નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે “દીકરો ગુજરાતી ટૂંકી વાર્તા – Son Gujarati Short Story” આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.
આ વાર્તા દીકરો વિશેની છે. આશા રાખું છું કે આ વાર્તા પણ તેમને ગમે. કોઈ પણ ટાયપિંગ ભૂલ તમને નજર માં આવે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર જણાવજો. અમારી ટિમ જલ્દી થી ભૂલ નું નિરાકરણ લાવશે.
Also read- “ઉંદર” ગુજરાતી નૈતિક વાર્તા (Rat Moral Gujarati Stories)
દીકરો ગુજરાતી ટૂંકી વાર્તા (Son Gujarati Short Story)
એક રાજાને ત્યાં તેની રાણીએ કુંવરને જન્મ આપ્યો. રાજાની પાછલી અવસ્થામાં કુંવર આવ્યો. એટલે રાજાના આનંદનું તો પૂછવું જ શું! પોતાનું વાંઝિયાપણું ટાળ્યું અને પોતાની પાછળ ગાદીનો વારસ આવ્યો. તેથી રાજા અતિ આનંદમાં આવી ગયો. કુંવરના જન્મદિવસને ઘણી ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. રાજાએ તત્કાલ પ્રધાનને તેડાવ્યા. તેમણે આજ્ઞા કરી: “પ્રધાનજી, આખા નગરમાં ઢંઢેરો પિટાવી જાહેર આવશે.
માટે સહુ હાજર રહે.” કરો કે આવતી કાલે રાજા એક ભોજન સમારંભ કુંવરના માનમાં યોજે છે. દરેક નગરજનોને આમંત્રણ આપવામાં આવે છે. આવતી કાલે કોઈએ ઘેર ચૂલો પેટાવવો નહિ.. ગરીબગુરબાં તથા બ્રાહ્મણોને છૂટે હાથે દાન કરવામાં રાજાનો આ રીતનો ઢંઢેરો સાંભળી સહુ નગરજનો આનંદમાં આવી ગયા. તેઓ ગીતો ગાવા લાગ્યા. ટોળે વળી નાચવા-કૂદવા લાગ્યા અને “કુંવરને ભગવાન સો વરસનો કરે’ એવા વચનો બોલવા લાગ્યા.
બીજે દિવસે મોટી સંખ્યામાં લોકો રાજમહેલ આગળ ભેગા થવા લાગ્યા. ઢંઢોરો સાંભળીને આસપાસના કેટલાય ગરીબ ને ભિખારી લોકો પણ આવ્યા હતા. રાજાએ બધાને ભરપેટ જમાડ્યા. એટલુંજ નહિ પણ રાજા જાતે જ દરવાજા પાસે ઊભા રહી ખોબે ખોબે સોનાના સિક્કા દાનમાં આપતા હતા. જમીને જે ગરીબ કે બ્રાહ્મણ પસાર થાય તેને દાન કરે. દાન લેનાર દરેક જણ રાજાને ભાવપૂર્વક નમસ્કાર કરે ને અંતરથી આશિષ આપે : ‘પ્રભુ તમને અને તમારા કુંવરને સો વરસના કરે ને સુખી રાખે.” બપોર પછી પણ આ જ ક્રમ ચાલ્યો.
દિવસ પણ આથમવા આવ્યો. સૌ નગરજનો જમી પરવાર્યા હતા. રાજાના ચહેરા પર ખુશી તરી આવતી હતી. છેવટે બાકી હતા તેઓ રાજા સાથે જમવા ઊડ્યા. હવે કોઈ બાકી ન હતું. રાજા મોંમા કોળિયો મૂકવા જાય છે ત્યાં તેના મનમાં એક વિચાર આવ્યો : હવે નગરમાં કોઈ જ ભૂખ્યું નહિ હોય? બધા જ જમવા આવ્યા હશે? ને તેમણે પ્રધાનને નજીક બોલાવી કહ્યું : પ્રધાનજી, નગરજનો જમીને ગયા. પણ એકવાર તપાસ કરાવો.
જો કોઈ બાકી હોય તો પકડી લાવો. આજે તો બધાંને જમાડીને જ જમવું છે.’ રાજાની આજ્ઞા થતાં જ પ્રધાન જાતે થોડા સિપાઈઓ લઈને નગરના મહોલ્લે મહોલ્લે ફરવા નીકળી પડ્યા. દરેક મહોલ્લામાં જઈ બૂમ પડાવે : હજી ભૂખ્યાં હોય તે જમવા આવી જાય.” ને કોઈ ભૂખ્યું નથી તેની ખાતરી કરવા વાસના બે- ચાર માણસોને પૂછી જુએ. પૂરેપૂરી તપાસ કર્યા પછી જ બીજા મહોલ્લામાં જાય. આમ પ્રધાન આખા નગરમાં ફરી વળ્યા.
કોઈ કહેતાં કોઈજ ભૂખ્યું ન હતું અરે! શેરીના કૂતરાં પણ રાજમહેલે એકવાર જમીને ધરાઈ ગયાં હતાં. આમ તપાસ પૂરી કરીને પ્રધાનજી રાજમહેલ હ મંદિરોમાં ઝાલરો વાગી રહી હતી. પ્રધાન અને તેમની સાથેના સિપાઈઓ નદીકિનારા પરથી પસાર થઈ રહ્યા હતા, આવી રહ્યા હતા. દિવસ આથમી ચૂક્યો હતો, અચાનક તેમના કાને કોઈના રડવાનો કરુણ અવાજ આવ્યો. પ્રધાન ચમક્યા. સિપાઈઓના પગ આગળ વધતા અટકી ગયા.
પ્રધાનને થયું. “કોણ રડતું હશે? નકકી કોઈ દુઃખી લાગે છે. તો તો જમવાય નહીં આવ્યું હોય.” અવાજની દિશામાં બધા ગૂપચૂપ ચાલ્યા. રડવાનો અવાજ નજીક ને નજીક આવી રહ્યો હતો. થોડે દૂર એક ઝૂંપડી હતી. અવાજ તે ઝૂંપડીમાંથી આવી રહ્યો હતો. ૨ડવાના અવાજ પરથી લાગતું હતું કે અને બીજો સ્ત્રીનો. ને રડતાં પણ કેવું હતાં! જાણે એકનો થોડે દૂર ડનાર બે જણ હતાં. તેમાં એક પુરુષનો અવાજ હતો એક દીકરો ભરયુવાનીમાં ફાટી ન પડ્યો હોય! પ્રધાન અને સૈનિકો તે ઝૂંપડી આગળ આવી ઊભા રહી ગયા.
ઝૂંપડીમાં અંધારું હતું. જેવા તેઓ ઝૂંપડી પાસે આવ્યા કે રડવાનો અવાજ બંધ પડી ગયો. થોડીવારે ઝૂંપડીમાંથી એક વ્યક્તિ બહાર આવી. તે ડોસો હતો. પ્રધાને સવાલ કર્યો : “કોણ રડે છે અહીં?” વૃદ્ધ ડોસાએ કહ્યું : કોઈ નહિ, પ્રધાનજી તમે તમારે રસ્તે પડો.” પ્રધાન ના માન્યા. તે ઝૂંપડીમાં ગયા. અંદર એક સ્ત્રી બેઠી હતી. તે ઘરડી હતી.
તે પેલા વૃદ્ધની પત્ની હોય તેમ પ્રધાનને લાગ્યું. પ્રધાને પૂછયું : “ઘરમાં બીજું કોઈ નથી?’ ડોસી બોલી : “ના બાપજી, અમે બે જ છીએ? પ્રધાને ફરી પૂછયું: ‘તમને રાજના ઢંઢેરાની ખબર નથી કે શું?” ડોસો બોલ્યો : “રાજાને ત્યાં કુંવર અવતર્યા છે એની ને? ખબર છે. ભગવાન કુંવરને સો વરસનો કરે.” વૃદ્ધ ‘તમે જૂઠું બોલો છો. તમે જમ્યા નથી.
રાજાની આશા પ્રધાને તરત જ પૂછયું : ‘તમે જમવા આવેલા?’ ડોસો જૂઠું બોલ્યો : ‘હા, અમે જમીને હમણાં આવ્યાં.’ તો પછી રડતાં હતા શા માટે?’ ડોસોડોસી બંને ચૂપ થઈ ગયા. એટલે પ્રધાન બોલ્યા: છે. તમારે મારી સાથે આવવું પડશે.” ડોસી બોલી : “બાપજી, તમે જાઓ. અમે જમી લીધું છે એમ માની લેજો.” પણ પ્રધાન એમ માને ખરા? છેવટે પ્રધાનજી પેલા ડોસાડોસીને સાથે લઈ ગયા.
રાજા આગળ જઈ કહ્યું: ‘મહારાજ, બે ડોસાડોસી બાકી હતાં એટલે તેમને તમારી રૂબરૂ લઈ આવ્યો છું. આ સિવાય કોઈ જમ્યા વગર બાકી નથી.’ રાજા ખુશ થતાં બોલ્યો : : ‘ઘણું સરસ કામ કર્યું તમે. ક્યાં છે એ લોકો?’ પ્રધાને ઈશારો કર્યો એટલે સિપાઈ ડોસાડોસીને રાજા સમક્ષ લઈ આવ્યો. પ્રધાન બોલ્યા: “અન્નદાતા, અમે ગયા તમારે આ બંને એમની ઝૂંપડીમાં રડતાં હતાં ને જમવા આવવાની રાજા આ સાંભળી નવાઈ પામ્યો. તે ડોસા ભણી સાફ ના પાડતાં હતાં.
‘જોઈને બોલ્યો : તમે મારા પિતા જેટલા વૃદ્ધ લાગો છો. તમારા રડવાનું કારણ મને કહો.” વૃદ્ધ ડોસાએ બે હાથ જોડી કહ્યું : ‘મહારાજ,અમે અમારા ભાગ્યને રડતા હતા.’ આ સાંભળી રાજાનું વાત જાણવાનું કુતૂહલ વધ્યું. રાજા બોલ્યો : “મને તે જણાવશો?” ડોસી બોલી : ‘મહારાજ, કેટલાંક દુઃખ બીજાને કહેવાથી પણ ઓછા નથી થતાં તો પછી કહીને શો ફાયદો?” પણ રાજાએ તો નિર્ણય કર્યો કે આજના આ શુભ દિવસે આ ડોસાડોસીનું દુઃખ ટાળ્યા વગર ન રહેવું.
એમને શાંત પાડીને જ હવે તો જમવું. રાજા બોલ્યા: ‘વડીલ, તમારે જે દુઃખ હોય તે મારી આગળ કહો. હું તમારો પાલક છું. મારી પ્રજા દુઃખી હોય ને હું અમનચમન કરું એ ક્યાંનો ન્યાય?” રાજાની આવી નિખાલસતા જોઈ ડોસો ગદ્ગદ્ કંઠે બોલ્યો : મહારાજ, તમારે ત્યાં કેટલા વરસે આ કુંવર અવતર્યો. તમે એ માટે ઓછાં વાનાં કર્યા છે. ત્રણ ત્રણ વાર પરણ્યા. ઘણાં પુણ્યદાન કર્યા. હોમહવન કરાવ્યા ને આખરે ભગવાનની મેર તમારા પર થઈ.
ભગવાને વાંઝિયામેણું ટાળ્યું પણ…” ડોસો થોડીવાર અડકીને ફરી બોલ્યો : ‘અમારું દુઃખ ભગવાને ન ટાળ્યું. આમ તો અમે પ્રભુભજનમાં દિવસ ગુજારતા. અમને કદી પુત્ર નથી એનું દુઃખ પણ થતું ન હતું. પણ હવે પહેલાં જેવું કામકાજ થતું નથી ત્યારે થાય છે કે ભગવાને ઘડપણની લાકડી સમાન એકાદ દીકરોય આપ્યો હોત તો આવા દા’ડા ન જોવા પડત.’ મહારાજ, તમે અમારું દુઃખ સમજી શકશો. કારણ કે તમે પણ એ અનુભવ્યું છે.
કદાચ તમારે પુત્ર અવતર્યો ને ડોસો રડી પડ્યો. તેની પાછળ ડોસી પણ રડવા ન હોત તો પણ કોકને ખોળે લઈનેય સંતોષ માનત. પણ અમારાં જેવાં ગરીબ માણસ શું કરે?” લાગી. તે બંનેને કલ્પાંત કરતાં જોઈ રાજાની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. આસપાસ ઊભેલા સૌ સિપાઈઓ પણ ચૂપ બની બધું સાંભળી રહ્યા હતા. રાજા ડોસાડોસી નજીક ગયો. તેમના ખભે હાથ ફેરવી આશ્વાસન આપતાં બોલ્યો : ‘તમે ન રેડો.
તમારે દીકરો નથી એમ માની દુઃખી ના થાઓ. ઊઠો, હું તમારો જ દીકરો છું. આજથી તમારી દેખભાળ રાખવાની જવાબદારી મારી. ઘરડે ઘડપણ તમને પાળવાની જવાબદારી હું અદા કરીશ.’ આ સાંભળી ડોસાડોસી રાજાના પગમાં પડી ગયાં. રાજાએ તેમના હાથ પકડી લીધા. ડોસાડોસી બોલ્યા : “રાજા હો તો આવા હજો. ભગવાન તમને સુખી રાખે બેટા.” ને એ પછી બધા જમવા માટે ઊડ્યા. રાજાએ પેલા વૃદ્ધ ડોસાડોસીને પોતાની બંને બાજુ બેસાડ્યા. પોતે વચ્ચે બેઠો ને એમને ભાવપૂર્વક પ્રેમથી જમાડવા લાગ્યો! બધા લોકો આ જોઈ રહ્યા!
FAQ
બાળવાર્તા કેમ મહત્વપૂર્ણ છે?
બાળકો માટે આવી નૈતિક વાર્તા સાંભળવી જરૂરી બની જાય છે, કારણકે તે આવી વાર્તાઓ માંથી ઘણું શીખે છે અને તેમના ભવિષ્ય માટે પણ ઉપીયોગી સાબિત થાય છે.
બાળવાર્તા ની બુક ક્યાંથી પ્રાપ્ત થશે?
બાળકો માટે નૈતિક વાર્તા ની ચોપડીઓ તમને નજીકના બુક સ્ટોર અથવા ઓનલાઈન એમેઝોન જેવા પ્લેટફોર્મ માં પણ આસાની થી મળી જાય છે.
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary of Son Gujarati Short Story
મને આશા છે કે બધી વાર્તાઓ જેમ જ તમને “દીકરો ગુજરાતી ટૂંકી વાર્તા – Son Gujarati Short Story“ વાર્તા માં પણ ખુબ જ મજા આવી હશે અને આવી જ વાર્તા અમે તમારા માટે લાવતા જ રહીશું તો અહીંયા અવાનૂ ના ભૂલતા.