નમસ્તે મિત્રો, આજ આપણે વાઘ વિષે નિબંધ- 2 Amazing Tiger Essay in Gujarati Language આર્ટિકલ માં ખુબ સરસ બે નિબંધ જોવાના છીએ. વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી હોવાને કારણે તેનો નિબંધ વારંવાર પરીક્ષાઓ માં પૂછાતો હોય છે અને બધા વિદ્યાર્થી માટે પણ ખુબ ઉપીયોગી હોય છે. આ કારણે અમે અહીં વાઘ વિષે ના નિબંધ ના 2 ઉદાહરણ આપેલા છે જેના દ્વારા તમે તમારો પોતાનો સુંદર નિબંધ લખી શકો.
આ પ્રાણી નું નામ છે “વાઘ“. આ પ્રાણી આપણા મહત્વનું કેમ છે? કારણકે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે . આજે આ પ્રાણી વિષે અદભુત જાણકરી મેળવીશું જેમાં તમને ખૂબ આનંદ થશે અને થોડી માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય.
વાઘ વિષે નિબંધના સરસ ઉદાહરણ (3 Great Example of Tiger Essay in Gujarati Language)
આ પ્રાણી એક ખૂબ જ ખતરનાક શિકારી છે જે ક્યારેય પોતાનો શિકાર છોડતો નથી. જે મુખ્યત્વે જંગલમાં તેના કરતા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. આ જીવો સામાન્ય રીતે એકલા રહે છે પણ ક્યારેક જૂંડ માં પણ શિકાર કરે છે, જેમના ટોળાના નો વિસ્તાર ખૂબ મોટો છે. વાઘ ના નાના બચ્ચા જન્મ પછી બે વર્ષ સુધી તેમની માતા સાથે રહે છે, ત્યારબાદ તેઓ એકલા રહે છે.
વાઘ તમને લગભગ બધા ખંડો માં જોવા મળશે પણ ઘણા દેશો માં તેની પ્રજાતિ અદૃશ્ય થઈ ગયિ છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. વાઘ તેની પ્રજાતિમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે જે સિંહ કરતા પણ કદમાં મોટા હોય છે. આપણે એશિયા વિશે વાત કરીએ, તો તે તિબેટ, શ્રીલંકા, આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા ક્ષેત્રો સિવાય બધીજ જગ્યાએ જોવા મળે છે છતાં આ પ્રજાતિ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ ગાયબ થઈ ગઈ છે.
વાઘ વિષે નિબંધ ગુજરાતી માં ધોરણ- 4, 5, 6, 7, 8, 9 (Amazing Tiger Essay in Gujarati Language for Standard 4, 5, 6, 7, 8, 9)
વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડી જાતિ માં સૌથી મોટી અને લુપ્ત થતી જાતિઓમાંની એક છે. તેના રંગ વિશે વાત કરતાં, તમે પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળશે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.
આ પ્રાણી એક ખૂબ જ ખતરનાક શિકારી છે જે ક્યારેય પોતાનો શિકાર છોડતો નથી. જે મુખ્યત્વે જંગલમાં તેના કરતા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. આ જીવો સામાન્ય રીતે એકલા રહે છે પણ ક્યારેક જૂંડ માં પણ શિકાર કરે છે, જેમના ટોળાના નો વિસ્તાર ખૂબ મોટો છે. વાઘ ના નાના બચ્ચા જન્મ પછી બે વર્ષ સુધી તેમની માતા સાથે રહે છે, ત્યારબાદ તેઓ એકલા રહે છે.
વાઘ તમને લગભગ બધા ખંડો માં જોવા મળશે પણ ઘણા દેશો માં તેની પ્રજાતિ અદૃશ્ય થઈ ગયિ છે. પરંતુ ભારતમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. વાઘ તેની પ્રજાતિમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે જે સિંહ કરતા પણ કદમાં મોટા હોય છે. આપણે એશિયા વિશે વાત કરીએ, તો તે તિબેટ, શ્રીલંકા, આંદામાન અને નિકોબાર ટાપુઓ જેવા ક્ષેત્રો સિવાય બધીજ જગ્યાએ જોવા મળે છે છતાં આ પ્રજાતિ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ ગાયબ થઈ ગઈ છે.
મનુષ્ય રહેણાંક વિસ્તાર નજીક વાઘ વધુ રહે છે, તેથી તેમનો શિકાર અને મનુષ્ય સાથે ના ઘર્ષણને કારણે આ પ્રજાતિ વિલુપ્ત થઇ રહી છે. વાઘ વિશ્વના પ્રભાવશાળી અને હજારો વર્ષો પહેલા થી જોવા મળતા લોકપ્રિય પ્રાણીઓ માનું એક છે. પ્રાચીન પૌરાણિક કથાઓ અને સભ્યતા માં વાઘનું વાઘ વિષે જરૂર જાણવા માં આવ્યું છે અને પ્રાચીન ચિત્રો પણ મળી આવ્યા છે.
વાઘ ભારત, બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રીય પ્રાણી પણ છે. ભારત સિવાય તમે કદાચ જાણતા ન હોવ કે આ ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી પણ વાઘ છે. “સેવ ધ ટાઇગર” એ ભારતના સૌથી પ્રખ્યાત સૂત્રોમાંથી એક છે જે તમે સાંભળ્યું જ હશે, કારણ કે પ્રાણીની આ પ્રજાતિ પણ લુપ્ત થવાની આરે છે. વિશ્વ ટાઇગર ડે ના કારણે આ પ્રાણી વિશેની લોકો જાગૃતિ વઘી છે અને આ પ્રજાતિની સંખ્યા ઘણી વધી રહી છે. વિશ્વ ટાઇગર ડે દર વર્ષે 29 જુલાઇએ ઉજવવામાં આવે છે અને તેની શરૂવાત 2010 માં થઇ હતી.
Must Read- “મોર” વિશે નિબંધ (Top 3 Peacock Essay In Gujarati)
300 શબ્દોનો વાઘ વિષે નિબંધ (200 to 300 Words Tiger Essay in Gujarati)
વાઘ એક ખુંખાર જંગલી પ્રાણી છે, જેને ભારત સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરાયું છે. દુનિયા માં તે સૌથી નિર્દય જંગલી પ્રાણી માનવામાં આવે છે, જે દરેકને ડરાવી અને પોતાનો શિકાર બનાવી શકે છે. તે ખૂબ જ શક્તિશાળી જંગલી પ્રાણી છે, જે લાંબા અંતર સુધી કૂદી શકે છે અને શિકાર ને દબોચી શકે છે.
જોવામાં તે તમને ખૂબ શાંત લાગે છે, પણ ખૂબ હોંશિયાર છે અને તેના શિકારને ખૂબ જ લાંબા અંતરથી પણ ડાબોચી લે છે. વાઘ નાના અને મોટા પ્રાણીઓ નો શિકાર કરે છે, જેમાં સસલું, હરણ, ગાય, ભેંશ, શિયાળ વગેરે નો સમાવેશ થાય છે.
વાઘ ને જંગલનો ભગવાન માનવામાં આવે છે, કારણ કે તે આપણા દેશમાં જંગલી જીવન અને સંપત્તિનું એક સારું પ્રતીક માનવામાં આવે છે. વાઘ શક્તિ, આકર્ષક અને ચપળતાનું મિશ્રણ છે. એક અંદાજ મુજબ ભારતમાં વાઘ ની વસ્તી દુનિયા ના કુલ વસ્તીના અડધા ભાગની વસ્તી હતી. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભારતમાં વાઘ ની વસ્તી મોટા પ્રમાણમાં ઘટતી રહી છે.
દેશમાં વાઘ ની લુપ્ત થતી પ્રજાતિ ના અસ્તિત્વને બચાવવા માટે ભારત સરકાર દ્વારા 1973 માં “પ્રોજેક્ટ ટાઇગર” ની શરૂઆત કરવામાં આવી હતી. વાઘની લગભગ આઠ પ્રજાતિઓ છે અને ભારતીય પ્રજાતિઓને રોયલ બંગાળ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે.
વાઘ ભારત માં ઉત્તર-પશ્ચિમ ભાગ સિવાય લગભગ સમગ્ર દેશમાં જોવા મળે છે. પ્રોજેક્ટ ટાઇગર અભિયાન શરૂ કર્યાના થોડા વર્ષો બાદ જ ભારતમાં વાઘની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. 1993 માં વાઘની વસ્તી ગણતરી પ્રમાણે, દેશમાં વાઘની કુલ સંખ્યા 3,750 જેટલી હતી.
પ્રોજેક્ટ ટાઇગર હેઠળ લગભગ ભારત દેશમાં 23 સંરક્ષણ કેન્દ્રો (Reserve Forest )ની સ્થાપના કરવામાં આવી છે. વાઘ ની સુરક્ષા અને કુદરતી વાતાવરણ પૂરું પાડવા માટે દેશભરમાં લગભગ 23 વાઘ અનામત વિસ્તારો બનાવવામાં આવ્યા છે. આ યોજના પછી, 1993 ની વસ્તી ગણતરીમાં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ યોજનામાં કરવામાં આવેલા ખર્ચ ની તુલનામાં દેશમાં વાઘની સંખ્યા હજી સંતોષકારક નથી.
Must Read- “ગાય” વિશે નિબંધ (Top 3 Cow Essay In Gujarati)
10 લીટીનો વાઘ વિષે નિબંધ (Tiger Essay in Gujarati 10 Lines)
- વાઘ પેન્થેરા ટાઇગ્રિસ બિલાડીની જાતિનો સૌથી મોટુ પ્રાણી છે. અને આ જાતિનો સૌથી મોટો શિકારી પણ છે
- તમે જાણતા નહીં પણ વાઘના વધુ વજન હોવા છતાં તે કલાકના 60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. પણ વધારે સમય સુધી દોડી શકતા નથી.
- તેના દાંત 10 સે.મી. સુધી લાંબા છે જે અન્ય પ્રાણીઓ કરતા ખુબ વધુ હોય છે.
- વાઘ ભારત સિવાય બાંગ્લાદેશ, મલેશિયા અને દક્ષિણ કોરિયા જેવા અન્ય ત્રણ દેશોનો રાષ્ટ્રીય પ્રાણી છે.
- આ પ્રાણીના મગજ નું વજન લગભગ 300 ગ્રામ છે.
- પહેલાં વાઘની 9 પ્રજાતિઓ હતી પરંતુ આજે ફક્ત 6 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે.
- તે ખૂબ લાંબા અંતર દોડી શકતું નથી અને પાણીમાં સારી રીતે તરી શકે છે.
- કાળા બજારોમાં મૃત વાઘ ના ભાગો ખૂબ મોંઘા છે, તેથી લોકો તેમનો શિકાર કરે છે.
- વાળના શરીર પર મળેલી પટ્ટી આપણી આંગળીના છાપ જેમ વિશિષ્ટ છે, તે બઘી અલગ અલગ હોય છે.
- જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.
- વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.
- વાઘ મોટાભાગે ગાધ જંગલમાં અથવા ઘાસના મેદાનમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઉનાળાના સમયમાં તે જંગલની બહાર પણ આવે છે અને માણસોથી ઘેરાયેલા વિશાળ વિસ્તારોમાં જોવા મળી શકે છે.
- બિલાડીની જાતિ હોવાને કારણે, જન્મ વખતે તે જોઈ શકતો નથી.
FAQ
વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?
ભારતમાં વાઘ ઘણા રાજ્યોમાં જોવા મળે છે, જે તે પ્રાણી માટે ખુબ અનુરૂપ જંગલ છે. આ બધા વાઘ બેંગોલ ટાઇગર પ્રજાતિના છે, જે મુખ્ય રીતે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર અને છત્તીસગઢના રિઝર્વ ફોરેસ્ટ એરિયા માં જોવા મળે છે.
સિંહ અને વાઘમાં કદ કોનું મોટું અને વિશાળ છે?
આ બંને પ્રાણીઓમાં વાઘનું કદ સિંહ કરતા મોટું હોય છે અને તે સિંહ ને લડાઈ માં ઘાયલ કરી શકે છે. સામાન્ય રીતે એવું બનતું નથી કારણકે સિંહ બિલાડી જાતિનું એક માત્ર એવું પ્રાણી છે, જે જૂથ માં રહે છે.
ભારતમાં વાઘ ની સંખ્યા કેટલી છે?
2021 ની ગણતરી મુજબ વાઘ ની સંખ્યા ભારતમાં 2967 જેટલી છે.
વિશ્વ વાઘ દિવસ ક્યારે હોય છે?
વિશ્વ માં તમામ દેશો દ્વારા 29 July ના દિવસે વાઘ દિવસ ઉજવવામાં આવે છે.
Video
Disclaimer
અહીં અમારાથી માહિતી આપવામાં કે ટાઈપિંગ કરવામાં કોઈ ભૂલ થઇ શકી હોઈ છે. આ બદલ અમે માફી માંગીએ છીએ અને આવી કોઈ પણ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી, જેથી અમે સુધારો કરી શકીએ. અહીં મુલાકાત લેવા બદલ આભાર.
Summary
આશા રાખું છું કે વાઘ વિષે નિબંધના સરસ ઉદાહરણ (3 Great Example of Tiger Essay in Gujarati Language) પોસ્ટ માં તમને વાઘ વિષે ખુબ સરસ અને ઉપીયોગી નિબંધ વિષે માહિતી મળી હશે, જે તમને ખુબ ગમી હશે. આવીજ અવનવી માહિતી, વાર્તા, સ્ટેટ્સ, કવિતા, ક્વોટ્સ, ડિકશનરી, ટેક ઇન્ફોરમેશન કે પછી અવનવી માહિતી માટે અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.
Its like you read my mind! You appear to know a lot about this, like you
wrote the book in it or something. I think that you could do with
some pics to drive the message home a little bit, but instead of that, this is wonderful blog.
An excellent read. I’ll certainly be back.