ઊંટ વિશે માહિતી- Amazing Information and facts about Camel in Gujarati 2022

Gujarati English

ઊંટ વિશે માહિતી- Amazing Information and facts about Camel in Gujarati 2022

નમસ્તે મિત્રો, આજે આપણે ઊંટ વિશે માહિતી- Amazing Information and facts about Camel in Gujarati 2021 આર્ટિકલ માં એક એવા પ્રાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રણ પ્રદેશ નું એક પાલતુ અને ખુબ લોકપ્રિય છે, જે પ્રાણી નું નામ છે “ઊંટ”. આજે આ પ્રાણી વિષે અદભુત જાણકરી મેળવી તમને ખૂબ આનંદ થશે અને થોડી માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય.

આજની પોસ્ટ માં મહત્વપૂર્ણં પ્રાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ ઘણું ઓછું જાણતા હશો, તેનું નામ ઊંટ છે. અને ગુજરાતી માં ઊંટ વિશેની આ ઉપયોગી માહિતી અને તથ્યો ફક્ત આપની જાણકરી વધારવા માટે જ છે. આજે તમે આ રસિક પ્રાણી વિશે ઘણી બધી નવી વાતોને જાણવાના છે.

Also Read- સિંહ વિશે માહિતી અને તથ્ય- Amazing Information and facts about lion in Gujarati 2021

ઊંટ વિશે ઉપયોગી માહિતી (Amazing Information About Camel in Gujarati)

આજે અમે એક રમુજી અને રસપ્રદ પ્રાણી ઊંટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમને રણમાં વધુ જોવા મળે છે અને તે માણસો સાથે રહે છે, આ પ્રાણી પણ પુરાતન કાળ થી માનવો માટે ખૂબ ઉપયોગી સાબિત થૈ રહ્યું છે. ઊંટ નું વિજ્ઞાનિક નામ કમલુસ જીનસ છે, જેની પીઠ પર તમે “ખૂંધ” જેવો વિશિષ્ટ આકાર જોવા મળશે, જે શરીરથી ખૂબ ઉપર ઉઠેલો ભાગ છે.

Amazing Information About Camel in Gujarati
Amazing Information About Camel in Gujarati

ઊંટ લાંબા સમય થી લોકો ફરવાર પાળેલા પ્રાણી માનું એક પ્રાણી છે અને પશુધન તરીકે તેઆ પ્રાણી ખોરાક માટે દૂધ અને કાપડ માટે ચામડા પ્રદાન કરે છે. ઊંટ જેવા પ્રાણીઓ, ખાસ કરીને રણ વિસ્તારોમાં જેમ કે ત્યાં ખૂબ ગરમી હોય છે, તે જીવનનિર્વાહ માટે ખૂબ જ યોગ્ય સાબિત થયા છે અને રેતીમાં કોઈ વજનદાર સામગ્રી નું વહન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. વિશ્વમાં અત્યારે ત્રણ જીવંત ઊંટ ની પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. જેમાંથી, વિશ્વમાં બેકટ્રિયન ઊંટ ની જાતિ લુપ્ત થવાને આરે છે.

ઊંટ ની શારીરિક રચના (The Anatomy of Camel)

ઊંટ ની અન્ય જાતિઓ વિશે વાત કરતાં, તેને લામા, અલ્પાકા, ગ્વાનાકો અને વિચુના જેવા શબ્દો વિશ્વ ની અન્ય કોઈ જગ્યાએ બોલાવવામાં આવે છે, જોકે આ બધા નામ બીજી ભાષામાં આપવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે આ પ્રાણી કેટલા વર્ષો સુધી જીવે છે, સરેરાશ ઊંટ 40 થી 50 વર્ષ સુધી આરામથી જીવે છે. ઊંટ ના પીઠ પર ખૂંધનો ભાગ 1.85 મીટર લાંબો અને 2.15 મીટર ઊંચો હોય શકે છે.

આ વસ્તુ બેક્ટરિયન જાતિ ના ઊંટ માં સૌથી લાંબી છે. ઊંટ જરૂર પડે ત્યારે 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આરામથી દોડી શકે છે અને લાંબા સમય સુધી આ ગતિ જાળવી શકે છે. સામાન્ય રીતે, બેકટ્રિયન ઊંટ નું વજન 300 થી 1000 કેજી અને ડ્રમમેડરીઝ ઊંટ નું વજન 300 થી 600 કિગ્રા જેટલું હોય શકે છે. ઊંટ ના પગ એક અલગ રીતે બનાવટ વાળા હોય છે, જેના કારણે તે રેતાળ વિસ્તારોમાં સરળતાથી ચાલી શકે છે અથવા દોડી શકે છે.

Also Read- વાઘ વિશે માહિતી અને તથ્ય- Amazing Information and Facts about Tiger in Gujarati 2021

ઊંટ ની જીવનશૈલી (The lifestyle of camel)

ઊંટ જમીન પર બેસીને માદા અને નર સમાગમ કરે છે કારણ કે તેનું શરીર ખૂબ ઊંચું હોય છે, સામાન્ય રીતે તેઓ રાત્રી દરમિયાન આ પ્રક્રિયા કરે છે. પરંતુ તેનો એક ભાગ જે રણમાં ખૂબ ઉપયોગી છે તે છે ખૂંધ. સામાન્ય રીતે ઊંટ સીધા તેમના પેટ માં પાણી સંગ્રહિત કરતા નથી. તેમના શરીરમાં એક વિશિષ્ટ બંધારણ છે, જે ઊંટ ને ગરમ વાતાવરણમાં ટકી રાખવામાં મદદ કરે છે.

ઊંટ ના મહત્વપૂર્ણ શારીરિક ભાગો (The important body parts of camel)

ઊંટ ની ચામડી નો જાડો કોટ તેના શરીરની એક અનન્ય રચના છે, જે તેને ગરમ રણ જેવા વિસ્તારોમાં રહેવામાં મદદ કરે છે અને શરીરને વધુ ગરમી સહન કરવા માટે શશક્ત બનાવે છે. નિષ્ણાંતોના મતે સોમાલિયામાં સૌથી વધુ ઊંટ ની સંખ્યા છે.

ઊંટ માં શારીરિક પ્રતિકૂળતા ખુબ સારી હોય છે જે તેમને પાણી વિના કોઈપણ બાહ્ય વાતાવરણમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. ડ્રોમેડરી ઊંટ ખૂબ જ ગરમ વાતાવરણમાં પણ દર 10 દિવસે માત્ર એક જ વાર પાણી પીવે છે અને જ્યારે પાણી મેળે ત્યારે તે પાણીનો મોટો જથ્થો એક સાથે પીલે છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રાણી 100 લિટરથી વધુ પાણી એક સાથે પી શકે છે.

important body parts of camel
important body parts of camel

ઊંટ ના શરીરનું તાપમાન દિવસના સમયે 34° સે અને સામાન્ય રીતે રાત્રે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય છે, અન્ય પ્રાણીઓની તુલનામાં તેમનું શરીર ખૂબ ઓછું પાણી લે છે, જે પીવાના પાણી વિના થોડા દિવસ અસાની થી પસાર કરી શકે છે. ખૂબ ઉંચા તાપમાને તેમની ત્વચા પર પરસેવો વધે છે જે તેમના શરીરને ફરીથી ઠંડુ કરે છે અને આ કારણે તેમનું વજન 25% સુધી ઓછું થઈ શકે છે.

ઊંટ ના બચ્ચા (Baby Camel)

ઊંટ ના બચ્ચા ને કેમલ કાલ્ફ કહેવામાં આવે છે અને ઘણી જગ્યા એ બોતડુ(Botdu) શબ્દ નો ઉપીયોગ થાય છે પણ આ માહિતી ચોક્કસ નથી. કદાચ તમે જાણતા નથી, પરંતુ ઊંટ હંમેશાં રાત્રે પ્રજનન ની ક્રિયા કરે છે અને તે બેઠી સ્થિતિ માં આ પ્રક્રિયા કરે છે કારણ કે તેનું શરીર અન્ય નાના જીવો કરતા ઘણું ઊંચું હોય છે.

તેઓ એક રાતમાં ચાર વાર પ્રજનન ક્રિયા કરે છે. ઊંટ ના બચ્ચા નો જન્મ થાય ત્યારે તેની પીઠ પાર ગુઢ્ઢા જેવો ભાગ હોતો નથી અને અન્ય પ્રાણીઓની જેમ, તેઓ પણ તેમના જન્મ પછી થોડા કલાકો માં ચાલવામાં સક્ષમ છે. બાકીના તેઓ મોટા થાય ત્યાં સુધી તેમની માતા સાથે તેમના વર્ષો ગાળે છે.

ઊંટ પર 10 લાઇન નો નિબંધ (Essay on Camel in Gujarati)

  • ઊંટ રણ માં મુખ્ય રીતે જોવા મળતું એક મોટું પાલતુ પ્રાણી છે.
  • તેઓ રણમાં લાંબા સમય સુધી જીવતું પ્રાણી છે અને પશુધન તરીકે તેઓ ખોરાક માં દૂધ અને કાપડ માટે ચામડુ પ્રદાન કરે છે.
  • આ પ્રાણી નું વૈજ્ઞાનિક નામ કેમલુસ જીનસ છે.
  • તેની પીઠ પર “ખૂંધ” જેવું વિશિષ્ટ આકાર જોયો હશે, પણ તે તેના જન્મ દરમિયાન બચ્ચાં માં નથી જોવા મળતો. તેની ઉમર વધતા તે ભાગ પણ વધતો જાય છે.
  • તેની લંબાઈ 1.85 મીટર સુધીની છે અને ખૂંધ 2.15 મીટર ઊંચી હોય શકે છે.
  • ઊંટ સરેરાશ 40 થી 50 વર્ષ આરામથી જીવે છે
Essay on Camel in Gujarati
Essay on Camel in Gujarati
  • સામાન્ય રીતે, બેટ્રીઅન પ્રજાતિ ના ઊંટ નું વજન 300 થી 1000 કેજી છે અને ડ્રોમેરીઝ જાતિના ઊંટ નું વજન 300 થી 600 કિલો છે.
  • જ્યારે પણ જરૂર હોય ત્યારે 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આરામથી દોડી શકે છે અને લાંબા સમય સુધી 40 કિ.મી ની ગતિએ ચાલી શકે છે.
  • ઊંટ ના શરીરનું તાપમાન દિવસ દરમિયાન 34 ° સે અને રાત્રે 40 ° સે હોય છે.
  • ડ્રોમેરીઝ ઊંટ દર 10 દિવસે માત્ર એક જ વાર પાણીનો પિતા હોય છે, ખૂબ જ ગરમ વાતાવરણમાં પણ, અને જ્યારે પાણી મેળવવામાં આવે છે, ત્યારે તે પાણીનો મોટો જથ્થો એક સાથે સંગ્રહી લે છે, નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રાણી 100 લિટરથી વધુ પાણી એક સાથે પી શકે છે.

ઊંટ વિશે કેટલાક રસપ્રદ તથ્યો (Some interesting facts about camel in Gujarati)

  • તે પાણી પીધા વિના રણમાં 10 દિવસ અથવા વધુ સમય પસાર કરી શકે છે.
  • તે મુખ્યત્વે મધ્ય પૂર્વ એશિયાના રણ વિસ્તાર માં જોવા મળે છે.
  • નિષ્ણાંતોના મતે સોમાલિયામાં સૌથી વધુ ઊંટ ની સંખ્યા છે.
  • આ પ્રાણી એક એવું પ્રાણી છે જે ઉભા રહીને પણ સૂઈ શકે છે.
  • ખૂંધ ને લીધે, આ પ્રાણી લાંબા સમય માટે રણમાં પાણી વગર રહે છે.
  • પગ ની વિવિધ રચનાને લીધે, તે રણમાં 60 કે તેથી વધુ ની ઝડપે દોડી શકે છે.
  • અન્ય રણના પ્રાણીઓની તુલનામાં, તેના શરીર માં પાણીનો વપરાશ ખૂબ ઓછો છે, જેના કારણે તેઓ પાણી પીધા વિના વધુ સમય વિતાવે છે.
Some interesting facts about camel in Gujarati
Some interesting facts about camel in Gujarati
  • જો પાણી પીવા માટે ઉપલબ્ધ હોય તો આ પ્રાણી 100 લિટરથી વધુ પાણી એક સાથે પી શકે છે.
  • ઊંટ નું નામ અરબી ભાષા માંથી લેવામાં આવ્યું છે
  • તેમના શરીરના દિવસ અને રાતના તાપમાનમાં ઘણો ફેરફાર થાય છે.
  • ઊંટ ની રેસ, મધ્ય પૂર્વ એશિયા ના રણમાં ખૂબ લોકપ્રિય છે.
  • તેઓ તે જ સમયે તેમના શરીરના વજનના 25% કરતા વધુ પી શકે છે.
  • તેમની આંખો બંધારણમાં ખૂબ જ વિશેષ છે, જેથી તેઓ રેતાળ વાવાઝોડાથી આસાની થી બચી શકે.
  • ઊંટ ની દૈનિક પ્રવૃત્તિઓમાં શરીર માં ઓછામાં ઓછું પાણીનો વ્યય થાય છે.

FAQ

ઊંટ ક્યાં રહે છે?

ઊંટ મોટા ભાગે તમને રણ પ્રદેશ માં જોવા મળે છે, જે મુખ્ય રૂપે ભારતમાં રાજસ્થાન અને કચ્છ ના રણ છે.

ઊંટ કેટલા દિવસ પાણી વગર રહી શકે છે?

આ પ્રાણી 10 દિવસ આસપાસ પાણી વગર રહી શકે છે.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

Summary

આશા રાખું છું કે ઊંટ વિશે માહિતી- Amazing Information and facts about Camel in Gujarati પોસ્ટ માં તમને ઊંટ વિષે ખુબ સરસ ઉપીયોગી માહિતી મળી હશે અને તમને ખુબ ગમી હશે. આવીજ અવનવી માહિતી, વાર્તા, સ્ટેટ્સ, કવિતા, ક્વોટ્સ, ડિકશનરી, ટેક ઇન્ફોરમેશન કે પછી અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm