નમસ્તે મિત્રો, આજ આપણે સિંહ વિષે નિબંધ- Amazing Lion Essay in Gujarati Language આર્ટિકલ માં ખુબ સરસ નિબંધ જોવાના છીએ. સિંહ એક સુંદર અને ખુંખાર પ્રાણી છે. બધા વિદ્યાર્થી માટે પણ સિંહ નો નિબંધ ખુબ ઉપીયોગી હોય છે જે પરીક્ષામાં વારં વાર પુછાતો હોય છે. આ કારણે અમે અહીંયા તમને સિંહ વિષે નિબંધ નું સરસ ઉદાહરણ આપેલું છે ,જેના દ્વારા તમે તમારો પોતાનો સુંદર નિબંધ લખી શકશો.
સિંહ વિષે નિબંધ ગુજરાતીમાં ધોરણ 2, 3, 4, 5 (Short Lion Essay in Gujarati Language for Standard 2, 3, 4, 5)
સિંહ પ્રાણી એટલે જંગલ નો રાજા અને લીઓ પરિવાર, ફેલિડે અને જીનસ પેન્થેરાની એક વિશાળકાય પ્રજાતિ છે. જો તમે તેનો ફોટો અથવા તેની વાસ્તવિકતા જોઇ હોય તો તેની પૂંછડીના અંતમાં તેની રુવાંટીવાળું રાઉન્ડ ફુદડુ જોયુ જ હશે.
બિલાડી જાતિના પ્રાણીઓ માં સિંહો વાઘની જેમ કદમાં ખૂબ મોટા છે, જો કે આ પ્રાણી વાઘ કરતા કદમાં થોડો નાનો છે. તેમના શરીરની લંબાઈ વિશે વાત કરીએ તો, પુખ્ત વાય ના નર સિંહની લંબાઈ 185 થી 210 સે.મી. હોય શકે છે અને જો પુખ્ત વાય ની માદા સિંહની વાત કરવામાં આવે તો તેની શરીરની લંબાઈ 160 થી 185 સે.મી. છે, એટલે કે નર એ સ્ત્રી કરતાં થોડા મોટા હોય છે.
તે સામાજિક પ્રજાતિનું એક ખૂબ જ સુંદર અને આળસુ જંગલી પ્રાણી છે, જે જૂથોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને તેમના બચ્ચા નો સમાવેશ થાય છે. શિકાર વિશે વાત કરીયે તો માદા સિંહોના જૂથો સામાન્ય રીતે એક સાથે શિકાર કરવાનું વધુ છે, જે મોટાભાગે મોટા અને નાના જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે.
Must Read- “મોર” વિશે નિબંધ (Top 3 Peacock Essay In Gujarati)
300 શબ્દોનો સિંહ વિષે નિબંધ ગુજરાતીમાં ધોરણ 6, 7, 8, 9 (200 to 300 Words Lion Essay in Gujarati)
સિંહ જંગલનો સૌથી ખતરનાક પ્રાણી માંનુ એક પ્રાણી છે, તે દરેક પ્રાણી પોતાનો બનાવે છે, પછી ભલે તે પ્રાણી શાકાહારી હોય કે માંસાહારી, તેના થી જંગલ ના પ્રાણી ડરતા હોય છે. તેથી જ સિંહ ને જંગલનો રાજા કહેવામાં આવે છે.
સિંહનો ખોરાક સંપૂર્ણ માંસાહારી હોય છે. પરંતુ તે શાકાહારી પ્રાણીઓનો પણ શિકાર કરે છે અને તેમાંથી જીવન જીવવા ખોરાક મેળવે છે. તે હરણ, શિયાળ, હાથી અને જીરાફ વગેરે નાના અને તેનાથી મોટા પ્રાણીઓ નો શિકાર આસાની થી કરી છે. સિંહ રાત્રિના સમય માં મોટાભાગનો શિકાર કરે છે કારણ કે દિવસ કરતાં રાતના અંધારામાં શિકાર કરવાનું વધુ સરળ છે.
સિંહો શિકાર મોટે ભાગે ટોળાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં માદા વધુ શિકાર કરે છે. પરંતુ મોટા પ્રાણીઓનો શિકાર કરવા માટે ઘણીવાર સિંહોની મહત્વ ની ભૂમિકા હોય છે. પુખ્ત વય ના સિંહને દરરોજ 8 થી 9 કિલો માંસની જરૂર હોય છે, જ્યારે પુખ્ત સિંહણ વિશે વાત કરતા, એક પુખ્ત વય ની સિંહણને પણ પુખ્ત સિંહની જેમ 8 જેટલા કિલો માંસની જરૂર હોય છે.
શિંહ ની શારીરિક બંધારણ જોઈએ તો સિંહની લંબાઈ 3.5 ફૂટ અને લંબાઈ 10 ફૂટ જેટલી હોય છે. આ ઉપરાંત તેનું વજન 190 કિલો સુધીનું હોય શકે છે. એક પુખ્ત સિંહ પાસે તેના શિકારને ઝડપથી પકડવા 30 દાંત હોય છે, જેથી શિકાર કરતી વખતે તેની પકડ ખુબ જ મજબૂત હોય છે. જો આપણે તેની ગતિ વિશે વાત કરીએ, તો તે પ્રતિ કલાક 80 કિલોમીટર સુધીની ઝડપ થી દોડી શકે છે.
આ પ્રાણી સામાજિક પ્રાણી છે જેમાં નર સિંહ અડધા કરતા વધારે જીવન માદા સિંહ સાથે વીતાવે છે. એક સિંહ દિવસમાં લગભગ 20 કલાક જેટલો આરામ કરે છે અને 2 કલાક ચાલે છે. આ ખુબ જ આળસુ હોય છે.
10 લીટીનો સિંહ વિષે નિબંધ (10 Lines Lion Essay in Gujarati)
- સિંહ ને જંગલ નો રાજા કહેવામાં આવે છે.
- સિંહ વિશ્વ માં આફ્રિકા ના જંગલ અને ભારત માં ગીર ના ફોરેસ્ટ વિસ્તાર માં જોવા મળે છે.
- સિંહ બિલાડી જાતિ નું એક વિશળકાય અને જંગલી પ્રાણી છે.
- સિંહ બિલાડી જાતિ નું આ એક માત્ર પ્રાણી છે જે જૂંડ માં રહેવાનું પસંદ કરે છે.
- નર સિંહ ના ગાળાની આસપાસ વાળ જોવા મળે છે જેને કેશવાળી કહેવામાં આવે છે, જે માદા સિંહ માં નથી જોવા મળતી.
- સિંહના શરીરની લંબાઈ લગભગ 6 ફૂટ છે. તેમનું વજન લગભગ 120 થી 190 આસપાસ હોય છે.
- સિંહ એક શાંત અને આળસુ પ્રાણી છે પણ જો તેમને સતાવવામાં આવે તો તે તરત જ ક્રોધિત થઇ જાય છે.
- સિંહ ની ગર્જના 5 મિલ સુધી સંભળાઈ છે જે ગર્જના એ વિશ્વના તમામ જીવોમાં સૌથી મોટી છે. જ્યારે વાઘ ની ર્જના 3 મિલ સુધી સંભળાઈ છે.
- આ પ્રાણી કરડો વર્ષો થી પૃથ્વી પર રહેતું આવ્યું છે. બધી પૌરાણિક કથા અને અવશેષો માં સિંહ નું ચિત્ર જોવા મળ્યું છે.
- સિંહો મોટા પ્રાણીઓ જેમકે હરણ, જીબ્રા, શિયાળ, વરુ અને અન્ય ઘણા પ્રાણીઓ ખાવાનું પસંદ કરે છે.
- સિંહ દુનિયા માં સૌથી લોકપ્રિય જંગલી જાનવર છે જેની સંખ્યા કરતા લખો ગણી તેની તસ્વીર અને ચિત્રો દુનિયા માં મોજુદ છે.
Must Read- વૃક્ષ બચાવો નિબંધ (Top 3 Save Tree Essay in Gujarati)
Video
Summary
I hope you like સિંહ વિષે નિબંધ- Amazing Lion Essay in Gujarati Language article and this is become useful for all students. Regular visit our blog Gujarati-English.com to get amazing information and such useful stuff in Guajarati and English language.
This post is actually a pleasant one it helps new web people, who are wishing in favor of blogging.