Download Our Android App

gujarati info app download

રક્ષાબંધન નિબંધ- Best 3 Raksha Bandhan Essay in Gujarati

નમસ્તે મિત્રો, આજ આપણે રક્ષાબંધન વિષે નિબંધ- Best Raksha Bandhan Essay in Gujarati આર્ટિકલ માં ખુબ સરસ ત્રણ નિબંધ જોવાના છીએ. આ દિવસ બધા ભાઈઓ અને બહેનો માટે ખુબ પવિત્ર દિવસ હોય છે, જેમાં બધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે જયારે ભાઈઓ તેને પુરા જીવન રક્ષણ માટે વચન આપે છે. નીચે તમને આ વિષય ઉપર થોડા નિબંધ આપવામાં આવેલા છે જે તમને ખુબ ઉપીયોગી થશે.

જેમ કે તમને ખબર છે, કે ભારતીય સંકૃતિ માં તહેવારો ઘણા બધા ઉજવવા માં આવે છે અને સાથે સાથે તેમનું બધા ધર્મ માં અનેરું મહત્વ પણ છે. બધા તહેવારો કોઈ ને કોઈ ભૂતકાળ ની વાર્તાઓ કે કિસ્સાઓ સાથે જોડાયેલા છે. વળી આવા મહત્તવપૂર્ણ તહેવારો ભારતમા તો ઉજવાય જ છે, સાથે સાથે વિદેશ માં રહેતા લોકો પણ અલગ અલગ દેશ માં ધામ ધૂમ થી ઉજવે છે.

આમારા બ્લોગ માં તમને બધા ભારતીય તહેવારો વિષે ના સુંદર નિબંધ ના ઉદાહરણ મળી જશે, જેની મદદ થી તમે કોઈ પણ વિષય માં સુંદર નિબંધ લખી શકો છો. તમને અહીં રક્ષા બંધન સિવાય દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા રસપ્રદ વિષયો પર નિબંધ મળી જશે. આવા જ રસપ્રદ નિબંધ વાંચવા તમારે menu માં જઈ અને Gujarati Essay ની કોલમ ની મુલાકાત લેવાની રહેશે.

Must Read- મારો પ્રિય તહેવાર વિશે નિબંધ (Top 3 My Favorite Festival Essay in Gujarati)

3 સુંદર રક્ષાબંધન વિષે નિબંધના ઉદાહરણ (Most Useful Raksha Bandhan Essay in Gujarati Example)

રક્ષાબંધન ને રાખી ના તહેવાર તરીકે પણ ભારત અલગ અલગ જગ્યાએ ઓળખવામાં આવે છે. આ એક લોકપ્રિય અને પરંપરાગત રીતે ઉજવાતો હિન્દુ ધાર્મિક તહેવાર છે. રક્ષા બંધન દક્ષિણ એશિયામાં અને વિશ્વના અન્ય ભાગોમાં હિન્દુ સંસ્કૃતિથી નોંધપાત્ર રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ ઉંમરની બહેનો પોતાના ભાઈઓના જમણા હાથ ના કાંડા પર રાખડી તરીકે ઓળખાતો દોરો બાંધે છે.

માનવામાં આવે છે, પ્રતીકાત્મક રીતે તે દોરો તેમનું રક્ષણ કરે છે, બદલામાં ભાઈઓ તેમની બેહનો ને ભેટ આપે છે. અને પરંપરાગત રીતે ભાઈઓને તેમની સંભવિત જવાબદારીના સાથે બેહનો નું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. રક્ષાબંધન હિંદુ કેલેન્ડર શ્રાવણના મહિના પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે અંગ્રેજી મહિના માં ઓગસ્ટમાં આવે છે.

Raksha Bandhan Essay in Gujarati રક્ષાબંધન વિષે નિબંધ ગુજરાતીમાં
Raksha Bandhan Essay in Gujarati રક્ષાબંધન વિષે નિબંધ ગુજરાતીમાં

રક્ષાબંધન સંસ્કૃત, શાબ્દિક રીતે જોઈએ તો, રક્ષણ, જવાબદારી અથવા સંભાળનું બંધન એવો અર્થ થાય છે. 20 મી સદીના મધ્ય સુધી, આ તહેવાર સામાન્ય રીતે સમાન ધાર્મિક વિધિ સાથે ઉજવાતો હતો, જે પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં દર્શાવાયા પ્રમાણે તે એક ચોક્કસ દિવસે ઉજવવામાં આવતો.

આ તહેવાર ઉજવવા માટે સાગા ભાઈ બહેન હોવું જરૂરી નથી. કોઈ પણ માનીતા ભાઈ બહેન આ તહેવાર ઉજવી શકે છે. જેમ કે હાલ બધી શાળાઓ, કોલેજ માં પણ રક્ષાબંધન સામુહિક રીતે બધા બાળકો દ્વારા ઉજવવામાં આવે છે. તમે અહીં આ તહેવાર વિષે થોડી રસપ્રદ માહિતી મેળવી, તો ચાલો સુંદર નિબંધ ના ઉદાહરણ તરફ આગળ વધીએ.

Must Read- દિવાળી વિષે નિબંધ (Top 3 Diwali Essay in Gujarati)

ટૂંકો 100 શબ્દોનો રક્ષાબંધન વિશે નિબંધ (100 Word Short Raksha Bandhan Essay in Gujarati)

રક્ષાબંધન એ એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે પણ તેને બધા ધર્મ ના લોકો દ્વારા ઉજવવમાં આવે છે. તેને ‘રાખી’ ઉત્સવ પણ કહેવામાં આવે છે. તે હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે. તે સમગ્ર ભારતમાં બધી જગ્યા એ ખૂબ જ આનંદ અને ઉમંગથી ઉજવવામાં આવે છે.

રક્ષાબંધન માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ આપણી પરંપરાઓનું પણ એક પ્રતીક પણ છે. આપણા સમગ્ર દેશમાં આ તહેવાર નું ખૂબ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેનોએ ભાઈઓના કાંડા પર રાખડી બાંધી અને ભાઈઓ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. ભાઈઓ આ પ્રસંગે તેમની બહેનને ભેટો આપે છે અને બહેનનું રક્ષણ કરવાનું એક વચન આપે છે.

Must Read- “હોળી” વિશે નિબંધ (Top 3 Holi Essay In Gujarati)

200 શબ્દોનો સુંદર રક્ષાબંધન નિબંધ (Around 200 Words Amazing Raksha Bandhan Essay in Gujarati)

પુરા દેશ માં શ્રાવણી પૂર્ણિમા ના દિવસે રક્ષાબંધનઉજવવા માં આવે છે કે જેમાં બધી બહેનો તેમના ભાઈની કાંડા પર રાખડી બાંધે છે. ભાઈ તેમની બહેનો ને કૈક ઉપહાર આપે છે અને તેમનુ પુરા જીવન રક્ષા કરવાનું વચન આપે છે.

એક સમયે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં હારના પરિણામ રૂપે, દેવતાઓએ યુદ્ધમાં તેમનો સત્તાવાર રાજ્ય સાથે બધુજ ગુમાવ્યું. સંપત્તિ અને રાજ્ય રાજ્ય પાછું મેળવવા ઈચ્છતા દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિની મદદ માટે પ્રયાસો શરૂ કર્યા. તે પછી, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની સવારે, ભગવાન બૃહસ્પતિએ નીચે આપેલા મંત્ર સાથે રક્ષા કરવાનું વચન આપ્યું.

3 Best Raksha Bandhan Essay in Gujarati 3 સુંદર રક્ષાબંધન વિષે નિબંધ ગુજરાતીમાં
3 Best Raksha Bandhan Essay in Gujarati 3 સુંદર રક્ષાબંધન વિષે નિબંધ ગુજરાતીમાં

ઇંદ્રાણીએ આ પૂજામાંથી નીકળેલ સૂત્ર ઇન્દ્રના હાથ પર બાંધી દીધું. જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેમનો ગુમાવેલો રાજ પાઠ ફરીથી પાછો મળ્યો. ત્યારથી રક્ષાબંધનનો ઉત્સવ ઉજવા માંડ્યો. રક્ષાબંધન નિમિત્તે ભારત સરકાર દ્વારા ટપાલ સેવાને એક વિશેષ છૂટ આપવામાં આવી છે. આ દિવસે 10 રૂપિયાનું કવર વેચવામાં આવે છે.

“યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ”
તેમ તમ્ભવવિધ્નમિ રક્ષે મા ચલ મા ચલ “

આ કવર 50 ગ્રામ વજન સાથે બહેનો 4 થી 5 રાખડી પોતાના ભાઈઓને ભારત માં ગામેં ત્યાં મોકલી શકે છે. આ છૂટ ડાક વિભાગ દ્વારા ફક્ત બહેનોને આપવામાં આવે છે અને આ સુવિધા ફક્ત રક્ષાબંધન સુધી જ મળે છે.

અને દિલ્હીમાં બધી મહિલાઓને બસ, ટ્રેન અને મેટ્રોમાં આ પ્રસંગે મફત માં ટિકિટ લીધા વગર મુસાફરી કરવા દેવામાં આવે છે. આ તહેવાર યોગ્ય પૌરાણિક કથાઓથી સ્પષ્ટ છે કે જેમાં રેશમી દોરાથી બહેન જ નહીં, પણ ગુરુ પણ તેની શુભકામના પાઠવીને તેના યજમાનને બાંધી શકે છે.

Must Read- “ઉત્તરાયણ” વિષે નિબંધ (Top 3 Amazing Uttarayan Essay In Gujarati)

લાંબો રક્ષાબંધન વિશે નિબંધ (Long Raksha Bandhan Essay in Gujarati or Speech)

આજના સમયમાં ઘણા રાજકીય નેતાઓ એકબીજાને પરસ્પરની દુશ્મનાવટ દૂર કરવા રાખડી બાંધી રહ્યા છે. તેમજ લોકો પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષો અને છોડને પણ રાખડી બાંધે છે. પ્રાચીન સમયમાં, બ્રાહ્મણો અને ગુરુઓ દ્વારા તેમના શિષ્ય અને યજમાન ને રાખડી બાંધતા હતા. પરંતુ હવે આ પર્વ નું મહત્વ પહેલા કરતા બદલાઈ ગયો છે.

આ ઉત્સવ પર બહેનો પૂજાની થાળી સજાવટ કરે છે. પૂજાની થાળીમાં કુમકુમ, રાખડી અને મીઠાઇ રાખવામાં આવે છે. તે પછી ઘરની પૂર્વ દિશામાં ભાઈ ની આરતી ઉતારવામાં આવે છે. માથા પર કમકુમ તિલક કપાળ પર કરવામાં આવે છે. પછી જમાના હાથ ના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે અને છેલ્લે મીઠાઇ ખવડાવવામાં આવે છે. પછી ભાઈ ત્યારે બહેનોને ભેટો આપે છે.

જૂના જમાનામાં પિતા ઘરની નાની પુત્રી દ્વારા પિતાને રાખડી બાંધવામાં આવતી હતી. ગુરુઓ સાથે તેમના યજમાનને રક્ષણનો દોરો બાંધવામાં આવતો, પરંતુ હવે બહેનો તેને ભાઈની કાંડા પર રાખડી બાંધે છે. આ સાથે સમયના અભાવ ને કારણે, રક્ષાબંધન તહેવારની પદ્ધતિમાં પણ પરિવર્તન આવ્યું છે.

Raksha Bandhan Essay in Gujarati PDF

હવે લોકો આ તહેવારમાં પહેલા કરતા ઓછા સક્રિય છે. રક્ષાબંધન ના અવસરે હવે ભાઈ જ્યાં હોય ત્યા રાખડી ને કુરિયર દ્વારા લોકો મોકલે છે. આ સિવાય મોબાઇલ પર રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

રક્ષાબંધનમાં સૌથી મહત્વનો એક સામાન્ય રેશમ દોરો છે, જે ભાવનાથી ભાઈના જમાના હાથ ના કાંડા પર બાંધવામાં આવે છે. પરંતુ આજે બજારમાં ઘણા પ્રકારની રાખડી જોવા મળે છે જેમાંથી કેટલીક તો સોના કે પછી ચાંદીની પણ હોય છે. સામાન્ય રેશમના દોરાથી બનેલું આ પ્રેમનું બંધન ધીમે ધીમે એક સ્ટેટ્સ માં પરિવર્તન પામી રહ્યું છે.

પોતાને એક નવી જનરેશન નો માણસ બતાવવા માટે આપણે શરૂઆતથી જ આપણી સંસ્કૃતિને જૂની ફેશન કહેવાનું શરુ કરી દઈએ છીએ. પણ આપણી સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માટે આપણે આપણા તહેવારોની ધાર્મિક વિધિમાં પરિવર્તન ન કરવું જોઈએ.

Must Read- “માં અથવા માતૃપ્રેમ” વિષે નિબંધ (Top 5 Matruprem or Mom Essay In Gujarati)

How To Get Raksha Bandhan Essay in Gujarati PDF

તમને રક્ષા બંધન વિશે ઉપર ત્રણ નિબંધ દેખાશે જો તમારે આ બધા નિબંધ PDF માં જોતા હોય તો નીચે કૉમેંટ કરો, જેથી અમે અહીં તમારા માટે PDF ફાઈલ અપલોડ કરી આપીશું. અથવા જો તમે Google chrome બ્રાઉઝર નો ઉપીયોગ કરતા હોઈ તો તમે જાતે જ આ પોસ્ટ ને PDF માં કન્વર્ટ કરી શકો છો. તમને નીચે આ કામ કઈ રીતે કરવું તેનું ટ્યૂટોરિઅલ આપેલું છે.

  • Tap on option or 3 Dot, which is placed on top right corner.
  • Or click Ctrl + P
  • Set destination = Save as PDF
  • You can create PDF for specific page
  • Click on Print
  • Set save file destination
  • Click on Save button
  • Done!!

Video About Raksha Bandhan Essay in Gujarati Language

Summary

રક્ષા બંધન નિબંધ- Best 3 Raksha Bandhan Essay in Gujarati Language આર્ટિકલ માં તમે સૌથી સરસ ત્રણ નિબંધ જોયા, જે કદાચ તમને પણ સારા લાગ્યા હશે. આપણા પૂર્વજો દ્વારા તહેવારો અને નિયમો આપણી સંસ્કૃતિના રક્ષક છે. આપણી હિન્દૂ સંસ્કૃતિ ની એક ઓળખ છે, તેથી આપણે તેને બદલવાનો પ્રયાસ ન કરવો જોઈએ જેમ પહેલાના સમયથી ચાલ્યું આવે છે તેને અનુરૂપ થવું

Leave a Comment