2021 Best Suvichar For Gujarati (ગુજરાતી સુવિચાર)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજ ફરી આપણે એક સરસ વિષય જોવા રહ્યા છીએ, જેનું નામ છે “2021 Best Suvichar For Gujarati (ગુજરાતી સુવિચાર)” આશા રાખું છું તમને આ બધા ગુજરાતી સુવિચાર ખુબ ગમશે અને તમે અન્ય લોકો ને જરૂર થી શેર કરશો.

આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોને થી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા

ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

Must Read- Good Morning Suvichar Gujarati Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)

Best Suvichar For Gujarati Social Media Status

નીચે તમને ગુજરાતી ભાષા માં થોડા સુંદર સુવિચાર આપવામાં આવ્યા છે. તે બધા ખુબ સુંદર છે, જેનો ઉપીયોગ તમે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો ને સેવ કરી અને તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.

Must Read- 101+ Latest Suvichar In Gujarati 2021 (સુવિચાર ગુજરાતી માં)

Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 7
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 7
  • વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.
  • પરિણામની જે પરવા કરતો નથી, એ માણસને બધા કર્તવ્યો એકસરખા લાગે છે.
  • આજના સુર્યને આવતીકાલના વાદળો પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા.
  • પડવું એ પતન નથી, પણ પડ્યા રહેવું એ પતન છે.
  • આદતને જો રોકવામાં ન આવે તો તે ટેવ બની જાય છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 2
  • જે માણસ બીજાને કદી દુઃખી કરતો નથી એ જેન્ટલમેન છે.
  • નમ્રતા વિનાનો માણસ, એ પાણી વગરની નદી જેવો છે.
  • ભૂલ એ એવો છોડ છે, જે દરેક ભૂમિમાં જરૂર ઉગે છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 2
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 2
  • ફરિયાદ કરે એવું નહિ, પરંતુ ”ફરી યાદ” કરે તેવું જીવન જીવવું મહત્વપૂર્ણ છે.
  • ભૂતકાળમાંથી ભૂલોને શોધો, સ્વિકારો અને સુધારો.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 3
  • જે વ્યકિતને પોતાનું કામ આનંદ આપે છે, તે જ સફળતાને વરે છે.
  • સમાજમાં રહેતા દાનવ ત્યારે જ મરી શકે છે, જયારે માનવ ખરા અર્થમાં માનવ બને.
  • ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 4
  • ગુણ અને જ્ઞાનનો સદુપયોગ આખરે આત્મવિકાસમાં પરિણમે છે.
  • ધીરજ એ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે.
  • શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 5
  • સફળતા ગુમાવી દેવાનું નિશ્ચિત કારણ કોઈ હોય તો તે છે તક ગુમાવી દેવી.
  • ખરેખર ભવિષ્ય હોતું જ નથી,માત્ર નિર્માણ કરવાનું હોય છે.
  • હમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોચાડે છે.
  • ઈચ્છાઓ ઓછી કરવાથી સમસ્યાઓ ઓછી થઈ જશે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 6
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 6
  • સમયસર નહિ પરંતુ સમય પહેલા કાર્ય પૂર્ણ કરો.
  • કોધ ક્ષણજીવી હોય છે, પણ જે ક્રોધ નુકશાન કરે છે તે ચિરંજીવી હોય છે.
  • જે મળે તે ગમે એનું નામ સુખ.
  • વેરમાં હમેશા વાંધો હોય છે , જયારે સ્નેહમાં કે પ્રેમમાં હમેશા સાંધો હોય છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 8
  • આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
  • અમીર હોવા છતાં જેની ધનલાલસા ઓછી નથી થઇ, તે દુનિયા નો સૌથી વધુ ગરીબ છે.
  • શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો પણ મુકાબલો કરવાની શક્તિ.
  • ઉદાર હૃદય વિનાના ધનવાન વ્યક્તિ પણ એક ભિખારી જ છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 9
  • જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
  • પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી.
  • પ્રમાદી માણસ કાર્યશક્તિ ખોઈ બેસે છે.
  • માણસ એટલે સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 10
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 10
  • ઘ્યેય વિનાનું જીવન સુકાન વગરની નાવ જેવું છે.
  • સમય આપણને શાણા બનાવે તે પહેલા જ સમયસર શાણા બની જવું જરૂરી છે.
  • ઘણા આવનારા દુઃખોનાં સમૂહનું નામ ”આળસ” છે.
  • નિષ્ફળતા મળે કે, પાછા પડો ત્યારે પણ ઊંચા વિચારો કરો.
  • ઉદાર માણસ જીવે ત્યાં સુધી આનંદથી જીવે છે અને કંજૂસ આજીવન દુઃખી રહે છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 11
  • આત્મવિકાસ કરવાનું મોટામાં મોટું સાધન ”સ્વાઘ્યાય” છે.
  • જેને પોતાનામાં વિશ્વાસ છે, તે જ બીજાઓ નો વિશ્વસનીય બની શકે છે.
  • સોથી મોટો દોષ,કોઈ દોષનું ભાન ન હોવું તે છે.
  • અસત્ય વિજયી નિવડે, તો પણ તે અલ્પજીવી હોય છે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 12
  • જે સંજોગોને અનુકૂળ થઈને જીવે છે તે સૌથી સુખી છે.
  • આદર્શ વગરનો મનુષ્ય કપ્તાન વગરનાં જહાજ જેવો છે.
  • નિષ્ફળતા મળે તો હિંમત રાખવી ને સફળતા મળે તો વિનમ્રતા.
  • સદગુણ વિના સુંદરતા પણ અભિશાપ છે.
  • જયાં કોઈ ઉપાય જ નથી ત્યાં ખેદ કરવો કોઈ યોગ્ય નથી.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 13
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 13
  • જીવનમાં કરકસર કરો, લોભ નહિ.
  • પ્રથમ રહું તે સ્પર્ધા પણ મારા હરિફ પાછળ રહે તે ઈર્ષ્યા.
  • દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે વધુ દુષ્ટ થઈ જાય છે.
  • પોતાના ગુરૂનાં માન આદર વિના સાચી વિધ્યા ન આવે.
  • ઈશ્વરની ન્યાય ચક્કી ધીમી ચાલે છે,પણ ચાલે છે એમાં શંકા નહિ.
  • જિંદગીનો સૌથી નકામો દિવસ એ છે કે, જે દિવસે આપણે હસ્યા ના હોઈએ.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 14
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 14
  • જેને હારવાનો ડર છે તેની હાર તો નક્કો છે.
  • સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું પણ બહુ જરૂરી છે.
  • તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
  • અસત્ય આધારિત સંબંધ રેતીનાં પાયા પર બનેલ ભવન સમાન છે.
  • સારૂ કામ કરવું એટલું બસ નથી પણ સાચા રસ્તે કરવું મહત્વપૂર્ણ છે.
  • માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
  • નમ્ર બનો પણ નમાલા નહિ.
  • પ્રબળ આત્મવિશ્વાસ જ મહાનાકાર્યોનો જનક છે.
  • ઇચ્છતા હોઈએ તેવાજ અંદર થી પણ રહીએ.
  • જો આપને પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
  • દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી , દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
  • ફૂલ વગર પણ મધ બનાવનારી મધમાખીનું નામ આશા છે.
  • આક્ષણ માટે ખુશ થાઓ, કારણ કે આ ક્ષણ જ જીવન છે.
  • સુખને સંપૂર્ણ માણવું હોય તો, તમારી સાથે કોઈ ભાગીદાર હોવો જરૂરી છે.
  • સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.
  • શિખામણ તો ઘણાને મળે છે, માત્ર ડાહયો જ એનો લાભ ઉઠાવે છે.
  • જેને ક્યારેય થાક ન લાગે એનું નામ સફળતા.
  • મૌન રહો અને તમારી સુરક્ષા કરો, મોન કદી તમારો વિશ્વાસઘાત નહિ કરે.
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 15
Best Suvichar For Gujarati- ગુજરાતી સુવિચાર 15
  • જો એક વાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારૂ બોલશો.
  • અનુભવ એ સોથી શ્રેષ્ઠ પાઠશાળા છે.
  • જહાજ દરિયાકિનારે સલામત હોય, પરંતુ જહાજ તો મધદરિયા માટે જ બન્યું હોય છે.
  • સાચુ ન લાગે તેવું સત્ય બોલતા પેહલા તેના પરિણામનો સો વાર વિચાર કરી લેવો જોઈએ.
  • પોતાનો જન્મજાત સ્વભાવ અને પૂર્વગ્રહ ભૂલીને શિક્ષણની સાધના કરવી એનું નામ
  • આયોજનનો
  • અભાવ એ ”નિષ્ફળતા” નું આયોજન છે.
  • ઉપદેશનો પ્રભાવ વાણીથી નહિ,આચરણથી થાય છે.
  • દિવસે એવા કામ કરો કે રાત્રે આરામથી ઊંઘ આવે.
  • વિવેક વિનાની વિધાનું પરિણામ કેવળ શ્રમ હોય છે.
  • બાળક પાસે જે એક સચોટ બ્રહ્માસ્ત્ર છે, એનું નામ છે હાસ્ય.
  • દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
  • હજારો કિલોમીટર ની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાંની શરૂ થાય છે.
  • વૃત્તિ શ્રેષ્ઠ હશે તો પ્રવૃત્તિ આપોઆપ શ્રેષ્ઠ થઈ જશે.
  • સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઇ શકશે.
  • સિદ્ધિની સીડી ચડવા માટે “સાહસ” એ પ્રથમ પગથિયું છે.
  • શકિતશાળી સાથે નહિ પરંતુ સત્યની સાથે રહેવાનું પસંદ કરીશ.
  • સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.
  • કહ્યા પહેલાજ સમજી જાય, એનું નામ સાચો મિત્ર.
  • જે કઈક પૂછે છે એ પાંચેક મીનીટ માટે મૂરખ સાબિત થઇ શકે, જે કશું પૂછતો નથી તે કદી કશું શીખી શકતો નથી.
  • સુંદરતા જોવા માટે દ્રષ્ટિ જોઈએ.

How to Save Gujarati Suvichar Txt, Photos or Image

તમે અહીં જે ગુજરાતી સુવિચાર ને કોપી કરી અને તમારા સોશ્યિલ મીડિયા મા ઉપીયોગ કરવા માંગતા હોય તો તમારે અહીં થી ઇમેજ ને કે ટેક્સ્ટ ને કોપી કરવાના રહેશે. જો તમને નથી ખબર કે કઈ રીતે આ કામ સરળતા થી કરવું? તેના માટે નીચે આપેલા થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • જે ટેક્સ્ટ ને કોપી કરવું છે, તેના પર થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
  • હવે તમને Cut, Copy, Paste ઓપ્શન નું એક સબ મેનુ દેખાશે.
  • તેમાં copy text પર ક્લિક કરો
  • હવે જ્યાં તમારે તે ટેક્સ્ટ પેસ્ટ કરવું છે, ત્યાં જઈ ટેક્સ્ટ ને પેસ્ટ કરો.
  • Image કે Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરો.
  • હવે save નો એક ઓપ્શન તમને દેખાશે.
  • તેમાં Save Image પર ક્લિક કરો.
  • હવે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ ગયો હશે.

સોશ્યિલ મીડિયા ના વધુ ઉપીયોગ થી થતી આડ અસરો

છેલ્લા દાયકામાં સોશિયલ મીડિયા દ્વારા તપાસ અને સ્ક્રોલિંગ વધુને વધુ લોકપ્રિય પ્રવૃત્તિ બની છે. જો કે મોટાભાગના લોકોનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સમસ્યા વિનાનો કરે છે, ત્યાં એવા વપરાશકર્તાઓની થોડી ટકાવારી છે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના વ્યસની બની જાય છે અને રોજ અતિશય અથવા અનિવાર્ય ઉપયોગમાં વ્યસ્ત રહે છે.

હકીકતમાં, મનોવૈજ્ઞાનિકો નો અંદાજ છે કે 5 થી 10% જેટલા આજે સોશિયલ મીડિયા વ્યસનની બની ગયા છે. સોશિયલ મીડિયા વ્યસન એ એક વર્તણૂકીય વ્યસન છે, જે સોશિયલ મીડિયા વિશે વધુ પડતી ચિંતિત હોવાને કારણે દર્શાવવામાં આવે છે, સોશિયલ મીડિયા પર લોગઇન કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે અનિયંત્રિત વિનંતી દ્વારા ચલાવવામાં આવે છે, અને સોશિયલ મીડિયા માટે એટલો સમય અને પ્રયત્ન ફાળવે છે કે તે અન્ય મહત્વપૂર્ણ જીવન વિચારોને નબળા પાડે છે.

વ્યસનકારક સોશિયલ મીડિયાનો ઉપયોગ અન્ય પદાર્થોના ઉપયોગ જીવન માં વિકૃતિની જેમ દેખાશે અને તેમાં મૂડમાં ફેરફાર, એટલે ​​કે, સોશિયલ મીડિયામાં જોડાણ ભાવનાત્મક સ્થિતિમાં અનુકૂળ પરિવર્તન તરફ દોરી જાય છે. સલામતી એટલે ​​કે વર્તણૂકીય, જિગ્નાત્મક અસરો અને સામાજિક જીવન સાથે ભાવનાત્મક વ્યસ્તતા નો સમાવેશ કરી શકાય છે.

સહિષ્ણુતા એટલે ​​કે, સમય જતાં સોશિયલ મીડિયાનો સતત વધતો જતો ઉપયોગ, વિપરીત લક્ષણો એટલે ​​કે, જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત અથવા બંધ કરવામાં આવે ત્યારે અપ્રિય શારીરિક અને ભાવનાત્મક લક્ષણોનો અનુભવ થવો, અને વ્યસની વ્યક્તિઓ ત્યાગના સમયગાળા પછી ઝડપથી તેમના અતિશય સોશિયલ મીડિયા વપરાશમાં પાછા ફરે છે.

સોશિયલ મીડિયા વ્યસનની ઘટના મોટે ભાગે ડોપામાઇન પ્રેરિત સામાજિક વાતાવરણને આભારી હોઈ શકે છે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમને પ્રદાન કરે છે. ફેસબુક, સ્નેપચેટ, ટિક્ટોક, શેર ચેટ, વોહટસઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરીર માં સમાન ન્યુરલ સર્કિટરી પેદા કરે છે.

જેથી વપરાશકર્તા તેમના ઉત્પાદનોનો શક્ય તેટલો ઉપયોગ કરે. ઘણા વિશેષજ્ઞો એ દર્શાવ્યું છે, કે આ સાઇટ્સ પરથી રિટ્વીટ, પસંદ અને શેરનો સતત પ્રવાહ મગજના પુરસ્કાર વિસ્તારને અસરકારક દવાઓ સાથે જોવા મળતી સમાન પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરે છે. હકીકતમાં, ન્યુરોસાયન્ટિસ્ટોએ સોશિયલ મીડિયાની ક્રિયાપ્રતિક્રિયાને સીધી સિસ્ટમમાં ઇન્જેક્ટ કરવામાં આવતા ડોપામાઇનની સિરીંજ સાથે સરખાવી છે.

Disclaimer

આ બધા સુવિચારો અમારા દ્વારા લખવામાં લખવામાં આવેલા નથી. અહીં અમે ફક્ત તમારા માટે એક સુંદર સુવિચારો નું કલેકશન અને સ્ટેટ્સ માં મૂકી શકાય તે માટે ફોટા બનાવેલા છે. આ બાબતે કોઈ પ્રશ્ન માટે તમે અમારા ઓફીસીઅલ ઇમેઇલ આઈડી પર ઇમેઇલ કરી શકો છો.

Summary

આશા રાખું છું કે તમને “2021 Best Suvichar For Gujarati (ગુજરાતી સુવિચાર)” આર્ટિકલ ના બધા સુવિચાર ગમશે. આવીજ અવનવી ગુજરાતી માહિતી માટે તમે અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ ની રોજ મુલાકાત લઇ શકો છો. નીચે કોમેન્ટ કરી અને આ આર્ટિકલ વિષે તમારું મંતવ્ય આપવાનું ચૂકશો નહિ.

Leave a Comment