Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા – What is the value of zero Gujarati Story

નમસ્તે મિત્રો, કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા ઠીક હસો, આજ ની આ પોસ્ટ માં આપણે એક ગુજરાતી વાર્તા જોઇશુ જે પોસ્ટ નું નામ છે શૂન્ય ની કિંમત ગુજરાતી વાર્તા (What is the value of zero Gujarati Story) આવીજ બીજી વાર્તા તમને અમારા કિડ્સ ના સેકશન માં મળી જશે તો તમે ત્યાં વિઝિટ કરવા નું ના ભૂલતા.

અહીં દર્શાવેલી વાર્તા ખુબ ટૂંકી અને સરળ ભાષા માં છે. છતાં કોઈ ટાયપિંગ ભૂલો થયેલી હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અમારી ટીમ જલ્દી થી જલ્દી એ ભૂલ સુધારશે. અન્ય ગુજરાતી કન્ટેન્ટ માટે તમે અમારી વેબસાઈટ ના હોમ પેજ ની મુલાકાત લઇ શકો છો અને એક વાર અમારા ડીક્ષનરી સેકશન ની મુલાકાત જરૂર લેજો.

શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા (What is the value of zero Gujarati Story)

એકથી નવ અંક. સાથે રહે. સાથે જશે. સાથે મળી ધીંગામસ્તી કરે. મોટેભાગે સંપીને રહે પણ કોઈવાર ઝઘડી પણ પડે. એક દિવસની વાત. વાતમાંથી નીકળી વાત. કોની સૌથી મોટી જાત? એકથી નવમાં કોની કિંમત સૌથી વધારે એ બાબતે ચડસાચડસી થઈ ગઈ. બે એકને કહે, “હું તારાથી મોટો.” તો ત્રણ બને ને કહે, ‘ને હું તારાથી મોટો.

”ચારે ત્રણને માથે ટપલી મારી કહ્યું ને હું તારાથી આમ પાંચે ચારને, છએ પાંચ, સાત છને આઠે ( મોટો, સમજ્યો? સાતને કહ્યું. છેવટે રૂઆબ કરતો નવ બોલ્યો, “રહેવા દો, તમારા સૌ કરતાં હું મોટો છું.” સૌથી મોટો હું છું. મારો પડે વટી આમ નાચું તેમ નાચું, આમ નાચું તેમ નાચું। બેથી આઠ સૌ નવાઈ પામી એની સામે જોઈ રર પછી સૌએ એકમેકની સામે જોયું.

ને પછી અંદરોઅંદ_ ગુસપુસ કરી નાચવા ને ગાવા લાગ્યા. ‘સૌથી નાનો એકડો સાવ બટાકા જેવો. નીચો ને સૂકલકડો સાવ ગૂંચડા જેવો.” એક તો બિચારો! શિયાવિયાં જેવો થઈ ગયો. રડતો રડતો દૂર એક ઝાડ નીચે જઈ ઊભો રહી ગયો એકને રડતો જોઈ ઝાડ પરથી મીઠું નીચે આવ્યું ગોળ ગોળ મીંડું ક્યાંય મળે ના છીંડું. મીંડું એકને કહે, “કેમ રડે છે, ભાઈ?” એક રડતો જાય ને કહેતો જાય, “મને બધા નાનકો, બટકો, એવું એવું કહી ચીડવે છે.

શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા (What is the value of zero Gujarati Story)
શૂન્ય ની કિંમત શું છે ગુજરાતી વાર્તા (What is the value of zero Gujarati Story)

એ બધા મારાથી મોટા છે ને! એટલે શું આમ કરવાનું?” મીંડું બોલ્યું, “રડ નહિ. ચાલ, તને હું મોટો બનાવી દઉં.” એકને મીંડાના બોલમાં વિશ્વાસ ન પડ્યો. એને થયુંઃ મીંડું તો મારા કરતાંય નાનું છે તો એ મને કેવી રીતે મોટું બનાવશે?” તોય એક મીડાં સાથે ગયું. બધાં એ બેયને આવતા ને ફરી નાચવી ને ગાવા લાગ્યા. એકડો સાવ સળેકડો ને મીડું ગોળમટોળ. ‘એક ઊંચો, એક નીચો અંદર પોલમપોલ! મીડું ધીમે રહી બોલ્યું, “ભાઈઓ, તમે આમ કોઈને ચીડવો એ બરાબર ના કહેવાય.

”નવ કહે, “જા જા ચાંપલા, તારે શી પંચાત?” આઠ કહે, “ને તારી કિંમત પણ શી?” મીડું કહે, “ભાઈઓ આમ તો મારી કિંમત કંઈ નથી. પણ જો હું કોઈના પડખે જઈ ઊભો રહું તો એની કિંમત વધારી દઉં સમજ્યા કે?” આવી ધડમાથા વગરની વાત કોઈના ભેજામાં ન ઊતરી. એટલે મીંડું બોલ્યું : જુઓ, આ છે એક, હવે હું એની પડખે જઈને ઊભો રહું છું.” આમ કહી તે એકની બાજુમાં જઈ ઊભું રહી ગયું.

ને બોલ્યું : “હવે એકની કિંમત કેટલી થઈ ગઈ?” છે. “અરે! આ તો દસ થયા.” બધા નવાઈ પામી બોલી ઊડ્યા. હવે કહો, તમારા સૌમાં મોટું કોણ? આ નવ કે પછી અમે દસ?” મીડાએ ગૌરવભેર કહ્યું. આ જોઈ. એકડાનો હરખ તો માતો ન હતો.” સૌનાં મોં સિવાઈ ગયાં. બે કહે, મીંડાભાઈ. તમે મારી પડખે આવી જાઓ, મારી કિંમત વધારી દો ને?” મીંડું બહેને બોધપાઠ શીખવવા ઈચ્છતું હતું. તેણે મનમાં કશીક ગણતરી કરી ને પછી કહે, “ભલે, ભાઈ મારા આવવાથી તારી કિંમત વધે છે કે ઘટે છે તે જોઈએ.

”આમ કહી મીંડું બહેની પડખે જઈ ઊભું રહી ગયું. તોય એની કિંમત બહેની બેજ રહી, વીસ ન જ થઈ. આ જોઈ બે શરમાઈ ગયું. સૌને મીંડાની કિંમત સમજાઈ ગઈ. બાલદોસ્તો, એકની પડખે મીંડું ગયું તો દસ થયા. પરંતુ બહેની પડખે મીંડું ગયું તો વીસ ન થયા. આમ કેમ? વિચારો.

(ઉકેલ : મીંડું જ ૨ની જમણી બાજુ જઈને ઊભું રહે તો ૨૦ થાય ને કિંમત વધે. પરંતુ જો એ ૨ ની ડાબી બાજુએ જઈને ઊભું રહે તો ૦૨ જ લખાય. તો એની કિંમતમાં કશો જ ફેર ના પડે. સમજ્યારે બાલદસ્તો?)

Summary

તો બાળકો આ વાત ઉપર તમને શું જાણવા મળ્યું? તમને ખબર હોય કે ના હોય પણ શૂન્ય ની કિંમત બહુજ વધુ છે જે જાણીને તમને નવાઈ લાગશે પણ એને સાચી જગ્યા એ લગાડવો પડે. એજ વાત ની તમને જાણ કરવા માટે આ વાર્તા અહીં મુકવામાં આવેલી છે અને મને આશા છે કે તમને શૂન્ય ની કિંમત ગુજરાતી વાર્તા (What is the value of zero Gujarati Story) માં ખુબ જ મજા આવી હશે અને આજ પણ કૈક નવું જાણવા મળ્યું હશે.

Leave a Comment