101+ Latest Suvichar In Gujarati 2021 (સુવિચાર ગુજરાતીમાં)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ માં સ્વાગત છે. આજ ફરી આપણે એક સરસ વિષય જોવા રહ્યા છીએ, જેનું નામ છે “101+ Latest Suvichar In Gujarati 2021 (સુવિચાર ગુજરાતી માં).” આશા રાખું છું તમને આ બધા ગુજરાતી સુવિચાર ખુબ ગમશે અને તમે અન્ય લોકો ને જરૂર થી શેર કરશો.

આજ નો યુગ સોશ્યિલ મીડિયા નો યુગ કહી શકાય અને આપણી સવાર સ્માર્ટ ફોને થી શરુ થાય છે, જયારે દિવસ નો અંત પણ આપણે ફોન ની સાથે જે કરીએ છીએ. અહીં આમે થોડા સુવિચાર આપ્યા છે, જેનો ઉપીયોગ તમે તમારા સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ માં સ્ટેટ્સ કે પ્રોફાઈલ ફોટો તરીકે આસાની થી કરી શકો છો.

Must Read- 100+ Good Morning Suvichar Gujarati Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)

Latest Suvichar In Gujarati With Image and SMS (લેટેસ્ટ સુવિચાર ગુજરાતીમાં)

નીચે તમને થોડા સુંદર સુવિચાર નું એક વિશાલ લિસ્ટ આપવામાં આવ્યું છે, જેનો ઉપીયોગ તમે સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર આસાની થી કરી શકો છો. તમે કોઈ પણ ફોટો અથવા ટેક્સ્ટ ને સેવ કરી અને તમારા વૉહટ્સએપ સ્ટેટ્સ માં મૂકી શકો છો. અહીં આપેલા સુવિચાર ને કઈ રીતે કોપી કરવા અને ફોટોસ કઈ રીતે સેવ કરવા તેના વિષે માહિતી નીચે આપેલા છે.

Must Read- 2021 Best Suvichar For Gujarati (ગુજરાતી સુવિચાર)

latest suvichar in gujarati 1
latest suvichar in gujarati 2
  • ઓળખથી તમને સન્‍માન મળે છે, અને સન્માનથી તમને શક્તિ મળે છે.
  • તક લડાવ્યા કરે તે બુદ્ધિવાદી અને તક ઝડપી લે તે બુદ્ધિશાળી.
  • મૂર્ખ મિત્ર કરતા તો બુદ્ધિમાન શત્રુ સારો.
  • સફળ શિક્ષણ એ સફળ જીવનનો પાયો છે.
latest suvichar in gujarati 2
  • વિધા એક એવી વીટી ,છે જે વિનયનાં નંગ વડે દીપે છે.
  • વિપત્તિમાં હિંમત રાખવી તે જ સાચો ઉપાય.
  • હું સુખી છુ એનું કારણ એક જ છે કે મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી.
  • ધન કરતા જ્ઞાન એટલા માટે ઉતમ છે, કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જયારે જ્ઞાન તમારી રક્ષા કરે છે.
  • સદ્ગૃહસ્થ તરીકે જન્મવું તે અકસ્માત છે,જયારે સદ્ગૃહસ્થ તરીકે મરવું તે એક સિદ્ધિ છે.
  • વાંચન એ ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.
latest suvichar in gujarati 3
latest suvichar in gujarati 3
  • સમયનો વ્યય એ દરેક ખર્ચમાં સૌથી મોંઘામાં માંઘો ખર્ચ છે.
  • વસ્ત્રો ભલે જીર્ણ પહેરો, પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ.
  • કોઈની મહેરબાની માંગવી એટલે આપણે આપણી સ્વતંત્રતા વેચવી.
  • તકલીફ તકલીફ કરી તક્લીફમાં પડવું એ જ મોટી તકલીફ છે.
  • ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
  • હાથમાંથી જે છટકી ગયું છે, તેના ઉપર અફસોસ ન કરો.
latest suvichar in gujarati 4
  • કષ્ટથી કદી હારે નહિ તેનું નામ જિનિયસ.
  • જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર્ય નિર્માણનું હોવું જોઈએ.
  • સ્વભાવ સરળ હોય તો, દરેક કાર્ય પણ સરળ થઈ જશે.
  • અભિમાનથી માનવી ફલાઈ શકે છે, પણ ફેલાઈ શકતો નથી.
  • નિષ્ઠાપૂર્વક કામ કરો, નામ આપો-આપ તમારી પાછળ દોડતું આવશે.
  • માત્ર નસીબને ભરોસે બેસી રહેવાથી, તકને કયારેય ઓળખી ના શકાય.
latest suvichar in gujarati 6
  • અજ્ઞાનીઓની સભામાં જ્ઞાનીઓનું આભૂષણ મોન છે.
  • વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે.
  • જે તમારા દોષ દેખાડે, તેને દાટેલું ધન દેખાડનારો વ્યક્તિ સમજો.
  • નિંદા કરવી અને સાંભળવી તે બન્ને મહાન પાપ છે.
  • ખુશીની આપણે જેટલી લહાણી કરીશું, તેટલી તે આપણી પાસે વધારે આવશે.
  • હે પ્રભુ હું જે ઈચ્છું એ નહિ, પણ જે યોગ્ય હોય તેજ આપજે.
latest suvichar in gujarati 7
latest suvichar in gujarati 7
  • સાચી મિત્રતા એટલે સુખનો ગુણાકાર અને દુઃખોની બાદબાકી.
  • ભય કાયમ અજ્ઞાનતા માંથી જ ઉભો થાય છે.
  • જેની પાસે “માં” ના સ્તર સુધી જઈને સમજાવવાની શક્તિ છે, એ માસ્તર.
  • આજના સુરજને આવતીકાલના વાદળા પાછળ સંતાડી દે એનું નામ ચિંતા.
  • પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.
  • નિડર માણસો જડપથી સિંહાસને આરૂઢ થાય છે.
  • અતિથિ સત્કારનો ઈન્કાર કરવો, એ જ સૌથી મોટી દરિદ્રતા છે.
  • આત્મગૌરવ ગુમાવીને જીવિત રહેવું તે મૃત્યુથી પણ વધુ ખરાબ છે.
suvichar in gujarati
  • એક યુગની સંસ્કૃત્તિ તે પછીનાં યુગનું ખાતર બની રહે છે.
  • શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
  • કામ આજે જ કરો આવતી કાલે તો એ કામ ને કાટ ચડી જશે.
  • કોમ્પ્યુટરની જેમ સંબંધમાં પણ રિફ્રેશ થવુ જરૂરી છે.
  • ખુવાર થવાની તૈયારી હોય તો જ ખુમારી રાખજો.
  • રાતે ઘસઘસાટ ઊઘવા માટે નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકેય નથી.
suvichar in gujarati 2
suvichar in gujarati 2
  • જીવનમાં જો આગળ વધવું હોય તો, ”થાક” અને ‘આળસ” વચ્ચેનો ભેદ સમજવો.
  • શ્રદ્ધાથી તો માણસો પહાડો પણ ઓળંગી જાય છે.
  • બદલો ના લો, પણ પોતાને બદલીને બતાવો.
  • ઘન કમાવવું એ ખરાબ બાબત નથી, પણ તેનો દુરઉપયોગ કરવો એ ખરાબ બાબત બની શકે છે.
  • સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
  • દોડવું નિરર્થક છે, મુખ્ય વાત તો સમયસર નિકળવું તે છે.
  • ઓછી આવડતવાળો શિક્ષક કદાચ નિભાવી શકાય, પણ શીલ અને સંસ્કાર વિનાનો શિક્ષક તો ન જ ચાલે.
  • ધૃણા શેતાનનું કામ છે, ક્ષમા મનુષ્યનો ધર્મ છે.

Suvichar In Gujarati With Image and Txt (ગુજરાતી સુવિચાર ફોટો અને ટેક્સ્ટ સાથે)

સારા વિચારો મનુષ્યને પ્રેરણા આપે છે અને સફળતાના માર્ગ પર સીડી બનીને તેમના જીવનમાં માધ્યમ બને છે. એવું માનવામાં આવે છે અને આ ભાગવત ગીતાનો ઉપદેશ પણ છે. કર્મ શ્રેષ્ઠ છે, જેમ વ્યક્તિ કામ કરે છે, તેને સમાન પરિણામ મળે છે. ભાગ્ય, નિષ્ફળતા, આ બધું વ્યક્તિના મનની પેદાશ છે.

જે વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા માંગે છે તે ક્યારેય નાની ઘટનાઓ અને નિષ્ફળતાથી ડરતો નથી. જે રીતે ભયંકર તોફાનમાં પણ હોડી ડૂબતી નથી, કારણ કે તેને દરિયા આગળ નમવું ગમતું નથી, તેવી જ હોડીને કિનારો મળે છે, એટલે કે સફળતા પ્રાપ્ત કરે છે. હું આશા રાખું છું કે તમે ઉપરોક્ત બાબતો સાથે સહમત થશો અને તમારા જીવનમાં નીચે આપેલા ઘણા વિચારોને અપનાવીને, સફળતાનો માર્ગ પસંદ કરીને, તમે તેને પ્રાપ્ત કરશો.

suvichar in gujarati 3
suvichar in gujarati 3
  • બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો એટલા મીઠા ફળ
  • તમારા દુશ્મન કે હરિફનું જરૂર સાંભળો, કારણ કે આપણા દોષોનો ખ્યાલ તેમને જ વધુ હોય છે.
  • તમારી હાજરીથી જે લોકો કાપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.
  • યોગી ન થઈ શકો તો વાંધો નહિ, પરંતુ ઉપયોગી જરૂર બનજો.
suvichar in gujarati 4
  • સાચુ બોલવાનો એક ફાયદો છે કે, આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી.
  • મારો જન્મ મારા માતા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
  • કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તે ગરૂડ કહેવાય નહિ.
  • આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો, પછી આખી જિંદગી ક્યારેય તમારે એ કામ કરવાની જરૂર નથી.
suvichar in gujarati 5
  • તકની ખાસિયત એ છે કે, તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે.
  • આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.
  • સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો.
  • સ્નેહની સેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પેસાથી ખરીદી શકાતી નથી.
  • માણસો સ્વભાવે સરખા હોય છે, પણ તેમની ટેવો તેમને જુદા પાડી દે છે.
suvichar in gujarati 6
suvichar in gujarati 6
  • તમે જીવનમાં સદગુણો અપનાવશો તો એ જ સદગુણો તમારી રક્ષા કરશે.
  • ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી તેથી બધા કહે છે કે, જમાનો ખરાબ છે.
  • ખેતરે પહોચો સૌથી પહેલા, ખાટલે પહોચો સૌથી છેલ્લા.
  • બંધ હોઠમાં કેદ ચમકતા સફેદ મોટી જેવા દાત સાથેના ચઢેલા ચહેરા કરતા, પીળા દાંત સાથે નો હસતો ચેહરો વધુ સુંદર લાગે છે.
suvichar in gujarati 7
  • જયાં સ્ત્રીઓ પૂજાય છે, ત્યાં દેવી-દેવતા નિવાસ કરે છે.
  • કોણ સાચું છે તે વાત મહત્વની નથી પણ શું સાચુ છે, તે વાત જ મહત્વની છે.
  • જે કામ તમે જાતે કરી શકો છો તે બીજાને સોપો નહિ.
  • બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે, સારી રીતે જીવી જાણે તો જ સાચો કલાકાર.
suvichar in gujarati-8
suvichar in gujarati-8
  • ચારિત્ર્ય માટીનાં વાસણ જેવું હોય છે,એકવાર પડયા પછી શેષ કઈ નથી રહેતું.
  • જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હમેશા ખુશ રહો, કારણકે તમારી ખુશી જોઈ શકતા નથી.
  • મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ, આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 1
  • હે પ્રભુ આખા જગતને સુધારજે અને સુધારવાની શરૂઆત પ્લીઝ મારાથી કરજે.
  • દાન આપીને કંઇક મેળવવાની ઈચ્છા રાખીએ એને દાન ન કહેવાય.
  • જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં ખોટું લખાઇ ગયું હોય તો, તેની ચિંતામાં પડવા થી ભવિષ્ય પણ ધૂંધળું થઇ શકે છે.
  • પ્રાયશ્ચિત કરનારો એ સાબિત કરે છે કે, હજી તેનામાં માણસાઈ છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 2
  • સંતતિ અને સંપતિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન જરૂર કરી શકાય.
  • ગૂંચ પડી છે તો ઉકેલી નાખો, ગાંઠ પડી છે તો છોડી નાખો, ભૂલ થઇ હોય તો સુધારી નાખો, જેથી આવનારા સમય માં સબંધો જળવાઈ રહેશે.
  • તમે આળસને માત્ર “આજ” આપશો , તો તે તમારી “કાલ” પણ ચોરી જશે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 4
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 4
  • સોંદર્ય માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શણગાર નથી.
  • ચંદ્ર અને ચંદન કરતા સજ્જનનો સંગ વિશેષ શિતળ હોય છે.
  • સારા સમયમાં મિત્રો આપણને ઓળખે અને નબળા સમયમાં મિત્રોને આપણે ઓળખતા થઈએ એજ સાચી મિત્રતા.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 5
  • જો તમારે કામ સૌથી સારું કરવું હોય, તો તેને તમે જાતે જ કરો.
  • જગતમાં વસ્તુ માત્રની કિમત આંકી શકાય છે, સમયની નહિ.
  • જે માણસ કોઈનુંય કશું સંભાળતો નથી, એનું ઈશ્વર પણ કઈ સાંભાળતો નથી.
  • જીવનમાં સિદ્ધાંત હોવા એ ઉત્તમ બાબત છે, પરંતુ તે મુજબ જીવવું સર્વાત્તમ છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 6
  • ખરાબ વર્તનનો વિરોઘ વેરથી નહિ પરંતુ સારા વર્તનથી જરૂર કરવો જોઈએ.
  • હાથ થી કરેલા ઘા કરતા, જીભથી કરેલા ઘા રૂઝાતા બહું સમય લાગે છે.
  • જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન છે.
  • સકારાત્મક વિચાર કરવાથી મોટા ભાગનાં પ્રશ્નો ઉકેલાઈ જતા હોય છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 7
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 7
  • સફળ માતા-પિતા એ જગતની સર્વશ્રેષ્ઠ ડીગ્રી માનવામાં આવે છે.
  • પ્રેમ એવી ભાષા છે જેને બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે.
  • કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
  • સફળતાના દ્વાર ખોલવા હોય, ત્યારે મુસીબતના દરવાજે ટકોરા તો મારવા જ પડે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 8
  • વધારે પડતા કાર્યનો બોજો નહિ , પરંતુ અનિયમિતતા જ માણસને મારી નાખે છે.
  • સ્નેહપૂર્વક અપાએલ નાનામાં નાનુ દાન પણ મોટુ છે.
  • કાર્ય નાનું હોય કે મોટુ, તેની અસર સકારાત્મક હોવી જોઈએ.
  • તક ભાગ્યે જ મળે છે, જેને ડાહયો માણસ જતી કરતો નથી.
  • તમારું કોઈ કામ કોઈ જાણે નહિ એવું ઇચ્છતા હો તો, એ કામ કરો જ નહિ.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 9
  • વિચાર જયારે આચારમાં દ્રઢ બની જાય, ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે.
  • ચિંતાજનક બનેલી ઘટનાને જે ભૂલી જાય છે, તેની યાદશકિત ઉત્તમ કહેવાય.
  • જયારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો હંમેશા વિચાર કરો.
  • ઉપિયોગ વિનાનું જ્ઞાન, સિદ્ધાંત વિનાનું રાજકારણ, નૈતિકતા વિનાનો વેપાર અને જરૂરિયાત વિનાનો ત્યાગ સંપૂર્ણ રીતે વ્યર્થ છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 10
  • પારકાનું ભલુ કરવું તે પુણ્ય છે અને બીજાને દુઃખ દેવુ તે પાપ છે.
  • આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ ઉભી થાય છે.
  • કામથી મો ફેરવી લેવું, અને ગમો કે અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે.
  • જે બીજાને જાણે તે શિક્ષિત પણ પોતાને ઓળખે તે બુદ્ધિમાન.
  • તમે રહો છો એ ઘર નથી, પણ તમે જેનાં વગર રહી શકતા નથી તેને ઘર છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 5
  • માણસની પરખ એના મિત્રો અને દુશ્મનો જોઈને થાય.
  • મને આ વાત માં વિશ્વાસ છે. તમારા કામથી તમારી ઓળખ ઊભી થાય છે, કસરતથી જે લાભ શરીરને મળે છે તે લાભ વાંચનથી મગજને મળે છે.
  • ચારિત્ર્ય જ મનુષ્યની સોથી મોટી મુડી છે.
  • જયારે દરેક વસ્તુ તમને સહેલાયથી મળવા લાગે ત્યારે સમજવું કે, તે તમારો સારો સમય ચાલી રહ્યો છે.
  • ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 11
suvichar in gujarati with image- ગુજરાતી સુવિચાર 11
  • સંકટ સમયે હિંમત ધારણ કરી લેવી એ અડધી લડાઈ જીતી લીધા બરાબર છે.
  • સુખ અને પ્રસન્નતા પામવી હોય તો જરૂરિયાત ઓછી કરવાથી પામી શકાય છે.
  • તરસ્યા ને પાણી પાવું , ભુખ્યાને રોટલો આપવો , અંધને રસ્તો બતાવવો, એ એક પુણ્ય નું કામ છે.
  • જેની પાસે ઓછું ધન છે, તે ગરીબ નથી પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત છે તેજ ખરેખરો ગરીબ.
  • જેની કિર્તી નષ્ટ થઈ જાય છે, તેનું જીવન જ નષ્ટ બની જાય છે.
  • પોતાની જવાબદારીમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

How to Save Gujarati Suvichar Txt, Photos or Image

તમે અહીં જે ગુજરાતી સુવિચાર ને કોપી કરી અને તમારા સોશ્યિલ મીડિયા મા ઉપીયોગ કરવા માંગતા હોય તો તમારે અહીં થી ઇમેજ ને કે ટેક્સ્ટ ને કોપી કરવાના રહેશે. જો તમને નથી ખબર કે કઈ રીતે આ કામ સરળતા થી કરવું? તેના માટે નીચે આપેલા થોડા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • જે ટેક્સ્ટ ને કોપી કરવું છે, તેના પર થોડી વાર સુધી ક્લિક કરી રાખો.
  • હવે તમને Cut, Copy, Paste ઓપ્શન નું એક સબ મેનુ દેખાશે.
  • તેમાં copy text પર ક્લિક કરો
  • હવે જ્યાં તમારે તે ટેક્સ્ટ પેસ્ટ કરવું છે, ત્યાં જઈ ટેક્સ્ટ ને પેસ્ટ કરો.
  • Image કે Photo ને સેવ કરવા, તે ફોટો ઉપર થોડી વાર સુધી ક્લિક કરો.
  • હવે save નો એક ઓપ્શન તમને દેખાશે.
  • તેમાં Save Image પર ક્લિક કરો.
  • હવે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ ગયો હશે.

સોશ્યિલ મીડિયા ના વધુ ઉપીયોગ થી થતી આડ અસરો

છેલ્લા દાયકામાં સોશિયલ મીડિયા દ્વારા તપાસ અને સ્ક્રોલિંગ વધુને વધુ લોકપ્રિય પ્રવૃત્તિ બની છે. જો કે મોટાભાગના લોકોનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સમસ્યા વિનાનો કરે છે, ત્યાં એવા વપરાશકર્તાઓની થોડી ટકાવારી છે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના વ્યસની બની જાય છે અને રોજ અતિશય અથવા અનિવાર્ય ઉપયોગમાં વ્યસ્ત રહે છે.

હકીકતમાં, મનોવૈજ્ઞાનિકો નો અંદાજ છે કે 5 થી 10% જેટલા આજે સોશિયલ મીડિયા વ્યસનની બની ગયા છે. સોશિયલ મીડિયા વ્યસન એ એક વર્તણૂકીય વ્યસન છે, જે સોશિયલ મીડિયા વિશે વધુ પડતી ચિંતિત હોવાને કારણે દર્શાવવામાં આવે છે, સોશિયલ મીડિયા પર લોગઇન કરવા અથવા તેનો ઉપયોગ કરવા માટે અનિયંત્રિત વિનંતી દ્વારા ચલાવવામાં આવે છે, અને સોશિયલ મીડિયા માટે એટલો સમય અને પ્રયત્ન ફાળવે છે કે તે અન્ય મહત્વપૂર્ણ જીવન વિચારોને નબળા પાડે છે.

વ્યસનકારક સોશિયલ મીડિયાનો ઉપયોગ અન્ય પદાર્થોના ઉપયોગ જીવન માં વિકૃતિની જેમ દેખાશે અને તેમાં મૂડમાં ફેરફાર, એટલે ​​કે, સોશિયલ મીડિયામાં જોડાણ ભાવનાત્મક સ્થિતિમાં અનુકૂળ પરિવર્તન તરફ દોરી જાય છે. સલામતી એટલે ​​કે વર્તણૂકીય, જિગ્નાત્મક અસરો અને સામાજિક જીવન સાથે ભાવનાત્મક વ્યસ્તતા નો સમાવેશ કરી શકાય છે.

સહિષ્ણુતા એટલે ​​કે, સમય જતાં સોશિયલ મીડિયાનો સતત વધતો જતો ઉપયોગ, વિપરીત લક્ષણો એટલે ​​કે, જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રતિબંધિત અથવા બંધ કરવામાં આવે ત્યારે અપ્રિય શારીરિક અને ભાવનાત્મક લક્ષણોનો અનુભવ થવો, અને વ્યસની વ્યક્તિઓ ત્યાગના સમયગાળા પછી ઝડપથી તેમના અતિશય સોશિયલ મીડિયા વપરાશમાં પાછા ફરે છે.

સોશિયલ મીડિયા વ્યસનની ઘટના મોટે ભાગે ડોપામાઇન પ્રેરિત સામાજિક વાતાવરણને આભારી હોઈ શકે છે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમને પ્રદાન કરે છે. ફેસબુક, સ્નેપચેટ, ટિક્ટોક, શેર ચેટ, વોહટસઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરીર માં સમાન ન્યુરલ સર્કિટરી પેદા કરે છે.

જેથી વપરાશકર્તા તેમના ઉત્પાદનોનો શક્ય તેટલો ઉપયોગ કરે. ઘણા વિશેષજ્ઞો એ દર્શાવ્યું છે, કે આ સાઇટ્સ પરથી રિટ્વીટ, પસંદ અને શેરનો સતત પ્રવાહ મગજના પુરસ્કાર વિસ્તારને અસરકારક દવાઓ સાથે જોવા મળતી સમાન પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરે છે. હકીકતમાં, ન્યુરોસાયન્ટિસ્ટોએ સોશિયલ મીડિયાની ક્રિયાપ્રતિક્રિયાને સીધી સિસ્ટમમાં ઇન્જેક્ટ કરવામાં આવતા ડોપામાઇનની સિરીંજ સાથે સરખાવી છે.

સોશિયલ મીડિયા મગજ પર કેવી અસર કરે છે

મગજ પર સોશિયલ મીડિયાની અસરને કારણે, શારીરિક અને માનસિક બંને રીતે વ્યસનકારક બની શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના નવા અભ્યાસ મુજબ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વધુ સમય મગજના તે જ ભાગને પ્રકાશિત કરે છે જે વ્યસનકારક પદાર્થ લેતી વખતે પણ પ્રજ્વલિત થાય છે.

મગજમાં પુરસ્કાર ક્ષેત્ર અને તેના રાસાયણિક સંદેશવાહક માર્ગ નિર્ણયો અને સંવેદનાઓને અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કંઈક લાભદાયી અનુભવે છે અથવા વ્યસનકારક પદાર્થનો ઉપયોગ કરે છે, ત્યારે મગજના મુખ્ય ડોપામાઇન ઉત્પાદક વિસ્તારોમાં ચેતાકોષો સક્રિય થાય છે અને ડોપામાઇનનું સ્તર વધે છે. તેથી, મગજ “પુરસ્કાર” મેળવે છે અને દવા અથવા પ્રવૃત્તિને હકારાત્મક મજબૂતીકરણ સાથે જોડે છે.

સોશિયલ મીડિયાના વપરાશમાં આ જોઇ શકાય છે; જ્યારે કોઈ વ્યક્તિને સૂચના મળે છે, જેમ કે લાઇક અથવા ઉલ્લેખ, મગજ ડોપામાઇનનો ધસારો મેળવે છે અને તેને પુરસ્કારના માર્ગો સાથે મોકલે છે, જેના કારણે વ્યક્તિ આનંદ અનુભવે છે.

સોશિયલ મીડિયા પ્રમાણમાં ન્યૂનતમ પ્રયત્નો માટે અન્યો તરફથી ધ્યાન આપવાના સ્વરૂપમાં તાત્કાલિક પુરસ્કારોની અવિરત રકમ પૂરી પાડે છે. મગજ આ હકારાત્મક મજબૂતીકરણ દ્વારા પોતાને ફરીથી તારવે છે, જે લોકોને પસંદ, રિટ્વીટ અને ઇમોટિકોન પ્રતિક્રિયાઓની ઇચ્છા બનાવે છે.

સોશિયલ મીડિયા વ્યસનનું બીજું કાયમી પરિબળ એ હકીકત છે કે જ્યારે લોકો પોતાના વિશે વાત કરે છે ત્યારે મગજના પુરસ્કાર કેન્દ્રો સૌથી વધુ સક્રિય હોય છે. બિન-વર્ચ્યુઅલ વિશ્વમાં, એવો અંદાજ છે કે લોકો લગભગ 30 થી 40% સમય પોતાના વિશે વાત કરે છે; જો કે, સોશિયલ મીડિયા એ વ્યક્તિનું જીવન અને સિદ્ધિઓ બતાવવાનું છે.

તેથી લોકો પોતાના વિશે 80% આશ્ચર્યજનક વાત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ તસવીર પોસ્ટ કરે છે ત્યારે તેને સકારાત્મક સામાજિક પ્રતિસાદ મળી શકે છે, જે મગજને ડોપામાઈન મુક્ત કરવા ઉત્તેજિત કરે છે, તે વર્તનને પુરસ્કાર આપે છે અને સોશિયલ મીડિયાની આદતને કાયમ રાખે છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ સમસ્યારૂપ બને છે જ્યારે કોઈ વ્યક્તિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને તણાવ, એકલતા અથવા ડિપ્રેશનને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ કોપિંગ મિકેનિઝમ તરીકે જુએ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ આ વ્યક્તિઓને સતત પુરસ્કારો પૂરો પાડે છે, જે તેઓ વાસ્તવિક જીવનમાં પ્રાપ્ત કરતા નથી, તેથી તેઓ વધુને વધુ પ્રવૃત્તિમાં સામેલ થાય છે.

આ સતત ઉપયોગ આખરે ઘણી આંતરવ્યક્તિત્વ સમસ્યાઓ તરફ દોરી જાય છે, જેમ કે વાસ્તવિક જીવન સંબંધો, કામ અથવા શાળાની જવાબદારીઓ અને શારીરિક સ્વાસ્થ્યને અવગણવું, જે પછી વ્યક્તિના અનિચ્છનીય મૂડને વધારે તીવ્ર બનાવી શકે છે. આ પછી લોકો ડિસફોરિક મૂડ સ્ટેટ્સને દૂર કરવાના માર્ગ તરીકે સોશિયલ નેટવર્કિંગ વર્તનમાં વધુ વ્યસ્ત રહે છે. જ્યારે સોશિયલ નેટવર્ક વપરાશકર્તાઓ સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે અનિચ્છનીય મૂડને દૂર કરવાની આ ચક્રીય પેટર્નનું પુનરાવર્તન કરે છે, ત્યારે સોશિયલ મીડિયા પર મનોવૈજ્ઞાનિક નિર્ભરતાનું સ્તર વધે છે.

Disclaimer

આ બધા સુવિચારો અમારા દ્વારા લખવામાં લખવામાં આવેલા નથી. અહીં અમે ફક્ત તમારા માટે એક સુંદર સુવિચારો નું કલેકશન અને સ્ટેટ્સ માં મૂકી શકાય તે માટે ફોટા બનાવેલા છે. આ બાબતે કોઈ પ્રશ્ન માટે તમે અમારા ઓફીસીઅલ ઇમેઇલ આઈડી પર ઇમેઇલ કરી શકો છો.

Summary

આશા રાખું છું કે તમને 101+ Latest Suvichar In Gujarati 2021 (સુવિચાર ગુજરાતી માં) આર્ટિકલ ના બધા સુવિચાર ગમશે. આવીજ અવનવી ગુજરાતી માહિતી માટે તમે અમારા બ્લોગ ગુજરાતી ઇંગ્લિશ ની રોજ મુલાકાત લઇ શકો છો. નીચે કોમેન્ટ કરી અને આ આર્ટિકલ વિષે તમારું મંતવ્ય આપવાનું ચૂકશો નહિ.

Leave a Comment