નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજના IVF Full Form In Gujarati, IVF નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?” આર્ટિકલ માં આપણે એક લોકપ્રિય શોર્ટ ફોર્મ એટલે કે સંક્ષિપ્ત શબ્દ નું ફુલ ફોર્મ એટલે કે વિસ્તૃત રૂપ જોવાના છીએ.
આશા રાખું છું, કે તમને આ આર્ટિકલ વાંચવા માં મજા આવશે અને ઉપીયોગી સાબિત થશે. એક વાત ચોક્કસ તમને કહીશ કે અહીં આપેલી ગુજરાતી માહિતી તમને બીજે ક્યાંય પણ નહિ મળે. જો તમને IVF નું ફુલ ફોર્મ આર્ટિકલ બાબતે કઈ પ્રશ્ન થાય તો, ચોક્કસ તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.
Must Read- DNA Full Form In Gujarati
What Is The IVF Full Form In Gujarati and Useful Information About it. (આઇવીએફ નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય? અને ઉપીયોગી માહિતી)
આ ટૂંકું રૂપ તબીબી પદ્ધતિ ને રિલેટેડ શબ્દ છે. હાલ ના થોડા વર્ષો માં જ IVF પદ્ધતિ માં ખુબ વિકાસ થયો છે, અને આ પદ્ધતિ દ્વારા હાલ ઘણા દંપતી વાંજયાપણું દૂર કરી અને બાળકો પ્રાપ્ત કરી શકે છે. જો કે આ પદ્ધતિ ની સારવાર ખુબ ખર્ચાળ બની શકે છે.
IVF – In vitro fertilization
આઇવીએફ – ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન
IVF ટેક્નિકમાં ફેલોપિયન ટ્યૂબમાં થતી એક પ્રક્રિયા છે, જે મેડિકલ લેબમાં કરવામાં આવે છે. જેમકે એક રિસર્ચ અનુસાર જોઈએ તો ભારત માં 10% થી દંપતી નિસંતાન છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ આપણા દેશ માં પણ વંધ્યત્વની સમસ્યા ખુબ વધી રહી છે. નીચે તમને IVF પદ્ધતિ વિષે વધુ માહિતી આપવામાં આવેલી છે.
Must Read- DNA and RNA Full Form In English and Useful Information About It.
Information About IVF in Gujarati (આઇવીએફ– ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન વિશે ગુજરાતીમાં માહિતી)
ભારતમાં પણ ઘણા દંપતી વંધ્યત્વ ની સમસ્યા થી પીડાઈ રહ્યા છે, અને બાળકો પ્રાપ્ત નથી કરી શકતા. આ સમસ્યા તમને મહિલા માં 50% ની આસપાસ જોવા મળી છે, જયારે પુરુષો માં 30% આસપાસ છે.
જે દંપતી નિસંતાન છે, તેમાંથી મોટાભાગના 30 થી વધુ ઉંમરમાં છે. સારી વાત એ છે કે, હાલ માં ટેક્નોલોજી ના વિકાસ સાથે આ સમસ્યાનો ઉકેલ પણ ઉપલબ્ધ છે, જેને IVF તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ માં ઇન્ફર્ટિલિટીની પ્રોબ્લેમ વધવાની સાથે જ IVF ની માંગ પણ ખૂબ વધવા લાગી છે, કારણ કે આ પદ્ધતિ ખૂબ જ સરળ અને કારગર પણ છે.
What is IVF treatment? And for what couple can it be useful? (IVF ટ્રીટમેન્ટ શું છે? અને કેવા દંપતી માટે ઉપીયોગી સાબિત થઇ શકે છે?)
IVF નું પૂરું નામ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે, જે દુનિયા માં વધતી વંધ્યત્વની સમસ્યા નો સૌથી અસરકારક અને સરળ ફર્ટિલિટી ઉપચાર છે. આ પ્રક્રિયા માં એગ અને સ્પર્મને શરીરની બહાર એટલે કે લેબમાં, એક ટેસ્ટટ્યૂબ માં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે.
આ પદ્ધતિ એવા દંપતીઓ માટે એક સુરક્ષિત અને સરળ મેડિકલ ઉપાય છે, જે કોઈ પણ પ્રકાર ની ઇનફર્ટિલિટી પ્રોબ્લેમના કારણે માતા પિતા નથી બની શકતા. કદાચ તમે IVF શબ્દ વધુ નહિ સાંભળ્યો હોય, પણ ટેસ્ટટ્યૂબ બેબી એવો શબ્દ તો જરૂર સાંભળ્યો હશે. આ પધ્ધતિ ને સામાન્ય ભાષા માં “ટેસ્ટટ્યૂબ બેબી” પણ કહેવામાં આવે છે.
મહિલા માટે ગર્ભધારણમાં ફેલોપિયન ટ્યૂબની ભૂમિકા ખુબ અગત્યની હોય છે, કારણ કે બાળક બનવાની પ્રક્રિયા અહીં જ થાય છે. જયારે ફેલોપિયન ટ્યૂબમાં કોઈ પ્રકારની સમસ્યા થવાથી ગર્ભધારણ કરવામાં માં મહિલાઓ ને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન પધ્ધતિ માં મહિલાઓ ની ટ્યૂબની કોઈ પણ જરૂર નથી હોતી, કારણ કે ટ્યૂબમાં થતી કુદરતી પ્રક્રિયા એક મેડિકલ લેબમાં કરવામાં આવે છે અને લેબમાં બનેલા ભ્રૂણને ડાયરેક્ટ ગર્ભાશયમાં જ સ્થળાંતરિત કરવામાં આવે છે.
જે મહિલાઓ માં એગ્સની શારીરિક સમસ્યા હોય તો પણ બીજા એગ્સ લઇ અને તેને લેબ માં આસાની થી ફર્ટિલાઇઝ કરી શકાય છે. આ પધ્ધતિ ના વિકાસ થી મહિલાઓ ની ઘણી ગર્ભધારણ સમસ્યા નો એક કારગર અને સરળ ઉપાય મળ્યો છે.
History of In Vitro Fertilizations -IVF (IVF- ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન નો ઇતિહાસ)
જેમકે હવે તમને ખબર છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એ ગર્ભાધાનની એક સરળ પ્રક્રિયા છે. જ્યાં મહિલાઓ ના એગ્સ ને શરીરની બહાર એક લેબ માં વીર્ય સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં પરિપક્વ માદા ના ઇંડા એટલે ઝાયગોટ, જે 2 થી 6 દિવસ ગર્ભ ની પ્રોસેસ માંથી પસાર થયા પછી, તે સફળ રીતે કોઈ પણ મહિલા ના ગર્ભાશયમાં રોપવામાં આવે છે.
આઈવીએફ પધ્ધતિ માંથી આવનાર બાળક કદાચ સરોગેટ સાથે આનુવંશિક રીતે સંબંધિત નથી હોતું, જેથી કેટલાક દેશોએ આઇવીએફ સારવારની ઉપલબ્ધતા પર પ્રતિબંધ મૂક્યો છે અથવા તો ખુબ નિયમન કર્યું છે.
દુનિયા માં સૌ પ્રથમ જુલાઈ 1978 મા લૂઇસ બ્રાઉન તેની માતા દ્વારા આઈવીએફ સારવાર મેળવ્યા પછી સફળતાપૂર્વક જન્મેલો પ્રથમ બાળક હતો. બ્રાઉનનો જન્મ આઇવીએફ ટેક્નોલોજી ના પરિણામે થયો હતો. આ પ્રક્રિયા ઇંગ્લેન્ડના Dr કેર્શની કોટેજ હોસ્પિટલમાં ખાતે થઈ હતી.
2010 માં રોબર્ટ જી. એડવર્ડ્સને ફિઝિયોલોજી અથવા મેડિસિનના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ફિઝિયોલોજિસ્ટે પેટ્રિક સ્ટેપ્ટોઇ અને એમ્બ્રોયોલોજિસ્ટ જીન પુર્ડી સાથે મળીને આ સારવારનો અથવા પધ્ધતિ નો વિકાસ કર્યો હતો. આ પધ્ધતિ દ્વારા કેટલાક યુગલો કોઈપણ પ્રજનન પ્રક્રિયા વિના માતા પિતા બન્યા છે.
લેટિન શબ્દ ઇન વિટ્રો, જેનો અર્થ “ગ્લાસમાં” તેવો થાય છે, કારણ કે આ પધ્ધતિ દ્વવારા ગર્ભ નો વિકાસ એ માનવ ગર્ભાશય ની બહાર કરવામાં આવે છે. જેથી આ પદ્ધતિ “ટેસ્ટ ટ્યુબ બેબીઝ” ના નામ થી ભારત અને વિશ્વભર માં ખુબ પ્રચલિત છે.
Benefits of IVF (આઈવીએફના ફાયદા)
- આઇવીએફ ઘણા દર્દીઓને મદદ કરે છે જેઓ માં-બાપ બનાવ માટે અશક્ષમ હોય છે. આઇવીએફનો સૌથી સારો ફાયદો એ છે કે સફળ ગર્ભાવસ્થા અને તંદુરસ્ત બાળક પ્રાપ્ત થવું.
- આઈવીએફ મહિલાઓ ના પોતાના ઇંડાનો ઉપયોગ કરીને બાળક મેળવવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.
- મોટી ઉંમરના દર્દીઓ પણ સરળ રીતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે.
- પુરૂષ વંધ્યત્વની સમસ્યાવાળા યુગલોમાં સરળ રીતે સંતાન પ્રાપ્તિ કરી શકે છે. જ્યાં ડોનર સ્પમ નો ઉપીયોગ કરવામાં આવે છે.
Disadvantages of IVF (આઈવીએફ ના ગેરફાયદા)
- આઇવીએફ થેરેપી ઘણી વાર અસફળ થઈ શકે છે. આઇવીએફની સફળતાની 100% નથી.
- તબીબી સારવાર તરીકે, આઇવીએફ આડઅસરો વિકસાવવાની નાની તક સાથે આવે છે, જેમાંથી સૌથી ગંભીર ગંભીર અંડાશયના હાયપર-સ્ટીમ્યુલેશન સિન્ડ્રોમ છે.
- આઇવીએફ સારવારમાં, ઘણી વખત એક કરતા વધુ ગર્ભ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, અને આ બહુવિધ ગર્ભાવસ્થાની સંભાવના વધારે છે. IVF ગર્ભાવસ્થાના આશરે 20-30% ગર્ભાવસ્થા બહુવિધ ગર્ભાવસ્થામાં પરિણમી શકે છે. બહુવિધ ગર્ભાવસ્થા માતા અને બાળક સાથે સંકળાયેલા આરોગ્યના જોખમોને વહન કરે છે.
- બાળક અકાળે જન્મતા ઓછા વજન ની સમસ્યા ઉદ્ભવી શકે છે.
- આઈવીએફની સારવાર ખર્ચાળ બની શકે છે. કારણે કે આઈવીએફની સારવાર સસ્તી નથી.
Summary
આશા રાખું છુ, “IVF Full Form In Gujarati, IVF નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય?” આર્ટિકલ તમને ગમ્યો હશે અને તમારા માટે ઉપીયોગી પણ બન્યો હશે. હાલ ટેકનોલોજી નો વિકાસ ખુબ વધી રહ્યો છે, જેથી ઘણી વસ્તુ શક્ય બની ગઈ છે, જે થોડા વર્ષો પેહલા શક્ય ના હતી.
IVF ટેકનોલોજી પણ એવીજ એક વિકસિત પદ્ધતિ છે, જેના દ્વારા વાંજીયપણું દૂર કરી શકાય છે. આ પધ્ધતિ ના ઉપીયોગ થી કોઈ પણ દંપતી આસાની થી બાળકો પ્રાપ્ત કરી શકે છે, પણ આ ખુબ ખર્ચાળ છે.
About Us
આવીજ અવનવી માહિતી માટે તમે અમારા બ્લોગ Gujarati-English.com લેતા રહો. અહીં તમને ઘણા બધા ટૂંકા શબ્દો નો ગુજરાતી અને અંગ્રેજી માં ફુલ ફોર્મ એટલે કે સંપૂર્ણ અર્થ જોવા મળી જશે.
અમે થોડા જ સમય માં Newsletter સુવિધા ચાલુ કરવાના છીએ જેનો ભાગ તમે પણ બની શકો છો. જેથી તમને કોઈ પણ ઉપડૅટ વિષે ની માહિતી તમારા મેલ બોક્સ માં આસાની થી મળી જાય. તમે સોશ્યિલ મીડિયા માં અમારા ઓફિશ્યિલ એકાઉન્ટ ને ફોલો કરી અને અમારા નાના પરિવાર નો એક ભાગ પણ બની શકો છો. ફરી મળીશું નવી માહિતી સાથે, જાય હિન્દ.