Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

“ઉંદર” ગુજરાતી નૈતિક વાર્તા (Rat Moral Gujarati Stories)

નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે ઉંદર ના લગ્ન ગુજરાતી વાર્તા (Rat Moral Gujarati Stories) આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.

આ વાર્તા ઉંદર વિશેની છે. બાળકોને ઉંદર અને બીજા પ્રાણીઓ ની વાર્તાઓ ખુબ ગમે છે. આશા રાખું છું કે આ વાર્તા પણ તેમને ગમે. કોઈ પણ ટાયપિંગ ભૂલ તમને નજર માં આવે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવજો. અમારી ટિમ જલ્દી થી ભૂલ નું નિરાકરણ લાવશે.

Also Read- શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા – What is the value of zero Gujarati Story

ઉંદર ગુજરાતી વાર્તા (Rat Moral Gujarati Stories)

એક હતી ઉંદરડી. તેને એક દીકરી. દીકરી તો રૂપ રૂપનો અંબાર. ઉંદરડીને થયું કે મારી દીકરીના લગ્ન સૌથી શક્તિશાળી વ્યક્તિ જોડે કરું. બહુ વિચારને અંતે તેને લાગ્યું કે આ જગતમાં સૂર્યદેવ જેવું વધુ શક્તિશાળી કોઈ જ નથી. એ તો દીકરીને સાથે લઈ સૂર્યદેવ પાસે ગઈ.

ઉંદરડી કહે : “સૂર્યદેવ, તમે કેટલા તેજસ્વી છો! તમે મારી દીકરી સાથે લગ્ન ના કરી?” આ સાંભળી સૂર્યદેવ બોલ્યા : “તમારી દીકરી જોડે લગ્ન કરવાનો મને વાંધો નથી. પરંતુ આ જગતમાં , ઉંદરડીએ નવાઈ પામી પૂછ્યું : “એ કોણ?” | એટલે સૂર્યદેવ બોલ્યા : “વાદળ, તે મનેય ઢાંકી છે. ઉંદરડીને પણ સૂરજની વાત સાચી લાગી.

તે તે કરતાંય એક વ્યક્તિ ચડિયાતી છે.” છે. વાદળ આગળ મારું ગજુ નહિ.” દીકરીને લઈ વાદળ પાસે ગઈ. ઉદરડી કહે : “વાદળભાઈ! તમે તો સૂરજ કરતાંય મહાન છો. જે બળિયો હોય તેને મારી આ રૂપાળી દીકરી પરણાવવા નીકળી છું, તો તમે એને પરણો.’ વાદળદેવ હસીને બોલ્યા : ‘હું સૂરજને ઢાંકી દઉં. છું એ વાત સાચી.

પણ આ જગતમાં મારા કરતાંય બળિયા લોકો છે’ ઉંદરડીએ પૂછ્યું: ‘તમારાથી બળવાન કોણ છે?’ વાદળ કહે : “પવનદેવ મારા કરતાંય બળિયા. તે મનેય ઘસડીને દૂર દૂર લઈ જાય છે.’ ઉંદરડીને વાદળની વાત મનમાં બેસી ગઈ. જ તે દીકરીને લઈ પવનદેવ પાસે ગઈ. ઉંદરડી કહે: ‘પવનદેવ, તમે તો વાદળ કરતાંય શક્તિશાળી છો.

"ઉંદર" ગુજરાતી નૈતિક વાર્તા- Rat Moral Gujarati Stories)
“ઉંદર” ગુજરાતી નૈતિક વાર્તા- Rat Moral Gujarati Stories)

બળિયાને મારે મારી દીકરી પરણાવવી છે. તો તમે મારી દીકરી સાથે લગ્ન કરો.” પવનદેવ થોડીવાર થોભ્યા પછી બોલ્યા: ‘તમે મને ‘ ફેરતાંય બળિયો કહો છો તે જાણી આનંદ થયો મારેગમાં તે આવી અડગ ઊભા રહે છે. હું ગમે તેટલું બળ કરું છું તોય એક કાંકરીય એમાંથી ખેરવી શકતો ‘ જ મારા કરતાંય એક જણ બળિયો છે.’ ઉંદરડીએ પૂછ્યું : “કોણ છે ? એટલે પવનદેવે કહ્યું : ‘તે છે પર્વતરાજ. મારા નથી. માટે તમે પર્વત પાસે જાવ.

”ઉંદરડીને પવનદેવની સલાહ સાચી લાગી. તે તો દીકરીને લઈને ગઈ પર્વત પાસે. ને બોલી “પર્વતરાય! તમે તો પવનદેવ કરતાંય મહાન છો તો મારી દીકરી સાથે તમે લગ્ન કરો.” એટલે પર્વતદેવ કહે : ‘તમારી વાત સાચી. પણ મારા કરતાંય એક જણ બળિયો છે.” ઉંદરડીએ પૂછ્યું: ‘કોણ છે એ?” પર્વતદેવ કહે : ‘તે છે ઉંદરનો રાજા. મારી અંદર તે દર કરીને રહે છે. મારા મજબૂત શરીરને તે કોરી ખાય છે. મને રાત્રેય ઊંઘવા નથી દેતો. માટે તમે એની પાસે જાવ.’ પછી ઉંદરડી ઉંદરરાજા પાસે ગઈ. ઉંદરડીએ તેને પોતાની રૂપાળી દીકરી બતાવી.

ઉંદરરાજાને તે જોતાં જ ગમી ગઈ. ઉંદરરાજાએ લગ્ન માટે હા પાડી, ઢોલ વાગ્યા. શરણાઈઓ ગુંજી ઊઠી. ઢોલ વાગે, શરણાઈ ગુંજી ઉદરરાજા પરણે છે. બનીઠનીને દીકરી આવી ઉદરરાણી પરણે છે. આમ, છેવટે ઉંદરડીના લગ્ન ઉંદરડા જોડે જ થયાં આ કેવું કહેવાય!

બધા વિઝિટર એ એક વાત નું ખાસ ધ્યાન રાખવું, આ પોસ્ટ કે એની જેવી બીજી પોસ્ટ જેમાં કોઈ પણ બાળકો માટે વાર્તા દર્શાવેલી છે તેમાં કેટલા બધા વ્યક્તિ, વસ્તુ અને જગ્યા ના નામ દર્શાવેલા હશે જે કોઈ પણ નામ હાલ ના જીવન માં કે પછી કોઈ પણ સમય માં કોઈ વ્યક્તિ, વસ્તુ અને જગ્યા સાથે જોડાયેલા નથી કે પછી તેમની સાથે કોઈ સંબંધ નથી. તો કોઈ દિવસ આ બ્લોગ માં દાર્શવેલી કોઈ પણ વસ્તુ ને બીજા સાથે સરખાવવી નહિ.

Summary

દુનિયા ની વાસ્તવિકતા ને દર્શાવવા માટે કોઈ પણ વાર્તા ની રચના થઇ હોય છે જેથી બાળકો એમાં થી કૈક નવું શીખી શકે અને તેમના આવનારું જીવન જે ખુબ જ મહત્વનું જવાબદારીભર્યું અને મુશ્કિલ છે તેમાં જીવતા શીખી શકે. બાળકો પાર વાર્તા ની ખુબ જ અસર થાય છે જેથી કરીને ખાસ તેમના માટે જ વાર્તા નું નિર્માણ કરવામાં આવ્યું હોય છે.

આશા રાખું છું કે તમને ઉંદર ગુજરાતી નૈતિક વાર્તા (Rat Moral Gujarati Stories) ખુબ ગમી હશે. બધી જ વાર્તા કે દંતકથાઓ માં કોઈ ને કોઈ ઉપદેશ કે બોધ છુપાયેલો હોય છે જે બાળકો માં ખુબ જ અસર કરે છે પણ અત્યારનો સમય ડિજિટલ થઇ ગયો છે જ્યાં કોઈ પણ કશી ચોપીડીયો વાંચતા નથી. તો હવે શું કરવું ? તેના માટેજ અમે ડિજિટલ માધ્યમ થી આવી ઉપીયોગી માહિતી તમારા સુધી પહોચાડીયે છીએ.

Leave a Comment