે વસંત વગર, સુર કેમ સજે સીતાર વગર,
તમેં છો અમારા મહેમાન, પ્રસંગ કેમ શોભે તમારા વગર…
તો મારા કાકાના લગ્નમાં જરૂર ને જરૂર આવજો હોને…
લી- રાધીકા, ટીનુ, હીના, હેતલ.
મોરના ટહુકે, મન ની લાગણીએ ને સોહામણી સંધ્યાએ,
દિલ થી દસ વાર, સન્માન થી સો વાર,
હૈયામાં હજારવાર, લખતી વખતે લાખોવાર,
એક જ વાત કહેવા માગું છું.
મારા મામા/કાકા/માસી ના લગ્ન માં જરૂર જરૂર આવજો..
ઘરે આવશે મામી તો રાજી થશે નાની.
મારા મામા ના લગન માં જરૂર આવજો…….
સુરજ નથી ભૂલતો ઉગવાનું,
ગુલાબ નથી ભૂલતું ખીલવાનું, પાણી નથી ભૂલતું વહેવાનું,
અને _____ પરિવાર ના બાળકો નથી ભૂલતા કહેવાનું.
તો આપને કદી ના ભુલાય મારા ભાઈ ના લગ્નમાં આવવાનું ,
જરૂર ને જરૂર પધારજો.
લી- ક્રિષ્ના, આયુષી
ગાના હોગા,બજાના હોગા,
મોસામ બડા મસ્તાના હોગા,
આંગન બડા સુહાના હોગા,
હો રહી હે મેરે અંકલ કી શાદી તો આપકો આનાહિ હોગા..
લી- વેદ , વૃતિ, રક્ષા
કોયલને ફુંજન વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે,
તમે અમારા એવા મહેમાન બનોકે, અમોને તમારા વિનાન ચાલે.
મારા મામાના લગ્ન માં જરૂરને જરૂર આવજો હોને…
લી- હાર્દિક, શાર્દુલ, રુચિ, ગાયત્રી
ફુલડાની મહેક શ્વાસમાં ભળી જાય,
મહેંદી તણો રંગ હાથમાં મળી જાય,
સુરજ તો સમીસાંજ ટાણે ઢળી જાય,
આપ અમારા ભાઈ/બેન ના લગ્નમાં પધારશો,
તો સોનામાં સુગંધ ભળી જાય. .
લી- ગાયત્રી, ભૂમિ, રુચિકા
ગાના હોગા, બજાના હોગા,
મોસમ બડા સુહાના હોગા,
આપ આયે તો આંગન બડા સુહાના હોગા,
હમારે દીદી કી શાદિમે ના આને કા આપકે પાસ કોઈબહાના હોગા.
લી- રોનક, પ્રતિક.
મૌન અમારી ભાષા,
પ્રેમ અમારી પરીભાપા,
શાનમાં કહુ કે કાનમા,
ના ના કહેવાદોને જાહેર માં…
મારા મામાના લગ્ન માં જરૂરને જરૂર આવજો હોને…
લી- હસ્તી, પ્રગતિ, વીરેન્દ્ર
આ પણ વાંચો- 500+ Gujarati Font Free Download (ગુજરાતી ફોન્ટ)
Gujarati Tahuko for Dikri / Tahuko in Gujarati (દીકરી માટે ગુજરાતી ટહુકો)
લગ્ન તો બે વ્યક્તિ ને એક કરવાની વાત છે,
જે જીવન ભર નો એક સંગાથ છે.
લગ્ન નું આમંત્રણ આપવું એ તો સગપણ ની વાત છે,
પણ આપણું આગમન આનંદ ની વાત છે.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
કૃષ્ણ વિના મધુવન અધૂરું, ખળખળતા પાણી વગર તો વગર નદી પણ અધૂરી,
કોયલ ના ટહુકા વગર વેન અધૂરું, મોરના ટહુકા વગર મેઘ ગર્જના અધૂરી.
આપની ઉપસ્થિતિ વગર અમારો પ્રસંગ અઘૂરો તો
અમારા ભાઈ/મામા/કાકા ના લગ્ન માં જરૂર ને જરૂર પધારજો.
લગ્ન એક એવો પ્રસંગ છે ,
જે બે વ્યક્તિ ને એક કરે છે.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
અમારા ઘરે આવતા આવા અનેરા પ્રસંગે આપણી હાજરી મહત્વપૂર્ણ છે.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
આજ પારકી થઇ છે દીકરી
અને ભીની થઇ છે સૌ ની આખો.
પણ આ તો વાત છે મમતા પિયર ની.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
વર્ષો બાદ ના આવા અનેરા અવસર માં આપની હાજરી જરૂરી છે.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
આવા આનંદ ના અવસર માં અમે પ્રતીક્ષા કરીશું તમારી પાપણ પાથરીને.
મારા મામા/માસી/કાકા/દીદી ના લગન માં જરૂર ને જરૂર પધારજો.
હોઈએ ભલે નાના પણ પ્રસંગે ચુપ રહીએ છાના,
મારા કાકા/ફેબા તથા મામા/માસી નાં લગ્નમાં
જરૂરને જરૂર આવજો હો…
લી- રાજ, રાકેશ, કેવિન
મૌન મારી ભાષા અને પ્રેમ મારી પરિભાપા,
શાનમાં કહુ કે કાનમાં
ના…ના… કહેવાદોને જાહેરમાં કે મારા ફઈ ના લગ્નમાં જરર આવજો
હો…ને.. લી- _______ , ________
તારીખ લખી છે તત્કાલ, મહિનો લખ્યો છે મન થી ને વર્ષ લખ્યું છે વાત્સલ્ય થી.
મારા મામા/કાકા/માસી ના લગ્ન માં જરૂર જરૂર આવજો.
ઊંડ પંખી આકાશમાં પત્રિકા લઈ ચાંચમાં,
પહાડ આવે તો પાર કરજે, નદી આવે તો સ્નાન કરજે.
અમારા સબંધી કહેજે કે મારા દીદી ના લગ્નમાં જરૂર ને જરૂર પધારે.
લી- વિવેક, આશુ
આજ એક આંખ રડશે તો બીજી હરખાશે.
વિદાય થવાની છે મારી દીદી ની તો જરૂર હાજરી આપજો.
લગ્ન વિષે ઉપીયોગી માહિતી
લગ્ન કરવા જરૂરી છે કે લગ્ન શા માટે જરૂરી છે અને જેઓ માને છે કે આપણે લગ્ન કરવા જ છે તો તેમનો પ્રશ્ન છે, લગ્નની પદ્ધતિ શું છે, લગ્ન અને લગ્નની વિધિઓ શું છે એટલે કે જેને અંગ્રેજીમાં વેડિંગ અથવા મેરેજ કહે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જેને મેરેજ એક્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.
લગ્ન શું છે?
વિવાહ, જેને લગ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રેરક વિચાર મુજબ, તેની વ્યાખ્યામાં લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક અથવા ધાર્મિક રીતે માન્યતા પ્રાપ્ત જોડાણ છે જે તે લોકો, તેમજ તેમના કોઈપણ પરિણામો જૈવિક અને સંબંધીઓ વચ્ચે અધિકારો અને જવાબદારીઓ સ્થાપિત કરે છે. લગ્નની વ્યાખ્યા વિશ્વભરમાં બદલાય છે, માત્ર સંસ્કૃતિઓ અને ધર્મો વચ્ચે જ નહીં, પરંતુ કોઈપણ સંસ્કૃતિ અને ધર્મના ઇતિહાસમાં પણ.
જેમ તમે બધાએ જોયું હશે કે આપણો હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ ધર્મ, આ બધા ધર્મોમાં લગ્ન કરવાની રીત ખુબ અલગ અલગ છે અને દરેકના અલગ-અલગ રિવાજો છે.સામાન્ય રીતે તે મુખ્યત્વે 1 સંસ્થા છે જેમાં સામાન્ય રીતે પરંપરાગત સંબંધોને સ્વીકારવામાં આવે છે. વિવાહ એટલે કે લગ્ન જેને લગ્ન ઉત્સવ પણ કહેવાય છે, જે અંતર્ગત પરિવારના સભ્યો અનેક રીત-રિવાજો ઉજવીને ખુશીઓ ઉજવે છે.
મતલબ એટલો જ છે કે હિંદુ ધર્મમાં લગ્નને લઈને જે પણ રિવાજો છે, આપણે તેને વાંચીએ અને લગ્ન સંબંધિત જે પણ રિવાજો આપણે જુદા જુદા ધર્મોમાં ઉજવીએ છીએ, પછી તે હિંદુ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય કે શીખ ધર્મ, આપણે તેના હેઠળ લગ્ન કરવા જોઈએ.
એવું માનવામાં આવે છે કે ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવેલા લગ્નને ભગવાન માન્યતા આપે છે. જેમ કે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે અગ્નિને સાક્ષી તરીકે લઈને સાત પરિક્રમા કરવામાં આવે છે, જેમાં અગ્નિ સાક્ષી છે કે પતિ-પત્ની દ્વારા જે પણ સાત વચનો લેવામાં આવે છે, તે તે પૂર્ણપણે પૂરા કરશે.
જેમ તમે જાણો છો કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે જેમાં પાણી, અગ્નિ, વાયુ, માટી, આકાશ, આ તમામ 5 ભૂતોનો ઉપયોગ આપણે લગ્નમાં કરીએ છીએ, જેમાંથી અગ્નિને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
લગ્નની વિધિઓ અલગ-અલગ ધર્મોમાં અલગ-અલગ રીતે કરવામાં આવે છે, તમે સાંભળ્યું જ હશે કે પંજાબી લગ્નની વિધિઓ મોટાભાગે લોકોને પસંદ આવતી હોય છે, પરંતુ કેટલીક એવી વિધિઓ છે જે ઘણા ધર્મોમાં અને ઘણી જગ્યાએ અલગ અલગ હોય છે અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.
લગ્ન કરવા જરૂરી છે?
જો કે, આ દુનિયામાં ઘણા સંબંધો છે જેમ કે માતા-પિતા, કાકા, કાકી, ભાઈ-બહેન વગેરે. આ બધા સંબંધો પોતપોતાની જગ્યાએ ખાસ છે, પરંતુ દુનિયાનો સૌથી ખાસ સંબંધ પતિ-પત્નીનો છે. પરંતુ આજના સમયમાં લગ્ન પ્રત્યે દરેકનો વિચાર બદલાઈ ગયો છે, આજના સમયમાં છોકરા-છોકરી બંનેના લગ્નને લઈને અલગ-અલગ મંતવ્યો છે, કેટલાક લોકો લગ્નને આપત્તિ માને છે તો કેટલાક લોકો જીવનની જરૂર છે. વિવિધ ધારણાઓને કારણે આજે લગ્નનો અર્થ બદલાઈ ગયો છે.
એવું માનવામાં આવે છે કે પતિ-પત્ની એકબીજાના પૂરક છે. લગ્ન કરવાથી તમને વિશ્વાસપાત્ર જીવનસાથી જ નહીં પરંતુ પતિ કે પત્નીના રૂપમાં મિત્ર પણ મળે છે. લગ્ન જીવનની જરૂરિયાત છે અને કહેવાય છે કે લગ્ન ન કરવાથી સમાજમાં માન-સન્માન નથી મળતું. તો ચાલો જાણીએ એ કઈ કઈ બાબતો છે જેને તમે ધ્યાનમાં રાખી શકો છો કે લગ્ન કરવા શા માટે જરૂરી છે.
જો તમે લગ્ન નહીં કરો તો તમે હંમેશા એક સારા મિત્રને ગુમાવશો. આ સિવાય લગ્ન ન થાય તો ઉંમર પણ ઘટી જાય છે. જો તમે લગ્ન ન કરો તો ઘણી વખત તમને સમાજમાં સન્માન પણ મળતું નથી. જીવનમાં ઘણા વળાંક આવે છે, વ્યક્તિ એક સારા જીવનસાથીની જરૂરિયાત અનુભવે છે.
યુવાની ભલે મોજ-મસ્તીમાં વીતતી હોય, પણ જેમ જેમ યુવાનીનાં દિવસો પસાર થવા લાગે છે તેમ તેમ તમે એકલતા અનુભવવા માંડો છો. જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ તેમ તમારે એવી કાળજી લેવાની પણ જરૂર છે જે ફક્ત જીવનસાથી જ કરી શકે.
આ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારો નિર્ણય લઈ શકો છો, આ પછી પણ જો તમે લગ્ન કરવા નથી માંગતા તો તે તમારો અંગત નિર્ણય છે. લગ્નનો અર્થ કે હેતુ કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. તે ભગવાન દ્વારા બનાવવામાં આવેલ એક અમૂલ્ય સંબંધ છે જે તમારા જીવન અને તમારા જીવનના હેતુ અને અર્થને પરિપૂર્ણ કરે છે.
જો કે આ ધાર્મિક વિધિઓમાં ઘણા તર્ક છે, પરંતુ કેટલાક ધાર્મિક વિધિઓ પણ લોકો આજકાલ ફેશન માટે બનાવે છે. કેટલીક ધાર્મિક વિધિઓ ફક્ત એટલા માટે કરવામાં આવે છે જેથી બે પરિવારો વચ્ચે સુમેળ રહે, જ્યારે કેટલીક ધાર્મિક વિધિઓ એવી કરવામાં આવે છે કે લગ્ન સમયે અમારા પરિવારના તમામ સભ્યો હાજર રહે જેથી તેઓ તે ઉજવણીનો આનંદ માણી શકે.
આ ધાર્મિક વિધિઓ વિના, આ રિવાજો વિના, આવી ઘણી પરંપરાઓ છે જે પૂર્ણ છે અને એવું પણ કહેવાય છે કે તેના વિના લગ્ન અધૂરા માનવામાં આવે છે.
FAQ
લગ્ન કંકોત્રી માટે ગુજરાતી ટહુકો (Gujarati Tahuko) ની PDF ક્યાં થી મળશે?
તમે આ પેજ ને આસાની થી ગૂગલ ક્રોમ ની મદદ થી PDF માં કન્વર્ટ કરી શકો છો, આ કામ કરવામાં તમને કોઈ મુશ્કેલી નહિ પડે. છતાં કોઈ વ્યક્તિ ને PDF ની લિંક જોઈતી હોય તો તમે અહીં નીચે કોમેન્ટ કરી શકો છો, અમે અહીં અપલોડ કરીશું.
આ ટહુકાના ફોન્ટ કયા છે?
આ ટહુકા અહીં આપેલા છે, એ તમામ યુનિકોડ ગુજરાતી ફોન્ટ માં છે. જયારે મોટા ભાગના કંકોત્રી ડિઝાઈનર નોન યુનિકોડ ફોન્ટ નો ઉપીયોગ કરે છે અને આ ફોન્ટ ડાઇરેક્ટ તેમના સોફ્ટવેર માં નહિ ચાલે. પણ આ ફોન્ટ તમે કન્વર્ટ કરી શકો છો.
Summary
આશા રાખું છું કે “Gujarati Tahuko for Lagna Kankotri- લગ્ન કંકોત્રી માટે ગુજરાતી ટહુકો” આર્ટિકલ માં તમેં આ ટોપિક પર ત્રણ સરસ ઉદાહરણ જોયા અને તેના ઉપર થી તમે હવે પોતાનો સરસ નિબંધ લખી શકવા સક્ષમ હશો. છતાં કોઈ મુશ્કેલી જન તો નીચે કોમેન્ટ કરો, અમે જરૂર તમારી મદદ કરશું. અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.