“ઉત્તરાયણ નિબંધ”- Amazing Uttarayan Essay In Gujarati Language 2021

નમસ્તે મિત્રો, આજ આપણે “ઉત્તરાયણ નિબંધ” – 2 Amazing Uttarayan Essay In Gujarati Language આર્ટિકલ માં ખુબ સરસ ગુજરાતી નિબંધ જોવાના છીએ. અત્યારે કોઈ પણ ધોરણ ની પરીક્ષા માં નિબંધ વારંવાર પરીક્ષાઓ માં પૂછાતો હોય છે અને બધા ધોરણ ના વિદ્યાર્થી માટે પણ ખુબ ઉપીયોગી હોય છે. આ કારણે અમે અહીં ઉત્તરાયણ વિષેના નિબંધ ના 2 થી 3 ઉદાહરણ આપેલા છે જેના દ્વારા તમે તમારો પોતાનો મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ વિષે સુંદર નિબંધ લખી શકો.

અહીં પણ તમને ત્રણ ગુજરાતી નિબંધ ના ઉદાહરણ આપવામાં આવ્યા છે. તમારે આ નિબંધ ગોખવાના કે યાદ રાખવાના નથી પણ આમાથી માર્ગદર્શન મેળવી અને તમારો પોતાનો એક સરસ ઉત્તરાયણ વિષે નિબંધ લખવાનો છે. આશા રાખું છું કે તમે ઉદાહરણ નિબંધ જોઈ અને આનાથી પણ સરસ ઉત્તરાયણ વિષે નિબંધ લખશો.

Must Read- દિવાળી વિષે નિબંધ (Top 3 Diwali Essay in Gujarati)

ઉત્તરાયણ વિષે નિબંધ ગુજરાતી ભાષામાં- Uttarayan Essay In Gujarati Language For Standard 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12

નાના બાળકોથી માંડી અને યુવાનો સુધી બધા મેં ઉત્તરાયણ તહેવાર ખુબ જ ગમતો હોય છે. અને જો ગુજરાત ની વાત કરીએ તો આ તહેવાર ની માજા જ કૈક અલગ હોય છે. આ દિવસે બધા લોકો પોતાના ઘર ની છત પાર ચડી અને પતંડ ઉડાડે છે, જયારે લોકો મોટા અવાજ થી મનમોહક ગીતો વાગાડતા હોય છે જે તહેવાર ની માજા ઓર વધારી દે છે.

Must Read- “હોળી” વિશે નિબંધ (Top 3 Holi Essay In Gujarati)

ઉત્તરાયણ વિષે નિબંધ (ઉતરાયણ ની મજા નિબંધ) (Uttarayan Essay In Gujarati)

હિન્દુ ધર્મના તમામ તહેવારોમાં મકરસંક્રાંતિ એ ભારતનો અને ખાસ કરીને ગુજરાત નો એક મહત્વ નો તહેવારો છે, જે લોકો ખૂબ આનંદ અને ખુશીથી ઉજવે છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ સૂર્ય સ્થિતિ ને આધારે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. દરેક લોકો વહેલી સવારે નદીમાં પવિત્ર સ્નાન અને સૂર્યદેવને પ્રાર્થના કરીને દિવસની શરૂઆત કરે છે. આ દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશતો હોવાથી આ દિવસ ને મકરસક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

મકરસંક્રાંતિ શબ્દનો અર્થ મકર અને સંક્રાંતિ એમ બે શબ્દો જોડાઈ ને બનાવવા માં આવ્યો છે. મકરનો અર્થ મકર રાશિ છે, અને સંક્રાંતિનો અર્થ એ સંક્રમણ છે, જે મકર સંક્રાંતિને મકર રાશિ માં સૂર્યના સંક્રમણ તરીકે બનાવે છે. હિન્દુ ધર્મ અનુસાર તે ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ છે.

મકર રાશિમાં સૂર્યનો પરિવર્તન દૈવી મહત્વ રાખે છે, અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે માનીએ છીએ કે પવિત્ર ગંગામાં સ્નાન લેવાથી આપણા બધા પાપ ધોઈ જાય છે, અને આપણી આત્માને શુદ્ધ અને ધન્ય બનાવે છે. આ દિવસ એ એક આધ્યાત્મિક પ્રકાશમાં વધારો સૂચવે છે અને ભૌતિક અંધકાર ઘટાડે છે. અવકાશી વિજ્ઞાન મુજબ, મકરસંક્રાંતિમાં દિવસો લાંબા અને રાત ટૂંકી થવા ની શરૂવાત થાય છે.

Uttarayan My Favorite Festival Essay in Gujarati ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ
Uttarayan My Favorite Festival Essay in Gujarati ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર નિબંધ

મકરસંક્રાંતિને કે ઉત્તરાયણ ને દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિની ઉજવણી કરતા દરેક ક્ષેત્ર માટેના સમાવિષ્ટ રિવાજો પણ અત્યંત જુદા છે. પરંતુ ઉત્સવનો એકમાત્ર ઉદ્દેશ તે જ છે જે સમૃદ્ધિ, એકતા અને આનંદ ફેલાવવાનો છે.

મકરસંક્રાંતિના નિર્ણાયક ભાગોમાંનો એક ભાગ એક દાન છે. જરૂરિયાતમંદ લોકોને ઘઉં, ચોખા અને મીઠાઈઓનું દાન કરવું એ આ તહેવાર નો એક મહત્વનો ભાગ છે. જયારે લોકો ખુલ્લા મનથી દાન કરે છે, ભગવાન તેમના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવશે અને બધી મુશ્કેલીઓ દૂર કરશે તેવી ઈચ્છા ધરાવે છે. તેથી જ ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ તહેવાર ને ખિચડી કહેવામાં આવે છે.

ગુજરાત માં આ તહેવાર માં લોકો સવારે ગાયો ને ઘાસ ખવરાવે છે અને ઉત્સવ ની ઉજવણી કરવા પતંગ ઉડાડે છે. આ તહેવાર પતંગ નો ત્યોહાર તરીકે પણ ઓળખાય છે. આ માટે આ તહેવાર બાળકો, યુવાનો થી માંડીને વૃધો સુધી બધાને ખુબ જ ગમે છે. લોકો આ દિવસ ની રાહ જોતા હોય છે અને ઘણા દિવસો પેહલાથી પોતાના માટે પતંગ અને દોરી ની ખરીદી કરે છે.

આ દિવસ પેહલા બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ જાતની દોરી જોવા મળે છે. આ દિવસે બધા લોકો પોતાના ઘરની છત ઉપર ચડી પતંગ ચગાવે છે. તમને અલગ અલગ ગીતો સંભળાય છે અને આકાશ રંગબેરંગી પતંગ થી ઘેરાયેલું જોવા મળે છે. કોઈ નો પતંગ કપાતા લોકો રાડો પાડે છે જેની માજા જ કૈક અલગ હોય છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે.

Must Read- મારો પ્રિય તહેવાર વિશે નિબંધ (Top 3 My Favorite Festival Essay in Gujarati)

ઉત્તરાયણ ની મજા નિબંધ (The fun of Uttarayan or Uttarayan Essay In Gujarati)

બાળકોને અને યુવાનોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. આખા વર્ષમાં સઘળા તહેવારો હિન્દૂ તિથિ અનુસાર ઊજવાતા હોય છે. જયારે ઉત્તરાયણ તો દર વર્ષે જાન્યુઆરી માસની 14 તારીખે ઊજવાય છે. આ દિવસનું મહત્ત્વ ભૂગોળ અનુસાર હિન્દૂ સંકૃતિ માં ઉજવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ છે, તેથી તેને ‘મકરસંક્રાંતી’ પણ કહેવામાં છે.

એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન પણ કરે છે. ઘણા લોકો બાજરી કે ઘઉંની ઘૂઘરી બાફી ગાયોને ખવડાવે છે. ઘણા ગાયોને ઘાસ પૂળા ખવડાવે છે. આ દિવસે ગરીબોને દાન અને બ્રાહ્મણોનો દક્ષિણા આપવામાં આવે છે. કેટલાક લોકો તલસાંકળી કે તલના લાડુ, બોર કે જામફળ પણ ખાય છે.

ગુજરાત માં ઉત્તરાયણનો ખરો મહિમા તો પતંગ ઉડાડવા વિશે છે. પતંગ ઉડાડવાના પર્વ તરીકે આ તહેવાર બાળકથી માંડીને વૃદ્ધો, સ્રીઓ તથા પુરુષો ખુબ આનંદ અને ઉત્સાહ ઊજવે છે.

જેમકે શત્રુના દેશ ૫૨ ચઢાઈ કરવા લશ્કર તૈયાર કરવામાં આવે એવી તૈયારીઓ ઉત્તરાયણને ઊજવવા માટે પતંગ અને દોરી તૈયાર કરવામાં આવે છે. જેમ સૈનિકોના હાથમાં શાસ્ત્રો હોય તેમ પતંગ રસિયાઓના હાથમાં દોરી અને પતંગ જોવા મળે છે. થોડા દિવસો પેહલા દોરીને રંગ અને કાચ પાવામાં આવે છે. આવી દોરીઓની ફીરકીઓ તેયાર કરવામાં આવે છે.

આકાશ માં અને લોકો પાસે પતંગો તો ભાત ભાતના અને જાત જાતના હોય છે. લોકો જુદી જુદી ફેશનો કરે તેમ પતંગોના રંગ અને તેમના પર આંકેલી ભાત પણ જુદી જુદી હોય છે. લોકો દ્વારા ઉત્તરાયણના દિવસ અગાઉ રાત્રીએ જાગીને પતંગોને કિન્ના બાંધી દેવામાં આવે છે. ફાટેલા પતંગોને સાંધવાના સરંજામ તૈયાર રાખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે દિવસ ઉગ્યો નથી કે ધાબાઓ અને અગાશીઓ ધમધમી થઇ જતી હોય છે.

પતંગોના પેચ એટલે પતંગોનું જંગી યુદ્ધ. યુદ્ધમાં જેમ ચક્રવ્યૂહ તેમ પેચના પણ ચક્રવ્યૂહ રાચાતા હોય છે. જયારે કોઈ દોરી છોડીને પેચ લડાવે તો કોઈ દોરીને ખેંચીને પેચ લડાવે. પતંગના જંગનો રંગ કૈક અલગ હોય છે અને તેનો ઉમંગ ઓર હોય છે ! એવા પણ કેટલાક લોકો હોય છે જેઓ કપાયેલા પતંગોને લૂંટવાનો આનંદ માણતા હોય છે. તેઓ પતંગ પકડવા કાંટા વાળા જૈડા બનાવી તેમનો ઉપયોગ કરે છે. વાતાવરણ અલગ અલગ ગીતો અને રાડો થી ધમધમે છે.

એ કાપ્યો….’ જેવી બૂમો ચારેય દિશાઓમાં ગાજે છે. રાત્રીએ પણ પતંગનો આગવો આનંદ હોય છે અને ઘણા લોકો ગુબ્બારા ઉડાડે છે. ઊડતા પતંગની દોરી સાથે નાનકડા કાગળના ફાનસની વચ્ચે સળગતી મીણબત્તી મૂકીને તુક્કલ બનાવવામાં આવે. આવી તુક્કલો ઊડતા આગિયા જેવી લાગે. ગુજરાત માં ઉત્તરાયણ પછીના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઊજવવામાં આવે છે. ઉત્તરાયણ એટલે આનંદનો ઉત્સવ!

Must Read- રક્ષા બંધન નિબંધ (Top 3 Raksha Bandhan Essay in Gujarati)

10 લાઇન ઉત્તરાયણ વિષે નિબંધ (10 Line Uttarayan Essay In Gujarati)

  • મકરસંક્રાંતિ એક હિંદુ તહેવાર છે જે દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
  • આ તહેવાર ના દિવસે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશે છે.
  • આ તહેવાર માં આપણે સૂર્ય ભગવાનની પૂજા કરીએ છીએ અને નદીઓમાં પવિત્ર સ્નાન કરીએ છીએ. લોકો ગાય ને ઘાસ પણ ખવરાવે છે.
  • એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ પર ગંગા નદીમાં પવિત્ર સ્નાન લેવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય છે.
  • બાળકો અને યુવાનો પતંગ ઉડાવીને અને મીઠાઇ ખાઈને આ દિવસની મજા લે છે.
  • આ દિવસ પેહલા બજારો માં તમને ખુબ રોનક જોવા મળે છે, બધી દુકાનો માં રંગબેરંગી પતંગ અને અલગ અલગ જાતની દોરી જોવા મળે છે.
Best Uttarayan Essay in Gujarati ઉત્તરાયણ તહેવાર નિબંધ
Utarayan Essay in Gujarati ઉત્તરાયણ તહેવાર નિબંધ
  • લોકો સંગીત ના સાધનો પોતાની છત પાર ચડાવે છે અને મોટા અવાજ થી ગીતો વગાડે છે.
  • કોઈ નો પતંગ કપાતા લોકો રાડો પાડે છે જેની મજા જ કૈક અલગ હોય છે. જયારે મોટા શહેરો માં આ દિવસે રાત્રે લોકો ગુબારા છોડે છે અને રાત્રે આકાશ આખું દીવડા થી ઝગમગી ઉઠે છે.
  • આખું આકાશ તમને રંગબેરંગી પતંગો થી ઘેરાયેલું હોય છે, તમને આકાશે રંગીન ચાદર ઓઢી હોય તેવું લાગે છે.
  • આ દિવસે ધારદાર દોરી વડે ઘણા પક્ષીઓ નું મૃત્યુ પણ થાય છે. આપણે બધા લોકોએ પક્ષીઓ ને નુકશાન ના ધાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ.

Video

Summary

I hope you like “ઉત્તરાયણ નિબંધ” – Amazing Uttarayan Essay In Gujarati Language 2021 article and this is become useful for all students. Regular visit our blog Gujarati-English.com to get amazing information and such useful stuff in Guajarati and English language.

Leave a Comment