રીનું ગુજરાતી બાળવાર્તા – Rinu Amazing Moral Gujarati Short Story 2021

Gujarati English

રીનું ગુજરાતી બાળવાર્તા – Rinu Amazing Moral Gujarati Short Story 2021

નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે “રીનું ગુજરાતી વાર્તા – Rinu Latest Moral Gujarati Short Story for Kids” આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.

અમારી વેબસાઈટ માં તમે આવીજ અવનવી માહિતી મળતી રહેશે તો તમે અહીંયા newsletter ઓપ્શન માં જઈને તે સબસ્ક્રિબએ કરી શકો છો જેથી તમને બધા જ update આસાની થી અને ઝડપથી મળી જાય. તમે contact us પેઝ માં જઈને એ ફોર્મ ભરી શકો છો.

Also Read- રક્ષા બંધન નિબંધ- Best Raksha Bandhan Essay in Gujarati of 2021

રીનું ગુજરાતી બાળવાર્તા- Rinu Moral Gujarati Short Story for Kids

બપોરનો સમય હતો. રજાનો દિવસ. ટીનુ સ્કૂલે ગયો ન હતો. પપ્પાને રજા નહોતી. ટીનુ પપ્પાના દીવાનખાનામાં બેઠો બેઠો લેસન કરતો હતો. મમ્મી રસોડામાં કામ કરતી હતી. એવામાં મમ્મીએ આવીને કહ્યું : કા ટીનું, જો હું જરા પેલાં સુનંદાબેનને ત્યાં જઈ આવું. તું અહીં બેઠો બેઠો ભણજે.

” ટીનુ : “મમ્મી કેટલી વાર લાગશે?” મમ્મી : “પંદર વીસ મિનિટમાં આવું છું. અને જો, આજે તારા મામા આવવાના છે, ખબર છે ને તને?” મામાનું નામ સાંભળી કયું બાળક ન હરખાય? ટીનું રાજી રાજી થઈ ગયો. ટીનું અંગ્રેજી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ગઈ દિવાળીએ મામાએ તેને કેમેરો ભેટ આપ્યો હતો.

તેણે કૅમેરો કાઢ્યો. તેના પપ્પાએ કાલે જ નવી પટ્ટી ચડાવી હતી. સાંજે પપ્પા તેના અને મમ્મીના ફોટા પાડવાના હતા. મમ્મી એ બધું બંઘ કરી બહાર ગઈ. ટીનું દીવાનખાનામાં બેઠો બેઠો રેડિયો સાંભળતો હતો. એવામાં તેને કૅમેરા જોવાની તાલાવેલી લાગી. ઊઠી કબાટ ખોલી કૅમેરો કાઢ્યો. એ જ પળે બહારથી કોઈકે ઘંટડી મારી.

ટીનએ બારીમાંથી જોયુ તો પેન્ટબુશર્ટમાં સજ્જ કોઈ વડીલ જણાયા. ટીનુ, તેમને ઓળખી ન શક્યો. પહેલાં એમને જોયા ન હતા. ટીનુને જોઈ પેલા ભાઈએ હસીને નામ દઈને બોલાવ્યો. આથી ટીનું આશ્ચર્ય પામ્યો. પેલા ભાઈએ તારા આ શાંતિથી કહ્યું: ‘ટીનું, તું તો મને ક્યાંથી ઓળખે?

rinu amazing moral gujarati short story
rinu amazing moral gujarati short story

મામા ખરાને, તેમની પાડોશમાં જ રહું છું. તુ ક્યાં શહેર છોડી ગામડામાં આવે છે, તે ઓળખે?” એ માણસે એવી રીતે વાત કરી કે ટીનુ ભોળવાઈ જ ગયો. બારણું ઉઘાડી અજાણ્યાને અંદર દીવાનખાના સુધી લઈ ગયો. અજાણ્યાએ પોતાને પણ મામા જ ગણવાનું કહ્યું. પછી એ આદમી દીવાનખાનામાં બેઠો બેઠો બધું જોવા લાગ્યો.

ટીનુને એ માણસ વિચિત્ર લાગ્યો. તેણે ટીન સાથે પણ થોડીઘણી વાતો કરી. “ટીનુ મારે માટે પાણી ન લાવે?”, “કેમ નહીં મામા?” ટીનું કૅમેરા લઈ દોડતો રસોડામાં ગયો. પાણીનો ગ્લાસ લઈ આવે છે. ત્યાં તો પેલો માણસ કંઈક શોધાશોધ કરતો દેખાયો. ટીનને તેનું આવું વર્તન પસંદ ન પડ્યું.

તેણે તો પૂછી પણ નાંખ્યું : મામા, તમે ત્યાં કબાટ આગળ શું શોધતા હતા?” “કંઈ નહિ ટીન, કબાટની જાત જોતો હતો. કેવું સરસ સ્ટીલનું કબાટ છે નહિ?” પાણી પી રહ્યા બાદ એણે ટીનને થોડો નાસ્તો લઈ આવવા કહ્યું. ટીનુ ફરી રસોડામાં ગયો. તે વિચાર કરવા લાગ્યો. નાસ્તામાં શું લઈ જવું? થોડીવારે નાસ્તાની રકાબી ચુપચાપ લઈને તે આવ્યો.

ત્યાં તેણે શું જોયું તેણે જોયું તો પેલો માણસ કબાટ ખોલીને અંદરનું ખાનું ખોલવા પ્રયત્ન કરી રહ્યો હતો. ટીનુ દીવાનખાનામાં પ્રવેશતાં જ અટકી ગયો. તે પાછો પડ્યો. ટીનુએ સાંભળ્યું હતું કે, કોઈ ન હોય ત્યારે ગમે તેવા ઠગો, મામા-કાકા થઈને ઘરમાં આવે છે. આવતા પહેલાં બધી માહિતી લઈને આવે છે ને પછી એવું વર્તન કરે છે કે જાણે ખરા સગા જ ન હોય!

ટીનુ વિચાર કરવા લાગ્યો તેણે ઘણા વીર બાળકો વિશે સાંભળ્યું હતું. ઘણા તેના જેવડા વીર બાળકોએ ગાડીના અકસ્માત નિવાર્યા હતા, ડૂબતાને બચાવ્યા હતા ને આવા ચોરોને હવાલે પણ કર્યા હતા. ટીનુ વિચારતો હતોઃ ‘પોતે પણ એવું ન કરી શકે? તેને થયું કે લાવ દોડતો ચોકીએ જાઉં અને પોલીસને જાણ કરું..!

પણ ચોકી ખૂબ દૂર હતી. આવતાં-જતાં સુધી તો પેલો માણસ રફુચક્કર થઈ જાય. એના કરતાં ફોન કરું તો? બે દિવસ પહેલાં પપ્પાએ કેવી રીતે ટેલિફોન કરવો તે શીખવ્યું હતું. પણ ફોનેય…દીવાનખાનામાં હતો. ને ત્યાં જ પેલો બનાવટી મામો હતો! તો શું કરવું? ટીનુ ખૂબ વિચારમાં પડી ગયો. હજી મમ્મી આવી ન હતી.

ઠીક ન લાગ્યું. લોકો ભેગા થાય તે પહેલાં તો મામો નાસી બૂમાબૂમ કરી લોકોને ભેગા કરવાનું વિચાર્યું એ પણ જાય ને પકડાય પણ નહિ. તો કરવું શું? ટીનુ નાસ્તાની રકાબી લઈને વિચાર કરતો રસોડામાં ગયો. ભગવાનના ગોખલા પાસે હાથ જોડી મૂંગી મૂંગી પ્રાર્થના કરી તરત જ બહાર નીકળ્યો.

રીનું ગુજરાતી બાળવાર્તા- Rinu Latest Moral Gujarati Short Story for Kids આ પોસ્ટ માં દર્શાવેલા બધા જ પાત્રો કોઈ વ્યક્તિ કે વસ્તુ નું નામ કાલ્પનિક છે જેની હાલની દુનિયા માં કોઈ પણ સાથે સંબંધ નથી તે ધ્યાન માં લેવું.

ત્યાં જ તેની નજર પાણીના માટલા પાસે પડેલા કૅમેરા પર પડી. તે પરથી તેણે મગજ દોડાવ્યું. કૅમેરો ચાલુ હતો. ફિલ્મ રોલ ગોઠવેલો હતો. મામાનો ફોટો પાડી લઉં તો? ટીનને વિચાર આવ્યો. બીજી જ પળે કૅમેરો હાથમાં લઈ ચુપચાપ બારી પાસે જઈ તે સંતાઈ ગયો. પોતે પેલા માણસને જોઈ શકે, પણ પેલો ટીનને ન જોઈ શકે તે રીતે.

પણ ફોટો કેવી રીતે લેવો? પેલાની પીઠ ટીન તરફ હતી. મોં આ બાજુ ફેરવે તે જ પળે જો કૅમેરાની ચાંપ દબાવીએ તો મેળ પડે. ટીનુ ખરેખર ગૂંચવાયો, પણ પછી બારીમાં કૅમેરાનું સ્થાન નક્કી કર્યું. ત્યાંથી પેલા માણસનો આખો ચહેરો પાડી શકાતો હતો. પગ વડે બારણું થોડું ખખડાવ્યું. અવાજ થતા બનાવટી મામો ચમક્યો. તેણે બારણા તરફ ડોક ફેરવી. રૂપિયાની નોટ મૂકી. “સાંજે આવીશકહી વિદાય લીધી.

ટીનુ એ પળની રાહ જોતો હતો. ગઠિયો થોડીવાર આ બાજુ જોઈ રહ્યો. ટીનએ બરાબર ગોઠવી, કેમેરાની ચાંપ દબાવી ફોટો પાડી દીધો. પછી ચુપચાપ કૅમેરા રસોડાના કબાટમાં સંતાડી દીધો. ધીરે ધીરે અવાજ કરી, નાસ્તાની ડીશ લઈ હાજર થયો. ત્યાં સુધીમાં ગઠિયાએ કામ પતાવી લીધું હતું અને ચાવી ગજવામાં સેરવી રહ્યો હતો.

એ જોઈ ટીનએ કહ્યું : “મામા,ગજવામાં શું રાખ્યું?” !! “કંઈ નહિ ટીન, આ તો મારી પાસે પણ આવું કબાટ છે. ચાવી લાગે છે કે નહિ તે જોતો હતો.” આ ગઠિયાએ ઝટપટ નાસ્તો કરી, ટીનના હાથમાં પાંચ તે દેખાતો બંધ થયો કે તરત ટીનુએ પપ્પાની ઑફિસમાં ફોન જોડ્યો. ને પપ્પાને બધી વાતથી વાકેક કર્યા.

તેના પિતાએ તરત જ પોલીસ ચોકીએ ફોન કર્યો ને પોતે પણ ઘેર જવા નીકળ્યા. ટીનું બારણામાં સહુની વાટ જોતો ઊભો હતો. મમ્મી હજુ આવી ન હતી. મમ્મીને ગયે ખાસ્સો સમય થયો હતો તો પણ. એટલામાં પોલીસની જીપ આવી પહોંચી. પાછળ તેના પપ્પાનીય મોટર આવી. પોલીસ ઇન્સ્પેક્ટરે ટીનુ પાસેથી બધી વાત જાણીને પેલા કૅમેરાનો રોલ ધોઈ, પાકી છબી કાઢવા ઓર્ડર આપી દીધો. છબી પણ આવી ગઈ.

સરસ ફોટો પાડવા બદલ ઇન્સ્પેક્ટ રે ટીનને ધન્યવાદ આપ્યા. એટલામાં તેની મમ્મી હાંફતી હાંફતી આવી. પપ્પાને કહેવા લાગી : તમે તો સાજા સમા છો ને હું તો હોસ્પિટલમાં ખબર કાઢી આવી. એક ભાઈએ મને રસ્તામાં કહ્યું કે તમને અકસ્માત થયો છે. મને કહે કે હું ઑફિસેથી આવું છું ને હું ત્યાં ગઈ તો કંઈ જ ન હતું.

હું તો ગભરાઈ ગઈ હતી.” ઇન્સ્પેક્ટરે ટીનની મમ્મી પાસેથી ખબર આપનાર વિશે માહિતી માગી તો બનાવટી મામાને મળતી જ આવી. તાબડતોબ આખા શહેરમાં વાયરલેસ પોલીસ ઘૂમી વળી. અને સાંજ સુધીમાં તો ગઠિયાને પકડી પાડ્યો. બીજે દિવસે છાપમાં બે તસ્વીરો આવી. એક કાળા ચોરની અને બીજી ચોરને પકડવામાં મદદરૂપ થનાર બાળવીર ટીનની.

FAQ

બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?

બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.

બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?

બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.

Disclaimer

અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.

Summary

રીનું ગુજરાતી બાળવાર્તા – Rinu Latest Moral Gujarati Short Story for Kids વાર્તા તમને કેવી લાગી? આશા રાખું છું તે તમને કે તમારા બાળકો ને આ વાર્તા જરૂર ગમી હશે અને તેમને મજા પણ બહુ જ આવી હશે. આવીજ અવનવી વાર્તા અને ગુજરાતી જાણકારી માટે તમે અમારી આ વેબસાઈટ ને રેગ્યુલર વિઝિટ કરતા રહેજો. તમને અમારા બધા જ આર્ટિકલ કેવા લાગે છે તે comment માં જરૂર કહેજો જેમાં તમારો વધુ સમય નહિ બગડે અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm