નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે ચોરી ની સજા ગુજરાતી વાર્તા – Punishment of theft Moral Gujarati Stories આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
Also Read- જંગલ નો રાજા ગુજરાતી વાર્તા – King of the jungle Gujarati story
અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.
Also Read- સિંહ વિશે માહિતી અને તથ્ય- Amazing Information and facts about lion in Gujarati 2021
ચોરી ની સજા ગુજરાતી વાર્તા – Punishment of theft Moral Gujarati Stories
ગનુ નામે છોકરો. આમ તો ગરીબ, પણ ભણવામાં પહેલો નંબર. શિક્ષક જે કાંઈ પૂછે તેનો તરત જ સાચો જવાબ આપી દે. આવો તે હાજરજવાબી હતો. બીજા વિદ્યાર્થીઓ મોમાં આંગળાં નાંખી રહે. શિક્ષક પણ ખુશખુશ થઈ જાય. ગઈ સાલ તો ડેપ્યુટી સાહેબે પણ બરડો થાબડી શાબાશી આપેલી! એનાં માતાપિતા ગરીબ.
ગનુ હોશિયાર ન હોત અને શિક્ષક ગાંડાભાઈએ માતાપિતાને સમજાવ્યાં ન હોત તો, ગનુ આજે છઠ્ઠી ચોપડીમાં ન હોત. ગાંડાભાઈ ઘણીવાર કહેતાં ‘ગનુ તો શાળાનું નાક છે. આવા છોકરા આગળ નામના મેળવે..’ એક દિવસની વાત. મોટી રિસેસ બાદ ગાંડાભાઈ કને ફરિયાદ આવી.
આ Moral Gujarati Stories માં દર્શાવેલા બધા પાત્રો, નામ, જગ્યા કાલ્પનિક છે જેનો અત્યારની દુનિયા કે ભૂતકાળ માં કોઈ વ્યક્તિ, વસ્તુ જોડે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
ગાંડાભાઈ બહાર ચોગાનમાં લીમડાની શીતળ છાયા નીચે ખુરશી નાખી બેઠા હતાં. મનુ નામના વિદ્યાર્થીએ સાહેબ કને જઈ ફરિયાદ કરી : “સાહેબ, મારી ગુજરાતીની ચોપડી દફતરમાંથી કોઈ ચોરી ગયું છે!” ગાંડાભાઈ નવાઈ પામ્યા. આજ સુધી છઠ્ઠા ધોરણમાં નાની સરખીય ચોરી થઈ ન હતી. તેમણે છઠ્ઠા ધોરણના બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા.
ગાંડાભાઈએ પહેલા તો બધાંને સમજાવ્યા.પણ કોઈએ ગુનો કબૂલ ન કર્યો ત્યારે ગરમ થઈ ગયા. ચોરને ગોતી લાવો. શાળા છૂટ્યા પહેલાં ચોર નહિ જડે તો એક પણ છોકરાને ઘેર નહિ જવા દઉં…!’ પછી ગાંડાભાઈએ બધાને વર્ગમાં પાછા મોકલ્યાં.
પછી મનુ તથા મનુને પાસે બોલાવી કહ્યું : ‘તમે બંને બધા વિદ્યાર્થીઓના દફતરો ફેંદો અને પૂછપરછ કરો.
” મનું અને ગનુએ બધાનાં દફતરો તપાસ્યાં પણ ચોપડી હોય તો જડે ને? રિસેસ દરમ્યાન ખોવાઈ એટલે ચોર ઘેર પણ લઈ ગયો હોય. બધાં અંદઅંદર ચર્ચા કરવા લાગ્યાં. દિનુ બોલ્યો : ‘આપણે ચોપડી તો શું પેનનો કકડો, પણ ન ચોરીએ ને મારી બાને ખબર પડે તો તો આવી જ બને મારું.
‘ત્યાં તો કનુ બોલ્યો: ‘મને તો મારા બાપા જે જોઈએ તે લાવી આપે છે. પછી મારે ચોરી શું કામ કરવી પડે ભનુએ ઊંચા સાદે કહ્યું : તો પછી ચોપડી ચોરી ગયું કોણ?” ત્યાં જ દિનને નવો વિચાર સૂઝયો. તે બોલ્યો, ‘અલ્યા મનુ, તું ચોપડી ઘેર તો ભૂલીને નથી આવ્યો ને? તારું તો ભાઈ ભલું પૂછવું!’
પણ મનુનો બચાવ કરતી હોય તેમ સીતા બોલી: ના, ના, દિનુ! રિસેસ પહેલાં અમે બંને એની જ ચોપડીમાંથી કવિતા ગાતાં હતાં, કેમ મનુ?” કનુએ માથું ખંજવાળતાં કહ્યું: ‘તો પછી થયું શું ચોપડીનું?” તનુને વળી નવો વિચાર આવ્યો તે તરત જ બોલ્યો બહારનું કોઈ આવીને નહિ લઈ ગયું હોય? ભલુ પૂછવું બીજાનું…?” લીલાએ તરત જ એ વિચાર ઉડાવી દીધો. “બીજાને શું કામ લાગે આપણા ધોરણની ચોપડી?”
ત્યાં રીટા બોલી, “ચોર તો કોઈ ને કોઈ આપણામાં જ હોવો જોઈએ. સાચું બોલી જાઓ, ને સાહેબને પણ નામ નહિ આપીએ…” કનુ લાલચ બતાવતી હોય એમ ધીરે રહી બોલ્યો ખીજવીશું પણ નહિ.’ ત્યાં મને બોલ્યો, ‘હું પણ કંઈ જ નહિ કહું. જો ચોપડી ન મળે તો.. તો મારા બાપા કેવા છે, ખબર છે.
તમને બધાને? ઘરમાં ન પેસવા દે મને ચોપડી વગર તો…! ‘ થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ. અચાનક કાને વિચાર સૂઝયો. બોલ્યો : “ચાલો, નહિ તો એમ કરીએ, સહુ ભગવાનના કે પોતાની બાના સમ ખાઈને કહે કે મેં ચોપડી ચોરી નથી.” બધા વિદ્યાર્થીઓને વિચાર ગમી ગયો. મનુ અને ગનુ સિવાય બધાએ વારાફરતી સોગંદ ખાઈ, તે પ્રમાણે કહ્યું.
છેલ્લે વારો ગનનો આવ્યો એટલે મનુએ જ ન પાડી. તે બોલ્યો “ગનુ તો શાહુકાર છે. એ કંઈ ચોપડી ચોરતો હશે?” તરત જ દિનુ બોલ્યો “પણ સમ ખાવામાં શું જાય છે એનું? શાહુકાર હશે તો સમ ખાઈ લેશે. કેમ બરાબરને કનુ?’ બધા વિદ્યાર્થીઓએ કનુના સૂરમાં સૂર પૂરાવ્યો. મનુ તો ગન પાસે પહોંચી ગયો ને કહેવા લાગ્યો : “ગનુ, ભગવાનના સમ ખાઈને કહે કે મેં ચોપડી ચોરી નથી.” શાંત બેસી રહેલો ગન હવે અકળાયો.
ગનને થયું કે વિદ્યાર્થીઓ તેને નહિ જ છોડે. વળી તેનાથી ખોટા સમ પણ નહિ જ ખવાય! તેને કંઈક વિચાર સૂઝયો. તે બોલ્યોઃ “ઊભા રહો. હું જરા સાહેબને જ મળી આવું છું. પછી તમને ચોપડી અને ચોર બંને મળી જશે.” બધા બાઘાની જેમ ગનુને વર્ગ બહાર દોડીને છટકી જતો જોઈ રહ્યા.
બધાને વહેમ પડ્યો કે માનો ન માનો, પણ ગનુ આ બાબતમાં કંઈક જાણે છે, એટલું તો ચોક્કસ. જ ગજુ પર મૂકી દીધો. તો વળી ઉતાવળિયા દિન જેવાએ તો ચોરીનો આરોપ ખુરશી નાખી બેઠા હતા, ત્યાં ગયો. મનુને આવતો જોઈ .. સાહેબ સમજયા કે મનુએ ચોરને પકડયો છે, એટલે તે વાત જણાવવા આવતો હશે.
એ જોઈને તેમને આનંદ થયો.. બાપા ભણવા માટે ચોપડી પણ લાવી શક્તા નથી.. ગનું વિચારતો, ધીમે પગલે લીમડા હેઠળ સાહેબ ગનુ ચુપચાપ આવી, અદબ વાળી, ઊભો રહી ગયો. સાહેબ નવાઈ પામ્યા પૂછયું : “ગનુ! ચોર હાથ આવ્યો? કોણ હતું એ? હતી તેટલી હિંમત એકઠી કરી ગનુએ કહ્યું : “સાહેબ! એક વાત તમને કહું તો ખોટું નહિ લાગે ને? મને વઢશો નહિ ને?” આથી સાહેબ હસ્યા.
થોડો વહેમ તો પડ્યો, પરંતુ ગનુ પર આરોપ આવે તેવો સવાલ જ ન હતો. તે બોલ્યા : “ગનુ! તારા જેવા હોશિયાર વિદ્યાર્થીને ઠપકો આપવો પડે ભલા? ગભરાયા વગર જે કહેવું હોય તે કહી નાખ…’ સાહેબે આ રીતે પ્રોત્સાહન આપ્યું તે જોઈ ગયા તેમાં વાત કહેવાની વધારે હિંમત આવી.
તે અદબ વાળી નીચું ઘાલી બોલ્યો : સાહેબ, તમે જાણો કે હું કેટલો ગરીબ છું. મારા શાળામાંથી તમે જ અપાવો છો.’ નિર્ણય કર્યો. ને મનુની ચોપડી ચોરી. સાહેબ હું ચોર પણ ઘડીભર મૂંગામંતર બની ગયા, ને ગનુ સામે તાકી “એટલે મેં ખૂબ વિચાર પછી ચોરી કરવાનો ખરાબ છું.” એમ કહેતાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સાહેબ રહ્યા. મનુએ રડતાં રડતાં કહ્યું : “સાહેબ જે શિક્ષા થાય તે મને કરો. ચોરી એ ગુનો છે. મને માફ ન કરશો.
નહિતર ફરીથી મારાથી ચોરી થઈ જશે!”, સાહેબ વાત પામી ગયા. તેમણે મનુને નજીક ખેંચ્યો. તેને બરડે હાથ ફેરવતાં, આશ્વાસન આપતાં બોલ્યા : if “ગનુ! છાનો રહી જા, ભાઈ તેં ખોટા ઈરાદાથી આ કૃત્ય નથી કર્યું. ગરીબી શું નથી કરાવતી? ગાંધીજીને યાદ કર, ગનુ એમણે પણ એકવાર ચોરી કરી હતી. તે ગુનેગાર નથી જ.વળી તને શિક્ષા થઈ ગઈ છે. પસ્તાવો જ મોટી શિક્ષા છે. તું તો બાળક છે. વળી ગાંધીબાપુએ કુસંગને લીધે ચોરી કરી હતી.
પણ તેં તો અભ્યાસ માટે સારા કામ માટે કરી છે. હું તને નવી ચોપડી, મારા તરફથી ભેટ આપીશ…બસ?” સાહેબે મનુને છાનો રાખ્યો. ગન હીબકાં ભરતો બંધ થયો એટલે પૂછયું : “ક્યાં છે ચોપડી?” ગનએ કહ્યું: “બપોરે છુટ્ટીમાં બહાનું કાઢીને જરા ચોપડી લઈ ગયો તો….” ન મોડો ઘરે ગયો હતો. પહેરણ નીચે સંતાડી, ચટ્ટીમાં ખોસી સાહેબે મનુને બોલાવ્યો.
કહ્યું: “તને ચોપડી હમણાં મળી જશે. તું વર્ગમાં જઈ બેસ.” મનુ વર્ગમાં ગયો. સાહેબે ગનને ચોપડી લેવા ઘેરા મોકલ્યો. મનુને ચોપડી મળી ગઈ. બધાને નવાઈ લાગી કે ગનુએ ચોરી કરી. પરંતુ ચોરીનું કંઈ કારણ કોઈને સમજાયું. ગન પણ ન સમજાવી શક્યો. બીજે દિવસે સાહેબે મનુને, વર્ગમાં બધાની હાજરીમાં નવી ચોપડી ભેટ આપી.
બધા નવાઈ પામી જોઈ રહ્યા સાહેબે પાઠ શરૂ કરતાં પહેલા, ગાંધીબાપુએ કડાની કેવી રીતે અને શા માટે ચોરી કરી હતી એ વાત કહી સંભળાવી. વાત પૂરી કરી શિખામણના બે શબ્દો પણ કહ્યા : “બાળકો! મહાન વ્યક્તિથી પણ ચોરી થઈ જાય છે. તમે તો નાદાન છો. આજથી પ્રતિજ્ઞા કરો કે કદી ચોરી નહિ કરું. તો તમે પણ મહાન બની શકશો. ભૂલે ચૂકે ચોરી થઈ જાય તો ગનુની જેમ પસ્તાવો કરી લેશો તો તે પણ રૂડું છે.” સાહેબે વિદ્યાર્થીઓના મગજમાંથી ચોરીનો ભ્રમ કાઢી નાખ્યો.
Summary
ચોરી ની સજા ગુજરાતી વાર્તા – Punishment of theft Moral Gujarati Stories આ વાર્તા માં તમને એક એમાં એક ચોર અને ચોરી વિષે કંઈક નવું જાણવા મળ્યું હશે અને મને લાગે છે કે તમને આ વાર્તા ગમી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો. તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે.