ભગવાન રામ અને શબરી Ramayana Gujarati Story

Gujarati English

ભગવાન રામ અને શબરી Ramayana Gujarati Story

નમસ્તે મિત્રો આજે આપણે એક પ્રચીન કથા ભગવાન રામ અને શબરી Ramayana Gujarati Story જોશું જેમાં શબરી વિષે ની વાત છે અને તેનો ભગવાન રામ સાથે નો સંવાદ છે. એમાં તમને નવું જાણવા મળશે એમાં તમને જે ઉપીયોગી લાગે તે તમારે જીવન માં ઉપીયોગ માં લેવાનું છે, એ વસ્તુ ના ભૂલતા। તો ચાલો આપણે આગળ વધીયે.

Also Read- Fruits Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં ફળો ના નામ)

A part of Ramayana Gujarati Story

પ્રાચીન સમયની આ વાત છે. એક હતી ભીલડી. એનું નામ શબરી. તે માતંગ ઋષિના આશ્રમમાં રહેતી હતી. ઋષિનો આશ્રમ પંપા સરોવરને તીર આવેલો હતો. શબરી સાવ અભણ હતી, પરંતુ તેના હૈયામાં ભક્તિભાવ હતો. નાની હતી ત્યારથી તે ઋષિના આશ્રમમાં રહેવા આવી ગઈ હતી. તે આશ્રમની સફાઈ કરતી જાય ને રામનામ જપતી જાય.

ઋષિને તેનું કામ બહુ ગમતું. માતંગ ઋષિએ એક દિવસ શબરીને બોલાવીને કહ્યું, “હવે મારો અંતકાળ નજીક આવ્યો છે. આ આશ્રમ હું તને સોંપીને જાઉં છું. તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. જતાં જતાં તને આશીર્વાદ આપતો જાઉં છું કે તને ભગવાન શ્રીરામનાં દર્શન થશે. સીતાની શોધમાં નીકળેલા શ્રીરામ અહીં આવશે.

તારો અવતાર ધન્ય થઈ જશે.” આ સાંભળી શબરી રાજી રાજી થઈ ગઈ. ગુરુના ગયા પછી શબરી રામની વાટ જોવા લાગી. પંપાને તીર શબરી રહેતી’તી, રામનામ જપતી વાટડી જતી’તી. શબરી વહેલી જાગી જાય. પોતાની ઝૂંપડીથી લઈ દૂર દૂર સુધીનો રસ્તો વાળી ચોખ્ખોચણક કરી દે. તેને જોઈએ. એમ કે આજે રામ આવશે. રામ આવે ત્યારે રસ્તો તો વાળેલો હોવો જોઈએ. પ્રભુને પગમાં કાંટા ન વાગવા માંડતી.

Awesome A part of Ramayana Gujarati Story
Awesome A part of Ramayana Gujarati Story

કોઈ રસ્તામાં મળે તો પૂછતી : ક્યાંય તમે શબરી વિચારવા લાગી. પ્રભુ મારે ઘેર આવશે ત્યારે એમને હું ખાવા શું આપીશ? તેને થયું કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. વનમાં ફળફળાદિ બહુ થાય છે. મારા પ્રભુને હું ફળ લાવીને ખાવા આપીશ. આમ વિચાર કરતી શબરી રોજ રામની વાટ જોતી હતી. આમ કરતાં કરતાં વરસો વીત્યાં. શબરી ઘરડી થઈ. હવે તેનાથી પહેલાનાં જેવું કામ થતું ન હતું. રોજ તે વહેલી સવારે જાગતી.

રસ્તા વાળીને સાફ કરતી, પછી વનમાં ફળ વીણવા જતી. શિયાળાની ઋતુ ચાલતી હતી. બોરડી પર બોર આવ્યાં હતા. શબરી છાબડી ભરી બોર વીણી લાવતી. બોર જોઈએ રાજી થતી ને કહેતી : ‘મારા રામને બોર બહુ ભાવશે. કેવાં મીઠાં છે આ બોર!” શબરીની આંખોય હવે ખાસ કામ કરતી ન હતી.

છતાં તે આંખો પર હાથની છાજલી કરી દૂર દૂર મીટ રામને જોયા છે?’ આમ શબરીની શ્રદ્ધા ડગી ન હતી. તેને અંતરમાં થતું કે મારા રામ ચોક્કસ આવશે. ગુરુનું વચન કદી ખોટું ના પડે. એક દિવસ શબરી માટે સોનાનો સૂરજ ઊગ્યો. તે પોતાની ઝૂંપડીએ બેઠી હતી ને ત્યાંથી દૂરથી બે પુરુષોને આવતા જોયા.

Also Read- Birds Name in Gujarati, Latest List 2021 (ગુજરાતી માં પક્ષીઓ ના નામ)

શબરી આંખ પર છાજલી કરી જોવા લાગી. માથે જટા, ખભે ધનુષબાણ, ઊંચા ને પડછંદ હતા એ. શબરીની આંખો હરખાઈ. બસ, આ જ મારા રામ…” ને શબરી હરખીને સામે દોડી : આવો મારા રામ… પધારો….’ શબરીના ઘેર રામ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે..” રામને જોતાં જ શબરીની આંખમાં હરખનાં આંસુ વહેવા લાગ્યાં. તે ગળગળી થઈ ગઈ. તેને ઘણું બોલવું હતું પણ તે બોલી જ ન શકી. રામે શબરીને હૈયાસરસી ચાંપી. શબરીના આંસુ લૂછયાં. ટેકો આપી ઝૂંપડી સુધી લાવ્યા. શબરી પાસે ભગવાનને બેસાડવા સારું આસન પણ ન હતું.

ઘાસની સાદડીઓ હતી. તેના પર શ્રી રામ અને શ્રી લક્ષમણ બિરાજયા. શબરી અંદરથી બોરની છાબડી લઈ આવી. શબરી બોલી, “પ્રભુ, તમારા સારુ બોર લાવી છું. લો, આરોગો.” આમ કહી શબરીએ ભગવાનને બોર ધર્યું. પણ, પછી એને વહેમ પડ્યો કે કદાચ આ બોર ખાટું હશે. તો? ભગવાનને એવું ખાટું બોર ન અપાય. તો પછી શું કરું? હં…લાવ ચાખી ચાખીને આપવા દે.’ આમ વિચાર કરી શબરીએ બોર ચાખ્યું.

amazing part of Ramayana Gujarati Story
amazing part of Ramayana Gujarati Story

તેને મીઠું લાગ્યું એટલે પછી ભગવાનની સામે ધરી કહે, “લો, આ મીઠું સરસ બોર આરોગો.’ મારાં મીઠાં ને મધ બોર રે રામ તમે આરોગી.” લક્ષ્મણ તો આ જોઈ જ રહ્યા. એમને થયું કે આ સ્ત્રીય ખરી છે. પહેલાં તો પોતે બોર ખાય છે ને પછી એવું એઠું બોર ભગવાનને ખાવા આપે છે. છી! આવાં બોર કેમ ખવાય!’ શબરીએ આ રીતે ચાખેલું બોર લમણને પણ આપ્યું ને કહ્યું. ‘લમણજી, પ્રભુની સાથે તમે પણ મીઠાં બોર આરોગો.

લક્ષમણે બોર હાથમાં લઈ લીધું, પણ ખાધું નહિ. શબરીને ખ્યાલ ન આવે એ રીતે લક્ષ્મણ બોરનો ઘા કરી દેતા હતા. ને શ્રીરામ હસતાં હસતાં શબરીનાં એઠાં બોર આરોગતા હતા. વખાણ પણ કરતા હતા. “વાહ! મા! તારાં બોર બહુ મીઠાં છે.’ શબરી એ સાંભળી બહુ ખુશ થતી હતી. ધન્ય છે. શબરી તારી ભક્તિને! ને ધન્ય છે શ્રીરામને કે જેમણે એક ભીલડીનાં એઠાં બોર ખાઈ તેને પોતાની ગણી. શબરીનો અવતાર ધન્ય થઈ ગયો. શ્રીરામ આવા પતિતપાવન હતા. શ્રીરામ ગરીબોના, અનાથોના, સાવ સામાન્ય લોકોના સેવક હતા, એ સહુના ભગવાન હતા. શબરીના એ રામને આપણા વંદન!

Summary

ભગવાન રામ અને શબરી A part of Ramayana Gujarati Story આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે. આવીજ અવનવી માહિતી અને બાળકો માટે ના કન્ટેન્ટ માટે અમારા આ બ્લોગ ની અચૂક મુલાકાત લેતા રહો.

Also Read- Top 5 Gujarati Stories (5 ગુજરાતી વાર્તા)

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm