My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ 2021

Posted By Admin |

નમસ્તે મિત્રો, આજ આપણે આ બ્લોગ મા એક સરસ નિબંધ વિષે જોવાના છીએ, જેનું નામ છે My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ. આ આર્ટિકલ માં ખુબ સરસ બે થી ત્રણ નિબંધ આપણે જોઈશું.

કોઈ પણ પવિત્ર તહેવાર હિન્દુ સંસ્કૃતિ અને ગુજરાતીઓ માટે જીવન નો ખુબ મહત્વ નો ભાગ માનવામાં આવે છે.અને તેથીજ બધા વિદ્યાર્થી માટે પણ કોઈ પણ તહેવાર નો નિબંધ ખુબ ઉપીયોગી હોય છે, જે પરીક્ષામાં વારં વાર પુછાતો હોય છે. આ કારણે અમે અહીં આજ થોડા મારો પ્રિયા તહેવાર (My Favorite Festival Essay in Gujarati) નિબંધ

ના ઉદાહરણ આપ્યા છે, જે તમને ખુબ જ મદદરૂપ થશે.

ગુજરાત માં બધા લોકો ને અલગ અલગ તહેવાર ગમતા હોય છે . જેમકે બાળકો ને ઉત્તરાયણ, દિવાળી અને હોળી ખુબ ગમતા હોય છે. જયારે યુવાનો ને વૃદ્ધ ને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ગમતા હોય છે. અહીં અમે બધા તહેવાર ના એક એક ઉદાહરણ નિબંધ આપેલા છે, જે તમને ગમશે.

Also Read- Cow Essay In Gujarati

My Favorite Festival Essay in Gujarati or Maro Priya Tehvar Essay, Nibandh in Gujarati (મારો પ્રિય તહેવાર નિબંધ)

બધા જ લોકો ના પ્રિય તહેવાર અલગ અલગ હોય છે, જેમકે કોઈ ને દિવાળી ગમે છે, તો કોયને હોળી. કોઈ ને ઉત્તરાયણ ગમે છે તો કોઈ ને નવરાત્રી. ભારત અને ગુજરાત માં એટલા તહેવારો ઉજવાવામાં આવે છે, કે બધા ના નિબંધ તો અહીં આપવા શક્ય નથી. પણ થોડા નિબંધ અમે નીચે આપવાની કોશિશ કરી છે, જે તમને જરૂર ગમશે.

My Favorite Festival Essay in Gujarati – Diwali (મારો પ્રિય તહેવાર નિબંધ – દિવાળી)

દિવાળી એ ભારત નો અને ગુજરાત નો સૌથી મોટો તહેવાર છે, એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે દરેક ના ઘરે ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, ભારત ના દરેક લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે, અને બાળકો અને યુવાનો ની વાત કરીએ તો, તે સાથે મળીને હસી ખુશી થી ફટાકડા ફોડે છે.

દિવાળી એ ફક્ત ભારતીયો માટે જ નહીં પરંતુ ભારતની બહાર રહેતા અન્ય લોકો માટે પણ ખુબ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. બધાજ ભારતીય લોકો દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવે છે. દિપાવલી નિમિત્તે શાળાઓ અને કોલેજોમાં એક લાંબી રજા અથવા વેકેશન હોય છે, જેને દિવાળી નું વેકેશન કહેવાય છે.

My Favorite Festival Essay in Gujarati - Diwali (મારો પ્રિય તહેવાર નિબંધ - દિવાળી)
My Favorite Festival Essay in Gujarati – Diwali (મારો પ્રિય તહેવાર નિબંધ – દિવાળી)

આ સમયે મોટા ભાગની શાળા કોલેજોમાં નિબંધ લેખન અને વકૃત્વ સપર્ધા નું આયોજન કરવામાં આવ્યું હોય છે, મેં જોયું છે કે આ દિવસો માં ક્યાંક તો હરીફાઈનું પણ આયોજન કરવામાં આવે છે.દિવાળી ના દિવસે બજારોને અદ્ભુત દેખાવ આપવા માટે દુલ્હનની જેમ લાઈટોથી સજાવવામાં આવેલી હોય છે. આ દિવસે બજારમાં મીઠાઇ અને કપડાંની દુકાનોની ખુબ ભીડ જામેલી જોવા મળે છે. બાળકો, વૃધો અને યુવાનો બજારમાંથી નવા કપડા, ફટાકડા, મીઠાઇ, ભેટ, અને રમકડા ખરીદતા હોય છે.

તેના પછીના દિવસે નવું વર્ષ ઉજવવા માં આવે છે, જેમાં બધા લોકો પોતાના સાગા સંબંધી અને મિત્રો ના ઘરે જાય છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આ આપણું નવું વર્ષ છે, અને સમગ્ર ગુજરાત માં પણ આજ દિવસ ને નવા વર્ષ તરીકે ઉજવી અને નવી શરૂવાત કરવા માં આવે છે.

My Favorite Festival Essay in Gujarati- Holi (મારો પ્રિય તહેવાર નિબંધ- હોળી)

ભારત માં દર વર્ષે હોળી ફાગણ સુદ પુનમને દિવસે હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. આ તહેવાર પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. જેમાં હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ રાજા હતો, અને તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદ પ્રભુનો માનીતો ભક્ત હતો. પરંતુ તેના પિતા ભગવાનના ક્રૂર અને વિરોધી હતા. તેમને પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન ને ભજે એ ન ગમતું હતું. હિરણ્યકશિપુની એક બહેન હતી, જેનું નામ હોલિકા હતું. તેની પાસે અગ્નિ પણ બાળી ન શકે એવી ઓઢણી નું વરદાન હતું.

પ્રહલાદને મારી નાંખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાંઓની ચિતા પર ખુદ બેસી ગઈ. ત્યાર પછી ચિતા સળગાવવામાં આવી અને ભગવાન દ્વારા એક ચમત્કાર થયો, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદ બચીગયો. આમ સત્ય અને ભગવાન ની ભક્તિનો ફરી એક વાર વિજય થયો. આ પૌરાણિક પ્રસંગની યાદ માં હોળીનો તહેવાર ઊજવવામાં આવે છે.

My Favorite Festival Essay in Gujarati- Holi (મારો પ્રિય તહેવાર નિબંધ- હોળી)
My Favorite Festival Essay in Gujarati- Holi (મારો પ્રિય તહેવાર નિબંધ- હોળી)

હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા અને ખજૂર જેવી વસ્તુ ખાય છે. હોળી ના દિવસે ગામને પાદરે કે શેરીને નાકે સાંજ ના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાં બધા લોકો હોળીની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધુળેટી તરીકે ઉજવવા માં આવે છે, તે દિવસે એકબીજા પર ગુલાલ અને અલગ અલગ રંગો છાંટી અને આનંદ કરવામાં આવે છે. અને પછી તો આ સમગ્ર માહોલ રંગનો ઉત્સવ બની જાય છે.

ધુળેટી ના દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટે છે. જયારે બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને કલર વાળા બગાડે છે. એટલે જ હોળીનો તહેવાર બાળકોને અતિ પ્રિય હોય છે. આ તેહવાર દરેક જાતિ ના લોકો સાથે મળીને ઉજવાઈ છે, એટલે જ આ તહેવાર ભાઈચારા નું પ્રતીક માનવામાં આવે છે.

My Favorite Festival Essay in Gujarati- Utarayan (મારો પ્રિય તહેવાર નિબંધ- ઉત્તરાયણ)

હિન્દુ ધર્મના બધા તહેવારોમાં મકરસંક્રાંતિ એ ગુજરાત નો એક મહત્વ નો તહેવારો છે. આ ઉત્સવ બધાજ લોકો ખૂબ આનંદ અને ખુશીથી ઉજવે છે. દર વર્ષે 14 જાન્યુઆરી એ સૂર્ય સ્થિતિ ને આધારે ઉત્તરાયણ ની ઉજવણી કરવામાં આવે છે. ભારત માં અને ગુજરાત માં દરેક લોકો વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન અને સૂર્યદેવને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. આ તિથિ એ સૂર્ય મકર રાશિ માં પ્રવેશતો હોવાથી આ દિવસ ને મકરસક્રાંતિ પણ કહેવામા આવે છે.

મકરસંક્રાંતિ શબ્દનો અર્થ મકર અને સંક્રાંતિ એમ બે શબ્દો જોડાઈ ને બનેલો છે. મકરનો અર્થ મકર રાશિ છે, અને સંક્રાંતિનો અર્થ એ સંક્રમણ છે. જે મકર સંક્રાંતિને મકર રાશિ માં સૂર્યના સંક્રમણ તરીકે બનાવે છે. હિન્દુ ધર્મ અનુસાર આ એક ખુબ પવિત્ર દિવસ છે.

My Favorite Festival Essay in Gujarati- Utarayan (મારો પ્રિય તહેવાર નિબંધ- ઉત્તરાયણ)
My Favorite Festival Essay in Gujarati- Utarayan (મારો પ્રિય તહેવાર નિબંધ- ઉત્તરાયણ)

ગુજરાત માં આ તહેવાર ના દિવસે લોકો સવારે ગાયો ને ઘાસ ખવરાવે છે, અને તહેવાર ની ઉજવણી કરવા પતંગ ઉડાડે છે. ગુજરાત માં આ તહેવાર પતંગ નો તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ કારણે જ ઉત્તરાયણ બાળકો, યુવાનો થી માંડીને વૃધો સુધી બધાને ખુબ જ ગમે છે. બાળકો તો દર વર્ષે આ દિવસ ની રાહ જોતા હોય છે, અને ઘણા દિવસો પેહલાથી પોતાના માટે પતંગ અને દોરી ની ખરીદી કરી લે છે.

આ દિવસ પેહલા પણ બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ પ્રકારની દોરી જોવા મળે છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરની છત ઉપર જય પતંગ ચગાવે છે. જયારે અમુક લોકો અલગ અલગ ગીતો વગાડે છે, આ દિવસે આકાશ રંગબેરંગી પતંગ થી ઘેરાયેલું જોવા મળે છે.

કોઈ નો પતંગ કપાતા લોકો ખુબ જોરથી રાડો પાડે છે, જેની મજા જ કઈક અલગ છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા આકાશ માં છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે. જયારે હાલમાં ગુબારા પર ગુજરાત સરકાર એ પ્રતિબંધ મુકેલ છે.

Summary

હું આશા રાખું છું કે તમને My Favorite Festival Essay in Gujarati- મારો પ્રિય તહેવાર નિબંધ 2021 આર્ટિકલ ગમ્યો હશે અને આ નિબંધ ના ઉદાહરણ બધા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે. ગુજરતી અને અંગ્રેજી ભાષામાં અદ્ભુત માહિતી અને આવીજ અવનવી સામગ્રી મેળવવા માટે અમારા બ્લોગ www.gujarati-english.com ની નિયમિત મુલાકાત લેતા રહો.

Leave a Comment