નમસ્તે દોસ્તો કેમ છો બધા. આજ અમે ફરીવાર એક નવી સાચો રસ્તો ગુજરાતી બાળવાર્તા – Bal Story in Gujarati સાથે અહીં આવ્યા છીએ જેમાં તમને ખાણું બધું નવું જાણવા મળશે અને તમે એમાંથી જે પણ શીખવા જેવું મળે, એ ભૂલતા નહિ એને યાદ રાખજો જે તમને આવનારા જીવન માં ખુબ જ કામમાં આવશે, ચાલો તો બોધ કથા તરફ આગળ વધીયે.
Also Read- Gujarati Movies Download, Free MP4, MKV, 300Mb, HD, Movies.
સાચો રસ્તો કયો ગુજરાતી વાર્તા Amazing Bal Story in Gujarati
વૈશાખ મહિનો બેઠો. ગામમાં ઢોલ ઢબૂકવા શરૂ થઈ ગયા. જો કે આ વરસે ખેતીમાં ખાસ બરકત ન હતી, છતાં લગ્નની મોસમ પૂરબહારમાં ઊઘડી હતી. ખેડૂતો એવું રઘુભાઈની દીકરી ઉમાને એકવીસમું પૂરું થઈ ! બાવીસમું બેઠું. “આ વરસે તેના હાથ પીળા કરી જ દેવા છે!’ રઘુભાઈ મનોમન બબડતા. ઉમાં ત્રણ ભાઈબહેનોમાં સૌથી મોટી હતી. ઘરમાં આ પહેલો અવસર હતો. માનતા હતા કે અવસર કંઈ ઘડીએ ઘડીએ નથી આવતા એને તો દેવું કરીનેય પણ રંગેચંગે ઉજવવા જ પડે, રઘુભાઈની પત્ની સીતા પણ અવસર રંગેચંગે કાઢવાના વિચારની હતી.
ધણી-ધણિયાણી બેઉની ઇચ્છા આ વરસે ગમે તેમ કરીનેય ઉમાને વળાવી દેવાની હતી. પણ….. મુશ્કેલી એક જ હતી. હાથ પર એટલી રકમ ન હતી કે ઘર આંગણે અવસર રંગેચંગે પાર પડે, દંપતી રોજ એના વિચારમાં પડી જતું. ગામના શેઠ વ્યાજે પૈસા ધીરતા હતા ખરા, પણ વ્યાજ કેડ ભાંગી નાખે એટલું ગણતા હતા.
સાચો રસ્તો- Best Bal Story in Gujarati 2021 આ આર્ટિકલ અને તેમાં દર્શાવેલા બધાજ પાત્રો, નામ અને જગ્યા કાલ્પનિક છે જેનો કોઈ સાથે કઈ સંબંધ નથી. આ બાબત ધ્યાન માં લેવી.
એટલું જ નહીં જ્યાં લગી પૈસા ના ભરી લો ત્યાં લગી વીઘા-બે વીઘાનું ઉત્પાદન એ લઈ જતા ને પાછું વ્યાજ તો ભરવાનું. છતાં એ વગર કોઈ આરો દેખાતો નહતો. છેવટે શેઠને ત્યાં ખાતું પડાવવાનો વિચાર રઘુભાઈએ કર્યો. આ વાતની જાણ રમેશને થઈ. રમેશ ગામનો એક ભણેલો ગણેલો, સુધરેલો યુવાન હતો.
ગામના ખેડૂત સામાજિક અવસરો કાઢવા દેવું કરે છે તેને ગમતું ન હતું. તે ‘ આવા લોકોને ઘેર જઈને સમજાવતો. એકવાર માથે દેવું થઈ જાય પછી વરસોના વરસ એમાંથી બહાર નીકળાશે. વાળુપાણી પતાવી, આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હતા.. જે શ્રીક્રિષ્ન, રઘુકાકા.” રમેશે બે હાથ જોડીને કહ્યું. કુણ? રમેશ? આવ ભૈ.” રઘુભાઈએ રમેશને આવકાર આપતા કહ્યું. “કહું છું આ રમેશ માટે પાણી હિ. દીકરાનું જીવન પણ ધૂળધાણી થઈ જાય.
કોકોક રૂમેશની વાત માનતાય ખરા. તે સાંજે રમેશ રઘુભાઈને ત્યાં બેસવા ગયો. રધુભાઈ લાવજે, સીતા પાણીનો પ્યાલો લઈને આવી. કેમ છો સીતાકાકી?” રમેશે પૂછવું. પાણી પી રહ્યા પછી રમેશે જ મમરો મૂક્યો, ‘કાકી સાંભળ્યું છે કે આ સાલ તમે ઉમાના લગન લેવાના છો?” ‘હા, ભૈ, પારકી થાપણને ક્યાં લગણ ઘરમાં હાચવી રાખવી ભૈ?’
સીતાબેન બોલ્યાં. ‘નેવેવાઈ પણ ઉતાવળ કરે છે. વેવાણનું શરીર સાજું- નરવું રે’શે ને એટલે.” રઘુભાઈએ કારણ દર્શાવ્યું. ‘હાસ્તો કાકા. વહેલાં મોડાં લગન તો લેવાં જ પડશે.” રમેશે ચાસમાં ચાસ હાંક્યો. પણ ભૈ, આ વરહ ખેતીમાં કાંય શક્કરવાર જ નથી.’ “હા કાકા, ઊપજ ખાસ નથી પણ તમારે તો અગાઉની ! બચત હશે એટલે વાંધો નહિ.’ રમેશે ધીરેધીરે ગાડી પાટા પર લાવતો હતો. એવું નથી ભૈ. આપણ ખેડૂતોને બચત કેવી? સીતાબેને ચોખવટ કરી.
કાકી, લગનના ખરચનો કેટલો અંદાજ મૂક્યો છે રમેશે પૂછયું. ‘આ તો ભૈ, એવું છે ને કે ગોળ નાંખીએ એટલું ગળ્યું થાય. ને આજ લગી સૌના ઘેર ભાણું માંડ્યું છે તો કોકવાર આપણેય લોકોને ખવરાવવું તો પડશે ને?” સીતાબેન બોલ્યા. બીજું બધું તો ઠીક પણ જમણવાર તો રંગેચંગે કરવો જ પડેને?” રઘુભાઈ કહ્યું. ને પછી રમેશે આ મોંઘવારીના જમાનામાં લગભગ પાંચસો માણસોના જમણવારનો ખર્ચ કાઢી બતાવ્યો.
વળી ઘેર લગ્ન લઈએ એટલે માંડવાથી માંડીને દીકરીને વિદાય કરીએ ત્યાં લગીના અન્ય ખર્ચ રમેશે ગણાવ્યા. પછી રમેશે ધીમે રહીને મમરો મૂક્યો: ‘કાકા, ઉમાના લગ્ન રંગેચંગે થાય છતાં બહુ ખરચ ન થાય એવી યોજના બતાવું તો તમને ગમે?’ આ વાત સાંભળી રઘુભાઈ રાજી થતાં કહે, ‘રમેશ, તો તો તારા મોઢામાં ગોળ. એનાથી રૂડું શું?” રમેશને થયું કે વાત પાટા પર ચડી છે. એટલે સમૂહલગ્ન’ અંગે કહેવામાં વાંધો નથી.
‘જુઓ કાકા, રમેશ બોલ્યો, “લોકો ખોટા સામાજિક મોભા માટે દેવું કરીને પાયમાલ થઈ જાય છે. હવે કેટલીક સામાજિક સંસ્થાઓ ઊભી થઈ છે, જે આવા લોકો માટે કામ કરે છે. અમદાવાદમાં આવી સંસ્થાઓ છે, જે ઓછા ખર્ચમાં લગ્ન કરાવી આપે છે.” પણ વેવાઈ નહિ માને’ રઘુભાઈ બોલ્યા. એ જવાબદારી મારા પર છોડી દો. જુઓ કાકા, જાન પણ તેડાવવાની. એમને જમાડવાના પણ ફક્ત પાંચ હજારમાં આવી સંસ્થા લગ્ન પણ કરી આપે છે ને બે કાકા-કાકી શાંતિથી રમેશની વાત સાંભળી રહ્યા હતા.
‘કાકા, તમે ઉમાના લગ્ન માટે શેઠ પાસેથી વ્યાજે કાંક પક્ષના મળી દોઢસો માણસોને જમાડે પણ છે.” પૈસા લાવવાના હતા એવું જાણ્યું હતું. સાચી વાત? કેટલા લાવવાના હતા?’ હા, ભૈ. પચાસ હજાર લેવાનો વિચાર કરેલો પણ, તુ કે’શે એટલે હવે મારું મન પણ ઢચુપચુ થઈ ગ્યું સે.’ રઘુભાઈ બોલ્યા. રઘુભાઈ અભણ હતા ખરા પણ ભોટ ન હતા.
ને સીતાબેનને પણ કોઈ વાત સમજાવે તો ગળે ઊતરે ખરી. ‘પણ રમેશ, ધાર કે તું કે’શે ઇમ લગન ગોઠવીએ પણ ગામમાં લોકો શું કે’શે? ખવરાવું પડે એટલે બાર જ્યા.’ જુઓ કાકા,’ રમેશે સમજાવતાં કહ્યું,’ ‘તમે પણ જેમને ત્યાં લગ્નમાં જમી આવ્યા છો એમને ચાંલ્લો પણ કરી આવ્યા છો. તમે કોઈને જમાડતા નથી ને ચાંલ્લો પણ લેતા નથી.
પછી ટીકાની વાત જ ક્યાં આવી?” તે પછી રમેશ મોડે સુધી રઘુભાઈને ત્યાં રોકાયો. સીતાબેને રમેશની ના છતાં ચા મૂકી. રઘુભાઈએ તેના નાનાભાઈ રમણને પણ બોલાવ્યો. રમેશે ઓછા ખર્ચમાં લગ્ન કેવી રીતે થઈ શકે તે સમજાવ્યું. આવી સંસ્થામાં જવાથી મંડપનો ખર્ચ બચે. જમણવાર એમના તરફથી ગોઠવાય.
મહારાજ એમના તરફથી ગોઠવાય. લગ્ન ખર્ચ એમનો હોય. આપણે તો અહીંથી કન્યાને તૈયાર કરીને બાળે રૂમાલ નાંખીને જવાનું. ને સામેવાળા વેવાઈ એમના દીકરાની જાન લઈ ત્યાં આવે. ઉપરથી આવી સંસ્થા દીકરીને એક જોડ કપડાં અને કંઇક ભેટ પણ આપે છે. આ માટે તે સંસ્થાને શહેરના શેઠિયા લોકો દાન પણ કરે છે. રધુભાઈએ ઉમાને એ રીતે પરણાવવાનો નિર્ણય પૂરી કર્યો.
રઘુભાઈ ખોટા ખરચમાંથી ઉગરી ગયા. બીજે દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ. કોઈ રઘુભાઈને બિરદાવતા હતા તો કોઈ ટીકા પણ કરતા હતા. ટીકા કરનારને રમેશ જવાબ આપતો હતો. ‘એમ કરો કાકા, તો તમે રઘુભાઈને પાંચ- ‘પચીસ હજાર ઉછીના આપો.’ એટલે સામેવાળો બોલતો જ બંધ થઈ જતો.
બે-ચાર દિવસ ગામમાં આ વાતો ચાલી. ને જાદુ થયો. બીજા ચાર જણ રઘુભાઈની જેમ આવા સાદગીભર્યા લગ્નમાં જોડાવા તૈયાર થયા! આ જોઈ રધુભાઈ અને સીતાબેન હરખાયાં. મનોમન બોલ્યાં : “સારું થજો રમેશનું કે એણે સાચો રાહ દેખાડ્યો નઈતર દેવાના ડુંગરમાં દટાઈને મરી ગ્યાં હોત.!” રમેશે માત્ર રઘુભાઈને જ નહિ, રઘુભાઈ જેવા અનેકને સાચો રાહ બતાવ્યો.
Summary
કેમ લાગ્યો મિત્રો સાચો રસ્તો- Best Bal Story in Gujarati 2021 આર્ટિકલ, બોધ કથા નું નામ શા માટે આવું પડ્યું હશે કેમ કે એમાં થી તમને કૈક શીખવા મળે છે અને બધીજ વસ્તુ તમારા આવનારા જીવન માં તમને ખુબ જ કામ માં આવવાની છે તો તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે, જેથી તમારું આવનારું જીવન ખુબ જ સુંદર બને અને અમને Facebook, Instagram, Twitter and Sharechat પર ફોલો કરવાનું ના ભૂલશો.
Next time I read a blog, I hope that it does not fail me just as much as this particular one. I mean, I know it was my choice to read, however I truly thought you would probably have something interesting to say. All I hear is a bunch of crying about something that you could fix if you were not too busy searching for attention.