આઈ ખેડૂત પશુપાલન યોજના (Ikhedut Pashupalan Yojna 2021/22)

Gujarati English

આઈ ખેડૂત પશુપાલન યોજના (Ikhedut Pashupalan Yojna 2021/22)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ www.gujarati-english.com માં ખૂબ ખુબ સ્વાગત છે અને આજના “આઈ ખેડૂત પશુપાલન યોજના (Ikhedut Pashupalan Yojna)” આર્ટિકલ માં આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતા એક ખેડૂત પશુપાલન સહાયક યોજના વિષે વિસ્તૃત માહિતી મેળવશું.

વિશ્વના ઘણા વિકસિત દેશો ની સરકાર ઘણા વર્ષો થી Digitalization નો ઉપીયોગ કરી રહી છે, જેથી ઘણું સરકારી કામ સરળ બની ગયું છે. ખાસ કરીને 2020 પછી ગુજરાત સરકારે પણ આ બાબતે પોતાનું ધ્યાન દોર્યું છે અને ઘણી બધી આવી સેવાઓ અને સુવિધાઓ નો ઉપીયોગ લોકો Online કરી શકે તે માટે લોકો ને વિશ્વાસ આપ્યો છે.

I Khedut Portal પણ એવું જ એક પોર્ટલ છે જેમાં ખેડૂતો માટે ની સહાય અને અન્ય ઉપીયોગી માહિતી online પ્રદાન કરવામાં આવે છે. આ વેબસાઈટ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવે છે અને ગુજરાત ના ખેડૂતો યોજના અને સહાય માટે આ પોર્ટલ માં અરજી કરી શકાય છે. આવનારા વર્ષો માં હજી પણ ગુજરાત સરકાર દ્વારા આવા platform બનાવવામાં આવશે, જેથી લોકો સરળતા થી આવી યોજના નો લાભ લઇ શકે.

Also Read- IKhedut Portal Yojana- આઈ ખેડૂત પોર્ટલ ની તમામ યોજના વિષે માહિતી

Table of Contents

આઈ ખેડૂત પશુપાલન યોજના વિશે ઉપયોગી માહિતી (Useful Information About Ikhedut Pashupalan Yojna)

ઘણા દેશ ની સરકારો નાગરિકોને મૈત્રીપૂર્ણ સરકારી સેવાઓ વિષે માહિતી પ્રદાન કરવા, સાથે સાથે આવી સેવાઓ નો લાભ આપવા માટે અને તેમની કિંમત ઘટાડવા માટે ડિજિટલાઇઝેશનને અપનાવી રહી છે. જેમાં ભારત પણ કઈ પાછળ નથી, કદાચ તમે જોયું જ હશે કે હાલ માં ઘણી સેવાઓ online થઇ રહી છે અને ભવિષ્ય માં કદાચ વધુ વિકાસ પામશે.

સેવાઓ ઓનલાઇન બનાવવા માં ફાયદા સાથે થોડા નુકશાન પણ છે, એટલા માટે જ સફળ ડિજિટલાઇઝેશન અભિગમ નાગરિકો તરફથી જોવો જોઈએ. આવી સેવાઓ નું અમલીકરણ એ પણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ, કારણકે કે લોકો દ્વારા જ અપનાવશે નહિ તો Digitalization કોઈ ફાયદો રહેશે નહિ.

આપણા દેશમાં અન્ય દેશો કરતા સાક્ષરતા નું પ્રમાણ ઓછું છે અને બધા લોકો પાસે કોમ્પ્યુટર કે સ્માર્ટફોન નથી તે માટે Digitalization થોડું વધુ અઘરું બની જાય છે. છતાં પણ ભારત માં લોકો આવી વસ્તુપ અપનાવી રહ્યા છે અને તેમને ગમે પણ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપણે સાથે મળી અને દેશ ના વિકાસ માં પોતાનો સપોર્ટ દેખાડીશું.

What is IKhedut Portal? (આઈ ખેડૂત પોર્ટલ શું છે?)

આપણા રાજ ગુજરાતે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે, જે ખુબ જ સારી વાત છે. આવા ખેડૂતો માટે અવનવા કામ સાથે ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. આવી જ ઉપીયોગી વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે.

આપણા રાજય ગુજરાત ના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે જરૂરી માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી મોબાઈલ માં ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો જાણકરી અને લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ ભાવો કોઈ પણ સમયે જાણી શકાય તે માટે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા Ikhedut Portal ચાલુ કરવામાં આવેલ છે.

સામાન્ય વાત કરીએ તો આ એક ખેડૂત માટે બનાવવા આવેલું એક સરળ પોર્ટલ છે. જ્યાં ગુજરાત ના તમામ ખેડૂતો પોતાના ફોન માં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી જરૂરી સૂચનાઓ મેળવી શકે છે, કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે, કૃષિ બજારો ના લાઈવ ભાવ જોઈ શકે છે અને કોઈ પણ યોજના નું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે.

History of IKhedut Portal? (આઈ ખેડૂત પોર્ટલ નો ઇતિહાસ?)

ગુજરાત સરકારે ગુજરાત ના તમામ ખેડૂતો ને પૂરતો લાભ મળી રહે તે માટે આ પોર્ટલ શરૂ કર્યું છે અને આ પોર્ટલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સીધો ખેડૂતો સુધી પહોંચવાનો છે. તમને ખબર જ હશે કે આજ ખેડૂતો Ikhedut સાઈટનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ કોઈ પણ યોજના વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે, જેથી નવી યોજના કે જૂની માં થયેલ ફેરફાર વિષે જાણવા માટે તેમને કોઈપણ સરકારી કચેરીમાં જવું પડતું નથી.

સાથે સાથે આ પોર્ટલ નો ઉપયોગ કરીને તમામ ખેડૂતો તેમના અરજી ફોર્મની સ્થિતિ પણ ચકાસી શકે છે. આ સેવા ગુજરાત ના દરેક ખેડૂતો ને તમામ સેવા વિનામૂલ્યે પ્રદાન કરે છે. આઈ ખેડૂત પોર્ટલ ના મુખ્ય ફાયદા ની વાત કરીએ તો તે સરકાર અને લોકોના પૈસાની અને સમય ની મુખ્ય રીતે બચત કરે છે. આ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા 1 વર્ષ સમયગાળા આસપાસ થી શરુ કરવામાં આવેલું છે અને ઘણા સુધારા પણ કરવામાં આવી રહ્યા છે. હજી આ પ્લેટફોર્મ નવું છે પણ ટૂંક સમય માં સંપૂર્ણ કાર્યરત થઇ જશે.

ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાનો છે, જેથી તેઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી આસાની થી માહિતગાર થઇ શકે. હવે કોઈ પણ ખેડૂત તેનું અરજી ફોર્મ ભરીને યોજનાનો સીધો લાભ લઈ શકે. સત્તાવાર પોર્ટલમાં કેવી રીતે નોંધણી કરવી તે તમે આ પૂરો આર્ટિકલ વાંચી અને માહિતી મેળવી શકો છો અને તમારી એપ્લિકેશન સ્થિતિ પ્રક્રિયા પણ તપાસી શકો છો, વધુ વિગતો માટે નીચે વાંચો.

2021/2022 આઈ ખેડૂત પશુપાલન યોજના નું લિસ્ટ (Gujarat Ikhedut Pshupalan Yojana List)

તમને આ પોર્ટલ ની લિંક નીચે આપેલી છે, જ્યાં તમને તમામ પ્રકાર ની યોજના ને લગતી માહતી મળી જશે. વર્ષ 2021 અને 2022 ની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ માં તમને ખેતીવાડી ને લગતી 49 જેટલી, પશુપાલન ને લગતી 31 જેટલી, બાગાયતી ખેતીવાડી ને લગતી 127 જેટલી, મત્સ્ય પાલન ને લગતી 55 જેટલી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની 1 યોજના જોવા મળશે.

આ વેબસાઈટ માં તમે મુલાકાત લેશો તો તમને પશુપાલન ને લગતી 31 જેટલી યોજનાઓ જોવા મળશે, જેમાની થોડી મહત્વપૂર્ણ યોજના નું લિસ્ટ તમને નીચે દેખાતું હશે. પણ અન્ય યોજનાઓ વિષે માહિતી માટે તમારે ગુજરાત સરકાર ના આ પોર્ટલ ની એક વાર મુલાકાત જરૂર લેવી પડશે, જ્યાં તમને બધી યોજના વિષે વિસ્તૃત માહિતી આપેલી છે.

આઈ ખેડૂત પશુપાલન યોજના લિસ્ટ (Ikhedut Pashupalan Yojana)
આઈ ખેડૂત પશુપાલન યોજના લિસ્ટ (Ikhedut Pashupalan Yojana)
Noપશુપાલન યોજના નું નામ
1સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
2સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
3પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
4પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
5મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
6મહિલા લાભાર્થીઓને બકરાં એકમ માટે સહાય
7પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના સહાય
8બકરાં એકમ માટે સહાય
9આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
10એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને 12% વ્યાજ સહાય
11જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ માટે સહાય
12રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
14રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના
14ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય
15ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય
16શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
17સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના
18રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ઘર સહાય
19ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
20બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના

આ પોર્ટલ ની મુલાકાત લેવા તમને અહીં એક બટન આપવામાં આવેલૂ છે, જ્યાં ક્લિક કરી તને તમે પોર્ટલ ના હોમ પેજ પર પોચી જશો. જ્યાં તમને આવી અવનવી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માં જાહેર કરવામાં આવેલ જરૂરી માહિતી, યોજના વિષે માહિતી અને ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.

To visit I Khedut Portal- www.ikhedut.gujarat.gov.in

પશુપાલન યોજના ફોર્મ વિષે માહિતી

હાલ માં આ આઈ ખેડૂત પોર્ટલ માં તમે કોઈ પણ યોજના નું ફોર્મ Online તમારી જાતે ભરી શકો છો. અહીં તમારે કોઈ પણ જગયા એ ફોર્મ શોધવાની જરૂર નથી, છતાં તમને ઓનલાઇન પ્રોસેસ માં વધુ સમજણ નથી પડતી તો તમે આ ફોર્મ ઑફલાઇન પણ ભરી શકો છો. આ ફોર્મ ની વિગતો તમે તમારા ગામ ના ગ્રામસેવક અથવા તલાટી મંત્રી ને પૂછી શકો છો, જે તમને ચોક્કસ માહિતી આપશે.

પશુપાલન ફાર્મ યોજના (Pashupalan Farm Yojna)

આપણા ગુજરાત રાજ્યની સ્થાપના સાથે 1લી મે 1960થી સરકાર દ્વારા પશુપાલન વિભાગ અસ્તિત્વમાં આવ્યો હતો, જે હાલમાં ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના નિયમન હેઠળ કાર્ય કરે છે. હાલ માં પણ આ વિભાગ ગુજરાત ના દરેક જિલ્લા માં કાર્ય કરે છે અને પશુ ધન માટે વિશેષ ધ્યાન આપે છે.

ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા અનેક પશુપાલન સંબંધિત પ્રવૃત્તિઓ અને યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. વિભાગ દ્વારા વિવિધ યોજનાઓહાથ ધરવામાં આવે છે- જેમ કે પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધન સેવાઓ, મરઘા વિકાસ માટેની યોજનાઓ, ઘાસચારો વિકાસ, ઘેટાં વિકાસ, બકરી વિકાસ, પશુ પ્રદર્શન, ચેપી પશુ રોગોનું નિયંત્રણ, પશુ આરોગ્ય વીમા પ્રોજેક્ટ, વિશેષ ઘટક યોજનાઓ અને પ્રાણીઓ અને પ્રાણી ઉત્પાદનોના વેચાણ માટે બજારોની સ્થાપના અને અન્ય પણ ઘણા કામ કરે છે.

પશુપાલન ફોર્મ યોજના જયારે પણ કાર્યરત હતી ત્યારે પશુઓ ને રહેવા માટે જે પણ શેડ બનાવવો હોય તેના માટે લોકો ને સબસીડી આપવામાં આવતી હતી. હાલ કદાચ આ યોજના કાર્યરત નથી અને તેની જગ્યાએ પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના સહાય અને ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય જેવી યોજનાઓ કાર્યરત છે.

પશુ ખાણ દાણ યોજના (Pashu Khan Daan Yojna)

ગુજરાત સરકારે પશુપાલકો માટે મુખ્યમંત્રી પશુધન સહાય યોજના 2021 શરૂ કરી છે. આ યોજનામાં સરકાર ગાય કે ભેંસને પૌષ્ટિક પશુ આહાર આપવા માટે પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડશે. જ્યારે તેમની ગાય અથવા ભેંસ વાછરડાને જન્મ આપે ત્યારે 1 મહિના માટે ખાણ ની રકમ પર 50% છૂટ આપવામાં આવી છે.

ગુજરાત મુખ્યમંત્રી પશુધન સહાય યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં પશુધનની સંખ્યા વધારવાનો છે. ગુજરાતમાં પશુપાલન પ્રવૃત્તિઓ વિવિધ યોગદાન દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ યોજના નો મુખ્ય ધ્યય દૂધ, ઈંડા જેવા પશુધન ઉત્પાદનો દ્વારા માનવ વસ્તીને આવક વધારવા, ડ્રાફ્ટ પાવર, સામાજિક-આર્થિક ઉત્થાન, રોજગારના માર્ગો અને વધુ સારું પોષણ મળે તેવો છે.

ગુજરાત રાજ્યના લાખો પશુપાલકોને મદદ કરવા માટે, ગુજરાત મુખ્ય મંત્રી પશુદાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી પશુધન સહાય યોજનાના અમલીકરણ માટે 200 કરોડ ફાળવ્યા છે. આ યોજનામાં સરકાર જ્યારે તેમની ગાય અથવા ભેંસ વાછરડાને જન્મ આપે ત્યારે એક મહિના માટે 50% રાહત દરે 150 કિલો જેટલો પૌષ્ટિક પશુ આહાર પૂરો પાડશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવા માટે ગુણવત્તાયુક્ત સંવર્ધન સેવાઓ પ્રદાન કરવાનો છે. ગાય, ભેંસ અને વાછરડાની સ્વદેશી જાતિઓના અપગ્રેડેશન અને સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી પશુધન સહાય યોજના સાથે, સરકાર. ફીડ, દૂધ અને દૂધની બનાવટોની ગુણવત્તા નિયંત્રણમાં રાખી શકે છે.

રાજ્ય સરકાર પશુ ચિકિત્સા વિસ્તરણ, શિક્ષણ અને પશુપાલકોની તાલીમ માટે પણ ઘણા પગલાં લીધા છે. સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે ડેરી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સામાજિક ઉત્થાન માટે વિવિધ વિશેષ પશુધન ઉત્પાદન કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. મુખ્ય મંત્રી પશુધન સહાય યોજનાથી ઘાસચારાનું ઉત્પાદન વધશે.

પશુ ખાણ દાણ યોજના નો મુખ્ય હેતુ

ગુજરાત સરકાર નો આ યોજનાનો મુખ્ય હેતુ પશુ જાળવણી અને પશુ ધન ની સંખ્યા વધારવાનો છે. પશુપાલકો ને 150 કિલો સુધી નો પશુ આહાર 50% રાહત દરે આપવામાં આવશે જેથી તે પોષ્ટીક આહાર થી પશુ ની દૂધ ઉત્પાદન ક્ષમતા માં વધારો થાય. આ માટે ગુજરાત સરકાર એ 200 કરોડ જેટલું ફંડ જાહેર કરેલું છે અને ગુજરાત ના કોઈ પણ વ્યક્તિ આ યોજના નો લાભ લઇ શકે છે.

પશુ ખાણ દાણ યોજના ની પાત્રતા

 • અરજદાર ગુજરાત નો વાતની હોવો જરૂરી છે.
 • લાભ મેળવવા ઇચ્છિત વ્યતિ પાસે ગાય કે ભેંસો હોવી જરૂરી છે.
 • અરજદાર ખેડૂત અથવા પશુપાલન કરતો હોવો જરૂરી છે.
 • લાભ મેળવવા ઇચ્છિત વ્યતિ નજીક ની દૂધ મંડળી નો સભ્ય હોવો જરૂરી છે.
 • ગુજરાત ના તમામ જાતિ ના લોકો આ યોજના નો લાભ લઇ શકે છે.
 • જો પેહલા કોઈ આવી યોજના નો લાભ લીધો હોય તો ચોક્કસ દર્શાવવી.
 • અરજદાર નજીક ની સહકારી ડેરી માં દૂધ ભરતો હોય.

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

કોઈ પણ પશુપાલન યોજના માં નવું રજીસ્ટ્રેશન કરવા તમારે નીચે દર્શાવેલા થોડા પગલાં અનુસરવા ના રહેશે. છતાં તમને કોઈ રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડે તો તમે નીચે કોમેન્ટ અથવા ઇમેઇલ કરી શકો છો, અમે જરૂર થી તમારી મદદ કરીશું. અને નીચે તમને એક વિડીયો પણ આપવામાં આવ્યો છે જ્યાં તમને જરૂરી માહિતી મળશે.કોઈ પણ ખેડૂત યોજના માં રજીસ્ટ્રેશન કરવા તમારે નીચે દર્શાવેલા થોડા પગલાં અનુસરવા ના રહેશે. છતાં રજીસ્ટ્રેશન કરવામાં તમને કોઈ મુશ્કેલી અનુભવાય તો તમે નીચે કોમેન્ટ અથવા ઇમેઇલ કરી શકો છો, અમે ચોક્કસ થી તમારી મદદ કરીશું.

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું
આઈ ખેડૂત પશુપાલન યોજના માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું
 • નોંધણી કરવા ગુજરાત Ikhedut Portal સત્તાવાર સાઇટ પર જાઓ, અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો તો તે સાઇટનું હોમપેજ ખુલશે.
 • નોંધણી માટે, તમારે ખેડૂત યોજના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
 • પછી, તમારી સ્ક્રીન પર આગળનું પેજ દેખાશે, જેમાં તમારે આઈ ખેડૂત પશુપાલન યોજના પસંદ કરવાની રહેશે જેના માટે તમે અરજી કરવા માંગો છો.
 • ઇચ્છિત વિકલ્પ પર ક્લિક કર્યા પછી, સૂચના માટે નું એક પેજ દેખાશે, પેજના સૌથી નીચે તમે નોંધણી કરાવી છે કે નહીં તે પસંદ કરવા માટે નું એક વિકલ્પ દેખાશે.
 • જો તમે હા વિકલ્પ પસંદ કરો છો, તો તમારે અરજદારનો આધાર નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, અને પછી તમારે OTP દાખલ કરવો પડશે,
 • હવે વેરિફિકેશન નું પૃષ્ઠ ખુલશે.
 • જો તમે નો વિકલ્પ પસંદ કરો છો, તો પછી નવા વિકલ્પ લાગુ કરો પર ક્લિક કરો, અને બધી વિગતો દાખલ કરવાનું શરૂ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
 • કેપ્ચા દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
 • તમારુ રજીસ્ટ્રેશન સફળ થયું હશે તો તમારા ફોન માં એક મેસેજ આવશે.

આઈ ખેડૂત પશુપાલન યોજના માં જરૂરી દસ્તાવેજો (Required Documents for Yojna)

કોઈ પણ નવી ગુજરાત સરકાર ની ખેડૂત સહાયક યોજના માં નીચે દર્શાવાયા પ્રમાણે થોડા દસ્તાવેજો ની તમારે જરૂર પડશે, જેથી આવી નકલો થોડી તમારી પાસે રાખવી જરૂરી છે.

i khedut portal required documents for yojna
i khedut portal required documents for yojna
 1. ઓળખ કાર્ડ ની વિગતો
 2. રેસાં કાર્ડ ની નકલ અને વિગત
 3. અનુસૂચિત જાતિ અને જનજાતિ નું પ્રમાણ પત્ર
 4. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
 5. પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
 6. બેંક પાસબુકની નકલ
 7. જો અરજદાર વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
 8. આધાર કાર્ડ નકલ
 9. જમીન ના દસ્તાવેજો ની નકલ
 10. અન્ય યોજના માં જરૂરી દસ્તાવેજો

આઈ ખેડૂત પશુપાલન યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી (How to check Application Status of Ikhedut Pashupalan Yojna)

ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ દ્વારા યોજના એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું કોઈ પણ વ્યક્તિ માટે ખુબ જ સરળ કામ છે. કોઈ પણ અરજદાર સાઇટની મુલાકાત લઈને તેના મોબાઇલ દ્વારા એપ્લિકેશનના કોઈ પણ અપડેટ ને આસાની થી ચકાસી શકે છે, નીચે તમને આ પ્રશ્ન બાબતે સરળ ગુજરાતી ભાષા માં માહિતી મળી જશે.

આઈ ખેડૂત પશુપાલન યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી
આઈ ખેડૂત પશુપાલન યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી
 • સૌ પ્રથમ તમારે પોર્ટલ ની મુલાકાત લેવાની રહેશે, લિંક તમને ઉપર આપવામાં આવેલી છે ત્યાંથી તમે મુલાકાત લઇ શકો છો.
 • હોમ પેજ પર જ તમે એક દમ વચ્ચે “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” એવું બ્લુ કલર માં લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો .
 • હવે પછી નવું પૃષ્ઠ ખુલશે, જેમાં ડ્રોપ ડાઉન બોક્સમાંથી તમારે આઈ ખેડૂત પશુપાલન યોજના પસંદ કરવા ની રહેશે.
 • હવે તમે એપ્લિકેશન સ્થિતિનો પ્રકાર કઈ રીતે જોવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. જ્યાં તમને એપ્લિકેશન નંબર અથવા રસીદ નંબર ઓપ્શન દેખાશે તે સાચો નંબર દાખલ કરો અને વર્ષ સિલેક્ટ કરો.
 • નીચે તમને એક સરળ કેપ્ચા કોડ દેખાશે જે જોઈને તમારે તેની નીચેના બોક્સ માં સાચો દાખલ કરવાનો રહેશે.
 • હવે “અરજી નું સ્ટેટસ તપાસો” બટન પર ક્લિક કરો.
 • પછી, હાલ ની સ્થિતિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

નોંધ

 • આ પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં ગુજરાત નો કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
 • કોઈ પણ યોજના રિલેટેડ અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થશે.
 • અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા થોડા સમય માં અપડેટ કરવામાં આવશે.
 • યોજના નો લાભ ની પુર્વ મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ મંજુર કરે છે.
 • કોઈ પણ વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ તપાસ અને રેકોર્ડ તપાસ બાદ જ નક્કિ થાય છે.
 • પુર્વ મંજુરી ના ઓર્ડર તથા પેમેન્ટ ઓર્ડર ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન જરૂર થાય છે, પછી જ કોઈ પણ અરજી મંજુર થાય છે.

આઈ ખેડૂત પશુપાલન યોજના ના ફાયદા (Advantages of Ikhedut Pashupalan Yojna

 • ગુજરાત ના કોઈ પણ પશુપાલક સરળતાથી કોઈપણ યોજના માટે માહિતી મેળવી શકે છે, ઓનલાઇન અરજી કરી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
 • આવી ઓનલાઇન પ્રક્રિયા થી સરકાર અને તમારા સમય અને પૈસા ની ઘણી રીતે બચત થશે.
 • online કાર્ય થી પેપરવર્ક અને રાહ જોવાનો સમય માં ઘટાડો થશે.
 • તમે તમારી અરજી જાતે કરી શકો છો, કોઈ પણ ને પૈસા દેવાની જરૂર નથી,
 • કોઈ પણ પશુપાલક ને 150 કિલો જેટલો પૌષ્ટિક પશુ હાર 50% રાહત દરે મળશે.
 • ગુજરાત માં પશુ નું દૂધ ઉત્પાદન વધશે અને તેમની સંખ્યા પણ વધશે.

Disadvantages of Gujarat Ikhedut Portal

 • ઘણી વાર આ પોર્ટલ નું સર્વર ડાઉન થઇ જાય છે તેવી સમસ્યા જોવા મળે છે.
 • વેબસાઈટ નવી હોવાને કારણે હજી ઘણી લિંકો કામ નથી કરતી.
 • આ સિવાય અન્ય કોઈ ગેર ફાયદા નથી અને આગામી સમય માં ગુજરાત સરકાર આ પોર્ટલ ને જરૂર થી એક કાર્યક્ષમ પોર્ટલ બનાવશે.

Frequently Asked Questions (વારંવાર પુછાતા પ્રશ્નો)

IKhedut Portal શું છે?

આ એક ખેડૂત માટે બનાવવા આવેલું એક સરળ પ્લેટફોર્મ છે. જ્યાં ગુજરાત ના તમામ ખેડૂતો પોતાના ફોન માં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે, કૃષિ બજારો ના લાઈવ ભાવ જોઈ શકે છે અને કોઈ પણ યોજના નું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે.

I Khedut Portal માં ખેડૂત માટે કઈ કઈ યોજના ઉપલબ્ધ છે?

હાલ ખેતીવાડી ને લગતી 49 જેટલી, પશુપાલન ને લગતી 31 જેટલી, ખેતીવાડી ને લગતી 49 જેટલી, બાગાયતી ખેતીવાડી ને લગતી 127 જેટલી, મત્સ્ય પાલન ને લગતી 55 જેટલી, અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની 1 યોજના ઉપલબ્ધ છે.

આઈ ખેડૂત પશુપાલન યોજના શું છે?

અહીં એવી યોજના લોકો માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે જથી પશુ નું દૂધ ઉત્પાદન અને સંખ્યા વધારવા માં લોકો ને મદદ મળે.

આઈ ખેડૂત પશુપાલન યોજના લિસ્ટ ક્યાંથી મળશે?

તમને અહીં અમારા બ્લોગ માં તમને પશુ પાલન ની તમામ યોજના અને તેના વિષે માહિતી મળી જશે.

પશુ ખાણ દાણ યોજના શું છે?

આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર જ્યારે ગાય અથવા ભેંસ વાછરડાને જન્મ આપે ત્યારે એક મહિના માટે 50% રાહત દરે 150 કિલો જેટલો પૌષ્ટિક પશુ આહાર પશુ પાલકો ને પૂરો પાડશે.

રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

તમે Ikhedut પોર્ટલ નો ઉપીયોગ કરી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો.

પશુપાલન યોજના માં જરૂરી દસ્તાવેજો કયા કયા છે?

યોજના નો લાભ લેવા તમારે ઓળખ કાર્ડ ની વિગતો, રેસાં કાર્ડ ની નકલ અને વિગત, અનુસૂચિત જાતિ અને જનજાતિ નું પ્રમાણ પત્ર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર,
પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, બેંક પાસબુકની નકલ, જો અરજદાર વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, આધાર કાર્ડ નકલ અને અન્ય યોજના માં જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે.

Disclaimer (અસ્વીકરણ)

અહીં આપવામાં આવેલી માહિતી વર્તમાન સમય માં Ikhedut માં દર્શાવેલી માહિતી અનુસાર આપવામાં આવેલ છે. ભવિષ્ય સરકાર શ્રી દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવશે તેના અપડેટ તમને ઓફીસીઅલ પોર્ટલ માંથી પ્રાપ્ત કરવાના રહેશે. આવી અપડેટ કે ફેરફાર વિષે ની બાબતો સરકારી વેબસાઈટ અનુરૂપ હોય છે, જેના માટે અમે કોઈ પણ પ્રકારે જવાબદાર નથી. અમે તમને આ પોર્ટલ વિષે માહિતી આપી છે.

Summary (સારાંશ)

આશા રાખું છું કે “આઈ ખેડૂત પશુપાલન યોજના વિશે ઉપયોગી માહિતી (Useful Information About Ikhedut Pashupalan Yojna)” article માં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી તમને ઉપીયોગી લાગી હશે. અહીં દર્શાવેલી કોઈ માહિત બાબતે તમને પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમે ચોક્કસ તમારી મદદ કરીશું.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm