કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (15 Best Shardi Khasi Ni Dawa)

Gujarati English

કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (15 Best Shardi Khasi Ni Dawa)

અમારા બ્લોગ ગુજરાતી અંગ્રેજીમાં આપ સૌ નું સ્વાગત છે. આજે આ આર્ટિકલ માં આપણે ગુજરાતી ભાષામાં શરદી કે ખાંસી જેવી સામાન્ય સમસ્યા માટે એક આયુર્વેદિક દવા વિષે ની વાત કરવા જઈ રહ્યા છીએ, જે આર્ટિકલનું નામ છે, “કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (Best Cough, Shardi Khasi Ni Dawa).” આ એક રોજિંદા જીવન ની સામાન્ય સમસ્યા ગણી શકાય અને આવી નાની નાની સમસ્યાઓ થી લખો લોકો રોજ પીડાતા હોય છે, તેમ છતા લોકો આવી સમસ્યા પર વધુ ધ્યાન દેતા નથી.

જો તમે પણ આવી ખાંસી ઉધરસ ની સામાન્ય સમસ્યા થી પીડાતા હોય તો, આ આર્ટિકલ તમારા માટે ખુબ ઉપીયોગી બની શકે છે. તમે ભલે આ સમસ્યા ને સામાન્ય સમજતા હોય, પણ આ તમારા જીવન માં અન્ય ઘણી ગંભીર સમસ્યા પેદા કરી શકે છે જે તમારા શરીર પર ઘણી વિશેષ અસર પાડી શકે છે.

તો ચાલો તમારો વધુ સમય વ્યર્થ ના કરતા આપણા મુખ્ય પ્રશ્ન ના જવાબ તરફ આગળ વધીયે. અહીં દર્શાવેલ તમામ ઉપચાર ઘરગથ્થુ અને આયુર્વેદિક છે. તમે કોઈ ફાર્માસ્યુટિકલ દવા વિષે શોધી રહ્યા હોય તો, મારા મુજબ તમારે કોઈ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ કારણ કે ડોક્ટર ની સલાહ વગર આવી દવાઓ લેવાથી સાઈડ ઇફેક્ટ થઇ શકે છે. આ વાત નું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

આ પણ જરૂર વાંચો- આયુર્વેદિક ધાધર ની દવા- Free Dhadhar Ni Dava 2022

આયુર્વેદિક અને ઘરગથ્થુ કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (Best Home Remedies and Ayurvedic Shardi Khasi Ni Dawa)

બદલાતી ઋતુમાં સૌથી મોટી સમસ્યા ઉધરસ, ખાંસી, કફ અને શરદીની હોય છે. ગળામાં દુખાવો અને ફ્લૂની સમસ્યા પણ ઘણી સામાન્ય છે. આવી સ્થિતિમાં, અમે તમને 10 થી વધુ ઘરેલું આયુર્વેદિક ઉપચાર જણાવી રહ્યા છીએ જે તમારા માટે રામબાણ ઈલાજ તરીકે કામ કરશે.

કફ, ખાંસી અને શરદી એક એવી સમસ્યા છે જે દરેક બદલાતી ઋતુ સાથે હંમેશા આવે છે. ખાંસી બેક્ટેરિયલ કે વાઈરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે શરદીને કારણે થઈ શકે છે, પરંતુ આપણા દેશ ભારત માં લોકો દરેક સમસ્યા માટે ડોક્ટર પાસે જતા નથી. આપણા જ રસોડામાં આવા ઘણા ઘરગથ્થુ ઉપચાર છુપાયેલા છે, જેના કારણે ખાંસી અને શરદી જેવી નાની મોટી ઘણી બીમારીઓ થી આરામ મેળવી શકાય છે. તો ચાલો આપણે જાણીયે કફ, ઉધરસ, શરદી ના 15 થી વધુ ઘરગથ્થુ ઉપચાર.

સામાન્ય માહિતી મેળવીયે તો આયુર્વેદમાં કફને ગંભીર સમસ્યા કહેવાય છે. ખાંસી પોતે એક વિકાર અથવા અમુક રોગનું લક્ષણ હોઈ શકે છે જેમ કે શ્વાસનળીના અસ્થમા, ક્ષય રોગ વગેરે. શ્વસન માર્ગમાં કોઈ પણ સમસ્યાને કારણે વારંવાર ઉધરસ આવે છે. આયુર્વેદમાં સામાન્ય રીતે ઉધરસ માટે સ્નેહન એટલે કે તેલનો ઉપયોગ, વામન કર્મ અને વિરેચન કર્મ એટલે ઝાડાની સારવાર ની ભલામણ કરવામાં આવે છે.

વિવિધ પ્રકારની ઉધરસને નિયંત્રિત કરવા માટે વપરાતી જડીબુટ્ટીઓ અને દવાઓમાં પીપળી, આદુ, યષ્ટિમધુ એટલે કે લીકોરીસ, કંટાકરી, તુલસી, અમલકી, વિભીતકી, અડુસા, હળદર, સીતોપલાદી ચૂર્ણ, કંટાકરી ઘૃતા, કફકેતુનો સમાવેશ થાય છે. આ સિવાય રાસ, ઈલાડી વટી, પિપ્પલયાદી વટી અને ત્રિકટુ ચૂર્ણ મધ સાથે પણ તમને ઘણો ફાયદો મળી શકે છે.

કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (Ayurvedic Cough Shardi Khasi Ni Dawa)

શરદી અને કફ માટે આયુર્વેદ ગ્રંથો માં વિવિધ પ્રકારની ઘરગથ્થુ સારવાર આપવામાં આવી છે. વિવિધ પ્રકારની ઉધરસને નિયંત્રિત કરવા માટે જડી બુટ્ટીઓ અને દેશી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પીપલ, આદુ, તુલસી, હળદર અને મધનો સમાવેશ થાય છે. જયારે અલગ અલગ આયુર્વેદિક ગ્રંથો માં તમને અલગ અલગ સારવાર જોવા મળશે, પણ સૌથી મહત્વપૂર્ણ છે કે તમને કયા ઉપચાર થી ફર્ક પડે છે અને રાહત મળે છે.

તમને હાલ કોરોના જેવી મહામારી પછી ખબર જ હશે કે આયુર્વેદમાં ગરમ ​​પાણીને અનેક રોગોનો ઈલાજ ગણાવ્યો છે. આમાં ખાંસીનો પણ સમાવેશ થાય છે. હૂંફાળું પાણી થોડી માત્રામાં પીવાથી ગળામાં તરત આરામ મળશે અને મળ દ્વારા કફ પણ બહાર આવશે. આ સિવાય મીઠું ભેળવીને પાણી પીવાથી તમામ પ્રકારની ઉધરસ પણ મટે છે.

મધમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ ખાંસીથી જલ્દી રાહત આપે છે. મધ ચાટવાથી જ કફ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મધ પીવો. તે જ સમયે, મધનો ઉપયોગ કરવાની એક રીત એ છે કે અડધી ચમચી મધમાં થોડી એલચી અને લીંબુનો રસ ઉમેરીને દિવસમાં 3 વખત લો જે ખાંસી જેવી સમસ્યા માં ખુબ રાહત આપશે.

કફ ઉધરસ શરદી ખાંસી ની દવા આયુર્વેદિક- shardi khasi ni dawa ayurvedik
કફ ઉધરસ શરદી ખાંસી ની દવા આયુર્વેદિક- shardi khasi ni dawa ayurvedik

આદુના ટુકડાને મધમાં ભેળવીને ચાવવાથી પણ તમને આવી સમસ્યાઓ માં તરત આરામ મળે છે. આદુનો ઉપયોગ કરવાની બીજી રીત છે આદુનો રસ કાઢીને મધના થોડા ટીપાં નાખીને પીવો.

દૂધમાં હળદર ભેળવીને પીવાથી શરદી ખાંસી માં તમને ખુબ ફાયદો થાય છે અને સાથે સાથે તે કફમાં પણ અસરકારક છે. હળદરમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણથી આવી બાબતો માં ત્વરિત રાહત મળે છે. સવારે ગરમ દૂધ પીવાથી કફ દૂર થાય છે. ધ્યાન રાખો કે ફક્ત દૂધ જ પીવું જોઈએ તેવું નથી પણ તેમાં તમે મધ અને થોડી હળદર ઉમેરી શકો છો.

લસણની કળી અને લવિંગ કાચી ચાવવાથી ખાંસી મટે છે. જો તમે કાચા ચાવી શકતા નથી, તો તેને ધીમી આંચ પર ફ્રાય કરો. લસણને પાણીમાં ઉકાળીને ઉકાળો તરીકે લેવાથી પણ ઉધરસ મટે છે. સ્વાદ માટે થોડું અહીં મધ પણ ઉમેરી શકાય છે.

તુલસીનો ઉકાળો શરીરને ગરમી તો આપે જ છે સાથે સાથે કફમાં પણ રાહત આપે છે. આદુ, કાળા મરી અને તુલસીના પાનને એકસાથે ઉકાળીને તેનો ઉકાળો બનાવો અને રોજ સવારે તેનું સેવન કરો.

કફ સાથે ઉધરસ માટે દેશી ઘી સાથે કાળા મરી ભેળવીને ગ્રહણ કરો. કાળા મરી પાવડરને ઘી સાથે શેકી લો. આ મિશ્રણને દિવસમાં 3 થી 4 વખત ખાઓ. તેને દૂધમાં ભેળવીને પણ પી શકાય છે. તમને ખાંસીમાં 2 દિવસ માં રાહત રહેશે.

ઉધરસ અને કફ માટે કોઈ પણ અંગ્રેજી દવા જાતે ન લો, કારણ કે તેની આડઅસર થઈ શકે છે. આયુર્વેદિક દવાની કોઈ આડઅસર નથી, તેમ છતાં જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો કોઈ માન્ય આયુર્વેદાચાર્ય પાસેથી વ્યવસ્થિત સારવાર કરાવો.

મધ, લીંબુ અને એલચીનું મિશ્રણ પણ લઇ શકો છો જ્યાં અડધી ચમચી મધમાં એક ચપટી એલચી પાવડર અને લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. દિવસમાં 2 વાર આ શરબતનું સેવન કરો. ખાંસી અને શરદીમાં તમને ઘણી રાહત મળશે.

આ પણ જરૂર વાંચો- આયુર્વેદિક ઊંઘ ની દવા (Ayurvedic Ungh Ni Dawa)

કફ, ઉધરસ, શરદી, ખાંસી ના અન્ય રીતે ઉપચાર (Other Cough, Shardi Khasi Ni Dawa)

 • ગરમ પાણી- બને તેટલું ગરમ ​​પાણી પીવો. તમારા ગળામાં કફ ખૂલી જશે અને તમે ખાંસી માં પણ તમે સુધારો અનુભવશો.
 • હળદર વાળું દૂધ- બાળપણમાં શિયાળામાં દાદીમા ઘરના બાળકોને હળદરનું દૂધ શિયાળાની ઋતુમાં દરરોજ પીવા માટે આપતા. હળદરનું દૂધ શિયાળા ની ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણને અનેક પ્રકાર ના કીટાણુઓથી બચાવે છે. રાત્રે સૂતા પહેલા તેને પીવાથી ઝડપથી આરામ મળે છે. હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણ હોય છે જે ચેપ સામે લડે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો કફ, ઉધરસ અને શરદીના લક્ષણોથી રાહત આપે છે.
 • મીઠા વાળા ગરમ પાણી વડે કોગળા કરો- ગરમ પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને કોગળા કરવાથી ઉધરસ અને શરદીમાં તરત ઘણી રાહત મળે છે. તેનાથી ગળાને આરામ મળે છે અને ઉધરસમાં પણ રાહત મળે છે. આ પણ બહુ જૂની આયુર્વેદિક દવા છે.
 • મધ અને બ્રાન્ડી- બ્રાન્ડી પહેલાથી જ શરીરને ગરમ કરવા માટે જાણીતી છે. તેમાં મધ મિક્સ કરવાથી શરદી પર ખૂબ અસર થશે. પણ ગુજરાત માં આપણે મુખ્યત્વે કોઈ આલ્કોહોલ નું સેવન કરતા નથી અને અહીં મળતું પણ નથી.
 • મસાલાવાળી ચા- તમારી ચામાં આદુ, તુલસી, કાળા મરી ઉમેરીને ચા પીવો. આ ત્રણ તત્વોના સેવનથી ખાંસી અને શરદીમાં ઘણી રાહત મળે છે.
કફ ઉધરસ શરદી ખાંસી ની દવા ઘરગથ્થું- shardi khasi ni dawa ghargathhu
કફ ઉધરસ શરદી ખાંસી ની દવા ઘરગથ્થું- shardi khasi ni dawa ghargathhu
 • આમળા- આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
 • આદુ અને તુલસી- આદુના રસમાં તુલસી ભેળવીને તેનું સેવન કરો. તેમાં સ્વાદ માટે મધ પણ ઉમેરી શકાય છે.
 • અળસી (ફ્લેક્સસીડ)- અળસીના બીજ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને તેનું સેવન કરો. તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે.
 • આદુ અને મીઠું- આદુને નાના ટુકડામાં કાપીને તેમાં મીઠું નાખો. તે ખાઓ તેનો રસ તમારું ગળું ખોલશે અને મીઠું ઘણા કીટાણુઓને મારી નાખશે.
 • લસણ- લસણને ઘીમાં શેકીને ગરમાગરમ ખાઓ. તે સ્વાદમાં ખુબ તીખા હોઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે એકદમ અદ્ભુત છે.
 • ઘઉંની થૂલું- શરદી અને ઉધરસની સારવાર માટે તમે ઘઉંનો પણ ઉપયોગ કરી શકો છો. 10 ગ્રામ ઘઉંની થૂલી, પાંચ લવિંગ અને થોડું મીઠું પાણીમાં ભેળવીને ઉકાળો અને તેનો ઉકાળો બનાવો. તેનો ઉકાળો એક કપ પીવાથી તમને તરત આરામ મળશે. જો કે, શરદી સામાન્ય રીતે હળવી હોય છે, જેમાં લક્ષણો એક અઠવાડિયા કે તેથી ઓછા સમય સુધી ચાલે છે. ઘઉંના થૂલાનો ઉપયોગ કરવાથી તમને આવી સમસ્યામાંથી રાહત મળશે.
 • દાડમનો રસ- દાડમના રસમાં થોડું આદુ અને પીપળીનો પાઉડર નાખવાથી ઉધરસમાં આરામ મળે છે.
 • કાળા મરી- ખાંસી સાથે લાળ હોય તો અડધી ચમચી કાળા મરીને દેશી ઘી સાથે ભેળવીને ખાઓ. તમને ટૂંક સમય માં આરામ મળશે.
 • ગરમ ખોરાકનું સેવન- સૂપ, ચા, ગરમ પાણી લો. ઠંડુ પાણી, મસાલેદાર ખોરાક વગેરે ખાવાનું ટાળો.
 • ગાજરનો રસ- આ તમને થોડું અજીબ લાગશે, પરંતુ ગાજરનો રસ ખાંસી અને શરદીમાં ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ બરફ કે ઠંડા ખોરાક સાથે તેનું સેવન ન કરો.

આ પણ જરૂર વાંચો- આયુર્વેદિક ખંજવાળ ની દવા (Khanjval Ni Dava, Free 2022)

કફ, ઉધરસ, શરદી, ખાંસી માટે ક્યારે ડોક્ટર ની સલાહ ક્યારે લેવી જોઈએ? (When to consult a doctor for Cold and Cough?)

જો તમને અથવા તમારા બાળકને શરદી હોય, તો સામાન્ય રીતે ડોક્ટરની પાસે જવાની જરૂર ન હોવી જોઈએ કારણ કે તે સામાન્ય રીતે એક કે બે અઠવાડિયામાં આપો આપ સારું થઈ જાય છે. સામાન્ય રીતે આવા રોગો ઋતુ માં પરિવર્તન આવવાથી અને શિયાળા દરમિયાન વાતાવરણ ખુબ ઠંડુ થઇ જવાથી વધુ જોવા મળે છે, જે સામાન્ય ઘરગથ્થુ ઉપચાર થી થોડા દિવસો માં મટી જાય છે.

પણ જો આવા લક્ષણો ત્રણ અઠવાડિયાથી વધુ ચાલે છે, તમારી તબિયત અચાનક વધુ ખરાબ થાય છે, તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તમને શરદીની સમસ્યા છે, જેમ કે ખાંસી વખતે છાતીમાં દુખાવો અથવા લોહીવાળું ગડફા આવવા, જો તમે તમારા બાળક અથવા વૃદ્ધ વ્યક્તિ વિશે ચિંતિત હોવ અથવા જો તમને ફેફસાના રોગ જેવી લાંબી બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. આવી અન્ય પરિસ્થી માં તાત્કાલિક કોઈ પણ નજીક ના ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરો.

Disclaimer

સામાન્ય રીતે આયુર્વેદિક જડી બુટી કે ઔષધિ ની કોઈ આડઅસર હોતી નથી, છતાં તે ઔષધિ કેવી રીતે લેવી અને કેટલા પ્રમાણ માં લેવી તે આયુર્વેદિક ચિકિત્સક ને મળી અને જાણવું જરૂર છે. અહીં દર્શાવેલી આયુર્વેદિક ઔષધિ લેતા પેહલા એક વાર આયુર્વેદિક ચિકિત્સક ની સલાહ જરૂર લો.

Summary

હું આશા રાખું છું કે “કફ, ઉધરસ, શરદી, ખાંસી ની દવા (Best Shardi Khasi Ni Dawa)” લેખ તમારા માટે ઉપયોગી સાબિત થશે અને બધા વાચકોને તે ખૂબ ગમશે. આવી ઉપયોગી માહિતી અપડેટ્સ માટે અમારા બ્લોગ ગુજરાતી- અંગ્રેજીની મુલાકાત લેતા રહો અને ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર આમારા ઓફિશ્યિલ એકાઉન્ટ ને ફોલો કરવાનું ભૂલશો નહીં.

Leave a Comment

gujarati-english-logo

In this website you can find Useful Information, Dictionary, Essay, Kids Learning, Student Material, Stories, Tech Updates, Suvichar and Full Form in Gujarati.

Contact us

Address- 17, Einsteinpalais, Friedrichstraße, Berlin Mitte, Berlin, Germany- 10117

gujaratienglish2020@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm