Download Our Android App to Get Instant Updates.

gujarati info app google play store download link

“Winter” Amazing Very Short Story In Gujarati 2021(“શિયાળા ની શરદી” ગુજરાતી વાર્તા)

નમસ્તે દોસ્તો કેમ છો બધા. આજ અમે ફરીવાર એક નવી બોધ કથા સાથે અહીં આવ્યા છીએ. “શિયાળા ની શરદી” ગુજરાતી વાર્તા – Winter Very Short Story In Gujarati જેમાં તમને ખાણું બધું નવું જાણવા મળશે અને તમે એમાંથી જે પણ શીખવા જેવું મળે, એ ભૂલતા નહિ એને યાદ રાખજો જે તમને આવનારા જીવન માં ખુબ જ કામમાં આવશે, ચાલો તો બોધ કથા તરફ આગળ વધીયે.

Also Read- Rip Meaning in Gujarati and Correct Full Form (Death)

“શિયાળા ની શરદી” Short Story In Gujarati for Kids

એક હતું જામફળ. એને રોજ ફરવા જવાનો બહુ શોખ. શિયાળાની ઋતુ આવી. ઠંડી પડવા લાગી, તોય જામફળભાઈ તો ફરવા જતા. એની મમ્મી કહે, ‘બેટા, હવે ઠંડી પડે છે, તું આમ ફરવા ન જા.” પણ માને તો એ જામફળ નહિ. રોજ સાંજે ફરવા જવાનો એનો નિયમ. છે એક સાંજે ખૂબ ઠંડી હતી. ઠંડોઠંડો પવન સૂ-સૂ કરતો વાતો હતો. જામફળ કહે : “મમ્મી, હું લટાર મારીને આવું છું.’ મમ્મી કહે, ‘સાંજે ફરવા ના જાય તો ના ચાલે?” “ઊહું!’ જામફળ બોલ્યું, “નિયમ એટલે નિયમ.’ મમ્મીને થયું કે જામફળ નહિ માને. એટલે મમ્મી કહે, “જાય તો ભલે જા.

Also Read- Gujarati Movies Download, Free MP4, MKV, 300Mb, HD, Movies.

પણ ગરમ ટોપી માથે પેરી લે ને ગરમ બંડીય પેરતો જા ને પગમાં બૂટ ને મોજા’ મમ્મી તો બોલતી રહી ને જામફળભૈ તો ફરવા ઊપડી ગયા. એક કલાક પછી જામફળભાઈ ઘરે આવ્યા. એના હાથપગ ઠરી ગયા હતા. જામફળભાઈ વટ મારવા ગયા હતા. પણ આજે ઠંડી વધારે હતી. એનો વટ ફાફડીકૂ..સ. થઈ ગયો હતો. જામફળ ચૂપચાપ લેસન કરવા બેસી ગયો ને એટલામાં છીંક આવી હાકુ છી…બીજી છીંક આવી…હાક ને ત્રીજી પણ… હી… મમ્મી અંદરથી તાડૂકી : ‘હું નહોતી કે’તી કે જરા ‘ ઓઢવાનું લેતો જા પણ મારું માને છે કોણ?”

Amazing Very Short Story In Gujarati about winter and guava
Amazing Very Short Story In Gujarati about winter and guava

જામફળ કંઈક જવાબ દેવા જતો હતો ત્યાં પાછી ‘ છીંક આવી- હાફ છી! શરદી થઈ જશે. એ બામની શીશી લઈને આવી. મમ્મીથી ન રહેવાયું. એને થયું કે આજે જામફળને જામફળને બામ ચોપડવો ગમતો ન હતો. તે બોલ્યો : ના મમ્મી, બામ ના લગાડ. હાક.. છી..” મમ્મી ડબી ખોલતાં તાડૂકી : ‘આ જોને તારી શરદી.. છીંકો પર છીંકો તો આવે છે ને ભાઈ સા’બને બામ લગાડવો નથી.

ને પછી જામફળને નાકે, કપાળ, છાતીયે બામ ઘસવા લાગી. જામફળ ના પાડતો રહ્યો, પણ મમ્મી મારે તો ને? જામફળે ઘણું તોફાન કર્યું. પણ મમ્મી આગળ એનું કંઈ ન ચાલ્યું. મમ્મી કહે, ‘જો કાલે શરદી ના મટે તો સૂંઠની ગોળી ખવરાવીશ’ જામફળ મોં બગાડી બોલ્યો : “સૂંઠની ગોળી!”

મમ્મી કહે, ‘ને નાસ પણ લેવરાવીશ’ જામફળ ફરી બોલ્યો : ‘નાસ…! ના હોં..મમ્મી, હવે હું તને પૂછ્યા વગર ફરવા નહીં જાઉ બસ?” ઓ રકઝક ચાલતી હતી ત્યાં મમ્મીને પણ છીંક આવી. હાફ છી! જામફળ કહે, “મમ્મી, તનય શરદી મમ્મી કહે, “ના રે ના. મને શરદી ના થાય…હોકી લાગે છે.” છી’ ત્યાં મમ્મીએ બીજી છીંક ખાધી.

Also Read- Top 5 Gujarati Stories (5 ગુજરાતી વાર્તા)

જામફળ કહે, “મમ્મી શરદી ચેપી રોગ છે. હોં ઘરમાં એક જણને શરદી થાય તો બીજાને થાય જ.’ મમ્મી કહે, ‘હવે બહુ શિખામણ આપ્યા વગર તારી વાત કરને? મને તો…’ ત્યાં મમ્મીને ત્રીજી છીંક આવી. હાફ છી! જામફળને તો હસવાની મજા પડી.” આ જોઈ મમ્મી વધારે ગુસ્સે થઈ. એટલે પછી જામફળ હાથમાં બામની શીશી લઈ, આંગળી પર બામ લઈ મમ્મી નજીક જઈ બોલ્યો, “મમ્મી હવે તારો વારો. લાવ મમ્મી હું તને બામ લગાવી દઉં.”

આ સાંભળી મમ્મી હસી પડી. જામફળને ગોદમાં લઈ મમ્મી બોલી, “મારા વહાલા જામફળ, આઈ લવ યુ.’ આ સાંભળી જામફળ બોલ્યું, “ઍન્ડ આઈ ઓલ્સો લવ યુ મમ્મી.’ આમ કહી જામફળે મમ્મીને ગાલે ચૂમી ભરી લીધી ને ત્યાં મમ્મીને છીંક આવી…હાફ છી..!

જામફળ વિષે થોડી માહિતી

જામફળ વિષે તો તમે જાણતા જ હશો અને તમે એક વાર તો આ ફળ ખાધું હશે ને? પણ તમે આ ફળ વિષે અહીંયા જે આપ્યું છે એ તમે નઈ જાણતા હો, તો ચાલો થોડું જાણીયે. આ ફળ ભારત જેવા બીજા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સામાન્ય રીતે ઉગે છે અને તેની ખેતી પણ થાય છે. આ ફળ એજ મેર્ટેલ પરિવાર માં નું એક નાનું વૃક્ષ અને લીંબુ પરિવાર નું ફળ છે છે, જે એશિયા, અમેરિકા અને આફ્રિકા જેવા ખંડો માં ઉગે છે.

“Winter” Amazing Very Short Story In Gujarati આર્ટિકલ માં તમને એક ટૂંકી ગુજરાતી વાર્તા તો જાણવા મળી સાથે સાથે તમને એક ફળ વિષે પણ કૈક નવી જાણકરી મળી જેનું નામ જામફળ છે. અમારા બધા આર્ટિકલ માં તમને આવીજ રીતે તમને જોઈતું કન્ટેન્ટ ગુજરાતી અને ક્યારેક ઇંગલિશ માં મળશે અને સાથે સાથે થોડી વધુ ઉપીયોગી માહિતી પણ મળશે જે કદાચ તમને ખબર નહિ હોય.

આ ફળ ની ઘણી બધી બીજી પ્રજાતિ દુનિયા માં ઉપલબ્ધ છે, પરંતુ તે અન્ય જાતિઓ અથવા પાઈનેપલ જામફળ એ ખુબ વિચિત્ર પ્રજાતિ છે. ભારત એ જામફળ નું એક મોટું અને મહત્વ નું ઉત્પાદક છે જે પુરી દુનિયા માં આ ફળ ને એક્સપોર્ટ કરે છે અને ગુજરાત માં પણ સૌરાટ્ર માં એની ખેતી ખુબ જ થાય છે મુખ્યત્વે ભાવનગર આસપાસ ના વિસ્તારો માં.

Summary

તમે “Winter” Amazing Very Short Story In Gujarati (“શિયાળા ની શરદી” ગુજરાતી વાર્તા) આર્ટિકલ માં તમે એક ટૂંકી બોધ કથા કે વાર્તા જોઈ જેમાં જામફળ ની વાત કરવામાં આવી છે અને તમે આ ફળ વિષે પણ મહત્વ ની જાણકરી પણ મેળવી જે તમને કદાચ ખબર નઈ હોય. આવીજ મહત્વની અને અવનવી જાણકારી માટે તમે આ બ્લોગ માં રેગ્યુલર વિઝિટ કરતા રહો અને અમે તમને વિશ્વાશ દેવડાવીયે છીએ કે તમને મહત્વની જાણકરી પહોંચાડતા રહીશું. ચાલો આજ માટે એટલુંજ ફરી મળીશું એક નવી માહિતી સાથે.

Also Read- 3 Gujarati Stories For Kids (બાળકો માટે ગુજરાતી વાર્તા)

1 thought on ““Winter” Amazing Very Short Story In Gujarati 2021(“શિયાળા ની શરદી” ગુજરાતી વાર્તા)”

  1. Sweet blog! I found it while surfing around on Yahoo News.

    Do you have any tips on how to get listed in Yahoo News?
    I’ve been trying for a while but I never seem to get there!
    Cheers

    Reply

Leave a Comment