Welcome Friends to our blog. Today we will going to see 3 Gujarati Stories. Here you will get to see a lot of Gujarati stories in one article and hope that you will definitely like all these Gujarati stories. Initially, some information and title have been given to you in English, but you do not need to worry, you will get all the story in Gujarati.
અહીં દરશાવેલી બધી જ વાર્તા ટૂંકી અને કોઈક થોડી લાંબી હોય શકે છે અને તમને તે બોધ કથા જેવી લાગશે, જેમાં બાળકો ને ઘણું બધું શીખવા મળશે. અત્યારે બાળકો થી માંડી વૃદ્ધ સુધી બધા નું જીવન ડિજિટલ માર્ગ તરફ વળી રહ્યું છે તે માટે અમે પણ ગુજરાતી વાર્તા તમને ડિજિટલ માધ્યમ થી પહોંચાડી રહ્યા છીએ.
Also Read- 3 Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)
Table of Contents
“પ્રાયશ્ચિત” ગુજરાતી બોધ કથા – Atonement Gujarati Stories
એક નાનું સરખું ગામ. નાનકડા ગામમાં નાની પણ સુંદર શાળા હતી. રાજુ ભાઈ તે શાળાના આચાર્ય હતા. રાજુ ભાઈને બાળકો બહુ ગમે. બાળકોને પણ રાજુ ભાઈ બધા ને ખુબ ગમતાં. રાજુ ભાઈની ભણાવવાની રીત બહુ સરસ હતી.
તેઓ એવી રીતે ભણાવતા કે બાળકોને ઝટ યાદ રહી જય એક વખત રાજુ ભાઈને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓની પરીક્ષા નિરીક્ષક ની ગેરહાજરીમાં લેવામાં આવે તો? શું વિદ્યાર્થીઓ ચોરી કર્યા વગર, જાતે જ પ્રશ્નપત્રોના જવાબ લખશે ખરા? શું નિરીક્ષકની ગેરહાજરીથી તેમને ચોરી કરવાની લાલચ થશે ખરી?
આવા ઘણા વિચારો તેમને આવી ગયા. રાજુ ભાઈનો સ્વભાવ એવો કે એક સારો વિચાર મનમાં આવે તો તેનો અમલ કરીને જ જંપે. સત્રાંત પરીક્ષા નજીક આવી ત્યારે એક દિવસ ધોરણ સાતના વિદ્યાર્થીઓને રાજુ ભાઈએ કહ્યું: બાળકો, હર વખતે તમારી પરીક્ષા દરમિયાન અમે તમારી નિગરાની કરીએ છીએ.
જેથી તમારા માંથી કોઈ ચોરી કરીને લખે નહીં. પણ આ વખતે હું એક પ્રયોગ કરવા માગું છું.” બધા વિદ્યાર્થીઓ તેમની વાત ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. પ્રભુભાઈએ આગળ જણાવ્યું : “આ વખતે તમે જ્યારે ઉત્તરવહી લખતા હશો ત્યારે તમારા વર્ગમાં અમારામાંથી એક પણ શિક્ષક હાજર રહેશે નહીં. મને તમારામાં શ્રદ્ધા છે કે તમે ચોરી નહીં કરો.
Also Read- MOD APK
તમને જેટલું આવડતું હશે તેટલું જ લખશો. બોલો, તમે મને આ માટે સહકાર આપશો?” વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ તદ્દન નવો હતો. તેમણે સહકાર આપવાની હા પાડી. સત્રાંત પરીક્ષા શરૂ થઈ. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ગોઠવાઈ ગયા. રાજુ ભાઈ ટેબલ પર પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મૂકી વર્ગની બહાર ચાલ્યા ગયા. વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ લઈ ગયા.
વર્ગમાં બિલકુલ ગરબડ થતી ન હતી. સમય પૂરો થતા દરેક વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી ટેબલ પર મૂકીને ચાલતો થયો. દરેક વિષયની પરીક્ષા આ રીતે જ લેવાઈ. થોડ દિવસો બાદ પરિણામ જાહેર થયું. શીતલનું પરિણામ જોઈ રાજુ ભાઈ નવાઈ પામ્યા. શીતલને બધા વિષ બરાબર ફાવતા હતા.
પણ ગણિત બરાબર નોતું આવડતું. શીતલને દર વરસે ગણિતમાં નાપાસ થવાને લીધે ઉપરના ધોરણમાં પ્રમોશન આપવામાં આવતું. આ પરીક્ષામાં શીતલ ગણિતમાં પાસ થઈ ગઈ હતી. એટલું જ નહિ પણ તેને ગણિતમાં ૫૦ માંથી ૩૦ ગુણ મળ્યા હતા. શીતલનો વર્ગમાં પાંચમો નંબર આવ્યો હતો.

પ્રભુભાઈએ વર્ગમાં શીતલના ખૂબ વખાણ કર્યા. એમણે શીતલને કહ્યું: “શીતલ, ગણિતમાં તે ખૂબ મહેનત કરી લાગે છે.” શીતલ ઘેર ગઈ. રાતે તેને ઊંઘ ન આવી. કારણ કે તેણે ગણિતની પરીક્ષામાં ચોરી કરી હતી. પ્રભુભાઈએ જે પ્રયોગ કર્યો હતો તેનાથી તેને ચોરી કરવાની તક મળી ગઈ હતી.
પરીક્ષામાં તેની આગળ બેઠેલા એક હોશિયાર વિદ્યાર્થીની ઉત્તરવહીમાં જોઈને શીતલે ઘણા દાખલા ઉતારી લીધા હતા. શીતલને હવે તેનો પસ્તાવો થવા લાગ્યો. શીતલને થયું કે તેણે સાહેબને છેતર્યા છે. ચોરી કરીને એણે ગુનો કર્યો. બીજા દિવસે શીતલે રાજુ ભાઈના હાથમાં એક ચિટ્ટી મૂકી અને નીચું જોઈને ઊભી રહી.
પ્રભુભાઈએ ચિટ્ટી ખોલીને વાંચવા માંડી : પરમ પૂજય સાહેબ, સાદર પ્રણામ, સવિનય જણાવવાનું કે સત્રાંત: પરીક્ષામાં મેં ગણિતમાં ચોરી કરી હતી, તેથી હું પાસ થઇ ગઈ. નહિ તો હું ગણિતમાં નાપાસ થય હોત. ગઈકાલે આપની આગળ સાચું બોલવાની હિંમત કરી શકી નહીં. તો સાહેબ મારો આટલો ગુનો માફ કરજો.
હવેથી હું ગણિતમાં ખૂબ મહેનત કરીશ. ફરીથી કદીયે ચોરી કરીશ નહીં અને જૂઠું બોલીને કોઈને છેતરીશ નહીં. લિ. આપનો વિદ્યાર્થીની શીતલના પ્રણામ. રાજુ ભાઈએ શીતલ સામે જોયું. તે નીચું જોઈને રડી રહી હતી. પ્રભુભાઈએ તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા : “શીતલ તું એક સારી છોકરી છે. તું મને ગમે છે. પણ આજ તું મને વધુ ગમે છે.
તેં તારી ભૂલ કબૂલ કરી મહાન કામ કર્યું છે. હવે રડીશ નહિ. જા, તારી જગ્યાએ બેસી જા.” શીતલ પોતાની જગ્યાએ બેસી ગઈ. તે પછી રાજુ ભાઈએ વર્ગ સમક્ષ વિગતે બધી વાત કરી અને શીતલની હિંમતને બિરદાવી. તે પછી શીતલે ગણિતમાં ખૂબ મહેનત કરી. તમે નહીં માનો પણ વાર્ષિક પરીક્ષામાં શીતલે ગણિતના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા!
Conclusion (નિષ્કર્ષ)
તમે ઉપર “પ્રાયશ્ચિત” ગુજરાતી બોધ કથા – Atonement Gujarati Stories વાર્તા જોઈ. તમને શું બોધ મળ્યો? આપણે એક માણસ છીએ અને માણસ થી ભૂલો તો આખી જિંદગી થવાની જ છે પણ બહુ ઓછા લોકો હોય છે તે પોતાની ભૂલ ને સ્વીકારે છે. ભૂલ કરીને બધાની સમક્ષ તેને સ્વીકારવી એ બહુ બહાદુરી ભર્યું કામ છે જે બધા નથી કરી શકતા.
“શ્રી કૃષ્ણ અને કાળીયો નાગ” ગુજરાતી વાર્તા – “Krushna and Black Snake” Gujarati Stories
જમુના નદી અને રૂડું ગોકુળ ગામ. બાળ શ્રીકૃષ્ણ ગોકુળમાં મોટા થયા. તે સૌના પ્રિય હતા. તેઓ ગાયો ચરાવવા જતા. ગોવાળો અને ગોપીઓ સાથે ધીંગામસ્તી કરતા. સૌને બાળ કાનુડો ગમતો. જમુના નદીના ધરામાં કાળીયો નાગ તેના કુટુંબ સાથે રહેતો હતો. તે લોકોને ત્રાસ આપતો હતો.
તે ધરામાં કોઈ નાહવા પડવાની હિંમત કરતું ન હતું. કાનજી ના ધ્યાન પર આ વાત આવી. તેમણે કાલીય નાગને ત્યાંથી દૂર કરવાનો મનોમનો નિશ્ચય કર્યો. એક દિવસની વાત છે. યમુનાકિનારે ઝાડીઓ વચ્ચે કાનજી અને ગોવાળો ગેડીદડો રમી રહ્યા હતા. રમતાં રમતાં કાનજીના હાથે દડો જમુનાના ઊંડા ધરામાં પડી ગયો.
બધાં ગોપબળો કહે કે દડો લેવા કાનજી જાય. કોઈ કહે કે ના, ત્યાં તો કાળીય નાગ રહે છે. ન જવાય. ગોપબાળો અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. કાનજી તો દડો લેવા જવા તૈયાર જ હતા. તેમણે જાતે જ દડો ત્યાં જવા દીધો હતો. ને કોઈ કહે તે પહેલાં કાનજીએ ઊંડા ધરામાં ભૂસકો માર્યો.
સૌ ગોપબાળો આ જોઈ નવાઈ પામ્યા. સૌ ગભરાઈ ગયાં. બલરામ અને અન્ય લોકોને નંદ જશોદાને કહેવા ઘર તરફ દોડી ગયા. થોડીવારમાં તો ધરા પાસે આખું ગોકુળ ગામ એક થઈ ગયું. માતા જશોદા તો કાનજીને યાદ કરી કરીને રડવા લાગ્યાં. જશોદાજી રડતાં જાય ને કહેતાં જાય : અરેરે! હવે હું દેવકીને શો જવાબ આપીશ? મેં તને કદી પારકો દીકરો ગણ્યો ન હતો. તારા મનમાં આ શું આવ્યું? ઊંડા ધરામાં કાલીય નાગ હવે તને નહીં છોડે.
હવે હું પણ જીવીને શું કરું. યમુનાકિનારે શોક છવાઈ ગયો. ગોપબાળો પણ રડતા હતા. ને ગોપીઓ પણ આંસુ વહાવી રહી હતી. કાનુડો સહુને વહાલો હતો. આ તરફ કાનજીનું શું થયું તે પણ જોઈએ. કાનજીએ યમુનામાં ભૂસકો માર્યો ને તેઓ પાતાળમાં ગયા. તે નાગલોકમાં પહોંચ્યા. તે સમયે કાલીય નાગ તેના મહેલમાં ઊંઘી રહ્યો હતો.
નાગણો તેની સેવા કરી રહી હતી. કોઈ પગચંપી કરતી હતી, તો કોઈ પવન ઢોળતી હતી. કાનજીને આવેલો જોઈ સૌ નાગણો નવાઈ પામી. આજદિન સુધી નાગલોકમાં કાનજી જેવડો બાળક કોઈ આવ્યો ન હતો. તેમને થયું કે કદાચ આ બાળક ભૂલથી અહીં આવી ગયો હશે. નાગરાણીએ પૂછ્યું : “બાળક, તું અહીં કેવી રીતે આવી ચડ્યો! ભૂલો પડ્યો કે શું?” કાનજી કહે: “હું મારી જાતે આવ્યો છું, ભૂલો પડ્યો નથી.

”નાગરાણીએ પૂછયું, “તારી માતાનાં કેટલાં બાળકો? કાનજી કહે: ‘મારી માતાના બે બાળકો છીએ. મોટો બલરામ અને હું નાનો છું. મારું નામ નટવર. સૌ મને કાનજી પણ કહે છે.” નાગરાણી હજી કાનુડાને ઓળખી શકી ન હતી. તેને એમ કે આ કોઈ રાધારણ બાળક છે. તેને બાળક પર દયા આવી એટલે બોલી : ‘કાનજી, તું રૂપેરંગે સુંદર દીસે છે. મને તારા પર વહાલ ઊપજે છે. એમ કર, નાગરાજા જાગે, તે પહેલાં તું વિદાય થઈ જા. નહિતર એ ઊઠશે તો તારું આવી બનશે.’
આ સાંભળી કાનુજીએ હસીને કહ્યું : “નાગરાણી, મારી દયા ખાવાની જરૂર નથી. મથુરા નગરીમાં જુગાર રમતાં હું નાગનું શીશ હારી ગયો છું તે લેવા આવ્યો છું.’ નાના બાળકની આવી બહાદુરીભરી વાત સાંભળી નાગરાણી નવાઈ પામી. નાગરાણી કહે, “હે બાળકી નાગને જગાડવામાં મજા નથી. એમ કર. હું આ મારો લાખ રૂપિયાનો ગળાનો હાર લઇ લે ને લઈને વિદાય થા.”
પરંતુ કાનજીને આ વાત માન્ય ન હતી. તેણે નાગને જગાડવા વારંવાર વિનંતી કરી. છેવટે નાગણોએ નાગને ધીમેથી જગાડ્યો. ‘નાથ ઊઠો, બારણે કોઈ બાળક આવ્યો છે ને તમારું શીશ માંગી રહ્યો છે. આ સાંભળી કાલીય નાગ છંછેડાયો. તેણે જોરથી ફેણ પછાડી કહ્યું : “કોણ છે એ બે માથાનો?’ કાનજીએ કહ્યું, ‘ઊઠ કાલીય નાગ, જો હું આવ્યો, છું.
તને ચેતવવા આવ્યો છું. તું અહીં આ ધરામાં રહી લોકોને હેરાન કરે છે. મારી તને આદેશ છે કે તું સહકુટુંબ આ જગ્યા છોડી બીજે ચાલ્યો જા.” આવું સાંભળી કાલીય નાગ ખૂબ ગુસ્સે થઈ ગયો.આજ દિન સુધી કોઈએ તેને આવો પડકાર ફેંક્યો ન હતો. તે એકદમ કાનજી તરફ ઘસી ગયો. પરંતુ કાનજી એમ કંઈ પકડાય તેવો ક્યાં હતો?
તે દૂર ખસી ગયો. ને પછી તો કાનજી અને કાલીય નાગ વચ્ચે ઘમસાણ યુદ્ધ જામ્યું. નાગની એક પણ યુક્તિ ફાવી નહીં. કાનજી ઘડીમાં આ તરફ તો ઘડીમાં બીજી તરફ ઝડપથી ખસી જતો હતો. નાગણો દૂર ઊભી ઊભી આ તમાશો જોઈ રહી હતી. તેમને લાગ્યું કે આ બાળક સાધારણ બાળક નથી. કાલીય નાગને તે આજે બોધપાઠ જરૂર શીખવશે.
કૃષ્ણ એ તેના પર કબજો કરી લીધો. કાલીય નાગે છૂટવા ઘણા ધમપછાડા કર્યા, પરંતુ તે છૂટી ન શક્યો.. છેવટે તે થાકી ગયો ને હારીને કાનજીને શરણે ગયો. તે કરગરી પડ્યો. કાલીય કહે: ‘તમે કોઈ સાધારણ બાળક લાગતા નથી. હે પ્રભુ! તમને હું ઓળખી ન શક્યો. મને માફ કરી દો.’ સર્વે નાગણો પણ બે હાથ જોડી કાનજીને કરગરી પડી ને કહેવા લાગી : “હે પ્રભુ! અમારા સ્વામીને છોડી દો.
અમે તમને ઓળખી ન શક્યાં.’ કાનજીએ આદેશ આપતાં કહ્યું : “હૈ કાલીય નાગ! આ ધરો છોડી તું સહકુટુંબ બીજે ચાલ્યો જા. તારાથી ગોકુળના લોકો ત્રાસી ગયા છે. તેથી હું તને શિક્ષા કરવા અહીં આવ્યો છું.” ત્યારબાદ સહુ નાગણો પૂજાનો થાળ તૈયાર કરીને લઈ આવી. સૌએ મળીને શ્રી કૃષ્ણની પૂજા કરી અને આરતી ઉતારી. કાલીય નાગ તરત જ સહકુટુંબ બીજે જવા નીકળ્યો. ને પછી કાનજી પણ ઊંડા ધરામાંથી બહાર આવ્યા.
કાનજીને બહાર આવેલા જોઈ સૌએ જોરથી એની જય બોલાવી. સૌના જીવમાં જીવ આવ્યો. જશોદામાતા કાનજી સામે દોડી ગયાં ને તેને ખોળામાં લઈ વહાલ કરવા લાગ્યાં. નંદરાજા પણ કાનજીના માથે હાથ ફેરવવા લાગ્યા. ગોપબાળો અને ગોપીઓ પણ આનંદમાં આવી ગયાં. સર્વત્ર આનંદ-આનંદ થઈ ગયો. જય કનૈયા લાલકી, હાથી, ઘોડા પાલખી.
Conclusion (નિષ્કર્ષ)
તમે ઉપર “શ્રી કૃષ્ણ અને કાળીયો નાગ ગુજરાતી વાર્તા – “Krushna and Black Snake” Gujarati Stories વાર્તા જોઈ. આ સામાન્ય બોધ કથા નથી. ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે ખુબ જ નટ-ખટ હતા એ તો તમને ખબર જ હશે પણ સાથે સાથે બાળપણ માં તેમને ખુબ લીલાઓ કરેલી છે. તેની લીલાઓ તો અપાર છે અને આ વાર્તા તેમની એક લીલા છે.
“વદરરાજ” ગુજરાતી વાર્તા – “Wadarraj” Gujarati Stories
એક બાળક હતો. નામ એનું વરદરાજ. પાંચ વરસનો થયો એટલે પિતાએ તેને ભણવા માટે ગુરુના આશ્રમમાં મોકલ્યો. આશ્રમમાં વરદરાજના જેવાં ઘણાં બાળકો હતાં. આશ્રમમાં તો ભણવાની સાથે વિદ્યાર્થીને ગુરુનાં કેટલાંક કામ પણ કરવાં પડે, સવારે વહેલાં ઊઠવું પડે. ગાયો દોહવી પડે. આશ્રમ વાળી ને સાફસૂફ કરવો પડે, છોડવાઓને પાણી પાવું પડે. ગાયો ચરાવવા જવું પડે. બીજા વિદ્યાર્થીઓની સાથે સાથે વરદરાજ પણં ભણવા લાગ્યો.
આશ્રમમાં વૃક્ષની ફરતે ઓટલા પર ગુરુજી બેસે સામે જમીન પર પલાંઠી વાળી શિષ્યો બેસે. ગુરુ શ્લોકો બોલે, શિષ્યો તે શ્લોકો દોહરાવે. ગુરુ તેનો અર્થ સમજાવે. આમ ગુરુ-શિષ્ય વચ્ચે વિદ્યાનું આદાન-પ્રદાન ચાલે. તે સમયે આજના જેવાં લેખનનાં સાધનો વિકસ્યાં ન હતાં. જે કંઈ શીખવું હોય તે મુખપાઠ કરવું પડે. વરદરાજ આશ્રમમાં બધાં કામ મન દઈને કરે. ગુરુજીને તે ગમે, પરંતુ વરદરાજ મંદબુદ્ધિનો હતો. તેને શ્લોક યાદ ન રહે.
તેની સાથે ભણનારા મિત્રો આગળ વધી ગયા. વરદરાજ ભણવામાં ખૂબ પાછળ પડી ગયો. બીજા શિષ્યો વરદરાજની મશ્કરી કરતા. કોઈ કહે, ‘જ્યારે બ્રહ્મા બુદ્ધિ વહેંચતાં હશે ત્યારે વરદરાજ ગાયો ચરાવવા ગયો હશે.’ બીજા શિષ્યો કહે, “ના ના, ગાયો ચરાવવા નહિ, પણ ઊંઘી ગયો હશે.’ સૌ હસી પડે બિચારો વરદરાજ! સૌના ટોણા મૂંગે મોએ ખમી લે. તેને મનમાં તો થાય કે મશ્કરી કરનારની ચોટી જ ખેંચી લઉં, પણ ગુરુજીની બીક લાગે. એક દિવસ ગુરુજીએ વરદરાજને બોલાવ્યો.
મનમાં વિચાર કરતો વરદરાજ ગુરુજી પાસે ગયો. ગુરુજીને વંદન કરી ઊભો રહ્યો. ગુરુજી કહે, “વત્સ વરદરાજ! આમ મને લાગે છે કે તારા નસીબમાં વિદ્યા ભણવાનું નહિ લખ્યું હોય. એમ કર, ઘેર જા અને કોઈ વ્યવસાયમાં ચિત્ત પરોવ. વરદરાજના પિતા મોટા વિદ્વાન હતા. પિતા વિદ્વાન ને પુત્ર જડભરત! આ કેવી વાત! જો એ નહીં ભણે ને ઘેર જાય તો તો પિતાજી ગુસ્સે થાય. હવે શું કરવું? વરદરાજે આખી રાત ખૂબ વિચાર કર્યો.

જો તે ઘેર ન જાય તો માતા-પિતા ચિંતા કરે. આશ્રમમાં હવે રહેવાનો કશો અર્થ ન હતો. સવાર પડી. વરદરાજે ઘેર જવાની તૈયારી કરી લીધી. તે ગુરુજીને પગે પડી ચાલી નીકળ્યો. તેને રસ્તામાં ભૂખ લાગે તો ખાવા માટે ગુરુજીએ થોડું ભાથું બાંધી દીધું હતું. વરદરાજ આગળ ને આગળ ચાલતો ચાલતો જ રહ્યો. સૂરજ માથા પર આવ્યો. તે ભૂખ્યો ને તરસ્યો થયો.
તેને થયું કે ક્યાંક કૂવો આવે ત્યાં ભોજન કરવા બેસું. આગળ જતાં એક ગામ આવ્યું. ગામને પાદર કૂવો હતો. વરદરાજ એક ઝાડના છાંયડે ભાથું છોડીને ખાવા બેઠો. ભરપેટ ખાઈને તે કૂવા પર પાણી પીવા ગયો. કૂવા પર બે-ત્રણ પનિહારીઓ પાણી સીંચતી હતી. વરદરાજ કૂવાનું નિરીક્ષણ કરવા લાગ્યો.
તેણે જોયું તો કૂવાની ધાર પર પથ્થરમાં કાપા પડી ગયા હતા. તેને ‘ મનમાં સવાલ થયો. આ પથ્થર પર આવી ઘીસીઓ કોણે ‘ પાડી હશે? શા માટે પડી હશે? પથ્થરમાં તે ખાડા પડે? પાણી પીને તેણે પનિહારીઓને આ પ્રશ્ન પૂછ્યો. તેનો પ્રશ્ન સાંભળી પનિહારીઓ ખી…ખી.. કરતી હસી પડી. એક જણી બોલી, ‘ભાઈ, તમારામાં બુદ્ધિ નથી કે શું?
અમે રોજ દોરડાં વડે કૂવામાંથી પાણી સીંચીએ છીએ તે દોરડાના ઘસારાથી આ પથ્થરો ઘસાય છે અને કાપા પડે છે.” પનિહારીઓ તો ચાલી ગઈ, પરંતુ વરદરાજને વિચાર ‘કરતો મૂકતી ગઈ. વરદરાજ તો ઝાડના છાંયડે બેઠો ને ‘વિચાર કરવા લાગ્યો. તેને થયું : વારંવાર ઘસવાથી જો પથ્થર જેવા પથ્થરમાંય ખાડા પડી જતા હોય તો વારંવાર બોલવાથી શ્લોક કેમ યાદ ન રહે?
ગોખવાથી મારા મગજમાંય કેમ છાપ ના પડે? બસ વરદરાજના શરીરમાં, મનમાં ચેતન ઉભરાયું. તે ઉત્સાહથી ઊભો થયો. પોતાને ગામ જવાને બદલે ગુરુજીના આશ્રમ તરફ ઝડપથી ડગ માંડ્યો. સાંજ પડે તે પહેલાં તે આશ્રમમાં પહોંચી ગયો. વરદરાજને પાછો આવેલો જોઈ સૌ નવાઈ પામ્યા.
તે સીધો ગુરુજી પાસે ગયો. ગુરુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી બોલ્યો, ‘ગુરુદેવ, ભણવાનો મંત્ર મને જડી ગયો છે. હવે હું ધ્યાન દઈ ભણીશ. હવે જો ન ભણી શકું તો મને ઘેર કાઢી મૂકજો. મને એક તક આપો.’ ગુરુજી વરદરાજના શબ્દોમાં રહેલી તાકાત પામી ગયા.
તેમને થયું કે વરદરાજને એક તક આપવી જોઈએ. તેઓ બોલ્યા, “ભલે વત્સ, થોડા દિવસ પ્રયત્ન કરી જો.’ પછી તો વરદરાજ ચિત્ત દઈને ભણવા લાગ્યો. તેની ઊંઘ હવે હરામ થઈ ગઈ હતી. હાલતાં-ચાલતાં, કામ કરતાં બેસતાં-ઊઠતાં, જાગતાં-ઊંઘતાં બસ એક જ કામ અધ્યયન કરતો જ રહ્યો.
પહેલાં જે શ્લોક તેને પર્વત પર ચઢવા જેવા કઠિન ભાસતા હતા તે હવે સાવ સરળ દેખાવા લાગ્યા. વરદરાજ પર મા સરસ્વતીની કૃપા થઈ. હવે આશ્રમમાં કોઈ વરદરાજની મશ્કરી કરતું ન હતું. દિવસે દિવસે વરદરાજ તેજસ્વી થવા લાગ્યો. ગુરુજી પણ હવે તેની ગણના તેજસ્વી શિષ્યોમાં કરવા લાગ્યા..
વરદરાજ ભણીગણીને મોટો પંડિત થયો. દેવગિરિ રાજપના રાજા મહાદેવના દરબારમાં તે મહાપંડિત તરીકે બિરાજમાન થયો. તે હવે પંડિત બોપદેવ તરીકે જાણીતો થયો. વિદ્યાનું તેજ વર્તાવા લાગ્યું તેના ચહેરા પર.
Conclusion (નિષ્કર્ષ)
તમે ઉપર “વદરરાજ” ગુજરાતી વાર્તા – “Wadarraj” Gujarati Stories વાર્તા જોઈ. બાલ મિત્રો મન હોય તો માળવે જવાય. તમે જો એકવાર દેઢ નિશ્ચય કરો તો કામ અવશ્ય થાય. તમે પણ વરદરાજ જેવા મહાન થઈ શકો છો. વરદરાજના જીવન પરથી કહી શકાય કે પથ્થર પણ જો ઘસાતો હોય તો આપણી બુદ્ધિ ઘસી ને કેમ શક્તિશાળી ના બનાવી શકાય.
“બે મિત્રો ની બહાદુરી” ગુજરાતી વાર્તા – “The bravery of two friends” Gujarati Stories
તમે વડોદરા ગયા હશો. વડોદરામાં કમાટીબાગ આવેલો છે. આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં પૂરી કદનાં પૂતળાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ કોનાં પૂતળા હશે? એ છોકરાઓ કઈ રાજકુર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધે છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે. બીજાના હાથમાં નાની લાકડી છે.
આ પૂતળાં હરિ અને અરજવ નામના બે યુવાન છોકરાનાં છે તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુર ગામના વતની હતા. જ્યાં વડોદરા ને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલા ની આ વાત છે.
તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવતા. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહ ના શિકાર માટે ગયા હતા. આજે તો પ્રાણીનો શિકાર કરવાની સખ્ત મનાઈ છે. દિવાળી પછીનો સમય હતો. નવેમ્બર મહિનો ચાલતાં હતાં. શિળાની શરૂઆત હતી. દિવસ જલદી આથમી જતાં હતાં.
કાંગસા ગામ નજીક એક વોકળો હતો, વોકળો એટલે નાનું નદી જેવું જ્યાં ઝરણું પણ હોય શકે. આ વહેળા પર સાંજના જંગલ માંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો કળા પાસે માંચડો બાંધી પ્રાણીઓ નો શિકાર કરતા. મારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં અપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.

મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી. પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પાડ્યું.
ગોળી ખાલી ગઈ. બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા.’ મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.
આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત્ મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.
માંચડી હાલતો બંધ થયો. મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મરાયો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.
મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેમાં પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો. હરિ અને અરજણનાં પૂતળાં મન ભરીને નીરખજો. તેમના આ કાર્યની કદર કરજો.
Conclusion (નિષ્કર્ષ)
તમે ઉપર “બે મિત્રો ની બહાદુરી” ગુજરાતી વાર્તા – “The bravery of two friends” Gujarati Stories વાર્તા જોઈ. તમે આ વાર્તા માં બે મિત્રો અને તેમની બહાદુરી વિષે સામ્ભળ્યુ જેના કારણે આજ પણ લોકો તેને યાદ કરે છે. તમારા જીવન માં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ ને લોકો ની મદત કરીવિ જોઈએ.
“સીતા સ્વયંવર” ગુજરાતી વાર્તા – “Sita Swayamvar” Gujarati Stories
મિથિલાનગરીમાં રાજા જનક રાજ કરે .એમને સીતા નામે પુત્રી હતી. તે ઉંમરલાયક થતાં જનકરાજાએ તેના સ્વયંવરની ગોઠવણ કરી. જનકરાજા પાસે યંબક નામનું શિવજીનું ધનુષ્ય હતું. તે ખૂબ વજનદાર હતું. કોઈ બળવાન ક્ષત્રિય જ એને ઊંચકી શકે અને પણછ ખેંચી શકે તેમ હતું. જનકરાજાએ જાહેર કર્યું કે જે વ્યક્તિ ચંબક ધનુષ્ય ઊંચું કરી પણછ ચઢાવશે તેની સાથે મારી પુત્રી સીતા પરણાવીશ.
જનકરાજાએ આજુબાજુના રાજયોમાં રાજાઓને નિમંત્રણ પાઠવ્યા. દૂર દૂર દેશથી અનેક રાજાઓ સ્વયંવરમાં પધાર્યા હતા. લંકાનો રાજા રાવણ પણ આવ્યો હતો. આ સમયે અયોધ્યાના રાજા દશરથના બે કુમારો રામ અને લક્ષમણ વિશ્વામિત્રના આશ્રમે ગયા હતા. વિશ્વામિત્ર એક યજ્ઞ કરવા ઇચ્છતા હતા.
પરંતુ આસપાસ રહેતા રાક્ષસો યજ્ઞમાં માંસ, હાડકાં વગેરે નાખી યજ્ઞને ભ્રષ્ટ કરતા હતા. યજ્ઞકાર્ય નિર્વિધ્ધ થઈ શકતું ન હતું. યજ્ઞનું રક્ષણ કરવા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતાની સાથે વનમાં લઈ ગયા હતા. યજ્ઞકાર્ય પૂરું થઈ ગયું હતુ. આશ્રમમાં આનંદ થઈ ગયો હતો. વિશ્વામિત્રે રામ-લક્ષ્મણને કહ્યું કે, “મિથિલા- નગરીના રાજા જનકની પુત્રીનો સ્વયંવર છે.
એમનું આમંત્રણ છે. હું તમને ત્યાં લઈ જવા ઇચ્છું છું.” વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ પણ મિથિલા- નગરી ગયા. વિશ્વામિત્રને જોતાં જ જનકરાજા એમનો સત્કાર કરવા ઊઠીને સામે ગયા. તેમના ચરણોમાં વંદન કયાં. વિશ્વામિત્રે જનકરાજાને આશીર્વાદ આપ્યા.
વિશ્વામિત્રની સાથે બે સુંદર બાળકોને જોઈ હાથ જોડી વિનયથી જનકરાજાએ પ્રશ્ન કર્યો : “આ બે બાળકો કોણ છે? બ્રાહ્મણકુમારો છે કે કોઈ રાજકુમારો?” વિશ્વામિત્ર બોલ્યા, “રાજન, આ બંને બાળકો અયોધ્યાનરેશ રાજા દશરથના પુત્રો છે. આ મોટા રામ છે, ને નાનાભાઈ લક્ષ્મણ છે. એમને હું મારા યજ્ઞકાર્યની રક્ષા કાજે લઈ ગયો હતો.

તેમણે અનેક રાક્ષસોનો સંહાર કરી યજ્ઞકાર્ય પૂર્ણ કરવામાં સાથ આપ્યો છે.” આ સાંભળી જનકરાજા આનંદિત થયા. બીજે દિવસે રામ-લક્ષ્મણ મિથિલાનગરી જોવા નીકળ્યા. મિથિલાના લોકો રામ-લક્ષ્મણના રૂપથી આકર્ષાયા. ફરતા ફરતા બંને ભાઈઓ જયાં ધનુષયજ્ઞ માટે રંગભૂમિ બનાવવામાં આવી હતી ત્યાં આવી પહોંચ્યા.
તેમણે જોયું તો પહોળા પટાંગણમાં નિર્મળ વેદી સજાવી હતી. તેના પર ધનુષ પડ્યું હતું. મંડપ બાંધવામાં આવ્યો હતો. તોરણો હવામાં લહેરાતાં હતાં. રાજાઓ માટે સિંહાસનો ગોઠવવામાં આવ્યાં હતાં. સ્વયંવરનો દિવસ આવ્યો. રાજાઓએ યજ્ઞમંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું. એક બાજુ ઋષિમુનિઓ અને બ્રાહ્મણો બેઠા.
બીજી તરફ નગરજનો અને સ્ત્રીઓનો સમૂહ ગોઠવાયો. રામ અને લક્ષમણ પણ વિશ્વામિત્રની પાસે આવીને બેઠા. થોડીવારે જનકરાજા પધાર્યા. તેઓ આગળ આવ્યા. અને બોલ્યા, “હે રાજકુમારો! હે રાજાઓ! સામે યજ્ઞવેદી પર શિવધનુષ પડેલું છે. જે ક્ષત્રિય તેને ઊંચકીને તેની પર પણછ ચડાવશે તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે.” વારાફરતી રાજાઓ ઊભા થયા. એક પછી એક ધનુષ પાસે ગયા. પરંતુ ધનુષ એ ઊંચું કરી શક્યા નહીં. સૌ નિરાશ થઈ પાછા ફરતા હતા.
તે પછી લંકાપતિ રાવણ ઊભો થયો. તેને પોતાના બાહુબળનું ખૂબ અભિમાન હતું. તેણે અહંકારભરી વાણીમાં કહ્યું, “હે રાજા જનક! તને મારા બળનો હજી પરિચય નથી. મેં અચળ મંદરાચલને હરાવ્યો છે. દેવોને વશ કરી મારા નોકર બનાવ્યા છે. મારા પગથી ધરતી ધમધમ થાય છે. ત્યાં આ ધનુષની શી વિસાત! પુત્રીને લઈ જઈશ.
”બાજે હું આ ધનુષ ઊંચકીને પણછ ચડાવીશ ને તારી ન ખાવ્યો. આ જોઈ જનકરાજા ઊભા થયા અને બોલ્યા, “શું ધરતી વીરવિહીન થઈ ગઈ છે? શું મારી પુત્રી અવિવાહિત જ રહી? આ સભામાં કોઈ ક્ષત્રિય બચ્ચો રાવણનાં આવાં વેણ સાંભળી સીતાને ચિંતા થઈ. તે રાવણને પતિ તરીકે ઇચ્છતી ન હતી. તેણે બાગમાં રામને જયારથી જોયા હતા ત્યારથી તે તેમને મનથી વરી ચૂકી હતી. જો રાવણ ધનુષ ઉપાડે તો તેનું સ્વપ્રસિદ્ધ ન થઈ શકે.
તેથી સીતાજીએ શિવશક્તિની સ્તુતિ કરી પોતાની લાજ રાખવા કહ્યું. ભગવાન શિવે તેની પ્રાર્થના સાંભળી. રાવણ ધનુષ નજીક આવ્યો. શિવજીએ ધનુષ ખૂબ જ ભારે કરી દીધું. રાવણ તેને ઊંચું કરવા ગયો તો તે જરાયન, હાલ્યું. એટલે પછી તે બે હાથ અડાડી વધારે જોર કરવા ગયો. એમાં એનો મુગટ પડી ગયો. ધનુષ ઊંચું થઈ તેના પર પડ્યું. રાવણ ધનુષ નીચે ચગદાયો. તે બૂમો પાડવા લાગ્યો. આ જોઈ બધા રાજાઓ હસવા લાગ્યા.
માંડમાંડ તે બહાર નીકળ્યો. જનકરાજાને ધમકી આપતાં વેણ બોલતો બોલતો તે સભાખંડ છોડીને ચાલ્યો ગયો. એ પછી એક પણ રાજા ધનુષ ઊંચકવા આગળ છે કે નહીં?” જનકરાજાના આવાં વેણ સાંભળી લમણને ક્રોધ હે રાજન, રઘુવંશનું કોઈ હાજર હોય અને તમે આવા વેણ ના ઉચ્ચારો, જો ગુરુ આજ્ઞા કરે તો આ શિવ આવ્યો.
તે ઊભા થઈ બોલ્યા : ધનુષ જ નહિ પરંતુ સુમેરુ પર્વત પણ ઊંચકી લઉં.’ લક્ષ્મણનાં આવાં વચનો સાંભળી રાજાઓ પણ ડરી ગયા. રામે ઈશારો કરી લમણને શાંત રહેવા જણાવ્યું. પછી વિશ્વામિત્રના સૂચનથી શ્રીરામ ઊભા થયા. વિશ્વામિત્ર અને ઋષિઓને વંદન કરી શ્રીરામ ધનુષવેદી તરફ આગળ વધ્યા. રામ વેદી નજીક ગયા.
શિવધનુષને વંદન કર્યા. ને પછી જમીન પર પડેલ કોઈ ભૂલ ઊચકતા હોય એમ ધનુષને ઊંચકી લીધું. તરત જ ધનુષની પણછ ચડાવવા એટલા જોરથી ખેંચી કે ભયંકર ગર્જના થઈ અને ધનુષના બે ટુકડા થઈ ગયા. ગર્જના સાંભળી લોકો ડરી ગયા.
ધનુષ તૂટ્યું એ જોઈ લોકોએ આનંદની કિકિયારીઓ પાડી. શરણાઈઓ વાગવા માંડી. સીતા હાથમાં વરમાળા લઈ ધનુષવેદી તરફ આગળ વધ્યાં.રામ પાસે જઈ, હાથ હીંચા કરી રામના ગળામાં વરમાળા પહેરાવી. સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. સીતા સ્વયંવર, નિર્વિપ્ન પૂર્ણ થયો તે જોઈ જનકરાજાની આંખમાં હરખનાં આંસુ આવ્યાં.
Conclusion (નિષ્કર્ષ)
તમે “સીતા સ્વયંવર” ગુજરાતી વાર્તા – “Sita Swayamvar” Gujarati Stories વાર્તા જોઈ. આ રામાયણ નો એક મહત્વપૂર્ણ ભાગ કે કિસ્સો છે જેમાં ભગવાન શ્રી રામ એ સીતા માતા સ્વયંવર માં ધનુષ્ય તોડ્યું. આશા રાખું છું કે તમને આ વાત ગમી હશે.
Summary
આશા રાખું છું કે તમને ઉપર દર્શાવેલી 5 ગુજરાતી વાર્તા ખુબ ગમી હશે. તમને કોઈ વિશેષ માહિતી ગુજરાતી માં જોતી હોય તો તમે અમને મેલ કરીને જણાવી શકો છો. અમે જલ્દી થી આ બ્લોગ માં પબ્લીશ કરશું. ગુજરાતી ઇંગલિશ બ્લોગ ની મુલાકાત કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
Hi friends, pleasant paragraph and fastidious urging commented at this
place, I am truly enjoying by these.
Greetings! This is my 1st comment here so I just wanted to give
a quick shout out and tell you I genuinely enjoy reading your posts.
Can you suggest any other blogs/websites/forums that go over the same
subjects? Thanks a lot!
Hi, I log on to your blog daily. Your writing
style is awesome, keep it up!