નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ www.gujarati-english.com માં ખૂબ ખુબ સ્વાગત છે અને આજના “IKhedut Portal 2021/2022 Yojana Latest Info- આઈ ખેડૂત પોર્ટલ યોજના” આર્ટિકલ માં આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતા એક ખેડૂત સહાયક પોર્ટલ અને યોજના વિષે માહિતી મેળવશું.
વિશ્વના વિકસિત દેશો ની સરકાર ઘણા વર્ષો થી Digitalization નો ઉપીયોગ કરી રહી છે, જેથી ઘણું સરકારી કામ સરળ બની જાય છે. હાલ 2019-20 પછી ભારત સરકારે અને ગુજરાત સરકારે પણ આ બાબતે પોતાનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણી બધી સુવિધાઓ Online થાય તે માટે લોકો ને વિશ્વાસ આપ્યો છે.
I Khedut Portal પણ એવું જ એક પોર્ટલ છે જેમાં ખેડૂતો માટે ની સહાય અને અન્ય ઉપીયોગી માહિતી online પ્રદાન કરવામાં આવે છે. આ વેબસાઈટ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવે છે અને ગુજરાત ના ખેડૂતો યોજના અને સહાય માટે આ પોર્ટલ માં અરજી કરી શકાય છે. આવનારા વર્ષો માં હજી પણ ગુજરાત સરકાર દ્વારા આવા platform બનાવવામાં આવશે, જેથી લોકો સરળતા થી આવી યોજના નો લાભ લઇ શકે.
Also Read- 101+ જાણવા જેવું ગુજરાતીમાં (Janva Jevu in Gujarati)
Useful Information About IKhedut Portal and Khedut Yojana (આઈ ખેડૂત પોર્ટલ અને યોજના વિષે ઉપીયોગી માહિતી ગુજરાતીમાં)
સરકારો અને સંસ્થાઓ નાગરિકોને મૈત્રીપૂર્ણ સરકારી સેવાઓ વિષે માહિતી પ્રદાન કરવા, સાથે સાથે આવી સેવાઓ નો લાભ પ્રદાન કરવા અને સાથે સાથે તેમની કિંમત ઘટાડવા માટે ડિજિટલાઇઝેશનને અપનાવી રહી છે. ત્યાં અસંખ્ય સફળતાની નિશાનીઓ તમારી સામે જ છે, પરંતુ ઘણા મોટા દેશો માં તેની નિષ્ફળતાઓ પણ ભરપૂર છે. એટલા માટે જ સફળ ડિજિટલાઇઝેશન અભિગમ નાગરિકો તરફથી જોવો જોઈએ.
આવી સેવાઓ નું અમલીકરણ એ પણ વ્યવહારુ હોવું જોઈએ કારણ કે જો લોકો અપનાવશે નહિ તો Digitalization કોઈ વિશેષ ફાયદો રહેશે નહિ. આવું કરવું પણ એક મહત્વપૂર્ણ વાત છે, કારણકે આપણા દેશ માં મોટા ભાગના ખેડૂતો વધુ ભણેલા નથી છતાં આવા પોર્ટલ નો ઉપીયોગ વધી રહ્યો છે. તેમ જ ગુજરાત સરકાર ને પણ આશા છે કે આવી Online service લોકો નું કામ જરૂર સરળ બનાવશે.
What is IKhedut Portal? (આઈ ખેડૂત પોર્ટલ શું છે?)
આપણા રાજ ગુજરાતે છેલ્લા દાયકામાં સરેરાશ 10% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે, જે ખુબ જ સારી વાત છે. આવા ખેડૂતો માટે અવનવા કામ સાથે ગુજરાત રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલ છે. આવી જ ઉપીયોગી વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે.
આપણા રાજય ગુજરાત ના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે જરૂરી માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી મોબાઈલ માં ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો જાણકરી અને લાભ ખેડૂતોને આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ ભાવો કોઈ પણ સમયે જાણી શકાય તે માટે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા Ikhedut Portal ચાલુ કરવામાં આવેલ છે.
સામાન્ય વાત કરીએ તો આ એક ખેડૂત માટે બનાવવા આવેલું એક સરળ પોર્ટલ છે. જ્યાં ગુજરાત ના તમામ ખેડૂતો પોતાના ફોન માં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી જરૂરી સૂચનાઓ મેળવી શકે છે, કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે, કૃષિ બજારો ના લાઈવ ભાવ જોઈ શકે છે અને કોઈ પણ યોજના નું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે.
History of IKhedut Portal? (આઈ ખેડૂત પોર્ટલ નો ઇતિહાસ?)
ગુજરાત સરકારે ખેડૂતો ને પૂરતો લાભ મળી રહે તે માટે આ પોર્ટલ શરૂ કર્યું હતું, આ પોર્ટલ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સીધો ખેડૂતો સુધી પહોંચવાનો છે. તમને ખબર જ હશે કે આજ ખેડૂતો Ikhedut સાઈટનો ઉપયોગ કરીને કોઈપણ યોજના વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે, જેથી કોઈપણ યોજનાની માં થયેલ ફેરફાર વિષે જાણવા માટે તેમને કોઈપણ સરકારી કચેરીમાં જવું પડતું નથી.
સાથે સાથે આ પોર્ટલ નો ઉપયોગ કરીને ખેડૂતો તેમના અરજી ફોર્મની સ્થિતિ ચકાસી શકે છે. આ સેવા દરેક ખેડૂતો ને તમામ સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે. આઈ ખેડૂત પોર્ટલ ના મુખ્ય ફાયદા ની વાત કરીએ તો તે લોકોના પૈસાની અને સમય ની મુખ્ય પણે બચત કરે છે. આ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા 1 વર્ષ સમયગાળા આસપાસ થી શરુ કરવામાં આવેલું છે અને ઘણા સુધારા પણ કરવામાં આવેલા છે.
ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાનો છે, જેથી તેઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓથી સારી રીતે માહિતગાર થાય. જેથી હવે તેઓ તેનું અરજી ફોર્મ ભરીને યોજનાનો સીધો લાભ લઈ શકે. સત્તાવાર પોર્ટલમાં કેવી રીતે નોંધણી કરવી તે તમે આ પૂરો આર્ટિકલ જોઈ શકો છો અને એપ્લિકેશન સ્થિતિ પ્રક્રિયા પણ તપાસી શકો છો, વધુ વિગતો માટે નીચે સ્ક્રોલ કરો.
2021/2022 Gujarat Ikhedut Portal Yojana List (ગુજરાત ઇ ખેડૂત પોર્ટલ યોજનાની યાદી)
2021/2022 માં આઈ ખેડૂત પોર્ટલ માં તમને ખેતીવાડી ને લગતી 49 જેટલી, પશુપાલન ને લગતી 31 જેટલી, ખેતીવાડી ને લગતી 49 જેટલી, બાગાયતી ખેતીવાડી ને લગતી 127 જેટલી, મત્સ્ય પાલન ને લગતી 55 જેટલી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની 1 યોજના જોવા મળશે.
અહીં ખેતી ને લગતી 49 જેટલી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી છે, જેનું લિસ્ટ તમને નીચે દેખાતું હશે. પણ અન્ય યોજનાઓ વિષે માહિતી માટે તમારે આ પોર્ટલ ની એક વાર મુલાકાત જરૂર લેવી પડશે, જ્યાં તમને બધી યોજના વિષે માહિતી ઊંડાણ પૂર્વક આપેલી છે.
No | Gujarat Ikhedut Portal Yojana |
1 | એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ |
2 | કલ્ટીવેટર |
3 | અન્ય ઓજાર/સાધન |
4 | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર |
5 | ગ્રાઉન્ડનટ ડીગર |
6 | પ્લાન્ટર (અન્ય પ્રકારના) |
7 | પ્લાઉ (તમામ પ્રકારના) |
8 | ટ્રેકટર |
9 | પશુ સંચાલીત વાવણીયો |
10 | ખેડૂતોને પાક મૂલ્યવૃઘ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના |
11 | તાડપત્રી |
12 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર |
13 | ચાફ કટર (એજિન/ઈલે. મોટર ઓપરેટેડ) |
14 | ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ) |
15 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ |
16 | પોસ્ટ હોલ ડીગર |
17 | ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના |
18 | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો |
19 | પાવર થ્વેસર |
20 | ફાર્મ મશીનરી બેંક |
21 | બેલર |
22 | પોટેટો પ્લાન્ટર |
23 | પાવર ટીલર |
24 | ફાર્મ મશીનરી બેંક – રપ લાખ સુધીના |
25 | પોટેટો ડીગર |
26 | બ્રસ કટર |
27 | માલ વાહક વાહન |
28 | રોટરી પાવર ટીલર |
29 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર |
30 | લેન્ડ લેવલર |
31 | વેનોવીંગ ફેન |
32 | રીપર/બાઈન્ડર |
33 | લેસર લેન્ડ લેવલર |
34 | વાવણિયા /ઓટોમેટીક ફીલ |
35 | રોટાવેટર |
36 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર |
37 | સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ |
38 | ફીલ હો |
39 | હેરો |
40 | સબસોઈલર |
41 | પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત |
42 | વોટર કેરીંગ પાઇપલાઈન |
43 | હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના |
44 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર |
45 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય |
46 | પમ્પ સેટસ |
47 | પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના |
48 | સોલર લાઇટ ટ્રેપ |
આ પોર્ટલ ની મુલાકાત લેવા તમને અહીં એક લિંક આપવામાં આવેલી છે, જ્યાં ક્લિક કરી તને તમે પોર્ટલ પર પોચી જશો. જ્યાં તમને આવી અવનવી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના હિત માં જાહેર કરવામાં આવેલ સબસીડી, યોજના વિષે માહિતી અને એપ્લિકેશન કરી શકો છો.
Click Bellow Button To visit I Khedut Portal
IKhedut Portal 2021-22 Registration (આઇ ખેડૂત યોજના માટે અરજી/રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?)
કોઈ પણ ખેડૂત યોજના માં રજીસ્ટ્રેશન કરવા તમારે નીચે દર્શાવેલા થોડા પગલાં અનુસરવા ના રહેશે. છતાં રજીસ્ટ્રેશન કરવામાં તમને કોઈ મુશ્કેલી અનુભવાય તો તમે નીચે કોમેન્ટ અથવા ઇમેઇલ કરી શકો છો, અમે ચોક્કસ થી તમારી મદદ કરીશું.
- નોંધણી કરવા ગુજરાત Ikhedut Portal સત્તાવાર સાઇટ પર જાઓ, અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરશો તો તે સાઇટનું હોમપેજ ખુલશે.
- નોંધણી માટે, તમારે ખેડૂત યોજના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
- પછી, તમારી સ્ક્રીન પર આગળનું પેજ દેખાશે, જેમાં તમારે તે કોઈ પણ અનુરૂપ યોજના પસંદ કરવાની રહેશે જેના માટે તમે અરજી કરવા માંગો છો. (વચ્ચે આપવામાં આવેલ લિંક દ્વારા તમે યોજના વિષે વધુ માહિતી, જરૂરી દસ્તાવેજો અને પાત્રતા વિષે માહિતી મેળવી શકો છો.)
- ઇચ્છિત વિકલ્પ પર ક્લિક કર્યા પછી, સૂચના માટે નું એક પેજ દેખાશે, પેજના સૌથી નીચે તમે નોંધણી કરાવી છે કે નહીં તે પસંદ કરવા માટે નું એક વિકલ્પ દેખાશે.
- જો તમે હા વિકલ્પ પસંદ કરો છો, તો તમારે અરજદારનો આધાર નંબર અને નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે, અને પછી તમારે OTP દાખલ કરવો પડશે,
- હવે વેરિફિકેશન નું પૃષ્ઠ ખુલશે.
- જો તમે નો વિકલ્પ પસંદ કરો છો, તો પછી નવા વિકલ્પ લાગુ કરો પર ક્લિક કરો, અને બધી વિગતો દાખલ કરવાનું શરૂ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- કેપ્ચા દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારુ રજીસ્ટ્રેશન સફળ થયું હશે તો તમારા ફોન માં એક મેસેજ આવશે.
IKhedut Gujarat Government ખેડૂત યોજના માં જરૂરી દસ્તાવેજો (Required Documents for Yojna)
કોઈ પણ નવી ગુજરાત સરકાર ની ખેડૂત સહાયક યોજના માં નીચે દર્શાવાયા પ્રમાણે થોડા દસ્તાવેજો ની તમારે જરૂર પડશે, જેથી આવી નકલો થોડી તમારી પાસે રાખવી જરૂરી છે.
- ઓળખ કાર્ડ વિગતો (Identity card)
- આધાર કાર્ડ (Aadhaar card)
- મોબાઈલ નંબર (Mobile number)
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ (Passport size photo)
- બેંક પાસબુકની નકલ (Bank passbook)
- જમીન ના દસ્તાવેજો ની નકલ
- અન્ય યોજના માં જરૂરી દસ્તાવેજો
ગુજરાત ઇ ખેડુત પોર્ટલમાં યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી (How to Check Ikhedut Portal Application Status)
ગુજરાત ઇખેદુત પોર્ટલ દ્વારા યોજના એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવું હવે ખૂબ જ સરળ છે, કોઈ પણ ઉમેદવાર સાઇટની મુલાકાત લઈને તેના મોબાઇલ ફોન દ્વારા એપ્લિકેશનને આસાની થી ચકાસી શકે છે, નીચે તમને આ પ્રશ્ન બાબતે સરળ ગુજરાતી ભાષા માં માહિતી મળી જશે.
તમારે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું રહેશે અને પછી નવું પૃષ્ઠ ખુલશે, જેમાં ડ્રોપ ડાઉન બોક્સમાંથી તમે જેમાં રજીસ્ટ્રેશન કરેલું છે તે યોજના પસંદ કરવા ની રહેશ. હવે એપ્લિકેશન સ્થિતિનો પ્રકાર, એપ્લિકેશન નંબર અથવા રસીદ નંબર દાખલ કરો. પછી, હાલ ની સ્થિતિ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તમને અહીં એક ફોટો દેખાતો હશે જેમાંથી તમે માર્ગદર્શન મેળવી શકો છો.
- પહેલા ikhedut Portal ની ઓફીસીઅલ વેબસાઇટ http://ikhedut.gujarat.gov.in ની મુલાકાત લો.
- હોમ પેજ પર તમને “અરજદાર સુવિધા” નામનો એક વિકલ્પ દેખાશે જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે એક નવું પુષ્ઠ (New Page) ખુલશે, અહીં તમારે પ્રથમ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે, ત્યાર બાદ તમારો અરજી ક્રમાંક, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- હવે નીચે તમને એક બોક્સ માં ચાર અંક નો કેપ્ચા કોડ દેખાશે, તે કોડ સાચી રીતે બાજુના બોક્સ માં ટાઈપ કરો.
- નીચે તમે બે બટન દેખાશે, જ્યાં તમે અરજી નું સ્ટેટસ અથવા અરજી ની વિગત પ્રિન્ટ/અપલોડ કરી શકો છો.
PM Kisan Yojna- ખેડૂત સહાય યોજના 6000 (પીએમ કિસાન યોજના)
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેમાં દર વર્ષે ભારત ના તમામ ખેડૂતો ને વાર્ષિક 6000 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટ માં નાખવામાં આવશે. આ યોજના માં 6000 રૂપિયા એક વર્ષ માં 3 હપ્તા મારફતે નાખવામાં આવશે, જેમાં તમને દર ચાર મહિના ના સમયગાળા માં 2000 રૂપિયા નો એક હપ્તો મળશે.
Khedut Smartphone Yojna- ખેડૂત સ્માર્ટફોન યોજના
જે ખેડૂત પાસે સમાર્ટફોન નથી તેને આ યોજના અંતર્ગત તમામ ખેડૂતો ને વધુ માં વધુ 6000 રૂપિયા સુધી ની સહાય કે સબસીડી આપવામાં આવશે. આ યોજના નો મુખ્ય હેતુ છે કે ગુજરાત ના તમામ ખેડૂતો સમાર્ટફોન નો ઉપીયોગ કરે અને આઈ ખેડૂત જેવા પોર્ટલ નો ઉપીયોગ કરતા શીખે.
હાલ ગુજરાત માં બધા ખેડૂતો વધુ ભણેલા નથી, છતાં તે સ્માર્ટફોન નો ઉપીયોગ કરી શકે છે. હવે ખેડૂતો પણ ડિજિટલાઇઝેશન તરફ એક પગલું આગળ વધારશે, તેના થી સરકાર પણ તેમની સાથે સીધો સંપર્ક કરી શકશે. જો તમારે પણ આ યોજના નો લાભ લેવો હોય તો તમારા ગ્રામ સેવક ને મળો અને વધુ માહિતી પ્રાપ્ત કરો.
આઇ ખેડૂત પોર્ટલ યોજના કોને મળવા પાત્ર છે. (Eligible Criteria For IKhedut Portal Yojna)
આ પોર્ટલ માં તમારે કોઈ પણ યોજના નો લાભ લેવો હોય અથવા કોઈ પણ યોજના માટે રાજેસ્ટ્રેશન કે ઓનલાઇન અરજી કરવી હોય તો તમારે નીચે દર્શાવેલી થોડી બાબતો વિષે ધ્યાન દેવું પડશે.
- અરજદાર ફરજીયાત ગુજરાત રાજ્યનો કાયમી રહેઠાણ હોવો જોઈએ.
- અરજદાર વ્યવસાયે ફરજીયાત ગુજરાત નો ખેડૂત હોવો જોઈએ.
- અરજદાર પાસે ચાલુ બેંક ખાતું હોવું ફરજીયાત છે.
- અરજદાર પાસે આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે.
- અરજી બાદ ikhedut યોજના માં જરૂરી દસ્તાવેજો ની ચકાસણી તમારા જિલ્લા ના કોઈ પણ ઑથોરિટી ધરાવતા અધિકારી દ્વારા કરવામાં આવશે. તે લાભર્થી ની પસંદગી કરી શકશે અને કોઈ પણ શંકા જણાતા તમારી અરજી રિજેક્ટ પણ કરી શકશે.
- અરજદારે બધા દસ્તાવેજોની વિગતો સાચી આપવી ખુબ જરૂરી છે.
Other useful information is available in the IKhedut Portal (અન્ય ઉપયોગી માહિતી જે આઇ ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે)
I Khedut Portal ફક્ત યોજનાઓ વિષે જ માહિતી આપતી વેબસાઈટ નથી પરંતુ અહીં તમને ખેતીવાડી ને લગતી અન્ય ઘણી માહિતી પણ મળશે. મુખત્વે વાત કરીયે તો અહીં ખેતીવાડી ના સાધનો વેંચતા ડીલરો, ખેતી ધિરાણ સંસ્થાઓ, કૃષિ વિષયક માર્ગદર્શન, બજાર ભાવ, હવામાન, પ્રશ્નો, સરકારી ઠરાવ, ઈ સહકાર અને બધી કચેરીઓ ના સંપર્ક જેવી અન્ય ઘણી બધી ઉપીયોગી માહિતી પણ મળશે.
ઇનપુટ ડીલરો વિશે માહિતી
જો તમે ખેતી ને રિલેટેડ કોઈપણ સાધનો ખરીદવા માગતા હોય તો તમે આ વેબસાઈટ પર એવા સાધનો વેંચતા ઑર્થોરિઝ ડીલરો વિષે માહિતી મેળવી શકો છો. અહીં તમારે તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરવાનો રહેશે, જેથી તમને ચોક્કસ માહિતી જોવા મળશે.
ખેડૂત ધિરાણ આપનાર સંસ્થાઓ વિશે માહિતી
હાલમાં ખેડૂત અન્નદાતા છે પણ તેની હાલત ભારત માં કફોડી છે. જો કે ગુજરાત ની વાત કરીએ તો બીજા રાજ્યો કરતા ઘણી સારી છે અને અહીં જરૂરી બધી માહિતી અને સંસાધનો તમને મળી રહે છે. જો કોઈ ખેડૂત ને ધિરાણ વિષે માહિતી જોઈએ અને તેમને કોઈ બેન્ક વિષે તાપસ કરવી હોય તો તમે અહીં આસાની થી માહિતી મેળવી શકો છો.
કૃષિ વિષયક માર્ગદર્શન (Agricultural Guidance)
હાલ માં ખેતી માં પણ ઘણી ટેકનોલોજી જોવા મળશે અને વિશેષજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન ની પણ ખેડૂતો ને જરૂર પડે છે. તમને આ વિષયને લગતી માહિતી અહીં ગુજરાતી ભાષા માં જોવા મળશે, જેથી તમને આસાની થી સમજી અને તેનો અમલ કરી શકો. અહીં દર્શાવેલ માહિતી થી તમે તમારું પાક ઉત્પાદન વધારી શકો છો.
ખેતી ના ક્ષેત્રો સ્થાન આધારિત હોવાથી, GIS સોફ્ટવેર ચોક્કસ ખેતીની દ્રષ્ટિએ અતિ ઉપયોગી સાધન બની જાય છે. GIS સોફ્ટવેરનો ઉપયોગ કરતી વખતે, ખેડૂતો વરસાદ, તાપમાન, પાકની ઉપજ, છોડની તંદુરસ્તી વગેરેમાં વર્તમાન અને ભાવિ ફેરફારોને જોવામાં સક્ષમ છે.
તે ખાતર અને જંતુનાશકના ઉપયોગને ઑપ્ટિમાઇઝ કરવા માટે સ્માર્ટ મશીનરી સાથે ઇન-લાઇન જીપીએસ આધારિત એપ્લિકેશનનો ઉપયોગ પણ સક્ષમ કરે છે. ખેડૂતોને સમગ્ર ક્ષેત્રની સારવાર કરવાની જરૂર નથી, પરંતુ માત્ર અમુક ક્ષેત્રો સાથે સુધારો કરવો, તેઓ નાણાં, પ્રયત્નો અને સમયનું સંરક્ષણ પ્રાપ્ત કરવામાં સક્ષમ થાય છે. આવી વસ્તુઓ તમે નવી ટેકનોલોજી સાથે કરી શકો છો.
GIS-આધારિત કૃષિનો બીજો મોટો ફાયદો એ છે કે પક્ષીઓની નજરથી વનસ્પતિ, જમીનની સ્થિતિ, હવામાન અને ભૂપ્રદેશ પરના મૂલ્યવાન ડેટા એકત્રિત કરવા માટે ઉપગ્રહો અને ડ્રોનનો ઉપયોગ થી સરળ બને છે. આવા ડેટા ખેડૂતો ને નિર્ણય લેવાની ચોકસાઈમાં નોંધપાત્ર સુધારો કરે છે.
આશાસ્પદ કૃષિ તકનીકો કૂદકે ને ભૂસકે ભવિષ્યમાં આગળ વધી રહી છે. તેઓ ખેડૂતોને ઈનપુટ્સને ઓપ્ટિમાઇઝ કરવા, ફાર્મ મેનેજમેન્ટને સરળ બનાવવા અને ઉત્પાદકતા વધારવાના તેમના પ્રયાસોમાં નોંધપાત્ર મદદ પ્રદાન કરે છે. ઉપજમાં વધારો, તેમજ જાળવણી ખર્ચમાં ઘટાડો, નફાના માર્જિનને વધારવામાં મદદ કરે છે. સ્માર્ટ સોલ્યુશન્સના સંદર્ભમાં, ચોકસાઇવાળી ખેતી આજના અને આવતીકાલના ખેડૂતો માટે ખેતીની તકનીકોની સ્વિસ આર્મી છરી ઓફર કરે છે.
લાઈવ કૃષિ બજાર ભાવ (Live agricultural market prices)
IKhedut પોર્ટલ માં તમને ગુજરાત ના વિવિધ બજારો ના પાક ના ભાવ વિષે માહિતી મેળવી શકો છો. આ પાક ના ભાવ નિયંત્રણ જેવી બાબતો પર અસર કરે છે અને ચોક્કસ રૂપે ખેડૂત ને પાક ના યોગ્ય ભાવ મેળવવામાં મદદ કરે છે. વેબસાઈટ માં ઉપ્પર ના ભાગ માં તમને આ લિંક પ્રાપ્ત થઇ જશે.
લાઈવ હવામાન વિશે માહિતી (Information about live weather)
હવામાન ખેતી પર પૂરતી અસર દર્શાવે છે અને તેના કારણે પાક ને ઘણી વાર નુકશાન પણ થાય છે. હાલ માં પ્રદુષણ ના વધારા ને કારણે વાતાવરણ અને હવામાન માં ગંભીર ફેરફારો જોવા મળે છે. આવા કારણો સર ખેડૂતો તેમની જમીન પ્રમાણે યોગ્ય ઉપજ નથી મેળવી શકતા.
Download I Khedut Mobile App
જો તમારે તમારા બ્રાઉઝર માં આ પોર્ટલ નો ઉપીયોગ ના કરવો હોય તો તમે Official Android App પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન માં તમને સરળ યુઝર ઇન્ટરફેસ જોવા મળશે અને સાથે સાથે તમને વેબસાઈટ ની સંપૂર્ણ માહિતી ત્યાં પણ જોવા મળશે.
I Khedut Portal Contact Information
અમદાવાદ– જીલ્લા કૃષી અધિકારી
Name- PATEL HITESHKUMAR ISHWARLAL
District Agiculture Officer’s office, District Panchayat, Laldarvaja, Ahmedabad, LAL DARAWAJA AHMEDABAD
અમરેલી-જીલ્લા કૃષી અધિકારી
Name- JIGNESHKUMAR KANUBHAI KANANI
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભવન
અમરેલી- ૦૨૭૯૨-૨૨૩૩૨૪
અરવલ્લી– જીલ્લા કૃષી અધિકારી
Name- JAGDISHKUMAR RAMANLAL PATEL
જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, અરવલ્લી, District panchayat Aravalli CAS/8,બીજો માળ , જિલ્લા પંચાયત ભવન , શામળાજી રોડ , મોડાસા જિલ્લા સેવા સદનના કમ્પાઉંડમાં Modasa- ૦૨૭૭૪૨૫૦૦૩૧
આણંદ-જીલ્લા કૃષી અધિકારી
Name- CHINTAN SHASHIKANT PATEL
સરદાર વલ્લભભાઇ પટેલ, જીલ્લા પંચાયત ભવન,બોરસદ ચોકડીની બાજુમાં,આણંદ આણંદ- 02692258102
કચ્છ– જીલ્લા કૃષી અધિકારી
Name- DINESHKUMAR MAGANBHAI MENAT
Agriculture Branch, District Panchayat ભુજ bhuj- 02832-221155
ખેડા– જીલ્લા કૃષી અધિકારી
Name- ARVINDBHAI RANCHHODBHAI SONARA
જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખેડા જીલ્લા પંચાયત નડિયાદ નડિયાદ- 0268 2557421
ગાંધીનગર– જીલ્લા કૃષી અધિકારી
Name- SHASHIKANT VAKTABHAI PATEL
જીલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી, ગાંધીનગર, જિલ્લા પંચાયત, સેક્ટર-૧૭ ગાંધીનગર-07923256949
ગીર સોમનાથ– જીલ્લા કૃષી અધિકારી
Name- SHUBHASCHANDRA BACHUBHAI VAGHAMSHI
District Agriculture Office Gir Somnath.
છોટાઉદેપુર– જીલ્લા કૃષી અધિકારી
Name- SANJAYKUMAR NANUBHAI BHAGRIYA
જીલ્લા કૃષી કચેરી છોટા ઉદેપુર.
જુનાગઢ– જીલ્લા કૃષી અધિકારી
Name- RATHOD DIPAKBHAI GANDABHAI
જીલ્લા કૃષી કચેરી જુનાગઢ.
જામનગર- જીલ્લા કૃષી અધિકારી
Name- B M AGATH
Jilla Panchayat, Nr. Lal Bumglow Opp cricket bunglow Jamnagar- 02882556120
ડાંગ– જીલ્લા કૃષી અધિકારી
Name- KETANBHAI UTTAMBHAI MAHLA
જીલ્લા કૃષી કચેરી ડાંગ, ડાંગ જીલ્લા પંચાયત આહવા આહવા- 02631220320
તાપી– જીલ્લા કૃષી અધિકારી
Name- SATISH BHIKHUBHAI GAMIT
જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, તાપી જિલ્લા પંચાયત કચેરી ખેતીવાડી શાખા વ્યારા-02626220365
દેવભુમિ દ્વારકા-જીલ્લા કૃષી અધિકારી
Name- VASUDEV M BATHAR District Agriculture Office Devbhumi Dwarka, District Panchayat Devbhumi Dwarka Jamkhambhaliya- 02833235868
દાહોદ– જીલ્લા કૃષી અધિકારી
Name- JITENDRAKUMAR HASMUKHBHAI SUTHAR
જીલ્લા કૃષી કચેરી દાહોદ.
નર્મદા– જીલ્લા કૃષી અધિકારી
Name- NILESHKUMAR JAGDISHCHANDRA BHATT
જીલ્લા કૃષી કચેરી નર્મદા, જીલ્લા પંચાયત, નર્મદા રાજપીપલા- 02640299013
નવસારી– જીલ્લા કૃષી અધિકારી
Name- DR. ATULKUMAR RAMNIKBHAI GAJERA
જીલ્લા કૃષી કચેરી નવસારી, જીલ્લા પંચાયત ભવન, જુનાથાણા નવસારી- 02637233030
પંચમહાલ-જીલ્લા કૃષી અધિકારી
JITENDRAKUMAR D. CHAREL
જિલ્લા પંચાયત પંચમહાલ ગોઘરા જિલ્લા પોલીસ વડાની કચેરીની સામે તાલુકા પંચાયત પંચમહાલ ગોઘરા ગોઘરા-02672253371
પાટણ– જીલ્લા કૃષી અધિકારી
Name- PATEL SHAILESHKUMAR SHANKARLAL
જીલ્લા કૃષી કચેરી પાટણ- 02766224489
પોરબંદર-જીલ્લા કૃષી અધિકારી
Name- JAGADISH NATHALAL PARMAR
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત, એસ.ટી રોડ પોરબંદર
બનાસકાંઠા– જીલ્લા કૃષી અધિકારી
Name- PRAKASHKUMAR KARMANBHAI PATEL
Sardar Patel Bhavan જિલ્લા પંચાયત,પાલનપુર Palanpur- ૦૨૭૪૨૨૫૨૬૩૪
બોટાદ-જીલ્લા કૃષી અધિકારી
Name- BHAVESHKUMAR HANSRAJBHAI PIPALIYA
જીલ્લા કૃષી કચેરી બોટાદ
ભરુચ-જીલ્લા કૃષી અધિકારી
Name- JIGAR JAGDISHBHAI BHATT
જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત કચેરી જીલ્લા પંચાયત ભરૂચ- 02642261611
ભાવનગર-જીલ્લા કૃષી અધિકારી
Name- SANJAY RATNAKAR KOSAMBI
જીલ્લા ખેતિવાડી અધિકારીશ્રીની કચેરી, જીલ્લા પંચાયત, ખેતિવાડી શાખા ભાવનગર ભાવનગર-૦૨૭૮-૨૪૩૯૯૩૧
મહેસાણા- જીલ્લા કૃષી અધિકારી
Name- BHAVESH JAGDISHCHANDRA JOSHI
જીલ્લા કૃષી કચેરી મહેસાણા
મહિસાગર– જીલ્લા કૃષી અધિકારી
Name- SAMIT JYANTIBHAI PATEL
District Agriculture Office Mahisagar.
મોરબી– જીલ્લા કૃષી અધિકારી
Name- VIKRAM SINGH KARAN SINGH CHAUHAN
District Agriculture Office, Jilla Panchayat Bhavan Sobheshvar Road SoOrdi Morbi- 02822222709
રાજકોટ– જીલ્લા કૃષી અધિકારી
Name- TILVA RAMESHKUMAR RAVJIBHAI
જિલ્લા કૃષિ કચેરી, જિલ્લા પંચાયત રેસકોર્ષ સર્કલ રાજકોટ- 02812440889
વડોદરા– જીલ્લા કૃષી અધિકારી
Name- NITINKUMAR MOHANBHAI VASAVA
જીલ્લા કૃષી કચેરી વડોદરા,8th flower, DISTRICT PACHAYAT, AGRIBRANCH VADODARA- 0265 2433641
વલસાડ– જીલ્લા કૃષી અધિકારી
Name- MUKESHKUMAR MANUBHAI PATEL
જીલ્લા કૃષી કચેરી વલસાડ, DISTRICT PANCHAYAT, DHARAMPUR ROAD, VALSAD- 02632-253891
સુરત– જીલ્લા કૃષી અધિકારી
Name- NITINBHAI GAMANBHAI GAMIT
જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલા પંચાયત પ્ર્થમ માળ દરિયા મહેલ, સુરત
સુરેન્દ્રનગર– જીલ્લા કૃષી અધિકારી
Name- VADI HASMUKHBHAI DAMJIBHAI
જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર- 02752285902
સાબરકાંઠા– જીલ્લા કૃષી અધિકારી
Name- VINODKUMAR KESHARBHAI PATEL
જીલ્લા કૃષી કચેરી સાબરકાંઠા, Agriculture Branch, Himatnaga- 02772-240359
Advantages of Gujarat Ikhedut Portal
- ખેડૂતો સરળતાથી કોઈપણ યોજના માટે માહિતી મેળવી શકે છે, અરજી કરી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
- તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન થઈ શકે છે, જેથી સમય અને પૈસા ની ઘણી રીતે બચત થશે.
- online કાર્ય થી પેપરવર્ક અને રાહ જોવાનો સમય માં ઘટાડો થશે.
- ખેડૂતો તેમના પાકના દરેક બજારો ના અદ્યતન દરો ચકાસી શકે છે.
- ખેતી રિલેટેડ કોઈપણ સમયે માહિતી મેળવવા માટે ખુબ ઉપયોગી છે.
- કોઈ પણ ખેડૂત ને ફરિયાદ હોય, તો તમે આ પોર્ટલ દ્વારા તમારો પ્રતિભાવ પણ આપી શકો છો.
Disadvantages of Gujarat Ikhedut Portal
- ઘણી વાર સર્વર ડાઉન જેવી સમસ્યા જોવા મળે છે.
- વેબસાઈટ માં હજી ઘણી લિંકો કામ નથી કરતી.
- સરકારી પોર્ટલ હોવા છતાં અન્ય કોઈ ગેર ફાયદા નથી.
Frequently Asked Questions (વારંવાર પુછાતા પ્રશ્નો)
IKhedut Portal શું છે?
આ એક ખેડૂત માટે બનાવવા આવેલું એક સરળ પ્લેટફોર્મ છે. જ્યાં ગુજરાત ના તમામ ખેડૂતો પોતાના ફોન માં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે, કૃષિ બજારો ના લાઈવ ભાવ જોઈ શકે છે અને કોઈ પણ યોજના નું ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકે છે.
I Khedut Portal માં ખેડૂત માટે કઈ કઈ યોજના ઉપલબ્ધ છે?
હાલ ખેતીવાડી ને લગતી 49 જેટલી, પશુપાલન ને લગતી 31 જેટલી, ખેતીવાડી ને લગતી 49 જેટલી, બાગાયતી ખેતીવાડી ને લગતી 127 જેટલી, મત્સ્ય પાલન ને લગતી 55 જેટલી, અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ ની 1 યોજના ઉપલબ્ધ છે.
I Khedut Portal પોર્ટલ માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?
તમે અહીં ઓનલાઇન અરજી કરી શકો છો અને તમારે વિગત વાર માહિતી જોઈતી હોય તો તમે અમારો આ આર્ટિકલ વાંચી શકો છો.
IKhedut Portal યોજના માં જરૂરી દસ્તાવેજો કયા કયા છે?
તમારે અહીં ઓળખ કાર્ડ વિગતો, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડ નકલ, જમીન ના દસ્તાવેજો ની નકલ અને અન્ય યોજના માં જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે.
આઈ ખેડૂત પોર્ટલમાં યોજના એપ્લિકેશન સ્થિતિ કેવી રીતે તપાસવી?
તમે આ પોર્ટલ ના હોમ પેજમાં એપ્લિકેશન સ્થિતિ નો એક ઓપ્શન આપવામાં આવેલો છે, જ્યાં જરૂરી વિગતો ભરી અને તમે તમારી યોજના ની સ્થિતિ ચેક કરી શકો છો.
IKhedut Portal ના ફાયદા શું શું છે?
ખેડૂતો સરળતાથી કોઈપણ યોજના માટે માહિતી મેળવી શકે છે, અરજી કરી શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
How much ikhedut tractor price?
I don not exact price of tractor in I Khedut portal but may be you can get around 20% subsidy.
Disclaimer (અસ્વીકરણ)
અહીં આપવામાં આવેલી માહિતી વર્તમાન સમય માં Ikhedut માં દર્શાવેલી માહિતી અનુસાર આપવામાં આવેલ છે. ભવિષ્ય સરકાર શ્રી દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવશે તેના અપડેટ તમને ઓફીસીઅલ પોર્ટલ માંથી પ્રાપ્ત કરવાના રહેશે. આવી અપડેટ કે ફેરફાર વિષે ની બાબતો સરકારી વેબસાઈટ અનુરૂપ હોય છે, જેના માટે અમે કોઈ પણ પ્રકારે જવાબદાર નથી. અમે તમને આ પોર્ટલ વિષે માહિતી આપી છે.
Summary (સારાંશ)
આશા રાખું છું કે “Useful Information About IKhedut Portal and Khedut Yojana- આઈ ખેડૂત પોર્ટલ અને યોજના વિષે ઉપીયોગી માહિતી ગુજરાતીમાં” article માં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી તમને ઉપીયોગી લાગી હશે. અહીં દર્શાવેલી કોઈ માહિત બાબતે તમને પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમે ચોક્કસ તમારી મદદ કરીશું.