Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

OBC Full form in Gujarati- ઓબીસી નું ફુલ ફોર્મ

નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજના “OBC Full form in Gujarati- ઓબીસી નું ફુલ ફોર્મ ગુજરાતીમાં” આર્ટિકલ માં આપણે એક પ્રખ્યાત અને ઉપીયોગી શોર્ટ ફોર્મ એટલે કે સંક્ષિપ્ત શબ્દ નું ફુલ ફોર્મ એટલે કે વિસ્તૃત રૂપ જોવાના છીએ.

આશા રાખું છું કે તમને આ આર્ટિકલ વાંચવા માં મજા આવશે અને ઉપીયોગી સાબિત થશે. પણ એક વાત ચોક્કસ તમને કહીશ કે અહીં આપેલી ગુજરાતી માહિતી તમને બીજે ક્યાંય પણ નહિ મળે. છતાં જો તમને OBC નું ફુલ ફોર્મ આર્ટિકલ બાબતે તમને કઈ પ્રશ્ન થાય તો, ચોક્કસ તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.

What Is The OBC Full Form In Gujarati and Useful Information About it (ઓબીસી નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય? અને ઉપીયોગી માહિતી)

આરક્ષણ એ ભારતમાં એક એવી વ્યવસ્થા છે જે ભારત ના આર્થિક નબળા વર્ગ ને શિષ્યવૃત્તિ, ફીમાં રાહત, શૈક્ષણિક સંસ્થાઓમાં રક્ષિત બેઠકો, નોકરીઓ અને અન્ય ઘણી પરીક્ષાઓમાં છૂટછાટ, વયમાં છૂટછાટ આપે છે. આ પ્રથા ભારત આઝાદ થયું ત્યાર થી જ બંધારણ મુજબ ચાલી આવે છે અને મુખ્ય હેતુ પછાત જાતિ ના લોકો ને શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં તકો આપવાનો હતો.

ભારતીય બંધારણની જોગવાઈઓના અનુસાર તે કેન્દ્ર સરકાર, ભારતના બધા રાજ્યો અને કેન્દ્રશાશીત પ્રદેશોને અનામત ક્વોટા અથવા અમુક બેઠકો નક્કી કરવાની મંજૂરી આપે છે, જે સમગ્ર ભારત ના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકો માટે પરીક્ષાઓ, નોકરી અને અન્ય તકો વગેરેમાં લાયકાતોને ઓછી કરે છે અને તેમને આગળ વધવાનો મોકો આપે છે.

આ શણક્ષિપ્ત રૂપ અનામત પ્રક્રિયા ને સંબંધિત શબ્દ છે. તમે જયારે તમે પણ કોઈ શાળા કે કોલેજ માં એડમિશન મેળવવા પ્રક્રિયા કરી હશે ત્યારે તમને SC, ST, OBC અને EWS જેવા શબ્દો જોયા હશે તો ચાલો વધુ માહિતી મેળવિએ.

OBC – Other Backward Class
ઓબીસી- અન્ય પછાત વર્ગ

અહીં તમે OBC ના ફુલ ફોર્મ એટલે સંપૂર્ણ રૂપ વિષે તો માહિતી મેળવી તો ચાલો સાથે સાથે અન્ય થોડી ઉપીયોગી માહિતી વિષે પણ વાત કરીયે, જેથી એક જ આર્ટિકલ માં તમને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય.

Useful Information About OBC (ઓબીસી વિષે ઉપીયોગી માહિતી)

1947 માં ભારત આઝાદ થયું અને ત્યાર ની પરિસ્થિતિ ને અનુરૂપ આપણા દેશ ના બંધારણ અનુસાર આરક્ષણ મુખ્યત્વે 3 જૂથોને આપવામાં આવ્યું છે, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અનુક્રમે આપણે તેને SC, ST, OBC તરીકે ઓળખીએ છીએ.

આઝાદી ના સમયે કદાચ મૂળ આરક્ષણ માત્ર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને જ આપવામાં આવતું હતું પરંતુ એક કમિશનના અહેવાલ મુજબ ના 1987 ના અમલીકરણ પછી તેમાં અન્ય પછાત વર્ગો એટલે કે OBC ને પણ શામિલ કરવામાં આવ્યું. થોડા સમય પેહલા જનરલ કેટેગરી માં પણ આર્થિક રીતે પછાત લોકો માટે EWS ની અન્ય એક કેટેગરી બનાવવા માં આવી છે, કદાચ તમને પણ આ વિષે માહિતી ચોક્કસ હશે.

obc full form in gujarati- ઓબીસી નું ફુલ ફોર્મ
obc full form in gujarati- ઓબીસી નું ફુલ ફોર્મ

What is OBC Class? (OBC વર્ગ શું છે?)

અન્ય પછાત વર્ગ એટલે કે OBC એ શૈક્ષણિક રીતે અથવા સામાજિક રીતે પછાત જાતિઓનું વર્ગીકરણ કરવા માટે ભારત સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતો એક શબ્દ છે. તે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે ભારતની વસ્તીના સત્તાવાર વર્ગીકરણોમાંનું એક છે.

1980 ના એક કમિશનના અહેવાલ દ્વારા ઓબીસી દેશની વસ્તીના 55%નો સમાવેશ થતો હોવાનું જણાવાયું હતું અને 2006માં. જ્યારે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન આપણી સમક્ષ આવ્યું ત્યારે ભારત ની કુલ વસ્તી ના 41% હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કેટેગરી માં ભારત ની ઘણી જાતિઓ નો સમાવેશ થાય છે અને તેની સંખ્યા બાકી બધી જાતિ કરતા વધુ માનવામાં આવે છે.

1979માં બનેલા એક કમિશનની ભલામણ પર આ કલાસ નો આરક્ષણ માં સમાવેશ કરવામાં આવ્યો હતો, આ વર્ગમાં આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો વિશેષ લાભ લેવા માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેટેગરી માં ખેડૂતો, પશુપાલન કરતા લોકો, મજૂરો અને ગરીબ વર્ગના પરિવારો નો સમાવેશ કરવામાં આવે છે.

ઓબીસી વર્ગને શિક્ષણ અને નોકરીઓમાં આરક્ષણનો લાભ મંડલ પંચ દ્વારા 1990માં વી.પી. સિંહની સરકારની ભલામણો પર આપવામાં આવ્યો હતો. જે વર્ગના લોકો આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે નબળા હતા, તે તમામ લોકોને આ કેટેગરી માં સમાવેશ કરવામાં આવ્યો હતો, આ લોકો ગરીબ, ખેડૂતો અને અભણ લોકો હતા જેઓ ખેતી અને પશુપાલન વગેરેમાં વ્યસ્ત હતા.

ઓબીસીમાં કઈ જ્ઞાતિ આવે છે.

આ બહુ મોટો વર્ગ છે, તેમાં અનેક પ્રકારની વિવિધ જ્ઞાતિઓ આવે છે અને તમામ રાજ્યોના નિયમો અનુસાર આ વર્ગમાં વિવિધ જાતિઓ ઉમેરવામાં આવી છે, જેના કારણે ભારત માં આ વર્ગમાં સૌથી વધુ જાતિઓ નો સમાવેશ થાય છે.

આ શ્રેણીમાં આવતી તમામ જ્ઞાતિઓ વિશે જાણવા માટે તમે ભારત અને રાજ્ય સરકાર ની અનુરૂપ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો જ્યાં તમને આ માહિતી અને એક લિસ્ટ જોવા મળી જશે.

OBC List- Click Here

OBC કેટેગરીમાં આવતા લોકો ને મળવા પાત્ર લાભો

આ વર્ગમાં આવતા પરિવારોને ભારત અને રાજ્ય સરકાર દ્વારા ઘણા પ્રકારના લાભો આપવામાં આવે છે, જેમ કે આ વર્ગના લોકોને કોઈ પણ ભણતર અને સરકારી નોકરીઓમાં 27 ટકા અનામત આપવામાં આવે છે. સાથે સાથે આ વર્ગના લોકોને સરકારી નોકરીઓ માં પણ વયમાં થોડી છૂટ-છાટ આપવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે બંધારણ ની જોગવાઈ અનુરૂપ આજ સુધી ચાલે છે.

અને જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીના છે અને દેશ ની કોઈ પણ શાળા કે કોલેજમાં અભ્યાસ કરે છે, તેમને પણ બંધારણ ના નિયમ મુજબ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવે છે. આ બાબત નો મુખ્ય ધ્યાય એ હતો કે વિદ્યાર્થી તેના અભ્યાસને લગતી જરૂરી સામગ્રી ખરીદી શકે અને ભણતર નું પરિવાર પર કોઈ બોજ ન આવે.

આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ગોને તમામ સંભવિત લાભો અને યોજનાઓ આપવામાં આવે છે. પરંતુ તેમાં પણ કેટલીક જાતિઓને વિશેષ લાભ મળે છે, જ્યારે કેટલીકને એટલી માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે આ ઘણીવાર ભારત માં વિવાદાસ્પદ મુદ્દો બની ચુક્યો છે. હાલ મોટાભાગના લોકો માટે ઓબીસી વર્ગ નોકરીમાં અનામત મેળવવાનો મોટો ફાયદો છે અને આ વર્ગના લોકોને સરકારી નોકરી મેળવવામાં ઘણી મદદ મળે છે, જયારે વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં પણ ફાયદો થાય છે.

અન્ય ઉપયોગી ફૂલ ફોર્મ (Another useful full form)

Summary

આશા રાખું છુ, “What Is The OBC Full Form In Gujarati and Useful Information About it (ઓબીસી નું ફુલ ફોર્મ ગુજરાતી માં શું થાય? અને ઉપીયોગી માહિતી)” આર્ટિકલ તમને ઉપીયોગી લાગ્યો હશે. આ વિષે વધુ માહિતી માટે નીચે Comment કરો, સોસિઅલ મીડિયા અને તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment