Download Our Android App

gujarati info app download

100+ Meaningful Gujarati Quotes on Life (ગુજરાતી ક્વોટસ)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ www.gujarati-english.com માં ખૂબ ખુબ સ્વાગત છે અને આજના “100+ Meaningful Gujarati Quotes on Life (ગુજરાતી ક્વોટસ)” આર્ટિકલ માં આપણે જીવન માં ઉપીયોગી અને પ્રેરણારૂપ બને તેવો અવતરણો અને સુવિચાર વિષે વાત કરવાના છીએ, જેમાં તમને પણ ખુબ મજા આવશે.

જીવનમાં પ્રેરણા મેળવાના સ્ત્રોત બધા વ્યક્તિઓ ના અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ બૂક્સ વાંચી અને જીવન માં પ્રેરણા મેળવે છે, તો કોઈ બીજા નું જીવન જોઈ, કોઈ આવા સુવિચાર જોઈ તો કોઈ પ્રેરણારૂપી વાર્તાઓ વાંચી અને જીવન માં નવી પ્રેરણા મેળવે છે. અહીં આજે આપણે સુવિચારો વિષે માહિતી મેળવીશું જે જીવન માં તમને કદાચ ઉપીયોગી થશે.

મારા બ્લોગ પર ઘણી મોટીવેશનલ સ્ટોરી પણ ઉપલબ્ધ છે, જે તમને અન્ય કેટેગરી માં મળી જશે અથવા તો તમે હેડર પર સર્ચ બોક્સ માં સર્ચ પણ કરી શકો છો અને એ તમને જરૂર થી ગમશે. ચાલો તો આપણા મુખ્ય ટોપિક તરફ આગળ વધીયે અને થોડા જીવન માં પ્રેરણા અનુરૂપ ગુજરાતી ક્વોટ્સ વિષે વાત કરીએ.

આ પણ વાંચો- શુભ સવાર સુવિચાર- Good Morning Thoughts in Gujarati, Photos and Txt

Best Meaningful Gujarati Quotes on Life (બેસ્ટ ગુજરાતી ક્વોટસ લાઈફ)

તો ચાલો આપણે આર્ટિકલ તરફ આગળ વધીએ અને સવારમાં મોકલી શકાય મીનિંગફુલ ગુજરાતી ક્વોટસ ઓન લાઈફ નું એક વિશાળ કલેકશન અને ફોટો જોઈએ. તમને નીચે આપેલા સુવિચાર જરૂર ગમશે અને તેના ફોટા પણ ઘણા સિમ્પલ અને સરસ છે. તમે અહીં દર્શાવેલ કોઈ પણ કન્ટેન્ટ તમારા મિત્રો સાથે આસાની થી શેર કરી શકો છો.

તો ચાલો જીવન વિષે ના આવાજ ક્વોટ જોઈએ જેનું ટેક્સ્ટ તમે આસાની થી કોપી કરી શકો છો અને અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. નીચે આપેલા ફોટા ને પણ તમે તમારા ફોન માં સેવ કરી શકો છો, ફોટો સેવ કરવા ફોટા ઉપર થોડી વાર ક્લિક કરી રાખો. હવે તમને એક મેનુ જોવા મળશે જેમાં Save Image નો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરો એટલે તે ફોટો તમારા ફોન માં સેવ થઇ જશે.

આ પણ વાંચો- બેસ્ટ સુવિચાર- 101 Best Suvichar in Gujarati, Photos and Txt

100 Plus Meaningful Gujarati Quotes on Life

નિરાશાવાદી ધનિક કરતાં આશાવાદી ગરીબ વધારે સુખી ગણી શકાય.

અર્થશાસ્ત્રી એવી વ્યક્તિ છે,
જે ધન વિશે ધનવાન કરતાં વધુ જાણે છે.

જે ફક્ત બહારની વાહવાહ ઇચ્છે છે,
તે પોતાનો આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે.

પરમાત્મા મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે.
પણ નાનાં-નાનાં પુષ્પોથી નહિ.

કોઈ નિદા કરે કે વંદના,
આપણો તો સ્વાર્થનો ધંધો છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 2

સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જીવન છે.
જયારે ગુલામ સજીવ હોવા છતાં મૃત છે.

શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ.

પ્રકૃતિનું અનુસરણ કરો.
ધૈર્ય તેનું રહસ્ય છે.

એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે.

જ્યાં પરિશ્રમ થાકી જાય છે, બુદ્ધિ કામ નથી કરત,
ત્યાંથી જ પ્રારબ્ધ શરૂ થાય છે.

તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.

મને મૃત્યુનો ભય નથી
પણ
ભય તો મને જીવનનો છે.

પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા હોય જ છે.

લગ્ન વખતે પસંદગી આંખોથી નહિ પણ કાનથી કરો.

બાપદાદાની મહાનતા ના માળા ફેરવનારા વ્યક્તિ,
પોતાનું ભાગ્ય ભાગ્યે જ ફેરવી શકે છે.

તમે જગતમાં ભલાઈ ન કરી શકો તો કાંઈ નહિ પણ બૂરાઈ તો કદી કરશો નહિ.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 2

દરેક વ્યક્તિની જરૂર હોય છે
અને
કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતો નથી.

જરૂરિયાત ગરીબને સુધારી દે છે
જ્યારે
સંતુષ્ટતા ધનવાનને સુધારી દે છે.

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

જેની પાસે ધન છે તે તેનું નથી
પણ
જે ઉપયોગ કરે તેનું ધન છે.

વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ.

મારું અસ્તિત્વ એક નિરંતર આશ્ચર્ય છે અને એ જ જીવન છે.

સંસારીઓ માટે ચતુરાઈ ગુણ છે,
જયારે
સાધુઓ માટે દોષ છે.

સંતપુરુષો સો યુગનાં શિક્ષક છે.

જો ચિંતા જ કરવી હોય તો ચારિત્યની કે ઉન્નતિની કરો.

રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી હોય છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 3
meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 3

સત્યની વાત બધા કરે છે
પણ
તેનું પાલન બહુ થોડા લોકો કરે છે.

આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવાં પડે છે.

અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે.

દોડવું નકામું છે,
મુખ્ય વાત તો સમયસર નીકળવું તે જ છે.

ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 4
meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 4

તમારી પ્રશંસા બીજા કરે એમ ઈચ્છતા હોવ
તો
તમારી પ્રશંસા તમે ખુદ ન કરો.

ધર્મ દેખાડાનો નહિ પણ આચરણનો વિષય છે.

હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે, હું અંદરથી સુંદર થાઉ.

કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં
આપણી દશ ભૂલોને પણ ગણી લો.

વીરપુરુષ રોગી અવસ્થા માં મરવા કરતાં રણક્ષેત્રમાં મરવાનું વધુ પસંદ કરે છે.

ઘણુંબધું જાણ્યા પછી કશુંક મૂળભૂત જાણવાનું રહી જાય છે.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.

ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે.

સફળ થનારાનાં દુ:ખ કોઈ જાણતું નથી.

બીજાના દુ:ખની વાતો કંટાળો પામ્યા વિના સાંભળતા શીખો.

મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે.

આળસુ મન શેતાનનું ઘર છે.

યુવાન માણસ બધા નિયમો જાણે છે,
પણ
વૃદ્ધ અપવાદ જાણે છે.

માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 5
meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 5

દુ:ખ ભોગવવાથી સુખનાં મૂલ્યનું જ્ઞાન થાય છે.

કર્તવ્ય અને વર્તમાન આપણું છે. ફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.

જરૂરિયાત એ શોધની જનની છે.

અવિશ્વાસ ધીમી હત્યા છે.

જે જ્ઞાન આચરણમાં નથી પ્રગટ થતું તે જ્ઞાન કેવળ બોજા રૂપ છે.

નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશાં સાવધ રહેવું.

ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઈ શકે છે.

કુદરતી દુ:ખ એ પરીક્ષા છે.
જયારે
ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.

જ્યારે દેહના કોઈ ભાગમાં પીડા થાય છે,
ત્યારે આખો દેહ બેચેન થઈ જાય છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 6

સમૃદ્ધિમાં મિત્રો આપણને જાણે છે,
વિપત્તિમાં આપણે એમને જાણીએ છીએ.

લક્ષ્યમાં નિષ્ઠા અને સંલગ્નતા જ સફળતાનું રહસ્ય છે.

હું સુખી છું એનું કારણ એ છે કે
મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી.

પતંગિયુ થોડીક સમય જીવે છે તોય એની પાસે પૂરતો સમય હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
પણ
એ તો ચૂપ રહે છે જેને બોલવા નો અધિકાર હોય છે
.

નથી હારમાં ભાગ્યનો દોષ હોતો,
રહી હોય છે પ્રયત્ન માં કૈક ખામી.

હર દમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું વરદાન ન આપ કે જેની દવા મળે.

વાતચીત કે વિવાદ માટે વ્યક્તિએ પોતાના જ્ઞાનને વિકસાવવું પડે છે.

કોઈ લડાઈ કે યુદ્ધ આખરી નથી હોતું.

વ્યવહારમાં જે કામ ન આવે તે ધર્મ કહેવાય ખરો?

યૌવનને ચાબુકની નહિ,
લગામની જરૂર છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 7
meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 7

મુત્યુ રૂદન કરાવે એવું હોવું જેઈએ,
અફસોસ કરાવે તેવું નહિ.

એવો વૈભવ કે જે ક્યારેય અંત ન પામે તેને સાધુતા કહે છે.

ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે,
કે તે જરૂરથી બદલાશે જ.

ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.

જે સૌદર્યમાં ભોળપણ ન હોય તે બનાવટી સૌદર્ય છે.

પાપમાં પડે તે માણસ,
તેનો ખેદ કરે તે સંત અને
તેનું અભિમાન કરે તે રાક્ષસ.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 8
8

મહાપુરુષોમાં સંકલ્પ હોય છે,
જયારે
સાધારણ લોકોમાં ઈચ્છાઓ.

વાણી સંયમનો પહેલો નિયમ એ છે કે વગર પ્રયોજને અને વધુ પડતું બોલવું નહિ.

મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.

લગ્ન પહેલાં તમારી આંખો પૂરી ખુલ્લી રાખો
અને લગ્ન પછી અડધી બંધ.

પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે.

ઉપકાર મિત્ર હોવાનું ફળ છે
અને
અપકાર શત્રુ હોવાનું લક્ષણ.

અવસર વગર બોલવું પણ વ્યર્થ છે.

જ્યારે મળવા લાગે છે ત્યારે જ વધારે મેળવવાનો લોભ જાગે છે.

બાળપણ ભૂલ છે,
જવાની સંઘર્ષ છે,
વૃદ્ધાવસ્થા પશ્ચાત્તાપ છે.

ઉતાવળથી લગ્ન કરનાર આરામથી પસ્તાય છે.

meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 9
meaningful gujarati quotes on life- ગુજરાતી ક્વોટસ 9

મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.

સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.

આશાની છીપલીમાં જ સુંદર મોતી નીપજે છે.

પ્રકૃતિ, સમય અને ધીરજ એ ત્રણેય મહાન ચિકિત્સકો છે.

જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.

પ્રેમ જ વિશ્વને બદલી શકે છે.

વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે
અને
ધર્મ વિનાનું વિજ્ઞાન પાંગળું છે.

પ્રેમ શક્તિવર્ધક ઔષધિ છે.

લજજત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જીગર મળે.

જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.

કોઈને પ્રેમ કરી તો એ જાણીને કરજે કે
તેને નિભાવવો એ ખૂબ મુશ્કેલ છે.

પૈસો કમાઈ જાણે અને યોગ્ય રીતે ખર્ચી જાણે તે જ મહાજન કહેવાય.

શાંતિનું આદર્શ વાક્ય છે.
“દુર્બળ લોકો બળવાન લોકોની સહાયથી જીવે છે.”

બીજાના હિતમાં પરોવાયેલો સજ્જન વિનાશ થાય તો પણ વૈરવૃત્તિ પામતો નથી.

તમારી સ્વતંત્રા કોઈ દેવ ના હાથમાં ન વેચશો.

અવ્યક્તમાંથી વ્યક્તને રચવું એ એક કલા છે.

નેતાઓ ખૂબ જ ન્યાયપ્રિય હોય છે.
તેઓ એકબીજાનું સારું કદી બોલતા નથી.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે, અને સ્વાસ્થ્ય બન્ને પર.

જ્યારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુ:ખ થાય છે.

આ પણ જરૂર વાંચો

What are Benefits Of Motivation? (પ્રેરણાના ફાયદા શું છે?)

પ્રેરણા એ પ્રક્રિયા છે જે ધ્યેય લક્ષી વર્તણૂકોની શરૂઆત કરે છે, માર્ગદર્શન આપે છે અને જાળવી રાખે છે. તે કોઈ પણ વ્યક્તિ ને કાર્ય કરવા માટેનું કારણ બને છે, પછી ભલે તે તરસ ઘટાડવા માટે પાણીનો ગ્લાસ પીવો અથવા જ્ઞાન મેળવવા માટે પુસ્તક વાંચવું. પ્રેરણામાં જૈવિક, ભાવનાત્મક, સામાજિક અને જ્ઞાનાત્મક દળોનો સમાવેશ થાય છે જે વર્તનને સક્રિય કરે છે.

રોજિંદા વપરાશમાં, “પ્રેરણા” શબ્દનો વારંવાર ઉપયોગ વ્યક્તિ શા માટે કરે છે તેનું વર્ણન કરવા માટે થાય છે. તે માનવ ક્રિયાઓ પાછળ ચાલક બળ છે. પ્રેરણા માત્ર એવા પરિબળોનો સંદર્ભ આપતી નથી જે વર્તનને સક્રિય કરે છે, તેમાં એવા પરિબળો પણ સામેલ છે જે આ ધ્યેય ને લગતી ક્રિયાઓને નિર્દેશિત કરે છે અને જાળવે છે.

કોઈ પણ વ્યક્તિ શા માટે કાર્ય કરીએ છીએ તેની પ્રેરણા પાછળ શું છે? મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણાના વિવિધ સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા છે, જેમાં ઘણી થિયરી નો સમાવેશ થાય છે. વાસ્તવિકતા એ છે કે ઘણી જુદી જુદી શક્તિઓ છે જે આપણી પ્રેરણાઓને માર્ગદર્શન આપે છે અને દિશામાન કરે છે. પ્રેરણા માટે ઘણા વિવિધ ઉપયોગો છે. તે તમામ માનવ વર્તન માટે માર્ગદર્શક બળ તરીકે કામ કરે છે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે અને તેના પર અસર કરી શકે તેવા પરિબળોને સમજવું ઘણી રીતે મહત્વપૂર્ણ હોઈ શકે છે.

પ્રેરણાને સમજવાથી લોકોની કાર્યક્ષમતા સુધારવામાં મદદ કરો કારણ કે તેઓ લક્ષ્યો તરફ કામ કરે છે, લોકોને પગલાં લેવામાં મદદ કરે છે, લોકોને આરોગ્યલક્ષી વર્તણૂકોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો કરે છે, લોકોને બિનઆરોગ્યપ્રદ અથવા અયોગ્ય વર્તણૂકો જેમ કે જોખમ લેવા અને વ્યસનથી દૂર રહેવામાં મદદ કરે છે, લોકોને તેમના જીવન પર વધુ નિયંત્રણ અનુભવવામાં સહાય કરે છે અને એકંદર સુખાકારી અને સુખમાં સુધારો લાવવામાં હેલ્પ કરે છે,

કોઈપણ કે જેણે ક્યારેય કોઈ ધ્યેય મેળવ્યું હોય તો કદાચ તરત જ સમજાય છે કે ફક્ત કંઈક પૂર્ણ કરવાની ઈચ્છા પૂરતી નથી. આવા ધ્યેયને હાંસલ કરવા માટે અવરોધો વચ્ચે ટકી રહેવાની ક્ષમતા અને મુશ્કેલીઓ છતાં આગળ વધવા માટે સહનશક્તિની જરૂર છે.

બધા લોકો તેમની પ્રેરણા અને ઇચ્છાશક્તિમાં વધઘટ અનુભવે છે. કેટલીકવાર તમે તમારા ધ્યેયો સુધી પહોંચવા માટે ઉશ્કેરાયેલા અને ખૂબ જ પ્રેરિત અનુભવી શકો છો, જ્યારે અન્ય સમયે તમે શું ઇચ્છો છો અથવા તેને કેવી રીતે પ્રાપ્ત કરવું તે વિશે તમે અસ્પષ્ટ અથવા અનિશ્ચિત અનુભવી શકો છો.

જો તમને પ્રેરણા ઓછી લાગતી હોય, તો પણ તમે એવા પગલાં લઈ શકો છો જે તમને આગળ વધતા રાખશે. કેટલીક વસ્તુઓ જે તમે કરી શકો તેમાં સમાવેશ થાય છે:

તમારા માટે ખરેખર મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારા લક્ષ્યોને સમાયોજિત કરો. જો તમે એવી કોઈ વસ્તુનો સામનો કરી રહ્યાં છો જે ખૂબ મોટી અથવા ખૂબ જ જબરજસ્ત છે, તો તેને નાના પગલાઓમાં વિભાજિત કરો અને પ્રગતિ તરફ તે પ્રથમ પગલું હાંસલ કરવા માટે તમારી દૃષ્ટિ સેટ કરવાનો પ્રયાસ કરો.

આ માટે તમારે તમારા આત્મવિશ્વાસમાં સુધારો કરવાની જરૂર છે, તે માટે તમે ભૂતકાળમાં શું મેળવ્યું છે અને તમારી શક્તિઓ ક્યાં છે તે વિશે તમારી જાતને યાદ કરાવો. જો એવી કોઈ બાબતો છે જેના વિશે તમે અસુરક્ષિત અનુભવો છો, તો તે ક્ષેત્રોમાં સુધારણા કરવા માટે કામ કરવાનો પ્રયાસ કરો જેથી કરીને તમે વધુ કુશળ અને સક્ષમ અનુભવો.

ખરેખર એવી કઈ બાબતો છે જે આપણને કાર્ય કરવા પ્રેરે છે? સમગ્ર ઇતિહાસમાં, મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને શું પ્રેરણા આપે છે તે સમજાવવા માટે વિવિધ સિદ્ધાંતો પ્રસ્તાવિત કર્યા છે. પ્રેરણાની વૃત્તિ સિદ્ધાંત સૂચવે છે કે વર્તણૂકો વૃત્તિ દ્વારા પ્રેરિત છે, જે વર્તનની નિશ્ચિત અને જન્મજાત પેટર્ન છે.

મહાન મનોવૈજ્ઞાનિકોએ સંખ્યાબંધ મૂળભૂત માનવ વિચારો પ્રસ્તાવિત કર્યા છે જે વર્તનને પ્રોત્સાહન આપે છે. આવી વૃત્તિમાં જૈવિક વૃત્તિનો સમાવેશ થઈ શકે છે જે જીવતંત્રના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે જેમ કે ભય, સ્વચ્છતા અને પ્રેમ. ચાલો તો આજ નું જ્ઞાન અહીં જ સમાપ્ત કરીએ અને ફરી મળીશું નવી જાણકરી સાથે.

Meaningful Gujarati Quotes on Life Video Status

Summary

મને ખુબ જ આશા છે કે તમને “Best Meaningful Gujarati Quotes on Life (બેસ્ટ ગુજરાતી ક્વોટસ લાઈફ) Post માં દર્શાવેલ બધા સુંદર સુવિચાર અને ફોટો જરૂરથી ગમ્યા હશે અને તમારા મિત્રો અને અન્ય પરિવાર ના સદસ્યો સાથે તમે જરૂર થી શેર કરશો. આવી જ અવનવી ગુજરાતી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને સોશિઅલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ એમાં ફોલો કરવાનું ચૂકશો નહિ, ત્યાં પણ તમને આવા પ્રકાર ના ઉપડૅટ જરુર મળતા રહેશે.

Leave a Comment