શીખેલી વિદ્યા કામ આવે- Amazing Story in Gujarati With Moral 2022

Gujarati English

શીખેલી વિદ્યા કામ આવે- Amazing Story in Gujarati With Moral 2022

નમસ્તે દોસ્તો કેમ છો બધા. આજ અમે ફરીવાર એક નવી વાર્તા સાથે અહીં આવ્યા છીએ. શીખેલી વિદ્યા કામ આવે- Story in Gujarati With Moral જેમાં તમને ખાણું બધું નવું જાણવા મળશે અને તમે એમાંથી જે પણ શીખવા જેવું મળે, એ ભૂલતા નહિ એને યાદ રાખજો જે તમને આવનારા જીવન માં ખુબ જ કામમાં આવશે, ચાલો તો વાર્તા તરફ આગળ વધીયે.

તમે ઘણી જગ્યાએ જરૂર સાંભળ્યું હશે કે પછી વાંચ્યું હશે કે કઈ પણ વસ્તુ જીવન માં તમે શીખી છે તે વ્યર્થ નથી જતી. તે બધી વસ્તુ કે ભણતર તમને ક્યાંક ને ક્યાંક જગ્યાએ જરૂર ઉપીયોગી સાબિત થાય છે. આજ આ વાર્તા થી બાળકો ને એજ વસ્તુ શીખવા મળશે જે આવનારા જીવન માં તેમને ઉપીયોગી સાબિત થશે.

Also Read- Top 5 Gujarati Stories (5 ગુજરાતી વાર્તા)

શીખેલી વિદ્યા કામ આવે– Amazing Story in Gujarati With Moral

રાજાનો એક કુંવર. નામ એનું અમર. સુથારનો એક દીકરો. નામ એનુ હરજી. અમરના મહેલમાં રાચરચીલાનું કામ ચાલે. હરજી અને તેના પિતા એ કામ કરવા આવે. અમર તેમને કામ કરતા જોઈ રહે. હરજી નાનો હતો છતાં સરસ કામ કરે. તે જોઈ અમર નવાઈ પામે. અમર હરજી જોડે વાતો કરે.

આમ ને આમ અમર અને હરજી પાક્કા ભાઈબંધ અમર હરજીને રમવા બોલાવે. બેઉ મિત્રો સાથે રમે, કોઈક વાર સાથે બહાર ફરવા પણ જાય.. થઈ ગયાં. મહેલમાં ફર્નિચરનું કામ પતી ગયા પછી, એક દિવસ હરજી કહે, “અમર, માણસે કોઈ : કોઈ વિદ્યા શીખવી જોઈએ. મારા દાદા કહેતા હતા શીખેલી વિદ્યા કોઈ વાર કામમાં આવે.

તે નકામી જાય.” અમર કહે, “તો તું મને કંઈક શીખવ”, હરજી તો સુથારીકામ જાણે. તે બાળકોને રમવાનાં રમકડાં બનાવી શકતો હતો. બે વાંદરાનું રમકડું બનાવતો. એમાં કળ આઘાપાછી કરો એટલે બંને વાંદરા સામસામે ઝઘડે. બાળકોને ઝઘડતા વાંદરા જોવાની બહુ કેમ બનાવી શકાય તે શીખવ્યું. અમરે તે પ્રમાણે રમકડું અમરના કહેવાથી હરજીએ તેને વાંદરાનું રમકડું બનાવી પણ આપ્યું. હરજીએ કહ્યું, “અમર આ વિદ્યા તને આવડી ગઈ. હવે તું જાતે આ રમકડું બનાવી શકીશ.” થોડા દિવસો આમ જ વીતી ગયાં. એક દિવસની વાત છે.

Shiksha Story in Gujarati With Moral
Shiksha Story in Gujarati With Moral

અમર ઘોડા પર બેસીને જંગલ તરફ ફરવા નીકળ્યો. બે અંગરક્ષકો પણ તેની સાથે હતા. અચાનક કુંવરનો ઘોડો ભડક્યો ને તે દોડવા લાગ્યો. કુંવર તેને રોકવા ઘણું મથે તોય તે રોકાતો ન હતો. રક્ષકોના ઘોડા ક્યાંય પાછળ રહી ગયા. કુંવર એકલો આગળ વધી ગયો. આગળ જતાં એક વડનું ઝાડ આવ્યું. વડની વડવાઈઓ લટકતી હતી. ઘોડો ત્યાં થઈ પસાર થયો. કુંવરે યુક્તિ વાપરી. તેણે વડની વડવાઈ પકડી લીધી ને ઘોડા પરથી અધ્ધર થઈ ગયો.

ઘોડો આગળ નીકળી ગયો. કુંવર વડવાઈએ લટકી રહ્યો અને પછી તે સાવધાની રાખીને નીચે ઊતર્યો. કુંવર કંઈ વિચાર કરે એટલામાં કેટલાક જંગલ- વાસીઓ આવી ચડ્યા. તેમની પાસે તીરકામઠાં હતાં. તે કુંવરને ઘેરી વળ્યાં. તેમણે કુંવરને પકડી લીધો. જંગલ વાસીઓ કંવરને પકડી તેમના સરદાર પાસે લઈ ગયા. ‘ આજે રાતે માતાજીને આનો ભોગ ધરાવીશું.

સરદાર હસ્યો. બધા ખૂબ હસ્યા. કુંવરે ગભરાયો ! તેને થયું કે આ લોકો ચોક્કસ તેને મારી નાંખશે. બચવાનો સરદાર કુંવરને જોઈ ખુશ થયો તે બોલ્યો, “ચાલો, ખુશ થશે.” કોઈ ઉપાય વિચારવો પડશે. સરદારને એક નાનો દીકરો હતો. એટલામાં તે દીકરી હાથમાં એક રમકડું લઈ રડતો રડતો આવ્યો. દીકરો બોલ્યો, “બાપુ, આ ભાગી ગયું.

શીખેલી વિદ્યા કામ આવે- Story in Gujarati With Moral આ આર્ટિકલ અને તેમાં દર્શાવેલા બધાજ પાત્રો, નામ અને જગ્યા કાલ્પનિક છે જેનો કોઈ સાથે કઈ સંબંધ નથી. આ બાબત ધ્યાન માં લેવી.

આને સાજું કરી દો.” સરદારે તે રમકડું હાથમાં લીધું. તે બે વાંદરાવાળું રમકડું હતું. અમરને તે બનાવતાં આવડતું હતું. પણ એને પૂછે કોણ? બાળક જીદ કરવા લાગ્યું‘ મને રમકડું નવી કરી દો. મારે વાંદરાને ઝઘડાવવા છે, નચાવવા છે.” સરદાર બાળકને ફોસલાવવા માંડ્યો. પણ બાળક એમ તે કંઈ માને? તે તો રડતું જ રહ્યું.

છેવટે સરદારે તેના સેવકને કહ્યું, “જાઓ, ગમે ત્યાં જઈ આ રમકડું સાજું કરી લાવો.” એક સેવક કહે, “સરદાર, અહીં આ રમકડું સાજું કરતાં કોઈને નથી આવડતું.” બીજો સેવકે કહે, “આ માટે, સરદાર, નગરમાં જવું, પડે. ત્યાં આ રમકડાં બનાવનાર ને વેચનાર કારીગરો હોય છે.” તો ઝટ જાઓ” સરદાર તાડૂક્યો. પરંતુ સરદાર, નગરમાં જઈને આવતાં આખો દિવસ વીતી જાય.

Also Read- 3 Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)

”સરદાર ચિંતામાં પડી ગયો. બાળકને હવે કેમ મનાવવો? તે મૂંઝાયો. અમરને થયું કે આ તક છે. લાવ, મને વાત કરવા દે. અમરે સરદારને વિનંતી કરી, “લાવો એ રમકડું હું તે સાજું કરી દઈશ” સરદારે પૂછ્યું , “તને આવડે છે કે પછી ..?” અમરે કહ્યું, “હા, આવડે છે.” સરદાર બોલ્યો, “જો તું આ સાજું કરી દઈશ તો તું માંગે તે આપીશ” અમરને રમકડું સેવકે આપ્યું.

Amazing Story in Gujarati With Moral
Amazing Story in Gujarati With Moral

અમરે હથોડી, ખીલી વગેરે મંગાવ્યાં. બધી ચીજો આવી. અમરે થોડી મથામણ કરીને રમકડું સાજું કરી દીધું. કળ દબાવી તો બંને વાંદરા નાચવા અને ઝઘડવા લાગ્યા. આ જોઈ સરદારનો દીકરો રાજી-રાજી થઈ ગયો. સરદાર પણ ખુશ થયો. અમર કહે, “કહેતા હો તો આવું બીજુંય રમકડું બનાવી દઉં. આ રમકડું તૂટી જાય તો દીકરાને ! સરદારને અમરની આ વાત ગમી. અમરે જે ચીજે માંગી તે બધી સેવકો લઈ આવ્યા.

અમરે ખૂબ મહેનતું કરી બીજું સરસ રમકડું બનાવી દીધું. રમકડું જોઈ દીકરી લાગશે.” રાજી રાજી થઈ ગયો. એ જોઈ સરદાર પણ રાજી થયો સરદાર કહે, “તારું નામ શું છે?” અમર કહે, “અમર” સરદારે તેનો બરડો થાબડીને કહ્યું, “અમર, આજે તે મારા દીકરા માટે ઘણું સરસ કામ કરી દીધું છે. બોલ, તારે શું જોઈએ? માંગી લે.” અમર બોલ્યો, “સરદારજી, મને મારા ઘેર જવા દો. મારા માબાપ ચિંતા કરતાં હશે.” સરદાર કહે, “એ તો કરીશ, પણ બીજું કંઈક માંગ.

”અમર હાથ જોડી કહે, “સરદારજી, સ્વતંત્રતાથી વધીને કોઈ ચીજ મોટી હોતી નથી. બસ, મારે આટલું બસ છે.” સરદારની આજ્ઞાથી સરદારના સેવકો અમરને જંગલની બહાર મૂકી ગયા. અમર ત્યાંથી પોતાના નગર તરફ ગયો. અમરને પાછો ફરેલો જોઈ રાજા-રાણી આનંદવિભોર થઈ ગયાં. રાજાએ કુંવરને શોધવા ચારે દિશામાં સૈનિકો અમરે રાજારાણીને માંડીને બધી વાત કરી.. સાંભળી રાજા કહે, “બેટા, તું વિદ્યા શીખ્યો, તો સંકટ દોડાવ્યા જ હતા. સમયે કામ આવી.” બીજે દિવસે રાજાએ હરજીને દરબારમાં બોલાવ્યો અને તેને ઈનામ આપી બહુમાન કર્યું.

FAQ

બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?

બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.

બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?

બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

Summary

શીખેલી વિદ્યા કામ આવે- Awesome Story in Gujarati With Moral વાર્તામાં પણ મને વિશ્વાસ છે કે તમને ખુબ જ મજા આવી હશે, તો તમે જોયું કે જીવન માં સીખેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી એ તમને ક્યારેક ને ક્યારેક તો જરૂર કામમાં આવે છે તો કોઈ દિવસ એવું નઈ વિચારવું કે આ તો આપડા માટે કામનું નથી તો અપડે શા માટે આ શીખવું.

Also Read- Animal Names In Gujarati, Latest List 2021 (પ્રાણીઓ ના નામ)

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm